સવાર ની સાંજ થવા આવી પણ એના કોઈ સમાચાર આવ્યા નહી , પરંતુ અચાનક " કોઈ ઘરે છે? " આવો અવાજ સંભળાયો અને હું સફાળો બેઠો થયો ત્યાં તો મારો બાળપણ નો ભેરુ દેખાયો
હું જરાક વાળ ને કપડા ઠીક કરીને ઊભો થયો એને અમે બને એકબીજા ને ભેટી પડ્યા ,ઘણા વર્ષો
પછી.
અહી બેસ આમ કહી હું પાણી લેવાં રસોડામાં ગયો. પાણી આપ્યા પછી તરત જ મે કહ્યુ ," આજે તો તુ આવ્યો છે તો તારી મનપસંદ "કાજુકતરી" મંગાવી છે, મે જરાક ઉતાવળે કહ્યું તેને યાદ છે ને આપણે રિસેસ માં જયરે
ક્લાસ માં કોઈ ના રહેતું ત્યારે , હિના ના બેગ માંથી..
આટલું કહી રહ્યો હતો , એવામાં મને રોકતા ક્યું , એ વાત મુક પેલા મને કંઈક ખવરાવ યાર, બહુ ભૂખ લાગી છે.
પછી અમે જમવા બેસ્યા અને હું એને જમવાનું પીરસતો હતો. અરે ! આજે તો તારું મનપસંદ ચોળી નું શાક બનાવ્યું છે ,આગ્રહ કરતો હતો પણ તે થોડો સંકોચ અનુભવતો હોય એવું મને લાગ્યું મે પછી અને કાજુકતરી નું box ખોલીને જરાક હસીને જોર થી કહ્યું , જે આપણે સ્કુલ માં ખાતા હતા આજે તો આખું box છે!
હું તો કહેવાની તૈયારી માં જ હતો કે હિના ને પણ કાજુકતરી પ્રત્યે અનહદ પ્રેમ હતો ત્યાં તો એણે નકાર માથું હલાવ્યું ને કહ્યું કે sorry યાર પણ મને નથી ભાવતી , આમેય ગળું ખરાબ છે જો ખાઈશ તો પાછું કાલે મારે મીટીંગ મા જવાનું છે તો ત્યાં લોકો સામે હુ ફેકિસ કંઈ રીતે! અને એ ખડખડાટ હસવા લાગ્યો.
હુ આશ્ચર્યચકિત થયી ગયો કે જે માણસ સાવ બીમાર હાલત મા ડોક્ટર ને મનાઈ હોવા છતાં કાજુકતરી માટે ક્યારેય ના ન પાડતો અને આજે એને ના પાડી ! એના હસવા પાછળ હુ કંઈ સમજી ના શક્યો કે મે વધારે એને પૂછ્યું નહી?
વાળું કર્યા પછી અમે સોફા પર બેસી ને વાતો કરતા હતા. એણે મને પૂછ્યું કે તારું લખવાનું કેવું ચાલે છે? આવો પ્રશ્ન ક્યારે આજ સુધી પૂછ્યો નહોતો , એક અલગ જ વાર્તા લખવાનું વિચારું છું હુ વધારે બોલું એ પેલા મને રોકતા કહ્યું કે " મારા પર જ વાર્તા લખી દે!"
"તારા પર વાર્તા નહી પણ નવલકથા લખવી પડે, તારા કાંડ થોડા ઓછા છે... મેં કહ્યું અને અમે બંને એકબીજા સામે જોઈ રહ્યાં અને પછી હસવા લાગ્યા..."
પછી સ્કુલ ના એ યાદગાર દિવસો ને વાગોળતા વાગોળતા ક્યારે રાત પડી ગઈ ખબર જ ન પડી. સંજય પણ સ્કૂલ મા હું સિટુ કહીને ચીડવતો આજે વાત વાત માં મારા થી સિટુ કહેવાયી ગયું મારા માટે નવાઈ નું હતું કે જેને હું સ્કૂલ સિટુ કહેતો ત્યારે તેના ચહેરા પર અજબ ની ખુશી જણાતી પરંતુ આજે એ ખુશી જાણે ક્યાંક ગાયબ થઈ હોય એમ એના હાવભાવ પર થી લાગ્યું. હું એને પૂછવા જઈ રહ્યો હતો કે " મારે કાલે સવારે વેલા જવાનું છે અને goodnight કહીને તે સોફા પર થી ઉભો થયો ને ,હુ વધારે પૂછું એ પેલા તે તરત જ બાજુના રૂમ માં સુવા નીકળી ગયો અને મારા મન મા મનોમંથન ચાલુ થઇ ગયું.
સિરિશ ના વર્તનમાં કંઇક અલગ જ બદલાવ હતો, થયું કે એને પૂછી લઉં પણ પછી થયું કે કદાચ એને નહી ગમે છતાંય મન માનતું નહોતું પછી સવારે એને પૂછવાનુ નક્કી કરી " મેં lights બંધ કરી.
હુ સિરીશ ની પહેલા ઉઠી ગયો તો જેવોએના રૂમ દરવાજો મે knock કર્યો કે..