પુષ્પા - ફલાવર નહિ ફાયર.
ડાયરેકટર સુકુમારની તાઝા ફિલ્મ પુષ્પા - ધ રાઈઝ નો આ ડાયલોગ છે. ડાયલોગ જેવું જ મુવી પણ છે. ફાયર - આગ.
જંગલના બેકગ્રાઉન્ડમાં આકાર પામતી કથા નાયક પુષ્પા (અલ્લુ અર્જુન)ની આસપાસ વળાંકો લેતી, સીધા - આડા - ખરબચડા રસ્તા પર કે એક્સપ્રેસ વે જેવા રસ્તા પર એકધારી ગતિએ સરરાટ કરતી આગળ વધે છે.
દમદાર ડાયલોગ્સ, સુપર-ડુપર સ્ટાઇલ, ધાંસુ ફાઈટ અને દાદુ ડાન્સથી ભરચક પેકેજ એટલે પુષ્પા.
જો સ્ટોરી દમદાર હોય અને એને ગ્રાન્ડ રીતે રિપ્રેસેન્ટ કરવામાં આવે તો ચપ્પલ, ધોતી, ઝીંથરાળા વાળ અને મજૂરી કરતો નાયક હોય અને તોયે બ્લોકબસ્ટર ફિલ્મ બની શકે એ પુષ્પાએ સાબિત કરી દીધું છે.
મુવીના એક-એક ડાન્સ સ્ટેપમાં અલ્લુ અર્જુન જાદુ કરી શક્યો છે. સિમ્પલ ડાન્સ સ્ટેપ લાગે પણ એકદમ નવીન. સ્વેગથી ભરપૂર. અંતે માણસો પોતે જે રિયલ લાઈફમાં નથી કરી શકતા એનો જ આનંદ ફિલ્મ્સ જોઈને લેતા હોય છે ને !
ફિલ્મ એટલું જકડી રાખે છે કે જ્યારે ક્લાઈમેક્સ પછી ફિલ્મ પૂરું થાય ત્યારે '2nd ઈન્ટરવલ' એવું આવે તો એમ પણ થઈ આવે કે હજી ફિલ્મ બાકી જ છે. પણ એ પહેલાં ભાગનો અંત છે.
જો કે એવું પણ લાગે છે કે ફિલ્મ મેળ વગરની અટકી ગઈ. જો કે શું થશે આગળ એ જિજ્ઞાસા તો રહે જ છે,તો પણ બાહુબલીમાં જે ઈંપેક્ટ હતી પહેલો ભાગ પૂરો થયો ત્યારે એ હદની ઈંપેક્ટ નથી આવતી એ ફેક્ટ. એમ લાગે કે બીજો ભાગ જોવા માટે અધવચ્ચે જ અટકાવી દીધા. તમે મસ્ત દૂધપાક પીતાં હોય અને એનો રસપાન કરતાં એમાં તરબોળ થઈ ગયાં હોય અને કોઈક વચ્ચે જ કટોરો લઈ લે કે હવે કાલે પીવાનો વધેલો દૂધપાક તો કેવું થાય ! એવું જ મને થયું. એ એક જ ફરિયાદ છે મુવીથી. એક-બે ગીત ઓછાં કરી શકાયા હોત, પણ કદાચ અલ્લુ અર્જુન છે એટલે ગીત રાખવામાં આવ્યા હોય અને હિન્દી ઓડિયન્સને ધ્યાનમાં રાખીને પણ મુકાયાં હોય એ ય પોસીબલ છે. જો કે એમાં ય ડાન્સ જોવાની મજા જ આવે છે.
સ્ટોરી અને કેરેકટર એવાં મજબૂત લખાયાં છે કે ઓડિયન્સ તરત નાયક સાથે કનેક્ટ થઈ જાય છે.
સિનેમેટોગ્રાફી પણ સુંદર છે. સતત કુલ ફીલિંગ અને જંગલનો અહેસાસ કરાવતી રહે છે.
એક્ટિંગ : એક્ટિંગમાં તો અલ્લુ અર્જુને તે જે પ્રકારના જનરલી રોલ કરતો હોય છે તેનાથી ઘણો અલગ છે અને ગામડિયો જેવો રોલ હોવા છતાં પોતાની સ્ટાઈલ આઇકોન તરીકેની અમીટ છાપ એક્શન અને ડાન્સમાં છોડી જાય છે. જે પણ મુવી જોશે એ એના 'શ્રીવલ્લી' અને 'ઉ બોલેગા યા ઉં ઉં બોલગા ' સોન્ગના સ્ટેપ વિશે વાત કરશે, કરશે અને કરશે જ ! એ એની એચિવમેન્ટ. કલાઈમેક્સમાં ફહાદ ફાઝીલ અને અલ્લુ અર્જુનની ટક્કર છે. ફહાદ પણ એક્ટિંગમાં ઓળઘોળ થઈ ગયો છે. એને જોયા પછી લાગે છે કે એ જ બેસ્ટ ઓપ્સન હશે એ રોલ માટે એવી એક્ટિંગ છે. (જો કે ફહાદ ફાઝીલ ને આપણા સર્ટિફિકેટની જરૂર નથી. એના કુમ્બલંગી નાઈટ્સ, જોજી, મલિક એ મુવી જોઈ લો એટલે એની એક્ટિંગ રેન્જ ખબર પડી જશે.)
શ્રીવલ્લી નો રોલ રસ્મિકા મંદાના એ પણ બખૂબી ભજવ્યો છે.
હિન્દી ડબિંગમાં શ્રેયસ તલપડે એ અલ્લુ અર્જુનને અવાજ આપ્યો છે. એ ય પરફેક્ટ મેચ થાય છે.
ફિલ્મ એક્શન, સ્વેગ અને ડાયલોગબાઝીથી ભરપૂર છે. મોબાઈલમાં કે ક્યાંકથી ડાઉનલોડ કરીને જોવાનું મુવી નથી. થિયેટરમાં જ મજા આવે એવું મુવી છે. છતાં કોઈને હોમ થિયેટરમાં જોવું હોય તો એમેઝોન પ્રાઈમ પર પણ હિન્દી સહિત બીજી ભાષાઓમાં એન્ટ્રી થઈ ગઈ છે પુષ્પાની.
ટુંમાં પૈસા વસુલ મુવી.