Ispector ACP - 3 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 3

Featured Books
Categories
Share

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 3

ભાગ - ૩
આજે ૨૬ મી જાન્યુઆરી છે.
તેજપુર ગામનો વહેલી પરોઢનો, આજનો નજારો પણ અદભુત અને નયનરમ્ય છે.
તેજપુર ગામના મંદિરમાં સવારની આરતી થઈ રહી છે, ને
એ આરતીની સાથે-સાથે,
ગ્રામજનો ઢોલ, નગારા અને ઝાલરના તાલથી તાલ મિલાવી, ભક્તિભાવ સાથે, ઉત્સાહભેર
આરતીની પ્રત્યેક કળી દોહરાવી રહ્યા છે.
ગામની દૂધની ડેરીની whistle વાગી રહી છે.
ઢોરઢાંખર રાખતા ગામ લોકો, ડોલ ડોલચા ને બોઘરણામાં દૂધ લઈને ડેરીમાં દૂધ ભરવા માટેની લાઈનમાં ઊભા છે.
જ્યારે ગામના અમુક લોકો, હજી ગાય-ભેસ દોઈ રહ્યા છે, તો અમુક લોકોને, દાંતણ-પાણી ચાલી રહ્યું છે, ને કેટલાય ઘરના આંગણા વળાઈ રહ્યા છે.
ગામની સ્કૂલમાં આજે ધ્વજવંદન નો કાર્યક્રમ હોવાથી,
એકલ દોકલ છોકરાઓ વહેલી સવારથી જ તૈયાર થઈ, હરખભેર સ્કૂલ તરફ જઈ રહ્યા છે.
ગામના પાદરેથી, ને ગામ તળાવ બાજુથી, કૂકડો અને મોરના ટહુકા સંભળાઈ રહ્યા છે, ને તળાવનું પાણી બિલકુલ શાંત છે.
તેજપુર ગામની પ્રાથમિક સ્કૂલમાં, આજે અતિ મહત્વનો, એટલેકે,
26 જાન્યુઆરીનો સુંદર દિવસ હોવાથી,
સ્કૂલમાં ધ્વજવંદનના કાર્યક્રમની સાથે-સાથે,
બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન રાખેલ છે, તેમજ ખેલકૂદ માટે મેદાનમાં સફેદ પટ્ટા પાડી, અલગ અલગ રમતો માટેની તૈયારી પણ ચાલી રહી હોવાથી,
વહેલી સવારથીજ સ્કૂલના મેદાનમાં પણ ચહલ-પહલ ચાલી રહી છે.
આ બાજુ સ્કૂલના આચાર્ય એવા સીતાબહેન, તેમજ તેમની બાજુમાં રહેતા શીવાભાઈ સરપંચના પત્ની પાર્વતીબેન,
કે જે સ્કૂલમાં શિક્ષિકા છે,
તેઓ પણ ફટાફટ સ્કૂલે જવાની તૈયારીમાં લાગેલા છે.
તો બીજી બાજુ,
શીવાભાઈ સરપંચ પણ વહેલી સવારે ઉઠીને ફ્રેશ થઈ રહ્યા છે, ત્યાંજ.....
સરપંચના મિત્ર એવા, ભીખાભાઈ રોજના નિયમ પ્રમાણે સરપંચને મોર્નિંગ વોક કરવા માટે, સરપંચના ઘર પાસે પહોંચે છે, ને સરપંચને બોલાવવા માટે બહારથીજ સરપંચને બૂમ પાડે છે.
ભીખાભાઈ :- સરપંચ સાહેબ, ચાલો ફટાફટ
સરપંચ :- ( ઘરમાંથી જ )
બસ બે મિનિટ, આવ્યો ભીખાભાઈ.
ત્યાંજ આચાર્ય બહેન પોતાના ઘરમાંથી બહાર નીકળે છે, અને બાજુમાં પાર્વતીબેનને
આચાર્ય બહેન :- પાર્વતી તૈયાર ?
બધું લઈ લેજે સંભાળી ને, કંઈ રહી ના જાય.
પાર્વતી :- બધુંજ તૈયાર છે બહેન, અને હુ પણ ક્યારની તૈયાર થઈ ગઈ છું, આતો, એમના માટે ચા બનાવતી હતી.
આ સાંભળી, સરપંચ આચાર્ય બહેનને
સરપંચ :- બહેન, એને મેં કીધું કે, એક દિવસ હું જાતે ચા બનાવી લઈશ, પણ તે માની જ નહીં.
એટલે પાર્વતીબહેન સરપંચને
પાર્વતી બહેન :- સારું સારું હવે,
તમે ફટાફટ તમારું મોર્નિંગ વોક પતાવી, તૈયાર થઈ સમયસર સ્કૂલ પર આવી જજો.
અને પછી પાર્વતીબેન હજી ખાટલામાં સૂઈ રહેલ તેમના દીકરા જીગ્નેશ તરફ ઈશારો કરીને શિવાભાઈને
પાર્વતી બહેન :- આને પણ ઉઠાડીને, એને પણ લેતા આવજો સ્કૂલે.
આટલું કહી, આચાર્યબહેન, અને પાર્વતીબહેન ઘરના ઝાંપાની બહાર નીકળે છે, અને ત્યાં ભીખાભાઈને જોતા આચાર્યબહેન ભીખાભાઈને,
આચાર્યબહેન :- આજે ગામના બે આંટા ઓછા મારજો, ને તમારા મિત્રને લઈને સમયસર સ્કૂલ પર પહોંચી જજો પાછા, તમને ખબર છે ને કે, ધ્વજવંદન તમારા મિત્રના હાથેજ કરાવવાનું છે ?
ભીખાભાઈ હસતાં હસતાં
ભીખાભાઈ :- ખબર છે બહેન, ચોક્કસ ચોક્કસ, કહેવું નહીં પડે, અમે સમય કરતાં પણ પાંચ દસ મિનિટ વહેલા આવી જઈશું.
આચાર્યબહેન અને પાર્વતીબેન, આટલું કહી, સ્કૂલ તરફ જવા નીકળે છે.
તેમના હાથમાં સ્કૂલનાં બાળકો માટે નાસ્તો, ફૂલહાર અને ગિફ્ટ બોક્ષ છે.
આ બાજુ જીગ્નેશને ઉઠાડીને સરપંચ બહાર આવે છે, ને પછી સરપંચ ને ભીખાભાઈ બંને મિત્રો, ઝડપભેર મોર્નિંગ વોક કરવા નિકળે છે.
ચાલતા ચાલતા સરપંચ, ભીખાભાઈને
સરપંચ :- ચાલ ભાઈ, આજે રોજ જેટલું નહીં ચલાય, આજેતો ખાલી, ગામનો અડધો આંટો મારી લઈએ.
ભીખાભાઈ :- સરપંચ, બહેન પણ એ જ કહેતા હતા, કંઈ વાંધો નહીં, ચાલો ફટાફટ પાછા આવી, તૈયાર થઈને સ્કૂલ પર પહોંચી જઈએ.
સરપંચ :- જો ને હું પણ જીગ્નેશને જગાડીને તો આવ્યો છું, તો ફરી પાછો સુઈ ના જાય તો સારું.
ભીખાભાઈ :- એકવાર જાગ્યા પછી એ થોડો સૂઈ જવાનો છે ?
સરપંચ :- અરે, એ કાલે રાત્રે બે વાગે ઘરે આવીને ઊંઘ્યો છે તો, પાછો ઊંઘી પણ જાય.
ભીખાભાઈ :- રાત્રે બે વાગે ?
કેમ ક્યાંય બહાર મોકલ્યો હતો કે શું ?
સરપંચ :- હું કયાં મોકલવાનો હતો એને, પત્તા ટીચવા બેસી ગયો હશે ક્યાંક.
કેટલો સમજાવું એને, હવેતો હુંય થાક્યો છું એનાથી.
રામ જાણે આ જુગારની આદત ક્યારે છોડશે ?
મને તો શરમ આવે છે કે, હું ગામનો સરપંચ, એની મમ્મી સ્કૂલમાં શિક્ષિકા અને આ.....
મારે એને શું કહેવું, એજ નથી સમજાતું.
ભીખાભાઈ :- હશે, રહેતા રહેતા એની એ આદત જતી રહેશે, તમે ચિંતા ના કરો સરપંચ.
સરપંચ :- ચિંતાની વાત નથી ભીખાભાઈ, તમેજ કહો, એને કોઈ વાતની કમી છે મારા ઘરમાં ?
એને જે જોઈએ એ ના મળતું હોય તો વાત અલગ છે.
અમારા ઘરમાં, એને કોઈ કામમાં, કોઈ વાતમાં એને બંધન જેવું છે જ નહીં.
ભીખાભાઈ :- સરપંચ, એ બધું હું ક્યાં નથી જાણતો.
હુતો, પાર્વતીભાભીની મરજી ઓછી હોવા છતાં,
તે તમારી દીકરીને, એને ગમતા મનપસંદ છોકરા સાથે લગ્ન કરવાની સંમતિ અને અંદરખાને જે સહકાર આપ્યો, સાથે-સાથે તમે પાર્વતીભાભીને પણ દીકરીના મનપસંદ છોકરા સાથેના પ્રેમલગ્ન માટે તૈયાર કર્યા હતા.
હશે એનો સમય આવશે, એટલે જીગ્નેશ પણ સુધરી જશે.
આમ વાતો કરતાં-કરતાં જઈ રહેલ, સરપંચ અને ભીખાભાઈને કાને,
સ્કૂલના સ્પીકરમાં વાગતાં દેશભક્તિના ગીતો સંભળાતા,
તેઓ ત્યાંથીજ પાછા વળે છે.
વધુ ભાગ ચારમાં