Ek Pooonamni Raat - 73 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ - 73

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ - 73

એક પૂનમની રાત

પ્રકરણ – 73

સિદ્ધાર્થના ઘરમાં મોડી રાત્રે હેમાલી.... સિદ્ધાર્થના ઘરમાં મોડી રાત્રે હેમાલીનું પ્રેત સિદ્ધાર્થ સાથે વાતો કબુલી રહેલી અને સાથે સાથે સાવધાન કરતાં ચેતવણી પણ આપી રહેલી. એણે કહ્યું તમે મારી મદદ કરો હું તમારી કરીશ અને તમારી મદદ એટલે માંગી રહી છું કે દેવાંશ તમને સાંભળશેઅને સમજશે અને આજે જે પુસ્તક તમારાં હાથમાં છે એ તમે વાંચશો પછી તમને પાકા આભાસ એહસાસ થશેજ એમાં લખેલાં શ્લોક ઋચાઓ તમને બીજીજ દુનિયામાં લઇ જશે એમાં કોઈ શંકા નથી. અને મેં તમને ખાસ વાત કીધી કે મારાં સિવાય અન્ય પિશાચયોનીનાં પિશાચો અને ચુડેલ પણ અત્યારે દેવાંશ અને તમારી આસપાસ સક્રીય છે અને....

સિદ્ધાર્થ ખુબજ અચંબા સાથે હેમાલીનાં પ્રેતને સાંભળી રહેલો. હજી પેલું પુસ્તક એનાં હાથમાંજ હતું એણે પુસ્તક બંધ કરીને હેમાલીને સાંભળી રહેલો.

હેમાલીએ કહ્યું આ જે પિશાચી શક્તિ અને ચુડેલ ઝંખના છે એ સ્વયં સક્રીય નથી એમને વિધિવિધાન વશ કરી લલચાવીને બોલાવવામાં આવ્યાં છે આ કુદરતમાં રહેલી અગોચર શક્તિઓમાં મારાં જેવા પ્રેમ પીડાથી અવગતિ પામેલાં માત્ર પ્રેમ અને વાંસનાજ ઝંખે છે જેનો અસંતોષ અને અતૃપ્તિ હોય છે અને કોઈનો જીવ લેવા કે હેરાન કરવા માટે નથી સર્જાયા...અવગતિએ ગયેલા જીવોમાં અમારી પ્રેત યોની જુદી છે અને પિશાચી યોની શક્તિ જુદી છે.

સિદ્ધાર્થે કહ્યું તો હેમાલી મેં તને વચન આપ્યું છે કે પુરી સુરક્ષા હેઠળ હું દેવાંશને મહેલમાં પૂનમનાં દિવસે મોકલીશ પણ તારાં ઉપર પણ કેટલો વિશ્વાસ મુકું ?

હેમાલીએ ખડખડાટ હસતાં કહ્યું સિદ્ધાર્થ તારી પાસે બીજો વિકલ્પ પણ નથી અને મારી ભૂખ દેવાંશ માટે છે અને એટલેજ તને મદદ કરવાં કહ્યું છે પછી તારી મરજી...એમ કહી સિદ્ધાર્થની સામેજ ખુબ ઝડપથી કુંદરડી ફરતી હોય એમ વેગથી ગતિ કરીને બારીથી રૂમની બહાર નીકળી ગઈ સિદ્ધાર્થ એને વિસ્મ્યથી જતો જોઈ રહ્યો.

સિદ્ધાર્થ વિચારમાં પડી ગયો... આ પણ કેવી અગોચર દુનિયા છે એમની પણ કેવી કેવી શક્તિઓ હોય છે...સ્થૂળ શરીરનું અસ્તિત્વ રહ્યું નથી પણ જીજીવિષા અને પિપાસા સંતૃપ્તિ અગોચર વિશ્વની પ્રેત યોનીમાં તરસતાં ભટકવું પડે છે. મારો ફોન બંધ હતો...દેવાંશનાં પિતા કમિશનર સરે દેવાંશ અંગે શું નિર્ણય લીધાં ? દેવાંશ ઘરે જ રહ્યો છે એવી બધી વાતો જાણે અહીં રહી આંખે દેખ્યો અહેવાલ આપી રહી હતી.

સિદ્ધાર્થ વિચાર કરી રહ્યો કે દેવાંશ અને વિક્રમસિંહને એ આ બધી વાત કરશે અને ચાલી રહેલાં કેસમાં આવી નેગેટીવ પિશાચી શક્તિઓ કામ કરી રહી છે નુકશાન પહોંચાડી રહી છે પણ એ કાળી શક્તિઓ સાથે જોડાયેલાં બધાને હું આકરી સજા અપાવીશ.

એણે બધાં વિચારો મનમાંથી ખંખેર્યા અને પુસ્તક ખોલીને વાંચવાનું શરુ કર્યું એણે પહેલાં અનુક્રમિકા વાંચવી શરૂ કરી એમાં પ્રથમ સ્તુતીઓ અને પછી મંત્ર ઋચાઓનો ભાગ હતો પછી ચોથો વિભાગ કાળી શક્તિઓ જે પીશાચી ભાવ ધરાવે છે એણે કેવી રીતે ગ્રહણ કરવા સિદ્ધ કરીને મન ફાવે એમ ઉપયોગ કરી શકાય એવી વિદ્યાઓનો વિભાગ હતો.

સિદ્ધાર્થે એ વિભાગ ખોલ્યો ત્યાં એમાં એક કાગળની ચબરખી હતી એમાં કોઈક વિચિત્ર નિશાન દોરેલું હતું અને એમાં નામની સૂચિ હતી એમાં મીલીન્દ, વંદના , વ્યોમા, રામુ, દેવાંશ અને છેલ્લે જે નામ હતું એ વાંચીને સિદ્ધાર્થને ખુબ આષ્ચર્ય થયું યશોદાબેન નામ હતું ત્યાં બીજી ચબરખી હતી એમાં કોઈ વિચિત્ર લખાણ હતું જાણે કોઈ લીપીને ઊંધેથી શરૂ કરીને લખી હોય એવું હતું સિદ્ધાર્થે એ લીપી ઉકેલવા અને એનો અર્થ સમજવા પ્રયત્ન કર્યો એ ધ્યાનથી એ મંત્રનાં અર્થ સમજવા પ્રયત્ન કર્યો એ ધ્યાનથી એ મંત્ર ના અક્ષરો ઉકેલી વજન દઈને હોઠ ફફડાવીને બોલી રહેલો એ મંત્ર પૂરો થયો અને...

*****

દેવાંશ થોડાં થાકેલા અને અકળામણવાળા મને ઘરે પહોંચ્યો એનાં મનમાં વ્યોમાનાં અને આજનાં બનેલાં બનાવોનાંજ વિચારો હતાં. એ પાર્ક કરીને ઘરમાં આવ્યો એણે જોયું પાપા ડ્રોઈંગરૂમમાં ટીવી જોઈ રહ્યાં છે એણે ઘરનાં લોકની ચાવી ખૂંટીએ લગાવી અને બોલ્યો પાપા તમે વહેલાં આવી ગયાં ? શું ન્યુઝ ચાલે છે ?

વિક્રમસિંહે કહ્યું દેવાંશ તું ફ્રેશ થઈને આવીજા તારી મમ્મી રાહ જોતી જોતી હમણાંજ એનાં રૂમમાં ગઈ છે અને દેવાંશે કહ્યું હાં પાપા આવું છું એમ કહીને એ ફ્રેશ થવા ગયો.

દેવાંશ ફ્રેશ થઈને આવ્યો ત્યારે એની પીરસેલી થાળી તૈયાર હતી એ મૂંગા મોઢે જમવા લાગ્યો પણ એનાં મનમાં તો વિચારો ચાલ્યાં ઘણી આશા લઈને આવ્યો હતો.

વિક્રમસિંહે કહ્યું તું જમીને સીધો સુઈ જજે આરામ કરજે આપણે કાલે સવારે શાંતિથી વાત કરીશું બીજું એ કે મને આજે વિચાર આવે છે કે તું અત્યારે જે જોબ કરે છે એ છોડી દે અને આગવી કોઈ કંપની ખોલીને કામ કર અથવા પોલીસમાં જોડાઈ જા. પોલીસ ટ્રેઇનિંગ્સ ની નવી તારીખો બહાર પડી છે આજેજ.

દેવાંશે હસતાં હસતાં કહ્યું પાપા કેમ આવી વાત કરો ? આઈ એમ ફાઈન કોઈ ચિંતા ના કરો. અને આવું બધું તો થયા કરે પોલીસની નોકરીમાં પણ ક્યાં જોખમ નથી હોતા ? બધુજ બરાબર થઇ જશે દેવાંશને સાંભળીને વિક્રમસિંહે કહ્યું દેવાંશ હું ગંભીર રીતે વિચારીનેજ કહું છું આમ આટલાં સમયથી તારી સાથે જે પરચાઓ થયાં કરે છે એની મને ચિંતા છે.

દેવાંશે કહ્યું પાપા ચિંતા મને પણ છે મારે તમને એક વાત કહેવી છે આજે મેં સિદ્ધાર્થ અંકલને ફોન કરેલો પણ એમનો ફોન સ્વીચઓફ આવેલો. મને આષ્ચર્ય થયું કે અંકલનો ફોન કોઈ દિવસ બંધ ના આવે.

વિક્રમસિંહે કહ્યું હાં એણે મને કીધેલું કે એ અત્યારે ઘરે જઈ રહ્યો છે એનું માથું ભારે હતું એણે આરામની જરૂર હતી પણ મને એવું લાગ્યું હતું કે એ કોઈ રીતે પરેશાન છે એને ફેમીલી નથી એકલોજ છે તો એને...દેવાંશે કહ્યું એકલાં છે પણ એય હ્ર્દય ધરાવતો માણસ છે ને ? આખો વખત અને ઘણાં વખતથી સતત ડ્યુટી પર જ હોય છે ક્યારેકતો થાક વર્તાયને પાપા. અને મારે અઘોરીજીને મળવું છે સિદ્ધાર્થ અંકલ પણ કહેતાં હતાં.

દેવાંશના મોઢે સિદ્ધાર્થની વાતો સાંભળીને વિક્રમસિંહને થયું લાવ હું અત્યારે સિદ્ધાર્થને ફોન કરી લઉ. એમણે પ્રયત્ન કર્યો પણ હજી ફોન સ્વીચઓફજ હતો.

દેવાંશે કહ્યું હું પાપા મારાં રૂમમાં જઉં સુઈ જઉં મમ્મી પણ થાકીને સુઈ ગઈ લાગે છે તમે પણ સુઈ જાવ એમ કહીને એનાં રૂમમાં આવ્યો.

એ બેડ પર આડો પડીને વ્યોમાનાં મોબાઈલ પર ફોન કરે છે.સામેથી વ્યોમાએ તરતજ ઉપાડ્યો અને બોલી દેવું આઈ લવ યુ. મિસ યુ ડાર્લીંગ ..દેવું ક્યારની તારાં ફોનની જ રાહ જોતી હતી. દેવું મમ્મી પાપા પણ ચિંતામાં રહે છે અઘોરીજી કે મારાં નાનાને બોલાવી એલોકો વિધી કરાવવાનાં છે નાના આવશે કદાચ કાલે તને પણ બોલાવશેજ . આ બધી વ્યથા અને બબાલોમાંથી છુટકારો મળશે.

દેવાંશે કહ્યું સારું થયું મેં પણ હમણાં પાપાને કહ્યું અઘોરીજીનો સંપર્ક કરીએ. તારાં નાના અને મામા પણ પ્રખર જ્યોતિષ છે એ લોકો જરૂર કોઈ રસ્તો કાઢશે તું મને કહેજે હું આવી જઈશ. હમણાં એકમેકને વળગી સુઈ જઈએ આપણે પણ રેસ્ટની ખુબ જરૂર છે બાય જાન એમ કહી ફ્લાઈંગ કિસ કરીને ફોન મુક્યો.

*****

સિદ્ધાર્થ અજાણતાં માં ઋચાઓ અને શ્લોક વાંચી ભણી રહેલો અને એક મંત્ર માળા પુરી થતાંજ એનાં ઘરની વીજળી ઝબૂકવા માંડી એનાં રૂમની તથા ઘરની બારી અને દરવાજાઓ સખ્ત રીતે ભીડાઇને બંધ થઇ ગયાં બંધ થયેલાં ઘરમાં અંદર ને અંદર કોઈ વાયુનો ગોળો ફરી રહેલો અને વિચિત્ર રીતે અદ્યહાસ્ય થતું સાંભળી રહેલો. એનો બેડ જાણે થીરકી રહેલો.

સિદ્ધાર્થ કાબુ કરીને બોલ્યો કોણ છે અહીં ? એનાં શરીરનાં રૂંવાડાં ઉભા થઇ ગયાં હતાં અચાનક એનાં ચેહેરા પાસેથી એક ઠંડી હવાની લહેર પસાર થઇ ગઈ એનાં હોઠને સ્પર્શી અને અવાજનો એહસાસ થયો એણે સાંભળ્યું આ... આ... હ...હ..અને એણે એ દિશામાં જોયું તો કાળા અંધકારમાં માત્ર બે આંખો વિસ્ફારીત થયેલી લાલ રંગની છતાં...

વધુ આવતા અંકે પ્રકરણ -74