પિતા....
Friend , Philosopher and Guide...
નમસ્તે વાચક મિત્રો ,
ઘણાં સમય પછી આજ કલમ નો સંગાથ થયો. આજ ફરીવાર આપના હ્રદય ને સ્પર્શે તેવી સત્ય ઘટના વાત લઈને આજે હું આવ્યો છું. મિત્રો જીવનમાં પણ કેવું મજાનું છે પોતાની નજરે જુઓ દુઃખ લાગે ને બીજાની દ્રષ્ટિ બીજાને સુખદ લાગે... પણ જીવનનાં બધાં દિવસો બધાં જીવનમાં ક્યારે પણ એક સરખાં રહેતાં નથી જીવનમાં કયારેક દુઃખ તો ક્યારેક સુખની લહેરખી ઓ આવ્યા કરે છે કોઈ પણ પરિસ્થિતિમાં માણસે આ તમામ પરિસ્થિતિ માં હિંમત રાખીને સ્થિર રહેવું પડે છે પોતાના માટે અને પોતાનાં સ્નેહીજન માટે સમય સામે ક્યાં કોઈનું ચાલે છે તમામ લોકોનાં જીવનમાં એનો પરિવાર ખૂબ મહત્વ ધરાવે છે પરિવાર જ વ્યક્તિના જીવનને સુખદ આનંદ આપે છે આજ તો વાત કહેતાં પણ હૈયું મારું પણ કંપી જાય છે તમે જ વિચારો જયારે નાની ઉંમર માં કોઈ દીકરા નાં માથાં પરથી તેનાં પિતાનો હાથ સહારો છીનવાઇ જાય ત્યારે કેવી પરિસ્થિતિ થતી હશે સમય પણ તે કેવો વીસમ હશે. સ્વજન નું મૃત્યુ ખૂબ જ પીડા દાયક હોય છે.
જયારે નાની ઉંમર માં પિતાને ગુમાવનાર એ પુત્ર ની કેવી પરિસ્થિતિ હશે પુત્ર તેના પિતા સાથે રાત્રે સૂતો હોય તે ઉઠે તે પહેલાં આખા ઘરમાં બધાની પહેલા સૌથી વહેલા ને પહેલાં જાગી જનાર પિતા આજે સવારે જાગ્યા જ નહીં એમના ભાગની ચા આજે વધી પડી જે દીવાલનો રંગ કરાવવાં માટે તેમણે જે પૈસા ભેગાં કરેલાં એ દીવાલ પર રંગ થાય એ પહેલાં પિતાજી એ દીવાલ નો ભાગ બની ગયા. છાપું આજે ખુલે ખૂણા થી વાંચ્યું જ નહીં જેમણે પૂછ્યા વગર ઘરની બહાર પગ ન મૂકી શકાતો આજે એ સ્વયં આખે આખા કોઈને પણ કહ્યાં વગર અને પગ વગર ઘરમાંથી ચાલી ગયા. ધાર્યું જ કરવાની વૃત્તિ તેમણે આખર સુધી જાળવી રાખી હતી. પિતાને નાગરવેલનું કલકત્તી બનારસી પાન ભાવતું પરંતુ આજે મારે પરાણે એમના મુખ માં તુલસીનું પાન મૂકવું પડયું.
જેમણે મને કાયમ પોતાના ખભે ઊંચકયો એને મારે આજે ખંભે પહેલી અને છેલ્લી વાર ઊંચકવા પડ્યા. નાનપણ માં જે ગળે હું દૌડી ને બાઝી પડતો એ ગળા માં આજે કાંચકી બંધાઈ ગઈ. ઓ સ્મશાન વાળા ભાઈ! જે વ્યક્તિ આજીવન મોંઘવારી માં બળ્યો હોય દીકરાના સાસરિયા અને સ્વજનો થી બળ્યો હોય દીકરાના ધંધાની નુકસાની થી બળ્યો હોય કઈ કેટલી એ ચિંતામાં સતત જે બળ્યો હોય એવી વ્યક્તિ ને બાળવા માટે આટલા બધા લાકડાની જરૂર નહીં રહે થોડાં લાકડાં હટાવી લો. પિતાજી કદાચ લાકડાં વગર જ સળગી જશે. આખી જિંદગી એક કુદરતી ને પર્યાવરણ પ્રેમી તરીકે પિતાજીએ વૃક્ષો જ વાવ્યા છે. પોતાની લાશ માટે એક વૃક્ષ શહિદ થાય એ તો પિતાજીને સ્હેજ નહીં ગમે. મેં કેટલી વિનંતી કરી પણ પેલા ભાઈ માન્ય નહીં થોડીવાર પછી પાંચ ફૂટ બે ઈંચ ની હાઈટ ધરાવતા નેવું કિલોનાં પિતાજી પેલાં ભાઈ એ મને ચાર વેઢાની માટીની કુલડી માં આપ્યાં.
હું સ્તબ્ધ થઈ ગયો મારી વાણી ને ભાષા જ જાણે લુપ્ત થઈ ગઈ જે પિતાજી મારી આંખોમાં સમાતા ન હોતાં એ પિતા મારી હથેળીમાં આજ સમાય ગયાં! મેં પિતાજી ના અસ્થિ કોઈ નદી કે કુંડ ને બદલે એક ખાડામાં પધરાવ્યા જી હા એક ખાડામાં ત્યાં મેં આંબાનું એક ઝાડ વાવ્યું. થોડાં વર્ષો બાદ એ આંબાનું ઝાડ પૂર્ણ રૂપે ખીલી ઉઠ્યું. આજ મારા સંતાનો હવે એની છાંય માં રમે છે જેમ જાણે એ તેનાં દાદાના ખોળામાં રમતાં હોય હા પેલી માટીની કુલડી નાં સ્પર્શ પછી મારી હથેળી કયારેક કયારેક અમસ્તી ગરમ રહે છે
બસ તે દિવસ થી પિતાજી નાં ભાગની એક કપ ચા હું હવે રોજ વધારે પીંઉ છું.
" ચાલો આજે આપણે પણ આપણાં થોડાં વિચારો બદલી એ આપણે પણ આપણાં સ્વજનો ની વિદાય સાથે એક વૃક્ષ વાવ્યે. તેને આપણી યાદોમાં કાયમ માટે જીવંત રાખીએ ને પર્યાવરણ નું પણ જતન કરીએ."
" *રાધે રાધે* " " *જય દ્વારિકાધીશ* "