12
સબ ઇન્સ્પેક્ટર હરિ શર્મા વિશાખા
બજાજ ને લઈને અંદર
આવ્યો . ઇન્સ્પેક્ટર રણજિત દેશમુખ ની
નજર વિશાખા પર પીપળી
એને આ પહેલા
વિશાખા ને રૂબરૂ માં
જોઈ ન હતી
મેગેઝીન ના ફોટોસ માં
કે કંપની ની જાહેરાત
માં વિશાખા ને જોઈ હતી.
અનિકેત અને વિશાખા ની
નજરો મળી ..વિશાખા અત્યારે
પોતાની સામે હતી એ
ઝાટકો અનિકેત ભૂલી ગયો
..પણ એના મગજ માં
એ વાત
વમળો લેતી હતી કે
ગુડ્ડુ એ ગઈકાલે
વિશાખા ને ફોન કેમ
કર્યો હશે?
એ વાત તો
વિશાખા જાણે અથવા ગુડ્ડુ
જાણે .
." અનિકેત
તું અહીંયા ...તું તો મારા ઘેર થી
એવું કહીને નીકળ્યો હતો
કે મારે અર્જન્ટ
મિટ્ટઈન્ગ માં જવાનું છે
? " વિશાખા એ આશ્ચર્ય
સાથે કહ્યું
" સોરી વિશાખા મારે
તને કહેવું ન હતું
કે હું પોલીસ સ્ટેશન
જાઉં છું " અનિકેત હજી પણ
આશ્ચર્ય માં હતો .
." વેલ
પણ આપણ ને
બંને ને અહીં કેમ બોલાયા છે
" વિશાખા એ અનિકેત
ને પૂછ્યું ..
" મેડમ
એમાં એવું છે ને કે ગુડ્ડુ શાસ્ત્રી નામના
ફ્રી લાન્સ પત્રકારનું ગઈકાલે રાત્રે નહેરુ પાર્ક માં ખુન થયું
છે અને પોલીસ તપાસ ચાલુ છે .એમાં એને આગલે દિવસે ચાર જાણ ને ફોન કર્યા હતા
એમાં મી. અનિકેત અને તમારું પણ નામ છે .." રણજિત વિશાખા ના ચહેરા સામે
જોઈને બોલી રહ્યો હતો .
" એમાં
અમને અહીં શું કામ બોલાવ્યા .." વિશાખા એ રણજિત ને
કહ્યું અને પછી અનિકેત સામે જોયું
" અને
અનિકેત એ પત્રકારે તને
શું કામ ફોન કર્યો હતો ?" વિશાખા ને કઈ સમજાતું ન હતું
" આ સવાલ તો
મારે તમને પૂછવાનો છે મિસ વિશાખા બજાજ ...." રણજિત વિશાખા ની વાત વચ્ચે થી કાપતા બોલ્યો
" મોબાઈલ કંપની ના રેકોર્ડ
મુજબ ગુડ્ડુ શાસ્ત્રી એ ગઈકાલે રાત્રે
બરાબર ૧૧.૦૨ મિનિટે તમને ફોન કર્યો હતો ..અને અમારા માટે એ જાણવું જરૂરી
છે કે ગુડ્ડુએ તમને કેમ ફોન કર્યો હતો " રંજીતે ધારદાર પ્રશ્ન કર્યો એ બરાબર વિસાખા
ના ચહેરા નું વિશ્લેષણ કરી રહ્યો હતો ..અનિકેત તો આશ્ચર્ય માં હતો
એને સપનેય નહતી વિચાર્યું કે ગુડ્ડુ વિશાખા ને ફોન કરશે !! અને
કરશે તો શા માટે અત્યારે ત્યાં હાજર રહેલી દરેક વ્યક્તિ વિશાખા ના જવાબની રાહ જોઈ રહી હતી ..
" સર
ગુડ્ડુએ કાલે રાત્રે ફોન કર્યો એ વાત સાચી
છે પણ એ મને ફોન
માં કહેતો
હતી કે મેડમ મારી
પાસે એક ઇન્ફોરમેશન છે ..જે તમારા કામ ની છે જો તમે મને યોગ્ય કિંમત આપો તો હું તમને કહી શકું " વિશાખા એ સપાટ સ્વરે ગુડ્ડુ
એ ફોન માં કહેલી વાત કહી દીધી ..
વિશાખા
ની વાત સાંભળી ને અનિકેત નું મગજ વધારે aiચકરાવે ચડ્યું ગુડ્ડુ એવી તો કઈ વાત વિશાખા ને કહેવાનો હતો ? રણજિત નું મગજ પણ ફાસ્ટ વિચારવા માંડ્યું
" પછી
તમે શું જવાબ આપ્યો " રંજીતે વિશાખા ને પૂછ્યું વિશાખા એક મિનિટ માટે તો કઈ બોલી નહિ
" વેલ તમે બેસી શકો છો મિસ વિશાખા " રંજીતે કહ્યું વિશાખા રણજિત ની સામે ની ખુરશી માં બેસી ગઈ ...અનિકેત અને રણજિત બંને વિશાખા ના જવાબ ની રાહ જોઈ રહ્યા હતા ..
" પેલા
તો હું ગુડ્ડુ શાસ્ત્રી ને ઓળખાતી નતી
એને એને આવી વાત કરી ..હું તો
ગભરાઈ ગઈ એક મિનિટ તો મને સૂઝ્યું જ નહિ કે મારે
સુ જવાબ આપવો પછી મેં કહ્યું મી. ગુડ્ડુ તમારી પાસે એવી તો કઈ ઇન્ફોરમેશન છે કે જે
મારા કામમાં આવી શકે ? તો ગુડ્ડુ એ કહ્યું કે મેડમ તમે મને રૂબરૂ મળો જો મારી વાત તમને ઉપયોગી ના હોય તો તમારે મને પૈસા
આપવા ના નહિ ..મને લાગ્યું તું કે ગુડ્ડુ બહુ કોન્ફિડન્ટસ થી બોલતો હતો અને સાચું કહું
તો મને પણ એ વાત જાણવાની તાલાવેલી લાગી હતી કે મારી કઈ ઇન્ફોરમેશન છે કે જે ગુડ્ડુ
જાણે છે અને મારા કામ ની છે એટલે જ મેં તેને
મળવાનો હા પડી દીધી અને અમે આજે મલાડ ના ઉડીપી કાફે માં મળવાનું નક્કી કર્યું હતું
..હું તેના જ ફોન ની રાહ જોતી હતી ને તમારો ફોન આવી ગયો ને હું અહીં આવી ત્યારે તો
મને ખબર પડી કે ગુડ્ડુ નું ખુન થઇ ગયું છે
" વિશાખા એક શ્વાસે બધું બોલી ગઈ
રણજિત
, અનિકેત અને સબ ઇન્સ્પેક્ટર હરિ શર્મા વિશાખા ની વાત સાંભળતા હતા વિશાખા બોલતી હતી એ દરમ્યાન વારે
વારે વિશાખા અને અનિકેત ની નજરો મળતી હતી ..અનિકેત અને વિશાખા એ એક બીજાથી
ગુડ્ડુ શાસ્ત્રી વળી વાત છુપાવતો હતી ..ગુડ્ડુ વારં વાર અનિકેત ને વિશાખા ને નહિ મળવાનો ધમકી આપતો હતો તો એને વિશાખા ને કંઈક ઇન્ફોરમેશન
આપવા બદલ પૈસા
ની માંગણી કરતો ફોન કર્યો હતો.
" મિસ
વિશાખા અને મી અનિકેત જ્યાં સુધી હું આ કેસ ને
સમજુ છું ત્યાં સુધી મને એ ખબર છે
કે તમે બંને કોઈ રીતે ગુડ્ડુ શાસ્ત્રી ના કોન્ટાક્ટ માં આવ્યા હતા પણ તમે બંને એ એક બીજા
થી તમારે ગુડ્ડુ શાસ્ત્રી સાથે થયેલી વાતચીત છુપાવતો હતી " રણજિત વારાફરતી બંને ની સામે જોઈને બોલ્યો
વિશાખા પણ અનિકેત સામે જોતી હતી અને એને વિચાર્યું કે ગુડ્ડુ એ મને ફોન
કેમ કર્યો એ તો મેં
કહી દીધું પણ એને અનિકેત ને ફોન શા માટે કર્યો હશે ?
" હવે વિચારવાનું એ છે
કે ..તમારા બંને ના એક બીજા સાથે રિલેશન છે ..એમાં એક અજાણી વ્યક્તિ તમને બંને ને જુદી જુદી રીતે અપ્રોચ કરે છે .." રણજિત બોલતો હતો અને વિશાખા વિચારતી હતી કે ગુડ્ડુ એ અનિકેત ને
શા માટે મળ્યો હશે કે ફોન કર્યો હશે ? એનો
જવાબ પણ રંજીતે આપ્યો " મી અનિકેત તમે જયારે વિશાખા ને સૌ પ્રથમ વખત દીવ માં મળ્યા
તેજ દિવસે ગુડ્ડુ તમને મળે છે ને ધમકી આપે છે કે તમે વિશાખા થી દૂર રહો નીકળ તમે
મોટી મુશ્કેલી માં મુકાશો .." રણજિત આટલું બોલ્યો
ત્યાં જ વિશાખા ચોકી
અને બચ્ચે જ બોલી " અનિકેત
તને ગુડ્ડુ એ દિવસે મળ્યો
હતો ને આવી ધમકી આપી હતી તો તે મને કહ્યું પણ નહિ ? " વિશાખા ઉત્તેજન ભર્યા અવાજે બોલી .
." સોરી
વિશાખા ગુડ્ડુ ની વાત મેં એ વખતે બહુ
મન પર નતી લીધું અને હું નાહક નું તને કોઈ ટેનશન આપવા નાટો માંગતો .." અનિકેત આજીજી ભર્યા સ્વરે બોલ્યો
.
." મિસ
વિશાખા અનિકેત હવે તમે વચ્ચે નહિ બોલો " રણજિત કડક અવાજે બોલ્યો ..
" હા
તો હું ક્યાં હતો ..હા ..ગુડ્ડુએ અનિકેત ને વિશાખા થી દૂર રહેવા ધમકી આપી ..પછી કેટલાય દિવસો સુધી ગુડ્ડુએ અનિકેત નો કોન્ટાક્ટ કર્યો નહિ અને જે રાત્રે એનું મર્ડર થયું એ રાત્રે એને
ફરીથી અનિકેત ને ફોન કરીને ધમકી આપી કે હાજી તમે વિશાખા જોડે સંબંધ રાખો છો ..તમે વિશાખા જોડે થી સંબંધ કાપી નાખો .." રણજિત થોડીવાર અટક્યો .
." યસ
સર બરાબર એવું જ થયું અને
બીજા દિવસે સવારે જયારે હું ઉઠ્યો ત્યારે મેં ન્યૂઝ પેપર માં વાંચ્યું કે એનું કહું થઇ ગયું છે " અનિકેત બેબાકળા અવાજે બોલ્યો ..વિશાખા આ બધું સાંભળી
ને આશ્ચર્ય પામી હતી
.." મી
અનિકેત એનો મતલબ એ છે કે
તમે દીવ માં વિશાખા ને મળવાના
છો એ વાત બીજું
કોઈ જંતુ હતું અને એ જે પણ
કોઈ વ્યક્તિ હશે એ ને તમે
વિશાખા ને મળો એ
નહિ ગમતું હોય એટલે જ ગુડ્ડુ મારફત તમને પહેલી વાર ધમકી આપી ને થોડા દિવસ રાહ જોઈ છતાં તમે વિશાખા ને મળવાનું બંધ ના કર્યું એટલે એ દિવસે રાત્રે
ગુડ્ડુ એ ફરીથી
તમને ધમકી આપી એનો મતલબ એ છે કે
ગુડ્ડુ દીવ ની મુલાકાત પછી લગાતાર તમારા પર્વોચ રાખતો હશે અને કોઈ અજ્ઞાત વ્યક્તિ એ ગુડ્ડુ ને
તમારો પીછો કરવાનું કહ્યું હશે .." રણજિત થોડીવાર અટક્યો .." પણ સર એવો કોણ હોઈ શકે ? " અનિકેત બોલ્યો
" એજ તો
સવાલ છે મી અનિકેત કે તમે વિશાખા ને ના
મળો એમાં કોને રસ હોઈ શકે ?" રંજીતે આટલું કહી ને સિગારેટ સળગાવી
" પણ સર એવી કઈ વ્યક્તિ હશે કે જેને હું વિશાખા
સાથે મળું એમાં પ્રોબ્લેમ હોય " અનિકેતે
કહ્યું " એતો મિસ વિશાખા જ કહી શકે કે એ
તમારી સાથે સંબંધ રાકે એમાં કોને તકલીફ હોય " આટલું બોલી ને એને વિશાખા
સામે જોયું
" જુવો
ઇન્સ્પેક્ટર હું ફિલ્મ લાઈન માં જાઉં એનાથી મારા ડેડી ને પ્રોબ્લેમ હતો પણ એ આવું કરી શકે નહીં કારણ કે
એમને તો સીધું મને જ કહ્યું હતું કે હું અનિકેત સાથે સંબંધ ના રાખું .." વિશાખા
એ કહ્યું
" ચાલો એક વાર અનિકેત ની વાત બાજુએ મુકીયે તો એ પણ વિચારવાનું છે કે ગુડ્ડુ જોડે એવી
કઈ ઇન્ફોરમેશન હતી કે જે ના બદલ માં તમે એમને પૈસા આપી શકો " રણજિત સિગારેટ ના
ઊંડા કસ લઈને વિચારતો હતો ..