નોંધ :
મારા વ્હાલા વાચન મિત્રો,
અમુક કારણો સર હું મારી વાર્તા પૂરી કરી શકી હતી નહિ. તે બદલ હું માફી ચાહું છું. આજે ઘણા સમય પછી હું મારી અધૂરી વાર્તા પૂરી કરવા જાવ છું અત્યાર સુધી તમે મને આટલો બધો સહકાર આપ્યો એ બદલ તમારો ખુબ ખુબ આભાર...
શબ્દોનુ સરનામું
part - 4 ( અંતિમ પ્રકરણ )
સવારના સાડા છ વાગવા આવ્યા હતાં છતાં આરતીને ઊંઘ નહોતી આવતી. સૂર્યના પ્રથમ કિરણોના સ્પર્શથી જાણે ભૂતકાળમાંથી એક જ ક્ષણમાં તે પાછી ફરી. બેડ પર જોયું તો મીરા હજી સૂતી હતી. તેને જોઈને આરતીએ પણ બેડ પર લંબાવ્યું. અને ભૂતકાળની યાદો સાથે તેણે આંખો મીચી.
માંડ અડધો કલાક થયો હશે ત્યાંજ તેણે વાસણોના ખડભડાટ નો અવાજ સાંભળ્યો એટલે એ જબકી ને જાગી ગઈ.બાજુ માં જોયું તો મીરા જાગી ગઈ હતી. આળસ ખંખેરી તે ઊભી થઈ અને તેના નિત્ય ક્રમમાં લાગી ગઈ.
વૃદ્ધાશ્રમમાં, સાંજના સમયે
અંધારું થઈ ગયું હતું. " બેટા ! આરુ , એક વાત કહું ? ખોટું ના લગાડીશ."કમળા બાએ આરતી ને પોતાની પાસે બેસાડી વહાલ થી પૂછ્યું. " હા , બા પૂછો ને." આરતીએ તેમની તરફ સ્મિત રેલાવતા કહ્યું. આજે આરતી સમયસર આરતીમાં હાજર થઈ ગઈ હતી. આરતી પતાવીને બધા ગાર્ડન માં આઇસક્રીમ ખાવા બેઠા હતા. " દીકરા, જ્યાર થી તને ઓળખું છું તે તારા ભૂતકાળ વિશે આમને કઈ નથી કહ્યું. ભૂતકાળ ને આપને બદલી શકવાના નથી. આમ ક્યાં શું અંદર અંદર ગુટાઈશ? " થોડી વાત પેહલા જે ચેહરા પર સ્મિત રેલાયું હતું તે જ ચેહરો કમળાની વાત સાંભળી અચાનક દરિયા જેવી ગંભીર થઈ ગયો.
પાંચ મિનિટ માં આરતી ની સામે તેની પોતાની જિંદગી એક ફિલ્મની કથાની જેમ પસાર થઈ ગઈ. આત્યર સુધી વાગોળેલી પુરાની યાદોં આજે તેની આંખો માંથી અશ્રુ બની ને વેહવા માંડી. તેણે કહેવાનું ચાલુ કર્યું.
" જે દિવસે ઘરમાં પ્રીતિ મા અને રાખી બા નો ઝગડો થયો તે જ દિવસે પપ્પાએ નક્કી કર્યું કે રાખી બા ને વૃદ્ધાશ્રમમાં મુકી આવશે. થોડા દિવસ તો ઠીક ઠાક ગયા બાદ અચાનક એક દિવસ પપ્પાએ સાંજે રાખી બા ને બેગ પેક કરવા કહું અને જ્યારે બા એ પૂછ્યું શેના માટે ત્યારે પપ્પાએ કહ્યું કે કાલે તેમને વૃદ્ધાશ્રમ જવાનું છે. રાખી બા ને ખુબ જ આઘાત લાગ્યો. સાથે સાથે ઘર ના બીજા સભ્યો ને પણ આઘાત લાગ્યો. તે દિવસે રાતે.... "
કહેતા આરતી અટકી ગઈ . તેની આંખો ની સામે તે દિવસ પછી એક વખત આવી ગયો.
" તે રાતે મોડે સુધી મને ઊંઘ આવી ના હતી એટલે બરી પાસે બેસી ને હું વિચારો માં ખોવાયેલી હતી ત્યારે જ મને રાખી બાના રૂમમાંથી ડૂસકાં નો અવાજ સંભળાયો. એક વખત બા ના રૂમ માં જવાનું મન થયું પછી થયું કે કઈ નહિ કાલે સવારે વહેલી બા ના રૂમ જતી આવીશ.પણ...... " વાત કરતા કરતા આરતી ની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા. એ કમળાના ને વળગીને નાની બાળકી ની જેમ રડવા લાગી.
થોડી વાર બાદ સ્વસ્થ થઈ તેણે આગળ વાત કરવાની ચાલુ કરી. " બીજા દિવસે જ્યારે હું બાના રૂમ માં ગઈ તો રૂમ અંદર થી લોક હતો એટલે મે દરવાજો ખખડાવ્યો પણ કોઈ પણ જાતનો આવાજ ના આવતા મારા મન માં ફાડ પડી. મે ગભરાઈ ને પપ્પાને બોલાવ્યા. પપ્પાએ પણ દરવાજો ખખડાવ્યો. પણ કોઈ જવાબ ન આવતા પપ્પાએ દરવાજો તોડી નાખ્યો. સામે પલંગ પર બા શાંતિ થી સૂતા હતા. પણ અમને ક્યાં ખબર હતી કે તેઓ અમને છોડી ને ચાલ્યા ગયા હતા. તે દિવસ થી મે એ ઘર છોડી દીધું હતું અને આ શહેર માં આવી ગઈ." આરતી આંખો માંથી હજુ પણ આંસુ વહી રહ્યા હતા. " કદાચ પ્રીતિ મા એ જ પપ્પાને કહ્યું હશે કે તેઓ બાને વૃદ્ધાશ્રમ માં મૂકી આવે. " થોડી વાર સુધી આરતી એમજ રડતી રહી.
" બેટા, એક વાત કહું ખોટું ના લગાડીશ. આ આખી ઘટના તું તારી તરફ થી જુએ છે એટલે તને પ્રીતિ ની ભૂલ દેખાય છે. એક વખત તે એના બાળપણમાં નજર કરી? એના માજુક મન માં શું છે તે? જેમ તું પહેલા હસતી રમતી આરતી હતી ને તેમ પ્રીતિ પણ પહેલા તારા જેવી જ હતી એના જીવન માં પણ એવી ઘટનઓ બની ત્યાર પછી એ આવી થઈ ગઈ હતી. " કમળા બાએ આરતી ને સમજાવતા કહ્યું.
આરતી પ્રશ્નાર્થ નજરે કમળા બાને જોઈ રહી હતી. કમળા બાએ કહેવાનું ચાલુ કર્યું. " આ વાત ૨૫ - ૩૦ વર્ષ પહેલાં ની છે. ત્યારે પ્રીતિ તારા જેટલી જ હતી. અમારા બન્ને ના પરિવાર પડોશ માં જ રહેતા હતા. પ્રીતિ પહેલા ખુબ જ નટખટ હતી. મારા દીકરાની વહુ એટલી ભણેલી ના હતી. એક દિવસ તેની કાર અકસ્માતમાં ગંભીર મૃત્યુ થયું. તેણે એક નાની બાળકી હતી. તેનું નામ નંદિની હતું. થોડા વર્ષો બાદ મારા દીકરા એ નંદિનીને મા નો પ્રેમ ફરી મળે તે માટે ફરી લગ્ન કર્યા. બીજી વહુ ખુબ જ નરમ સ્વભાવની અને ભણેલી ગણેલી હતી. નંદિનીને પણ ખુબ પ્રેમ કરતી. એને માંની કમી ના અનુભવાય તેનું તે ખાસ ધ્યાન રાખતી. પણ નંદિની તેણે અવગણતી હતી. નંદિનીના મનમાં એક જ વાત હતી કે તેની માની જગ્યા કોઈ બીજા એ લઈ લીધી. એટલે એ ઘણી વાર તેની સાથે લડતી ઝઘડતી. નંદિની ને દુઃખી જોઈ હું એ સહન કરી શકતી ના હતી. એટલે અમે બન્ને તેણે ખુબ જ હેરાન કરતા. વાતે વાતે તેનું અપમાન કરતા હતા. આ બધી વાત પ્રીતિ જાણતી હતી. એટલે જ એ તને અને રાખીબાને સ્વીકારવા તૈયાર ના હતી. આજે હું એ ભૂલ ની સજા કાપી રહી છું. જે મારી બીજી વહુ સાથે મે કર્યું તે પોતાની સાથે ક્યારે ના થઈ એ માટે તે તને વારે વારે ટોકતી હતી પણ તું એ જો જોયું હોય તો તું જ્યારે પણ બીમાર પડતી એ તારું ધ્યાન રાખતી હતી ને? બેટા, કોઈ પણ વ્યક્તિ કોઈ બીજા બીજા વ્યક્તિ ને કારણ વગર સજા કરતું નથી. પ્રીતિ ની કોઈ ભૂલ નહી હતી. ભૂલ કોઈ બીજા ની હતી અને સજા કોઈ બીજાને મળી ગઈ. " કમળા બાએ આરતી ને સમજાવતા કહ્યુ.
કમળા બાની વાત સાંભળી આરતી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. એને એની ભૂલ દેખાવા લાગી. એ પ્રીતિમાની માફી માંગવા ઈચ્છતી હતી. "આરું...." થોડી વાર ના મૌન બાદ અચાનક આરતીને જાણીતો અવાજ કાને પડતાં તેણે અવાજની દિશામાં જોયું. એ બીજા કોઈ નહી પ્રીતિબેન હતા જે હાથ જોડી ને ઉભા હતા. તેમણે ફરી કહ્યું " આરું...! બેટા મને માફ કરી દે. હું માનું છું કે મારી ભૂલ હતી." પ્રીતિબેન લાગણીશીલ બની બોલી રહ્યા હતા. આરતીને સમજાતું ના હતું કે તે શું પ્રતિભાવ આપે. આરતીની અસમંજસ સમજી ગયા હોય એમ કમળાબા ઉભા થઇ પ્રીતિબેન પાસે ગયા. તેમણે વહાલ થી પ્રીતિબેનના માથે હાથ મૂક્યો અને કહ્યું, " બેટા! એમાં તારી કોઈ ભૂલ નહી હતી. ભૂલ મારી હતી. મારે મારી નંદિની ને ખોટું કરતા રોકવી જોઈતી હતી પણ હું એમાં નિષ્ફળ નીકળી જેની ખરાબ અસર તારા મજુક મન પર પડી. બેટા જિંદગી ના છેલ્લા કેટલાક વર્ષો એ મને ઘણું શીખવ્યું છે. બેટા ! આપના દિલ પર કોઈ ની જોરાઈ ચાલતી નથી પરંતુ આપણા મન અને આપણા શબ્દો પર આપનો હુકમ ચાલે. કર્મ માં જે લખ્યું હોય તે જ ચાલે છે. તેણે આપને બદલી શકવાના નથી. દુનિયાને તમે જેટલો સ્નેહ આપશો તેટલો કે તેનાથી પણ વધારે સ્નેહ ભગવાન તમને આપશે. શબ્દોને સાચા સરનામે પહોંચાડવાની કોશિશ કરશો તો તમારું જીવન સુધરી જશે. એને જો ના પહોંચાડી શક્યા તો તે તમારા જીવન ને મજાક બનાવી દેશે. " કમળાબાએ પ્રીતિ બેનને સમજાવતા કહ્યું.
પ્રિતી એ હકારમાં માથું હલાવ્યું અને આરતી તરફ તેમની નજર સ્થિર થઈ. આરતીની આંખોમાંથી હજી પણ આંસુની ધારા વહી રહી હતી. છેવટે કેટલી વાર એકબીજા સામે જોયા બાદ ધીમે ધીમે આરતી પ્રિતી બેનની નજીક આવી અને બન્ને એકબીજાને ભેટી પડ્યા. મા - દીકરીનું મિલન જોઈ આરતીના પિતાની આંખો પણ ભીની થઈ ગઈ. આરતી પ્રીતિબેનને નાની બાળકીની જેમ વળગી પડી અને બોલી ," મા, મને માફ કરી દે. મે તારી સાથે ઘણું ખોટું કર્યું. " પ્રીતિબેન આરતીના માથે વ્હાલથી હાથ ફેરવીને તેને શાંત પાડવાની કોશિશ કરી રહ્યા હતા.
વાતાવરણને હલકું કરવા મીરા અને આરતીના પિતા એક સાથે બોલી ઉઠ્યા ," અરે! અમે પણ અહી છીએ. અમારી તો કોઈને પરવાં જ નથી. " કહી બન્ને એ મોઢું ચઢાવ્યું. પ્રીતિબેન ને રડતા જોઈ આરતીના પિતા એ ઉમેર્યું," પ્રીતિ થોડા આંસુ બચાવીને રાખ. દીકરીની વિદાય પર કામ લાગશે. " " અરે કેમ? હું તો તમને બન્ને ને સાથે જ લઈ જઈશ. મારો વર નહી માને તો એને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ." આરતી એ પ્રીતિબેનથી દૂર થતાં કહ્યું અને પછી પાછી પ્રીતિબેન ને વળગી પડી. આરતી વાત પર બધા ખડખડાટ હસી પડ્યા. આરતી અને પ્રીતિબેનની આંખો હજી પણ ભીની હતી.
પછી બધાએ સાથે મળીને આઇસક્રીમની મજા માણી. ત્યારે પ્રીતિબેન બોલ્યા," આજથી મારી એક નહી પણ બે દીકરી છે. એક ખુબ જ જિદ્દી અને એક ખુબ જ ડાહી છે. " " મીરા અને ડાહી ? તે તો એને જ ખબર જે એની સાથે રહે." આરતી મજાક કરતા બોલી. પ્રીતિબેને આરતી કાન ખેંચ્યો. " સોરી.... સોરી..." કહી આરતી એ પોતાનો કાન છોડાવ્યો અને આરતી અને મીરા બન્ને પ્રીતિબેન ને વળગી પડ્યા. ત્યાર બાદ પ્રીતિબેને આરતી અને મીરા સાથે ત્યાંથી વિદાય લીધી.
* * * * *
થોડા વર્ષો પછી ,
પ્રીતિબેનના ઘરમાં પ્રસંગ હતો. ઘરમાં આરતીના લગ્ન હતા. લગ્ન બે દિવસ પછી હતા. આજથી લગ્નના બીજા બધા ફંકશન ચાલુ થવાના હોવાથી ઘરમાં દોડાદોડી હતી. બધાને કે સમાજ પાસે તેમ કામમાં હાથ બટાવતા હતા. ઘરમાં પહેલો પ્રસંગ હોવાથી પ્રીતિબેન અને આરતીના પિતા ખુબ જ ચિંતામાં હતા.
* * * * *
આખરે બધા પ્રસંગો સારી રીતે પાર પડ્યા. આરતીએ પસંદ કરેલ છોકરો ઓમકાર ખુબ જ ભલો માણસ હતો. બન્ને ને પહેલી નજરનો પ્રેમ થયો હતો. આખરે એ ઘડી પણ આવી ગઈ જ્યારે આરતી અને ઓમકાર એક થયા. લગ્નની અન્ય વિધિઓ પૂરી થઈ અને વિદાયની ઘડી આવી. વૃદ્ધાશ્રમના વૃદ્ધો આરતીને પોતાની દીકરી જ ગણતા હોવાથી તેઓએ પણ આરતીના લગ્નમાં હાજરી આપી હતી. આરતી તે બધાને પગે લાગી. ત્યાર બાદ તે મીરા પાસે આવી. આંખોમાં આંસુ સાથે તે તેની બેસ્ટ ફ્રેન્ડને વળગી પડી અને કહ્યું, " મમ્મી , પાપાનું ધ્યાન રાખજે." ત્યારબાદ તે તેના પિતા સામે આવી. નાનપણથી જે દીકરીને તેમણે સૌથી વધુ પ્રેમ કર્યો હતો. તેણે મોટી કરી હતી. તે દીકરી આજે તેમને છોડીને જવાની હતી. આરતીના પિતાએ ઘણી વાર સુધી પોતાની દીકરીને ગળે વળગાવી રાખી. વિના શબ્દોના વાક્યોએ પણ ઘણું બધું કહી દીધું હતુ. આખરે આરતી તેની મા પાસે આવી. બન્ને ની આંખોથી આંસુ વહેતાં હતા. ક્યાંય સુધી એકબીજાને ભેટ્યા બાદ પ્રીતિબેનએ આરતીને પોતાના થી અળગી કરીને કહ્યું, " બેટા, સાસરાને ઘર બનાવી સાચવજે. મને ખબર છે કે નવી જગ્યા પર તને જલ્દી ઊંઘ નથી આવતી. લાઈટ વગર તારાથી સુવાતું નથી. તને અંધારાથી બીક લાગે છે. રાતે કામ કરતા મોડે સુધી ના જાગતી. તારા સાસુ સસરાને ભગવાન માની તેમની સેવા કરજે. પોતાના પતિ ને વફાદાર રહેજે. " પ્રીતિબેન આરતીની ચિંતા કરતા બોલ્યા. આખરે બધા સગાસંબંધી તથા બીજા મિત્રોને મળીને આરતીએ ઓમકાર સાથે વિદાય લીધી.
* * * * *
સાત વર્ષ બાદ,
એક મોટા ઘરમાં બધા પોતાના કામમાં વ્યસ્ત હતા. ત્યાં જ નાનકડો શિવ મોઢું લટકાવીને ઘરમાં આવ્યો. સૌ પ્રથમ મીરાની નજર એના પર પડી. મીરા ધીમે ધીમે તેની નજીક આવી અને ઘૂંટણિયે બેઠી. મીરાને સાતમો મહિનો ચાલતો હતો. મીરાએ આરતીના દિયર વિશાલ સાથે પોતાનું ઘર વસાવ્યું હતું. મોટા ઘરમાં આરતી , ઓમકાર અને તેમનું બાળક શિવ, આરતીનો દિયર વિશાલ અને મીરા, આરતીના સાસુ સસરા તથા આરતીના માતા પિતા બધા સાથે જ ખુશી ખુશી રહેતા હતા. ઘરમાં બધી તરફ ફક્ત ખુશીયો જ ખુશીયો હતી. શિવનું મોં પડી ગયેલું જોઈને મીરાએ તેણે પૂછ્યું. શિવે તેના મનની વાત જણાવી. શિવની વાત સાંભળ્યા પછી મીરાએ આરતીને બોલાવી. મીરાએ આંખના ઈશારેથી શિવ તરફ જોવા કીધું. શિવનું મોં પડી ગયેલું જોઈને આરતીને ચિંતા થવા લાગી. તેણે તેની નજીક આવીને પૂછ્યું, " શિવું , શું થયું, બેટા? કેમ મોં પડી ગયું છે ?" શિવના માથે પ્રેમથી હાથ ફેરવતા આરતીએ પૂછ્યું.
"મમ્મા, મને એક વાત નું ખુબ જ દુઃખ થાય છે. મમ્મા મારો ફ્રેન્ડ રેહાન છેને? એના મમ્મી પાપા એના બા-દાદા ને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાના છે. મમ્મી પ્રોમિસ મી કે તમે અને પાપા બા-દાદા કે નાના-નાની ને ક્યારેય મારાથી દૂર નહી લઈ જાઓ. " શિવે વચન માંગતા કહ્યુ.
થોડી ક્ષણો માટે બધાની નજર શિવ પર મંડાઈ. " હા પ્રોમિસ આપણે હંમેશા બા-દાદાને અને નાના-નાનીને આપની સાથે જ રાખીશું. એને હું રેહાન ના માતા પિતાને પણ સમજાવીશ. હવે ખુશ છે ને, મારો લિટલ પ્રિન્સ ? " આરતીએ પ્રેમથી શિવના નાનકડા હાથ પર હાથ રાખી કહ્યું. આટલું સાંભળીને શિવ ખુશ થઈ રમવા જતો રહ્યો અને બધાના ચેહરા પર સ્મિત ફરી વળ્યું.
સમાપ્ત.....
શબ્દો ને સાચા સરનામે પહોંચાડવાની પણ એક કળા હોય છે. જન્મથી લઈને આપણને નિઃસ્વાર્થ પ્રેમ કરવા વાળા આ દુનિયામાં બસ એક જ હોય છે જે આપણા માતાપિતા હોય છે. આપના માતાપિતા આપના ભાગનું દુઃખ ભોગવીને પણ આપણને સુખ આપે છે. પરંતુ જ્યારે તેમના બાળકોની તેમના પ્રત્યેની ફરજ બજાવવાની આવે ત્યારે કેટલાક વ્યક્તિઓ તેમની ફરજ બજાવવાની દૂર ભાગી છે જેના પરિણામે સમાજમાં વૃદ્ધાશ્રમો અસ્તિત્વમાં આવ્યા છે. માતાપિતાની કદર કરવીએ દરેક બાળકની ફરજ હોય છે. પ્રસ્તુત લઘુકથા દ્વારા *માતાપિતાની કદર કરવીએ બાળકોનો સૌથી મોટો ધર્મ છે.* તે દર્શાવવામાં આવ્યું છે.
મારા વ્હાલા વાચનમિત્રો,
મારી પહેલી લઘુકથા 'મિશન રખવાલા' ને તમારો સહકાર આપવા બદલ તેમજ 'શબ્દોના સરનામું' ને તમારો સહકાર આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર...
નોંધ:
પ્રસ્તુત કથા પૂર્ણતઃ કાલ્પનિક છે. જેને વાસ્તવિક જીવન, વ્યક્તિ કે સ્થળ સાથે સંબંધ નથી. આ ઉપરાંત દર્શાવેલ પાત્રો પણ કાલ્પનિક છે. લેખનમાં કોઈ ભૂલચૂક હોય તો તે બદલ માફ કરજો.