નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળના ભાગ માં જોયું કે મોહિત સપના ને ઉતારી જતો રહે છે. સપના એના ઘર મા જાય છે પણ ઘર જોઈ વિચારે છે કે આ ઘર જુનુ કેમ દેખાય છે. મારા ઘરને શુ થયુ છે? હવે જોઈએ આગળ ................
સપના ઘરમાં પ્રવેશ કરે છે. સામે ની દિવાલ પર એની નજર જતા જ એ ચોંકી જાય છે. દિવાલ પર એના પપ્પા નો ફોટો હોય છે અને ફોટા પર હાર ચઢાવેલો હોય છે. સપના ને વિશ્વાસ જ ના થયો કે એના પપ્પા નટુભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યા. એ ખુબજ રઙે છે. પછી એને એના મમ્મી નો વિચાર આવે છે. એ એના મમ્મી ને શોધતી બીજા રુમ મા જાય છે. સામે એક ઘણી વૃધ્ધ સ્ત્રી દેખાય છે. સપના વિચારે છે કે આ કોણ છે સપના ધ્યાન થી જોવે છે તો એને ખબર પઙે છે કે આ તો એના મમ્મી શકુબેન છે. એ એમની પાસે જાય છે.
સપના : મમ્મી મારી સામે જો હુ આવી ગઈ તને મળવા. (એના મમ્મી એની સામે જોવે છે હરખ મા એને વળગી પડે છે)
શકુબેન : દિકરી તુ આવી ગઈ મને તો હતુ કે હવે તુ ક્યારેય પાછી નય આવે. પણ તુ આટલા બધા દિવસો થી ક્યા હતી. તુ આવી કેમ નય ?
સપના : હુ તને બધુ જ કહીશ પણ મને તુ એ કહે કે તુ આટલી બધી ઘરઙી કેવી રીતે થઈ ગઈ? તુ મારી મમ્મી નય દાદી લાગે છે. અને પપ્પા ને શુ થયુ હતુ? એ જતા રહ્યા ને મને કોઈએ કશુ કહ્યું પણ નય?
શકુબેન : કેવી રીતે કહેતા દિકરી તુ ક્યા છે એની અમને ખબર જ ન હતી અને તુ જીવે છે કે નય એ પણ નય ખબર.
સપના : શુ વાત કરે છે મમ્મી હુ તો જીવુ જ છુ ને અને હુ મોહિત ના ઘર સિવાય ક્યા હોવાની? હમણા જ મોહિત મને અહીં છોઙી ને ગયા.
શકુબેન : શુ તુ મોહિત સાથે હતી? એ કેવી રીતે બને? જે માણસ આ દુનિયામાં જ નથી એની સાથે કેવી રીતે તુ આવી? હુ નથી માનતી.
સપના : શુ વાત કરે છે મમ્મી મોહિત હજી જીવે છે તુ ક્યા એમને મારી નાંખે છે. હજી અમારા લગ્ન ને એટલો સમય પણ નથી થયો.
શકુબેન : દિકરી તને મારી વાત પર વિશ્વાસ નથી તને ખબર છે તુ અહીં મારી પાસે પચ્ચીસ વર્ષ પછી આવી છે.
સપના : મમ્મી શુ ગાંઙા જેવી વાત કરે છે.
શકુબેન : તને વિશ્વાસ ના આવતો હોય તો તારા રુમ મા જઈને જો તને બધી ખબર પડશે.
સપના એના રુમ મા જાય છે. જતા જ સામે એની નજર પડે છે તો એના પગ નીચે થી જમીન ખસી જાય છે એ ખુબ જ ચોંકી જાય છે. સામે મોહિત નો ફોટો હોય છે અને ફોટા પર હાર ચઢાવેલો હોય છે. એટલા મા એના મમ્મી અંદર આવે છે.
શકુબેન : જોયુ દિકરી હવે તો તને વિશ્વાસ થયો ને?
સપના : પણ આ કેવી રીતે બને મોહિત મને હમણા તો અહીં છોઙી ને ગયા છે હુ એમની સાથે જ તો હતી? મમ્મી આ બધુ કેવી રીતે થયુ મને કહે મને તો કંઈ જ ખબર નય પડતી.
શકુબેન : દિકરી તમારા લગ્ન પછી તમે બહાર ફરવા ગયા હતા ત્યાંથી તમે પાછા ફરતા હતા ત્યારે રસ્તા મા તમારી ગાઙી નો મોટો અકસ્માત થયો. તમને દવાખાના મા દાખલ કર્યા. તમને બચાવવાનો બોવ પ્રયાસ કર્યો પણ તુ કોમા મા જતી રહી અને મોહિત મૃત્યુ પામ્યાં. તારા પપ્પા ને આઘાત લાગ્યો પણ એ સમયે મે એમને સંભાળી લીધા. થોડા સમય બાદ દવાખાના માથી તુ ગાયબ થઈ ગઈ. તને બોવ જ શોધી પણ તુ ના મળી. તારા પપ્પા એ વાત સહન ના કરી શક્યા અને એ પણ દુનિયા છોઙી જતા રહ્યા. હુ પછી એકલી મારા મોત ની રાહ જોઈ રહી છુ.
સપના : મને તો હજી પણ વિશ્વાસ નય થતો કે મોહિત નથી રહ્યા. પણ મને એ ખબર નય પડતી કે અત્યાર સુધી હુ જેની સાથે રહેતી હતી એ કોણ હતુ?
શકુબેન : તુ મોહિત સાથે એનું જે ઘર હતુ ત્યા રહેતી હતી?
સપના : ના કોઈ બંગલો હતો બોવ જ મોટો. સફેદ રંગ નો અંદર પણ બધી જ વસ્તુઓ સફેદ રંગ ની જ હતી. એ કંઈ અલગ જ દુનિયા લાગતી હતી.
શકુબેન : નક્કી મોહિત મર્યા પછી પણ તારો સાથ ના છોડ્યો એ તને એમની સાથે એમની દુનિયા મા લઈ ગયા હશે.
સપના ને પણ એના મમ્મી ની વાત સાચી લાગે છે એ પણ માને છે કે એ આ દુનિયામાં નય પણ બીજી દુનિયામાં હતી. ક્રમશ: .............................