Triveni - 23 in Gujarati Women Focused by Chintan Madhu books and stories PDF | ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨૩

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨૩

નોવોટેલ હોટલ, અમદાવાદ

ઇસ્કોન ચાર રસ્તાથી ડાબી તરફ વળતા જ થોડાક અંતરે આવેલ નોવોટેલ હોટલ તરફ વ્હાઇટ ઍક્ટિવાએ વળાંક લીધો. સિક્યોરીટી ગાર્ડ દ્વારા દર્શાવેલ અંડરગ્રાઉન્ડ પાર્કીંગમાં ઍક્ટિવા પાર્ક કરીને કાજલ, તેણે આજ દિન સુધી તૈયાર કરેલ વિવિધ ડ્રોઇંગ પેપર્સ સાથે લઇને ગ્રાઉન્ડ ફ્લોર તરફ આવી. તેને પણ શિલ્પાની આસીસ્ટંટ દ્વારા મેસેજ મોકલી તે જ દિવસે મળવાનું આમત્રંણ મળેલું, જે દિને નિશા અને વૃંદા મળવા આવેલા. હોટેલમાં પ્રવેશવા માટેના પારદર્શક કાચના દ્વારને કાજલે અંદરની તરફ ધકેલ્યો. ઘેરા ગુલાબી ટ્રેક અને આછી ગુલાબી ટી-શર્ટ ધારણ કરેલ કાજલના ડાબા હાથમાં પર્સ લટકતું હતું અને જમણા હાથના ધડ સાથે જોડાઇને બનેલા સકંજામાં ઘણા બધા ડ્રોઇંગ પેપર્સ હતા. વળી જમણા હાથમાં મોબાઇલ પણ ઝાલેલો હતો. પ્રત્યેક પેપરને છેડાથી પકડીને નળાકારીય વાળી તેના પર રબર બેન્ડ ચડાવેલ હતું. તેમ છતાં સંખ્યામાં વધુ હોવાને કારણે અમુક પેપર્સ દબોચાઇ ગયેલા. અમુક તો નળાકારમાંથી સાવ સમતલ બની ચૂકેલા. કાજલને મોડી પડી હોય તેવો ભાસ થયો. આથી જ તે ઉતાવળમાં હતી, અને આ જ ઉતાવળમાં તે હોટલમાં દાખલ થઇ. દ્વાર પાસે રાખેલ અત્યંત પાતળું પગલુછણિયું તેના ધ્યાને આવ્યું જ નહીં. જેવો તેના પર પગ પડ્યો કાજલે તેનું સંતુલન ગુમાવ્યું. તે દરમ્યાન તેના હાથમાં અટકી ગયેલા શ્વાસે દબાયેલા ડ્રોઇંગ પેપર્સ ટપોટપ જમીનદોસ્ત થવા લાગ્યા. પેપર્સને સાચવવા જતા તેના ડાબા હાથમાં લટકતું પર્સ પણ હથેળી સુધી સરક્યું અને જમીન સાથે મેળાપ કર્યો. આ ગડમથલમાં જમણા હાથમાં રહેલા મોબાઇલે પણ સાથ છોડ્યો અને ભોંયતળીયા સાથે મિત્રતા કેળવી લીધી. હાંફળીફાંફળી થયેલી કાજલ વધુ કંઇ સમજે તે પહેલાં જ પગલુછણિયાએ પણ દગો દીધો, તે લપસ્યું અને સાથે સાથે કાજલ પણ લપસી. જેના કારણે આવેલા આંચકાથી હેબતાવાના કારણે કાજલ પણ આખરે પટકાઇ.

અચાનક બનેલા બનાવે રિસેપ્શનિસ્ટનું ધ્યાન તે તરફ ખેંચ્યું. તીવ્ર ગતિથી તે કાજલની મદદે પહોંચી. તેની પાછળ જ વેઇટર્સ પણ ભાગીને આવ્યા. રિસેપ્શનિસ્ટે લંબાવેલા હાથના ટેકાએ કાજલ ઉઠી. એક વેઇટરે કાજલના બધા જ ડ્રોઇંગ પેપર્સને એકઠા કર્યાં, અને તેમને વ્યવસ્થિત રીતે પાછા વાળીને સરખા કરી આપ્યા. અન્ય વેઇટરે કાજલને પાણીનો પ્યાલો આપ્યો. હજુ માંડ પરિસ્થિતિ થાળે પડી રહી હતી કે દ્વારથી જમણી તરફથી કોઇના પડવાનો અવાજ અને સાથે સાથે ટેબલના ડગમગવાનો અવાજ દ્વાર પાસે રહેલ કાજલ અને વેઇટર્સના કાને અથડાયો. ફ્લોર પર હાજર રહેલા અન્ય વેઇટર્સ તે તરફ ભાગ્યા. કાજલને તે તરફ ફક્ત વેઇટર્સ જ દેખાયા. શું થયું? તે હજુ જાણ બહાર હતું. એટલામં તો ડાબી તરફ લિફ્ટથી થોડીક જ નજીકમાં એક સ્ત્રીને જમીન સાથે અથડામણ અનુભવતા કાજલે નિહાળી. મેનેજર અને બાકીનો ફ્લોર સ્ટાફ તે સ્ત્રીને સંભાળવા અર્થે તે તરફ ભાગ્યો. આ વખતે ટેબલ પાસે જે વેઇટર્સ પહોંચ્યા હતા તેમનું ધ્યાન પણ લિફ્ટ તરફના વિસ્તાર તરફ ગયું. હોટેલમાં આ થોડીક ક્ષણો માટે કોલાહલ મચી ગયેલો. આખરે બધું ઉભરાઇ ચૂક્યું હતું અને ઉભરા પછી બધું શાંત થવા લાગ્યું હતું.

આશરે દસેક મિનિટ પછી મેનેજરે કાજલને થોડી સ્વસ્થતા મેળવતા નિહાળી, તેને એક સોફા પર બિરાજવા જણાવ્યું. તે સોફાની બરોબર ડાબી તરફના સોફા પર શ્વેત શર્ટ અને શ્યામ પેન્ટમાં સજ્જ સ્ત્રીને બિરાજેલી નિહાળી. કાજલને તે સ્ત્રી ડઘાયેલી હોય તેવું લાગ્યું. કારણ કે થોડી ક્ષણો પહેલાં વેઇટર્સ જેની મદદે દોડ્યા હતા, તે સ્ત્રી તે જ હતી, જે કાજલની ડાબી તરફ બિરાજેલી હતી. બન્ને જણા એકબીજાની સામે તાકી રહેલાં, ત્યાં તો મેનેજરે ત્રીજી સ્ત્રીને કાજલની જમણી તરફ અને નિશાની ડાબી તરફ આવેલા એક માત્ર ખાલી સોફા પર બિરાજવા ઇશારો કર્યો. નિશા અને કાજલ, બન્નેએ નોંધ્યું કે તે સ્ત્રીના સફેદ વન-પીસ ગાઉન પર નારંગી ડાઘાઓ હતા. બન્નેને સમજતાં વાર ન લાગી કે લિફ્ટ તરફ જે સ્ત્રી ફસડાઇ હતી તે તેમની સામે જ બિરાજી, તે જ હતી. વર્તુળાકાર ટેબલની આસપાસ ગોઠાવાયેલ ત્રણેવ સોફા રોકાઇ ચૂકેલા. વૃંદા, નિશા અને કાજલ, ત્રણેવ એકબીજાની સામે જોઇ રહ્યા હતા. વૃંદાએ બન્નેની તરફ જોયું, અને મલકાતી આંખો સાથે ચહેરો સહેજ નમાવી અભિવાદન કર્યું. નિશાએ પણ બન્નેની તરફ જોયું, અને મલકાતી આંખો સાથે ચહેરો સહેજ નમાવી અભિવાદન કર્યું. કાજલે પણ પ્રક્રિયાનું પુનરાવર્તન કર્યું.

ત્રણેવ પળવાર માટે ચૂપ રહ્યા. વૃંદાએ નિશા અને કાજલને તેનો પરિચય આપ્યો. તેના પછી નિશા અને કાજલે પણ પોતાના વિષે જણાવ્યું. તે દરમ્યાન નિશાએ કાજલને પહેલાં પણ થયેલ મુલાકાત વિષે યાદ અપાવવા પ્રયત્ન કર્યો. પરંતુ કાજલને તે બાબતે કંઇ યાદ આવ્યું નહીં. આથી નિશાએ રાજકોટ સાધના ભેળ પાસે આવેલ દુકાનની આગળ તરફના ભાગમાં તે અજાણતા કાજલ સાથે ટકરાઇ હતી અને કાજલે ગુસ્સાથી તેને કહેલું, ‘એ છોકરી... દેખાતું નથી.’ તે વાત યાદ અપાવી. કાજલને યાદ આવતાં જ તેણે નિશાને તાળી આપતા જણાવ્યું કે કોલેજઆં અભ્યાસ કરતી, યુવાનીમાં તરબતર, ઉકળતા લોહી સાથે ફરતી પોતે, તે વખતે અત્યંત સૂક્ષ્મ ક્ષણોમાં કોપાયમાન થઇ જતી હતી. પરંતુ વર્તમાન સમયમાં પરિસ્થિતિ પલટાઇ ચૂકી હતી. વૃંદા માટે બન્ને એકદમ અજાણ્યા હતા, પણ થોડીક ક્ષણોની મુલાકાતે તેઓ એકબીજાને વર્ષોથી જાણતા હોય તેવું પ્રતીત કરાવી દીધેલું. મન મૂકીને ચર્ચા ચાલવાની હતી. સાથે સાથે ત્રણેવને થોડી માત્રમાં શક્તિની જરૂર હતી. આથી જ નિશાએ ત્રણેવ માટે કોફીનો ઓર્ડર આપ્યો હતો. કોફી ટેબલ પર આવી ગયેલી. ત્રણેવે એકબીજાને કપ ઉપાડવા અર્થે હાથ લંબાવી ઇશારો કર્યો, અને એકબીજા સામે જોઇ હસી પડી. વાતવાતમાં ત્રણેવને જાણવા મળ્યું કે તેઓ હોટલમાં એક જ વ્યક્તિને મળવા આવ્યા હતા. જેમાંથી વૃંદાની મુલાકાત તો તે વ્યક્તિ સાથે થઇ ચૂકી હતી. ગરમ કોફીના પ્યાલાને હોઠની નજીક લાવી ફૂંક મારી એક ઘૂંટડાને ગળે ઉતારતા જ વૃંદાએ નિશા અને કાજલને તેની મુલાકાત વિષે જણાવ્યું. તેણે કહ્યું કે શિલ્પા ચૌહાણ નામની અત્યંત સફળ વ્યક્તિ સાથે ચર્ચા બાદ તે નીચે આવતી હતી, અને અચાનક થયેલ અકસ્માતે ત્રણેવની મુલાકાત કરાવી દીધી. આ ત્રિપુટીની ચર્ચામાં મેનેજરના અવાજે વિક્ષેપ પાડ્યો. તેણે નિશાને રૂમ નંબર ૨૦૪માં પહોંચવા બાબતે જણાવ્યું. મેનેજરની વાત પરથી ત્રણેવને અંદાજ આવી ગયો કે જાણીજોઇને મેનજરે ત્રણેવને એક ટેબલ પાસે એકબીજાની સામસામે, હવે સાથસાથે બેસાડ્યા. નિશાએ કપ ટેબલ પર મૂક્યો અને લિફ્ટ તરફ જવા લાગી. વૃંદા અને કાજલ નિશાને જતા જોઇ રહ્યા, અને બન્ને કોફીના કપને હોઠની નજીક લાવવા લાગ્યા.

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏