Triveni - 19 in Gujarati Women Focused by Chintan Madhu books and stories PDF | ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૯

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૯

કાજલ અને શાર્ક ટેન્ક

કાજલ શાર્ક ટેન્કના મંચ પર રજૂઆત માટે તૈયાર હતી. તે કથ્થાઇ રંગના દરવાજાની પાછળથી મંચ સુધી જતો માર્ગ ખુલવાની પ્રતીક્ષામાં હતી. તેના નામની ઘોષણા થતાંની સાથે જ દરવાજો ખૂલ્યો. કાજલે મંચ તરફ પગ ઉપાડ્યા. સાતેવ શાર્કની સામે તે હાજર હતી. કથ્થાઇ દરવાજાના રંગ જેવી ચમકતી આંખો, ધનુષ જેવો આકાર ધરાવતા હોઠ કાજલના ચહેરાને સુંદરતા બક્ષતા હતા. તેના નાકનો આકાર દર્શાવતો હતો કે તેનામાં રચનાત્મક ખૂબી છુપાયેલી હતી. તે વિવિધસભર સર્જન કરી શકે તેમ હતી. તેના ચહેરાનો ઘાટ સૂચવતો હતો કે, કાજલને પોતાના વિષે થતી ટીકા-ટિપ્પણી પસંદ નહોતી, અને માટે તેના આસપાસના વ્યક્તિઓ માટે અમુક સમય કોઇ વાત કરવા ઇંડાના પાતળા સરખા આવરણ પર ચાલવા જેવું બની રહેતું. સહેજ વજન વધતાં જ આવરણ તૂટી જાય, તેમ જ વાતમાં સહેજ પણ ટીકા વધતા કાજલનો ગુસ્સો સાતમા આસમાને પહોંચતા વાર ન લાગે. તેણે શ્વેત ત્વચાને ચીપકેલું ટ્રેક અને અંધારી રાત જેવી ટી-શર્ટ ધારણ કરેલ હતી. સાતેવ શાર્ક પર ફરતી તેની નજર સ્થાયી નહોતી. પહેરવેશ પરથી તો લાગતું હતું કે તે કોઇ વ્યાયામ શાળા અથવા ઍરોબિક્સ વિષે કોઇ યોજના બાબતે રજૂઆત કરવાની હતી.

‘યોર ડ્રેસીંગ સજેસ્ટ અબાઉટ ઍરોબિક્સ...’, કાજલની ડાબી તરફ છેક છેડા પર બિરાજેલ શાર્કે અનુમાન લગાવ્યું, ‘એમ આઇ રાઇટ???’

કાજલે માથું નકારાત્મક ધુણાવ્યું, ‘નો સર...! હું ઍરોબિક્સ વિષે રજૂઆત નથી કરવાની.’

કાજલની બરોબર સામે જ બિરાજેલ શાર્કે તેને પોતાના વિષે થોડી માહિતી આપવા જણાવ્યું. જે માહિતી કાજલે લેશમાત્ર ક્ષણોમાં પતાવી.

‘તમારા પહેરવેશ પરથી જો હું અંદાજ લગાવું તો ઍરોબિક્સ નહીં તો તમે વ્યાયામ શાળામાં તાલીમ આપતા હોવ તેવું લાગે છે, કેમ?’, અન્ય શાર્કનો સવાલ આવ્યો.

‘ના... સર...! હું યોગ શિખાવાડું છું. સાથે સાથે મેં બ્યુટી પાર્લરનો કોર્સ પણ કરેલ છે. મારૂં ચિત્રકામ પણ અત્યંત સારૂં છે.’, કાજલે શાર્કને પોતાની આવડત વિષે જણાવ્યું.

‘વેરી ગુડ…! એટલે જ આપ સંપૂર્ણ મેક-અપ કરીને આવ્યા છો, અને આપનો સુંદર ચહેરો વધુ ચમકી ઉઠ્યો છે.’, કાજલની સામે જમણી તરફથી ત્રીજા ક્રમે બિરાજેલ શાર્કે કાજલને વખાણી અને વાત આગળ વધારી, ‘ચાલો તો આપની યોજના પણ સાંભળીએ.’

કાજલે તેની ચમકતી આંખોને તેના પર પડતા પ્રકાશને રોકવા માટે બંધ કરી. પ્રકાશ રોકાતાની સાથે જ પડદા પર રાજકોટમાં રહેતી કાજલ દેખાઇ, દેખાઇ તેની શાળા. સામે આવી તેની શિક્ષિકા અને તેનો પ્રશ્ન, ‘તને શું ગમે?’, અને જવાબ પણ સંભળાયો અને દેખાયા શિક્ષિકાના હાવભાવ પણ, ‘મને પણ’. પડદા પર જીલ્લા કક્ષાએ એકદિવસીય સ્પર્ધા જીતીને ઘરે પહોંચી હતી, તે ચિત્ર તરવર્યું, અને માતાને જણાવેલ જવાબ પણ કાનમાં ગુંજ્યો, ‘મારી મનગમતી પ્રવૃત્તિની’. અમદાવાદમાં કાંકરીયા તળાવના કિનારે થયેલ પ્રતિયોગીતા દેખાઇ, અને તેમાં મેળવેલ જીત પણ યાદ આવી. બંધ આંખો સાથે જ કાજલના મુખમાંથી ‘મારી યોજના આકૃતિને લગતી છે.’, શબ્દો મુખમાંથી સરી પડ્યા.

બરોબર મધ્યમાં બિરાજેલ શાર્કની પાસે ડાબી તરફ બેઠેલ શાર્કની આંખો પહોળી થઇ, ‘આકૃતિ...એટલે તમે ચિત્રો દોરી, બનાવી, વેચવાની વાત કરવાના છો, દોરેલાં ચિત્રોનું પ્રદર્શન થાય, વેચાણ અઘરૂ છે, તેમ છતાં પણ - ચાલો સાંભળીએ કે તમારી વાતમાં નવું શું છે...’

કાજલે રજૂઆત સાતેવ શાર્ક સમક્ષ મૂકી, ‘મારી યોજના ચિત્રકામની, કે કોઇ રંગોથી બનતી અવનવી આકૃતિઓ બનાવવાની નથી. મારી યોજના છે, આકૃતિઓની મદદથી યોગ કરાવવાની. સમાજને તંદુરસ્ત બનાવવાની.’, કાજલે ટી-શર્ટની કાંડા સુધી આવતી બાંયને થોડી ઉપર ચડાવી, ‘યોગ એ કોઇ એક પ્રકારની કસરત જ નથી. તે શારીરિક અને માનસિક વિદ્યાની એક પરંપરાગત શાખા છે. હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં, યોગ શબ્દ ધ્યાનાવસ્થા સાથે સંકળાયેલો છે. યોગ શબ્દના અનેક અર્થ છે, અને તે સંસ્કૃત શબ્દ "યુજ"માંથી ઉતરી આવ્યો છે. યુજ એટલે "નિયંત્રણ મેળવવું", "વર્ચસ્વ મેળવવું" કે "સંગઠિત કરવું." બીજા શબ્દોમાં કહીએ તો યોગ એટલે "જોડવું", "સંગઠિત કરવું", "એકત્ર કરવું", "જોડાણ કરવું". યોગનું વૈકલ્પિક મૂળ "એકાગ્રતા મેળવવી" કે "ધ્યાન ધરવું" એવો થાય છે. જે કોઈ વ્યક્તિ યોગનો અભ્યાસ કરતી હોય તે યોગી કે યોગિની તરીકે ઓળખાય છે. યોગ કરવા માટે પ્રત્યેક વ્યક્તિને તાલીમ લેવી જરૂરી બને છે. તે અઘરી એટલા માટે છે, શરીરને વિવિધ આકારમાં ઢાળવાનું કામ યોગમાં થતું હોય છે. જ્યારે આપણા તન આપણા રોજીંદા કાર્ય સાથે તાલમેલ સાધી ચૂક્યા હોય છે. માટે એક ઢબમાં ગોઠવાયેલ તનને લચકતા આપવી, અને સાથે સાથે મનને પણ તે મુજબ તૈયાર કરવું હંમેશા અઘરૂ જ રહ્યું છે. માટે હું એવી આકૃતિઓ, આકારો, તૈયાર કરવા માંગું છું કે જેમાં વ્યક્તિ પોતાના શરીર ગોઠવીને યોગમુદ્રામાં તનને ઢાળી શકે. એવી કૃતિઓની રચના કરવા માંગું છું કે જેને નિહાળતાં મનની પણ કસરત થાય. બસ આવા એક સ્થળના નિર્માણની મારી યોજના છે.’ કાજલે રજૂઆત અટકાવી.

બરોબર મધ્યમાં બિરાજેલ શાર્કે કાજલની સામે થોડી વાર જોયું, ‘આપની રજૂઆત કંઇક નવીન તો છે, પણ આમાં સફળતા મળવાની આશા વિષે મને વિચારતો કર્યો છે, કે કેટલા અંશે સફળતા મળી શકે?’

‘મળશે સર... હું પોતે યોગની સર્ટીફાઇડ ટ્રેનર છું, અને વ્યાયામ શાળામાં પણ મેં તાલીમ લીધેલી છે. મારૂ માનવું છે કે બન્નેની તાલીમ અને મારી કળા સમાજને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવામાં મદદરૂપ થશે જ. વિચાર નવો છે, પચાવતા પણ વાર લાગશે, પણ સફળ જરૂર થશે.’, કાજલે યોજના બાબતે થોડી વધુ રજૂઆત કરી વાત પૂરી કરી.

શાર્કે રજૂઆતને તાળીઓથી વધાવી લીધી. હવે વારો હતો આર્થિક રોકાણ બાબતે ચર્ચા કરવાનો. યોજના કેટલા અંશે સફળ થશે તે બાબતે વિચારવાનો. માટે જ શાર્કે કાજલને થોડો સમય પ્રતીક્ષા કરવાનું જણાવ્યું. કાજલે મંચ છોડી પ્રતીક્ષાકક્ષ તરફ પગ માંડ્યા.

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏