Wisdom of the evening - 3 in Gujarati Anything by Dr.Chandni Agravat books and stories PDF | સાંજનું શાણપણ - 3

Featured Books
Categories
Share

સાંજનું શાણપણ - 3

મારા વિચાર
●○●○●○●○●○●○●○●○●○●○●○

લાગણી કાં તો હોય છે અથવા નથી હોતી..
લાગણી ની રસી ઓછી
મળે કે મુકાવી લેવાઈ.
પરંતુ આ સમજણ આવતા
આવતા કેટલાય આંતરીક
પ્રલય નો સામનો કરવો પડે.

-Dr.chandni Agravat"સ્પૃહા"

●○●○●○●○●○●○●○●○●○●○●○

કોઈવાર માફી આપી દેવાથી
જ માત્ર ઘાવ રુઝાઈ જાય
ને ઘણીવાર ,
માફી આપવી પડે ને ઘાવ
કાળજે કોતરાઈ જાય.

-Dr.chandni Agravat"સ્પૃહા"

●○●○●○●○●○●○●○●○●○●○●○

સાચું બોલવું સરળ છે,પણ સત્ય સ્વીકારવું અઘરુ..
સમજવું એથીય અઘરુ.
મોટા ભાગનાં જૂઠ આ ડરથી જ બોલાતા હોય છે.
.

-Dr.chandni Agravat"સ્પૃહા"



●○●○●○●○●○●○●○●○○●○●○●

લાગણીનાં પારખા, ઝેરનાં પારખાથી પણ જોખમી..

-Dr.chandni Agravat"સ્પૃહા"

●○●○●○●○●○●○●○●○●○●○●○
ઘણીવાર અન્યાય સહન કરવાની ટેવ..જ અન્યાયને

પ્રોત્સાહન આપે છે.

-Dr.chandni Agravat"સ્પૃહા"
●○●○●○●○●○●○●○●○●○●○○●

અપેક્ષા વગરનો કોઈ સબંધ શક્ય જ નથી,..

સાવ નિસ્વાર્થ સબંધમાંય

લાગણીનો પડઘો પડે તેવું દરેક ઈચ્છે.

-Dr.chandni Agravat"સ્પૃહા"
●○●○●○●○●○●○●○●○●○●○●○

સબંધો માણસની મજબૂતી

તો સબંધો જ માણસની

મજબૂરી

-Dr.chandni Agravat"સ્પૃહા"

●○●○●○●○●○●○●○●○●○●●○○

સબંધો માણસની મજબૂતી

તો સબંધો જ માણસની

મજબૂરી

-Dr.chandni Agravat"સ્પૃહા"

●○●○●○●○●○●○●○●○●○○●○●
સબંધમાં જ્યારે ફરિયાદ

કરવાનું અને સ્વીકારવાનું

બંધ થઈ જાય,...

ત્યારે સબંધનાં શ્ર્વાસ ક્ષીણ થઈ જાય છે.

-Dr.chandni Agravat"સ્પૃહા"
●○●○●○●○●○●○●○●○●○●○●○

પ્રેમ હોવાનાં પુરાવા અનેક,

પ્રેમ ન હોવા માટે એક જ પુરાવો કાફી...

-Dr.chandni agravat "સ્પૃહા"
●○●○●○●○●○○●○●○○●●●●●●
જે વ્યક્તિ ને બે આંખની ખારાશ નથી સ્પર્શતી એના માટે

લાગણીનો દરીયો નકામો.

Dr chandni agravat"સ્પૃહા"
●○●○●○●○○●○●○●○●○●○●○●

બહું ચાલાક છે આ જિંદગી

ભાવતું કદી પીરસે નહીને

વણજોયતું ખવડાવ્યા કરે

શ્ર્વાસની દોરી એમ જ લંબાવ્યા કરે.
Dr chandni agravat "સ્પૃહા"
○●○●○●○●○●○●○●○●○●○●○●


માણસને ખરાબ સમય કરતા

ખરાબ સમયમાં પોતાનાં
લોકોએ તરછોડેલો હાથ
વધારે પીડા આપે.
Dr.chandniagravat "સ્પૃહા"
●○●○●○●○●○○●○●○●○●○●○●

સબંધો જ્યારે ડોળાય જાય ત્યારે, થોડા સમય ધીરજ

રાખવી.જેમ, ડહોળું પાણી થોડા સમય રહેવા દેવાથી

અશુદ્ધિ તળીયે બેસી જાય.

Dr.chandni agravat "સ્પૃહા"

●○●○●○●○●○●○●○●●○●○●○●

અહંમની આગમાં શેકાતો માણસ પોતે જ પોતાના હાથે

બધા સબંધોને મારે છે.

Dr chandni agravat "સ્પૃહા"
●○●○●○●○●○●○●○●○●○●○●○

સાચા દોસ્ત સાથે દલીલ ખોલી ને વાત કરી શકાય,

કારણકે, દોસ્ત ક્યારેય ન્યાયાધીશ નથી બનતો.

Dr.chandni agravat "સ્પૃહા"

●○●○●○●○●○●○●○●○●○●○●○

બાળકોની ખુશીનો એક જ સરળ સચોટ રસ્તો,

ખુશ મા

Dr chandni agravat "સ્પૃહા"
●○●○●○●○●○●○●●○●○●○●○●
જિંદગીમાં જે સમયે લીધેલો નિર્ણય તે સમય માટે જ સાચો

હોય છે, બદલાતા સમય સાથે ભૂતકાળમાં લીધેલા યોગ્ય

નિર્ણય પણ અયોગ્ય ઠરી શકે.

Dr chandni agravat." સ્પૃહા"
●○●○●○●○●○●○●○●○●●○○●○

જિંદગીમાં આગળ વધવામાં પોતાની ગતિ એટલી ન

વધારવી કે ,સંગાથી છૂટી જાય...

Dr.chandni agravat "સ્પૃહા"
●○●○●○●○●○●○●○●○●○●○●○

જ્યારે અહંમનાં ચશ્મા પહેરેલાં હોય ,ત્યારે માણસ પારકા

પોતાનાં નો ફરક ભૂલી જાય છે.

Dr.chandni agravat " સ્પૃહા"
●○●○●●●○○○○○○○●○●○●○●○
જિંદગીમાં શું જોઈએ ,

એના કરતાં શું ન જોઈએ,

એ સમજાય જાય તો

જિંદગી ઘણી સરળ બની જાય છે.

Dr.chandni agravat "સ્પૃહા"
○●●○●○●○●○●○●●○○●○○○●●
પતંગ જેમ દોર કપાયા પછી,આમતેમ ગોથા મારે છે..


પણ તેમા નિજાનંદ હોય છે...મુક્તિ હોય છે..

મસ્તી હોય છે..

તેમ જિંદગીની ડોર પોતાના હાથમાં રાખવાથી

જિંદગી ખરા અર્થમાં માણવા લાયક લાગે છે.

Dr.chandni agravat "સ્પૃહા"
●○●○●○●○●○●○○●●○●○●○●○
તમારા સપના ને એટલાં નાજુક ન બનાવો કે કોઈ વ્યક્તિ કે

સંજોગો સાથે ટકરાવ તુટી જાય ....

Dr.chandniagravat vaidya"સ્પૃહા"
●○●○●○●○○●○●○●○●○○●●○●

લાગણીનાં રસ્તે ચાલી નીકળતા પહેલા સંગાથીની

લાયકત ચકાસી લેવી...

ઘણીવાર નાની અમથી અડચણમાં લોકો રસ્તો

બદલી લે છે.
Dr.chandni agravat "સ્પૃહા"
●○○●○○●○●○●○●○●●●○●○●○

બે જણની પ્રાથમિકતા જ્યારે એક હોય....ત્યારે સાચો

પ્રેમ પાંગરે છે.

Dr.chandniagravat"સ્પૃહા"
○●○●○●○●○●○●○●○●○○○●○●

સાચી કેળવણી સાચો પ્રેમ એ જ કે તમારા બાળકો

તમારાથી ડરતા નથી પણ તમને આદર આપે છે..તમારા

ગમા અણગમાનો ખ્યાલ રાખે છે..

Dr chandni agravat "સ્પૃહા"
●○○●○●○●○●○●○●●○●●●○●○

સબંધમાં એટલી લાગણી રેડો કે

જ્યારે ,સામેની વ્યક્તિને કોઈ નિર્ણય લેવો હોય


ત્યારે તમારા મંતવ્ય નો પહેલા ખ્યાલ આવે

Dr chandni agravat "સ્પૃહા"