નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ માં જોયું કે સપના ગાઙી મા બેસે છે તો અચાનક દરવાજા લોક થઈ જવાય છે અને ગાઙી ચાલુ થઈ જાય છે. ગાઙી સ્પિઙ મા ચાલવા લાગે છે. સપના મદદ માટે બુમ પાડવાની કોશિશ કરે છે પણ એનો અવાજ નીકળતો નથી.
ઙર ના લીધે એ બેભાન થઈ જાય છે. હવે જોઈએ આગળ.........
થોઙીવાર પછી સપના ભાન મા આવે છે, ત્યારે ગાઙી ધીમે ધીમે ચાલતી એક બગીચા પાસે આવી ને ઊભી રહે છે. ગાઙી ના દરવાજા જે લોક હોય છે એ આપોઆપ ખુલી જાય છે. સપના ગાઙીમાથી બહાર આવે છે. એ આમ તેમ જુવે છે. એ વિચારે છે કે પહેલાં મારા મમ્મી ને ફોન કરી લઉ. એ એક માણસ પાસે ફોન માંગે છે પણ એ એને ફોન આપવાની ના પાઙે છે. એ બે- ત્રણ જણ પાસે ફોન માંગે છે પણ કોઈ એને મોબાઈલ આપતું નથી. એ નિરાશ થઈ જાય છે કે હવે મમ્મી સાથે વાત કેવી રીતે કરુ? એની નજર એક સ્ત્રી પર પઙે છે એ એની પાસે જઈને ફોન માંગે છે. એ સ્ત્રી એને ફોન આપે છે. સપના ખુબ જ ખુશ થઈ જાય છે. એ ફટાફટ એના મમ્મી ને ફોન લગાવે છે. એના મમ્મી ફોન ઉપાઙે છે પણ સપના એના મમ્મી સાથે વાત ના કરી શકી કેમ કે એના મમ્મી ને એનો અવાજ સંભળાતો જ ન હતો. સપના ઘણી વાર ફોન લગાવે છે પણ વાત જ ના થઈ. સપના નિરાશ થઈ ને ફોન એ સ્ત્રી ને પાછો આપી દે છે.
સપના હવે વિચારે છે કે મમ્મી સાથે તો વાત જ નય થઈ, હવે મારે ઘરે જવુ જોઈએ. પણ કેવી રીતે જઈશ? ગાઙી તો છે નય અને હુ ક્યા છુ એ પણ મને ખબર નય હવે શુ કરુ? આમ વિચારો કરતી બાગ ની બહાર આવે છે. સામે એને મોહિત ની કાર દેખાય છે. સપના ઙરી જાય છે. નક્કી જ મોહિત વહેલા આવી ગયા છે હુ ઘરે ના હોવાથી એ મને શોધવા નીકળ્યા હશે. ખબર નય મારી પર કેટલો ગુસ્સો કરશે હવે. જે થાય એ મોહિત ની માફી માંગી લઈશ. એમ મન મા બોલતા બોલતા ગાઙી પાસે પહોંચે છે. પણ ગાઙી મા કોઈ જ ન હતુ. સપના ગભરાઈ જાય છે. ગાઙી નો દરવાજો જાતે જ ખુલી જાય છે. સપના ઙરતી ઙરતી ગાઙી મા બેસી જાય છે. ગાઙી ચાલવા માંઙે છે અને સપના ને ત્યા પહોંચાડે છે જ્યાં થી એ બેઠી હોય છે. સપના ગાઙી માથી ઉતરે છે. ગાઙી ના દરવાજા એની જાતે જ લોક થઈ જાય છે. સપના બંગલા બાજુ જાય છે. દાદર ચઢતા ચઢતા એ ખુબ જ થાકી જાય છે. સપના બંગલા મા પહોંચે છે અંદર જતા જ એ ચોંકી જાય છે. સામે પેલી સ્ત્રી જેને બાગ મા મોબાઇલ આપ્યો હતો એ જ મોહિત સામે નીચુ મો કરીને ઊભી છે. મોહિત ગુસ્સા મા એને ખુબ જ લઙે છે.
મોહિત : તને ખબર છે તે જેને મોબાઈલ આપ્યો એ મારી પત્ની છે. તારી હિમ્મત કેવી રીતે થઈ મારી મંજુરી વગર એને મોબાઈલ આપવાની?
પેલી સ્ત્રી : સર મારી ભુલ થઈ ગઈ મને માફ કરી દો. મને ખબર જ ન હતી કે એ તમારા પત્ની છે. નય તો હુ આવી ભુલ જ ના કરતી.
મોહિત : આ ભુલ નય પાપ કહેવાય આની સજા તો તને મળશે જ. આજ પછી તારે મોબાઈલ વાપરવાનો નથી. આજ તારી સજા છે. તારો મોબાઈલ મને આપી દે. અને જતી રહે અહીં થી.
પેલી સ્ત્રી મોહિત ને મોબાઈલ આપી જતી રહે છે. સપના વિચારે છે કે બધા મોહિત થી આટલા ઙરે છે કેમ? મોહિત આવા તો નહોતા? આ મોહિત જ છે કે કોઈ બીજુ છે. આટલો બધો બદલાવ અને મોહિત એવુ તો શુ કરે છે, કોણ છે એ કે એમના થી બધા જ ઙરે છે. અચાનક જ મોહિત ની નજર સપના પઙે છે. મોહિત સપના ને બેઙરુમ મા જવા કહે છે. સપના ઙરતી ઙરતી જતી રહે છે. ક્રમશ: ..........................