Jail Number 11 A -29 in Gujarati Fiction Stories by અક્ષર પુજારા books and stories PDF | જેલ નંબર ૧૧ એ - ૨૯

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

જેલ નંબર ૧૧ એ - ૨૯

આખરે તે સમય આવી ગયો હતો. સમર્થ વાળો સમય. સમર્થને લાવવાનો સમય. સમર્થ. સમય. સ વાળા શબ્દો. સરળનો ‘સ’. એડલવુલ્ફા નીકળી પડી તેની સાઇકલ લઈને, સમર્થને ગોતવા.

‘સમર્થ અહીં નથી આવવાનો, મૌર્વિ. તારે એને લેવા જવાનો છે.’

‘મતલબ?’ મૌર્વિએ પૂછ્યું હતું.

‘મતલબ એમ કે, સમરે તું ઉઠીશ, તે પહેલા હું જાતિ રહી હોઈશ. પણ હું તને સવારે એક સરનામું આપીને જઈશ. 3 વાગ્યે. તે જ ક્ષણે ત્યારે તારી ઓફિસથી નીકળી જવાનું અને પછી તે સરનામે આવી જવાનું.’

આખી રાત મૌર્વિ ઊંઘી નહીં. તે દરવાજો બેસી રહી. ૧૧ - એના દરવાજે.

સાંભળવામાં આવે તો કશુંક અજીબ સંભળાતું. વિશ્વાનલ, અને મૈથિલીશરણ કશુંક ઘૂસર - પુસુર કરી રહ્યા હતા. શું વાત હતી? શું વાત હતી?

બીજા દિવસે તે તેની ઓફસી પર ગઈ. દમતોડ મહેનત કરી. ખબર નહીં તેના કામમાં લોકોને ‘દમતોડ’ શું લાગશે. ફક્ત સાઇન કરવાની છે. અહી ત્યાં જવાનું તો નથી. આ માણસ સાથે વાત કરવાની પછી પેલા માણસ સાથે વાત કરવાની. પણ હતી, ઘણી મહેનત હતી. એ માણસ સાથે ફરી વાત થાય, તે માટે આ વખતે એવી વાત કરવી પડતી હતી. સાઇન કરો પણ જોઈને કરવાની કે કાગળ પર કરો છો કે આત્મઘાત પત્ર પર.

અને એડલવુલ્ફા તો તેના મનમાં હતી જ. ૪૫ વાગ્યા કે તરત મૌર્વિએ કામ છોડી દીધું. ૩ વાગ્યા સુધી રાહ જપવાની હિંમત તેનામાં ન હતી. અને એક તો આ યુટીત્સ્યાની ઘડીયાળ! કોઈ દિવસ એવી ઘડિયાળ જોઈ છે, જેમાં ૩ અને ૪૫ કલાક થાય?

ના. પણ આ તો હતી.

સમય વીતી રહ્યો હતો, અને સમય વીતી નહતો રહ્યો.

ચાલી રહ્યો હતો. ભાર સાથે ચાલી રહ્યો હતો. શું આવશે? કેમ ત્યાં બોલાવી છે? કેમ જવાનું છે?

આવા પ્રશ્નો થયા કરતાં હતા.

પછી તો જાણે જીવવાની ઈચ્છા જ ખૂટી ગઈ. ના, ખૂટી નહતી ગઈ, ઉદ્ધાર આપી હતી ‘કોણ હશે સમર્થ?’ના પ્રશ્નને. જાણવાની ઈચ્છા.

તે ક્ષણે પણ મૌર્વિને પાણીમાં પડવાની ઈચ્છા થઈ હતી.. પણ સમર્થને ઠંડા પલડેલા કપડાંમાં મળવું/

તેને વિચાર્યુ.. શું કરવું? તો એ ચાલવા લાગી. બસ ચાલતા ચાલતા જ્યાનું સરનામું હતું ત્યાં પોહંચવાણું નક્કી કર્યુ. અત્યારે ખબર નહીં કઇ રીતે, પણ મીથુનની યાદ આવતી હતી. તેનો સાથ, સહકાર નહતા જોઈતા. પણ તે પણ તો આવુજ કરતો. આમ આશ્ચર્યમાં રાખે અને.. પછી કશુંક અણધારેલું થાય.

આ વખતે શું થશે?

ખબર નહીં. તેટલે તે ચાલવા લાગી. અને ચાલતા ચાલતા તે સરનામે પોહંચી ગઈ. આ સરનામે કોઈ પુરુષનું પૂતળું હતું. પૂતળા જેવી ઇમારત હતી. આ કોણ હતો? અરે..આ તો યુટીત્સ્યાની જેલ હતી.

તે સીડીઓ ચઢવા લાગી. ચઢતા, ચઢતા તેને ઘણા વિચારો આવતા. કોણ હશે તે? શું કરતો હશે? શું મૌર્વિ તેને જાણતી હતી?

દરવાજો, થોડીક સીડીઓ, દરવાજો, થોડીક સીડીઓ..

અને છેલ્લે તે પોહંચી ગઈ. અહીં એડલવુલ્ફાનો અવાજ આવતો હતો. તે જે રૂમમાં હતી ત્યાં દરવાજો કોઈ માણસ ઊભો હતો. તે બહુ હસી રહ્યો હતો. એડલવુલ્ફા પણ હસ્તી હતી. જ્યારે તેને મૌર્વિ તરફ જોયું તો એ એડલવુલ્ફા તરફ ફરીને પાછો હસવા લાગ્યો,

‘આમવેરા રેઉપ ડ્રેવક. દવિઘ જુઓસઝ.’ એમ કહી તે દરવાજો ખુલ્લો છોડી જતો રહયો.

તમારા મિત્ર તો વહેલા આવી ગયા. જુઓ, અહી કોણ છે. એવું તે યુટીત્સ્યા ભાષામાં બોલ્યો હતો.

તે અંદર ગઈ.

‘તું વહેલી આવી ગઈ, મૌર્વિ?’

‘સમર્થને મળવા આતુર છે.’
‘એ પણ છે.’

‘પણ એ કયા છે?’

‘તારા પાલખે ઊભા તે માણસને તો પહેલા જો..’

અને મૌર્વિએ નજર ફેરવી.