Raju Bangaya Gentleman - 1 in Gujarati Fiction Stories by PRATIK PATHAK books and stories PDF | રાજુ બન ગયા જેન્ટલમેન - 1

Featured Books
Categories
Share

રાજુ બન ગયા જેન્ટલમેન - 1

મળે તો એવા હમસફર મળે
કે ના સ્વર્ગની ચાહના રહે
બાહ્ય સુંદરતા સ્વાભાવિક સૌંદર્ય મળે
નથી ખબર કે લાયક છું તારા પ્રેમને
પણ જીવન મળે તો તારી સાથે જ મળે
બાકી તો તૈયાર શું વિષ નો પ્યાલો પીવા
જો એ તારા હાથે મળે


બાકી જોરદાર કવિતા લખી છે દાદી તમે, નિલીમાબેન ની ડાયરી તેના પૌત્ર રાજે વાંચતાં કહ્યું. પણ સાચું કહું નાની આ બધી લવ સ્ટોરી ચોપડી અને મૂવીમાજ સારી લાગે હકીકતમાં કઈ આવું હોતું નથી, બાજુમાં બેઠેલી,નિલીમાંબેન ની નવાસી ધારા બોલી.
“અરે બેટા એવું કંઈ ના હોય ક્યારેક સાચું બન્યું હોય તેના પરથી તો વાર્તા અને મુવી બનેને?” નિલીમાં બહેન બોલ્યા. દાદી ધારાની ની વાત તો સાચી છે હો આ પ્રેમને હમસફર બધું કેવું કા?મને ક્યારે મળશે આવી હમસફર??રાજે પૂછ્યું .
“ બેટા બધુ ભગવાને નક્કી જ કર્યું હોય છે અને ક્યારે તારી દીપું મળી જશે તને ખબર પણ નહીં પડે.” નિલીમાં બહેન બોલ્યા


દીપુ, કોણ દીપુ? રાજ અને ધારા બંને સાથે બોલ્યા.
અરે કોઈ નઈ નિલીમા બહેન હસતાં બોલ્યા.
“અરે દાદી કહો ને કોણ દીપુ અને મારી દીપુ ?તમે મારા ઘોડિયા લગ્ન તો નથી કરી દીધા ને?” રાજે પૂછ્યું.
અરે ના ભાઈ ના આતો તારું નામ રાજ અને તારા નામ પરથી એક વાત યાદ આવી ગઈ તમે લોકો કહો છો ને પ્રેમ ને બધું વાર્તા અને મૂવીમાં જ હોય,તો એક સાચી વાત,એક હકીકત જ તેનું સપનું પણ ના જોયું હોય એવી વાત.વાત એક ઓછું ભણેલાં યુવક અને એક મોર્ડન યુવતી ની, વાત એક ગોરી રાધા ને કાળા કાન ની, વાત એક નજર ના પ્રેમ ની. વાત છે રાજુ અને દીપુ ની. સાંભળવી છે એક મસ્ત વાર્તા? નિલીમા બહેને રાજ અને ધારા ને પૂછ્યું .

હા કહો ને જલ્દી કહો. છો અમે આતુર છીએ ધારા એ કહ્યું

તો પેલા મને મસ્ત ઠંડું પાણી પીવડાવ પછી વાર્તા સંભળાવુ. નિલીમા બહેન બોલ્યા.

તો સાંભળો રાજુ ની વાર્તા રાજુ થી રાજુ બન ગયા જેન્ટલમેન સુધીની .....

ફ્લેશ બેક........
“અરે આ રાજુ ક્યાં છે મંડપ વાળા પણ આવી ગયા લોકેશન બતાવી પડશે ને .કયો ગાળો ક્યાં રાખવો,કેટલી ખુરશી અને કેટલા ગાદલા ગોઠવવા, આ બધું ડેકોરેશન કઈ રીતે કરવું ખબર નથી પડતી મોહનભાઈ ભટ્ટે ચિંતામાં મુકાઈ ને કહ્યું .

કેમ રાજુ વગર કંઈ ન થાય ઘર માં કેટલા છોકરાઓ છે, એ બધું જોઈ લેશે. મોહન ભાઈ નાના ભાઈ મહેશ ભાઈ જે ભાવનગર થી આવ્યા હતા તેમને કહ્યું.
ના ભાઈ રાજુ વગર ન ચાલે અમારી શેરીના એક પણ લગ્ન રાજુ વગર શક્ય નથી લગ્ન શું કોઈ પણ સારો નફો પ્રસંગ હોય એટલે રાજુ તો જોઈએ જ.
હું મારા લાલા ને જેટલું ના કહી શકું એટલું રાજુને કહી શકું કોઈ સામાન મળીયે થી ઉતારો હોય કે કંઈ બજારમાંથી કાઈ વસ્તુ લાવી હોય કે પછી ક્યાંક કોઈની જોડે ઝઘડો થયો હોય તો રાજુ જોઈએ.તું માનીશ નહીં સોસાયટી ની છોકરીઓ નું જાગરણ હોય ને એટલે રાજુ હોય ને એટલે કોઈ ચિંતા નહીં. જ્યારે ગરબી થાય ત્યારે કોઇપણ બહારના છોકરાઓ ગરબી જોવા આવે ત્યારે કોઈ ઉં કે ચુ આ અવાજ ન કરી શકે. રંગથી થોડો શ્યામ પણ દિલથી બહુ ગોરો છે શેરી નો લાડકવાયો રાજુ. મોહનભાઇ એ મહેશ ભાઈ ને કહ્યું.



કા કાકા યાદ કર્યો મને?
એ ભાઈ ક્યાં જતો રહ્યો હતો આ મંડપ વાળા આવ્યા છે મોહનકાકા બોલ્યાં.
આ આ તમારા લાલા ને બ્યુટી પાર્લર લઈ ગયો હતો એને મસ્ત ફેશિયલ કરાવ્યું.તમારો લાલો ઝગારા મારે છે હો રાજુએ કહ્યું.
અને તે ના કરાવ્યું કંઈ ? મોહન કાકા એ પૂછ્યું
આ મોઢામાં કલર જાય તો પૈસા પાછા કાકા, રાજુએ હસતા હસતા કહ્યું
હાલ હવે કામે લાગી જાવ ખોટી વાતો કર્યા વગર


શું કામ કરો છો કાકા, લગ્નને આઠ દી ની વાર છે અને આટલો વહેલો મંડપ ની શું જરૂર ?ખોટાં ભાડા જ ભરવાને.

જો રાજુ ત્રણ દિવસનો કાર્યક્રમ બધા મહેમાનો આવશે તેમને સાચવવા પડશેને બધી જવાબદારી તારી જ હો મોહન કાકા બોલ્યા.
કાકા ચિંતા ના કરો હું છું ને બધું થઈ જશે. રાજુ એ કહ્યું અને હા જો કાલે અમદાવાદ એરપોર્ટ જોવું પડશે મોટીબેન અને તેનો પરિવાર અમેરિકાથી આવે છે જઈશ ને લેવા?

એમાં કહેવાનું હોય કાકા જવુંજ ને.મોટાફઈબા ઘણા વર્ષો પછી આવશે એમને.
હા હો તો ભૂલતો નહિ કાલે બપોરે અઢી વાગ્યાની ફ્લાઇટ છે મોહનકાકા બોલ્યા .

જી કાકા ચિંતા ના કરતા તમે ખાલી મારો નમ્બર એમને આપી દો.એ લાલીયા કાલનું ફેશિયલ તારી રીતે કરી આવજે હો.મોબાઇલ માંથી મોઢું તો કાઢ બકા.

હાલો મંડપ પાર્ટી કામે લાગી જાઓ ચા-પાણી પીવા હોય તો બોલો બાકી કામ પરફેક્ટ જોઈએ બકા અમેરિકાથી મહેમાન આવવાનાં છે રાજુએ બૂમ પાડીને કહ્યું.

બીજા દિવસે

આ લોકો ક્યારે આવશે હવે કીડીઓ ચડે છે ઉભા રહીને.
હાસ લે ફોન વાગ્યો. રે એમનો જ લાગે છે.
હા ફઈબા રાજુ બોલું છું બહાર ઉભો છું તમે આવો નિરાંતે આપણે કંઈ ઉતાવળ નથી ભલે હો જય શ્રી કૃષ્ણ.
હાલ હવે ગેટની સામે ગાડી રાખીને ઊભો રહી જઉં.જો ગાડી સામે નહિ જોવે તો ફઈબાને વાંધો નહીં પણ કુવા થોડી કચ કચ કરશ.
આવ્યા આ લોકો. અરે આવો આવો કેમ છો ફઈબા,ફુવા જય શ્રી કૃષ્ણ , રાજુ બંને ને પગે લાગે છે લાવો સામાન રાખી દઉં તમે અંદર બેસો.
રાજુ સામાન મૂકી ગાડીની અંદર બેસ્યો અને બોલ્યો,ચાલો જઈએ.
“ મારો સામાન કોણ અંદર મુકશે ?”પાછળ એક સુંદર છોકરી આવીને બોલી


આ બેન કોણ તમારી સાથે છે રાજુ એ પૂછ્યુ
અરે આપણી દીપુ છે .ફઈબા બોલ્યા
શું વાત કરો છો આ દીપુ છે હજી દીપુ છે દિપાલી નથી થઈ નાના હતા ત્યારે બહુ મળતા હતા.
દીપુ રાજુને જોયાના જોયા કરીને અને સૌથી પાછળની સીટમાં જઈ કાનમાં ઈયરફોન ભરાવીને સુઈ ગઈ અમદાવાદ થી હળવદ સુધીના આખા રસ્તે રાજુ ફઈબા અને ફુવા વાત કરતા રહ્યા પણ દિપુએ પોતાની સફર ગાડીમાં સુઇ ને વિતાવી.


ગાડી શેરીમાં આવતાં જ રાજુ જોરથી હોર્ન વગાડી રહ્યો હતો અને બધા સાંભળે એ રીતે મોહન કાકા બાર આવો ન્યુ યોર્ક,અમેરિકાથી ફઈબાને ફુવા આવી ગયા છે.

એકદમ ભોળો નિખાલસ અને બધાને હસાવતો રાજુ તરત બધાને ગમી જાય એવો હતો .

બધા લોકો જમી ને ફ્રેશ થઇ અગાસી પર બેઠા હતા, મોહન કાકા ના થોડા ઘણા મહેમાનો અને લાલા રાજુ ની ટોળકી ના પાંચ છ મિત્રો.
જોવો લગ્નના આડે હવે ફકત સાત દિવસ રહ્યા છે એમ ગણો તો તૈયારી માટે તો ચાર જ દિવસો કેમ કે ત્રણ દિવસ તો બધા ફંકશન છે છોકરી વાળા પણ સંગીતમાં આવવાનાં છે. લાલા બધું થઈ જશે ને તૈયારીમાં? મોહનકાકા લાલા ને પૂછ્યું.


એમાં મને શું પૂછવાનું રાજુ છે ને શું ચિંતા કરવાની લાલા ને આવું કહેતા દીપુ ની નજર રાજુ તરફ ગઈ અને તેને જોતી જ રહી અને બોલી આ રાજુ એટલે અમને એરપોર્ટ લેવા આવ્યો હતો એ જ ને ?ઇવેન્ટ મેનેજર છે તમારો?

એ અમારો નહીં આખી સોસાયટી ઇવેન્ટ મેનેજર છે લાલા એ કહ્યું


કવાઇટ ઇન્ટરેસ્ટિંગ નાઈસ! દીપુ બોલી

આ રાજુ એટલે મારી ભૂલ ન થતી હોય તો ઘનું મામા નો જ રાજયો જ ને દીપુ ને પૂછ્યું

હા એ જ રાજ્યો જેના પપ્પા સાથે તમે એમની વાડીએ ફરવા જતા ફઈબા બોલ્યા.