Dashing Superstar - 51 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-51

Featured Books
Categories
Share

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-51


( જાનકીવીલામાં શિનાની મમ્મી અને કિઆરાની નાની શાંતિપ્રિયાબેનનું આગમન થયું,જે જાનકીદેવીને ના ગમ્યું.જાનકીદેવીએ કિઆરાને એલ્વિસ અને તેના પ્રેમસંબંધ માટે ખૂબજ ખરીખોટી સંભળાવી.જે શાંતિપ્રિયાબેન સાંભળી ગયાં.અહીં રડતી રડતી કિઆરા એલ્વિસ પાસે ગઇ.તે અને વિન્સેન્ટ તેને આમ રડતા જોઇને ચિંતામાં આવી ગયાં.)

કિઆરા અને એલ્વિસ સ્વિમિંગપૂલમાં એકબીજાને ગળે લાગેલા હતાં.કિઆરા રડી રહી હતી.એલ્વિસના હાથ કિઆરાની પીઠ પર ફરી રહ્યા હતાં.બરાબર તે જ સમયે વિન્સેન્ટ ત્યાં દોડીને આવ્યો પણ કિઆરા અને એલ્વિસને આમ ગળે લાગેલા જોઇને તે થોડો ખચકાયો.

"સોરી,હું થોડીક વાર પછી આવું."આટલું કહીને વિન્સેન્ટ બહાર જતો હતો.કિઆરાને ધ્યાન જતા તે એલ્વિસથી અળગી થઇ અને બોલી,"વિન્સેન્ટ,ઊભા રહો."

કિઆરા સ્વિમિંગપૂલમાંથી બહાર નીકળી અને બહાર પડેલો ટુવાલ વીટીને પાળીએ બેઠી.
"કિઆરા,ફોર ગોડ સેક શું થયું?જણાવીશ? અમને ખૂબજ ચિંતા થઇ રહી છે."વિન્સેન્ટે પૂછ્યું.

"હા કિઆરા,અકીરાએ કઇ કર્યું કે કહ્યું?"એલ્વિસે પૂછ્યું.

"ના,અકીરાએ કશુંજ નથી કર્યું.દાદી...દાદીએ મને ખૂબજ ખરી ખોટી સંભળાવી."કિઆરા ડુસકાં ભરતા ભરતા બોલી.

"શું થયું?શું કહ્યું તેમણે?"એલ્વિસે સ્વિમિંગપૂલમાંથી બહાર નીકળતા પૂછ્યું.

"એલ,દાદી આપણા સંબંધથી ખુશ નથી.તેમણે કહ્યું....."કિઆરા આટલું કહીને બે ક્ષણ માટે અટકી અને પછી દાદીએ બોલેલા શબ્દો અક્ષરસઃ તેણે એલ્વિસ અને વિન્સેન્ટને કહ્યા.એલ્વિસ પોતાના માટે આવી વાતો સાંભળીને ખૂબજ દુઃખી હતો જ્યારે વિન્સેન્ટ ખૂબજ ગુસ્સે હતો.

"તેઓ એલ્વિસ માટે આવા શબ્દો કેવીરીતે બોલી શકે?તે ઓળખે છે કેટલું એલ્વિસને ?જોયા જાણ્યા વગર તે કોઇના માટે કઇપણ વિચારી લે તે ના ચાલે."વિન્સેન્ટ સખત ગુસ્સામાં બોલી ગયો.

એલ્વિસે તેને શાંત કર્યો અને તે કિઆરા પાસે ગયો,તેના હાથ પોતાના હાથમાં લીધો.
"કિઆરા,શું તને પણ એવું જ લાગે છે?તને મારા પર કેટલો વિશ્વાસ છે?"એલ્વિસે કિઆરાની આંખમાં આંખ નાખીને પૂછ્યું.

"મને તમારા પર પૂરો વિશ્વાસ છે.હું તો પ્રેમ નામના શબ્દ પર વિશ્વાસ જ નહતી કરતી.મે નિર્ણય લીધો હતો કે હું આજીવન કુવાંરી રહીશ પણ પછી તમે મારા જીવનમાં આવ્યાં અને બધું જ બદલાઇ ગયું.મને તમારા પર વિશ્વાસ છે."કિઆરા એલ્વિસની આંખોમાં આંખો મીલાવીને બોલી.

કિઆરાએ પોતાના ભીના કપડાં બદલ્યા અને એલ્વિસ તથાં વિન્સેન્ટની સાથે તે જાનકીવીલા જવા નીકળી.અહીં જાનકીવીલામાં જાનકીદેવી ખૂબજ બેચેન હતાં.એલ્વિસના કારણે આજે શ્રીરામ શેખાવતે પહેલીવાર પોતાની સાથે આ રીતે વ્યવહાર કર્યો.તે વાત તેમને એલ્વિસ પ્રત્યે વધુ નફરત કરાવી રહી હતી.તે મંદિરમાં પોતાના ભગવાન સામે ગુસ્સા અને આંસુ સાથે બેસેલા હતાં.અહીં શ્રીરામ શેખાવત કિઆરા માટે ચિંતિત હતાં.જ્યારે શાંતિપ્રિયાબેને જે વાર્તાલાપ સાંભળ્યો તેના પરથી તે એટલું તો સમજી ગયા કે તેમની નાતી કિઆરા ડેશિંગ સુપરસ્ટાર એલ્વિસના પ્રેમમાં છે.

"હમ્મ,જાનકીબેન તમારા દિકરા લવ શેખાવતના કારણે મારી શિનાએ ઘણું ભોગવ્યું છે અને તે વાતનો બદલો હું તમારી જોડેથી જરૂર લઇશ.મારી દિકરી આટલા વર્ષો એકલી પીડાતી રહી સચ્ચાઈ જાણ્યા પછી પણ તમે કશુંજ ના કરી શક્યાં.હું તમને માફ નહીં કરું.કિઆરા અને એલ્વિસના કારણે તમારા અને રામ વચ્ચે થયેલા આ ઝગડાને,તમારા બંને વચ્ચે આવેલી આ ગેરસમજને હું ક્યારેય ઠીક નહીં થવા દઉં."શાંતિપ્રિયાબેને પ્રતિજ્ઞા લીધી.

એલ્વિસ કિઆરા અને વિન્સેન્ટ સાથે જાનકીવીલામાં આવ્યો.તેણે બધાને નીચે બોલાવ્યાં.રાતના લગભગ દસ અગિયાર વાગવા આવ્યાં હતાં.અત્યારે માત્ર જાનકીદેવી,શ્રીરામ શેખાવત જ જાગી રહ્યા હત‍ાં.બાકી બધાં પોતપોતાના રૂમમાં જતા રહ્યા હતાં.

"નમસ્તે દાદાજી અને દાદીજી,કિઆરા રડતા રડતા મારી પાસે આવી.તેને આમ રડતા જોઇને મારું હ્રદય બેસી ગયું.દાદીજી,તેણે મને જણાવ્યું કે તમે મારા વિશે શું વિચારો છો.દાદી,હું તમને પ્રોમિસ આપું છું કે તમે બોલેલા તમામ શબ્દો હું ખોટા પાડીશ.

કિઆરા,મારો જીવ છે,મારો શ્વાસ છે.તેને હંમેશાં ખુશ રાખવી જ મારા જીવનનો ધ્યેય છે.રહી વાત તે રાતની તો મારી પાસે કોઇ સાબિતી નથી કે હું તમને બતાવી શકું કે મે કિઆરા સાથે કશુંજ ખોટું નથી કર્યું.દાદી,તમે ઇચ્છોને તો તમે મારા તમામ ફોન,લેપટોપ,પેનડ્રાઇવ,હાર્ડડિસ્ક ચેક કરાવી શકો છો.

કિઆરા મારી થવાવાળી પત્ની છે અને તેની સાથે આવું કરવાનું હું વિચારી પણ ના શકું.દાદી,તમે કિઆરાને તેનું એકદમ ખોટું ભવિષ્ય બતાવ્યું કે બે વર્ષ પછી તે તેના પેટમાં મારું બાળક લઇને રડતી ઊભી હશે.હવે હું તમને તેનું એકદમ સાચું ભવિષ્ય બતાવું કે બે વર્ષ પછી કિઆરા આઇ.પી.એસ ઓફિસરનો યુનિફોર્મ પહેરીને, તેની છાતી પર સ્ટાર્સ સાથે તમારી સામે મારો હાથ પકડીને ગર્વથી માથું ઊંચુ કરીને ઊભી હશે.તે દિવસે હું દુનિયાને કહીશ કે મારું નામ એલ્વિસ બેન્જામિન છે અને હું આઇ.પી.એસ ઓફિસર કિઆરા એલ્વિસ બેન્જામિનનો પતિ છું.સમજ્યાં?.
દાદી,એક છેલ્લી વાત કે મને અને કિઆરાને અલગ કરવાની કોશિશના કરશો કેમકે તેમા નુકશાન તમારું જ થશે.તમે તમારા સંબંધો ગુમાવી દેશો."એલ્વિસ થોડા કડક અવાજમાં અકડ સાથે બોલ્યો.

"જોયું .....જોયું,કેવી રીતે અકડથી વાત કરે છે?તેનામાં સહેજ પણ સંસ્કાર નથી.માબાપ વગર ઉછરેલા બાળકો આવા જ હોય રીતભાત અને સંસ્કાર વગરના અને ઊંમર,તેનું શું કિઆરા?તું બાર વર્ષ નાની છો.કેટલા મતભેદ થશે આ બાબતે તમારા વચ્ચે?ઝગડા થશે,ના કરે નારાયણ તે તને મારશે?તેનો ધર્મ પણ તો અલગ છે."જાનકીદેવીએ પોતાની જીદ અને પોતાની અકડ ના છોડી.

જાનકીદેવીની આ વાત પર એલ્વિસની જગ્યાએ વિન્સેન્ટે જવાબ આપવાનું વિચાર્યું.
"દાદીજી,તમે જાણો છો શું મારા મિત્ર વિશે?ભલે તેના માતાપિતા નથી પણ વર્ષોથી તે છુપી રીતે અનેક વૃદ્ધાશ્રમમાં દાન આપે છે.તેમની જરૂરિયાતનું પોતે જાતે ધ્યાન રાખે છે.તે વૃદ્ધાશ્રમ ખાલી અમારા ધર્મના નહીં પણ દરેક ધર્મના છે.સંસ્કારનો ઢંઢેરો ના પીટવાનો હોય,તે તો તમારા વર્તન પરથી દેખાઇ આવે.

રહી વાત ઊંમરની તો કોઇપણ સંબંધમાં પ્રેમ અને સમજદારી વધારે મહત્વની હોય છે.દાદીજી,આ મારવાવાળી વાત તમને વધારે પડતી નથી લાગતી?કિઆરા માર્શલ આર્ટસ ચેમ્પીયન છે દાદી,શું તમને ખરેખર લાગે છે કે એલ્વિસ તેને મારશે તો તે ચુપ બેસશે?તે હાડકાં નહીં તોડે તેના?"વિન્સેન્ટે કહ્યું.તેના છેલ્લા વાક્ય પર જાનકીદેવી સિવાય બધાને હસવું આવ્યું.જાનકીદેવી હજીપણ રાજી નહતા.બરાબર તે જ સમયે છુપાઇને આ બધું જોઇ રહેલા શાંતિપ્રિયાબેન નીચે આવ્યાં.

"માફ કરજો રામ,મે તમારી વાત અને આ બધી વાત છુપાઇને સાંભળી.આઇ નો આ બેડ મેનર્સ કહેવાય પણ શું કરું વાત મારી નાતીની છે.કિઆરા મારી પણ ગ્રાન્ડ ડોટર છે તો હું મારી જાતને રોકી ના શકી."શાંતિપ્રિયાબેને શ્રીરામ શેખાવતનો હાથ પકડીને કહ્યું.

એલ્વિસ અને વિન્સેન્ટે કિઆરા સામે જોયું.શાંતિપ્રિયાબેન સમજી ગયા.
"હાય એલ્વિસ,રાઇટ?હું શાંતિપ્રિયા રોમી ગોમ્સ કિઆરાની નાની એટલે કે શિનાની મોમ."

"શાંતિપ્રિયાબેન,બધું જાણ્યા પછી મને વિશ્વાસ છે કે તમે મારો જ સાથ આપશો."જાનકીદેવીએ શાંતિપ્રિયાબેનનો હાથ પકડતા કહ્યું.શાંતિપ્રિયાબેને તે હાથ છોડાવીને કહ્યું,"ના,હું તમારી વાત સાથે સહમત નથી.એલ્વિસ ભલે કિઆરાથી મોટો હોય પણ પહેલાના જમાનામાં પણ પતિપત્ની વચ્ચે ઊંમરમાં આટલો તફાવત તો રહેતો જ હતો.રહી વાત ધર્મની તો મારા અને રોમીના તે વખતે લવમેરેજ હતા અને અમારા બંનેના ધર્મ અલગ અલગ હતા.અમે સુખી લગ્નજીવન ગાળી રહ્યા છીએ.માફ કરજો જાનકી પણ રામ જેવા સમજદાર પતિની પત્ની આવી જુનવાણી વિચારોવાળી?

રામ,મને ખરેખર ખૂબજ દુઃખ થાય છે કે જાનકીના કારણે તમારે બધાની સામે નીચું જોવું પડે છે.એલ્વિસ અને કિઆરા,તમારા સંબંધને નાની તરફથી ગ્રીન સિગ્નલ."શાંતિપ્રિયાબેનની વાત સાંભળીને જાનકીદેવી વધુ ગુસ્સે થયાં.

એલ્વિસ અને કિઆરા તેમને પગે લાગવા ગયા પણ તેમણે બંનેને ગળે લગાડી દીધાં.
"ગોડ બ્લેસ યુ માય ચાઇલ્ડ."તેમણે એલ્વિસનું કપાળ ચુમ્યું.તેમણે એલ્વિસને પોતાના ગળામાં રહેલું ક્રોસવાળું પેન્ડલ પહેરાવ્યું.

"એલ્વિસ,આ રોમીએ મને ગિફ્ટ આપ્યું હતું.આ ખૂબજ જુનું અને એન્ટિક ક્રોસ છે.ગોડ હંમેશાં તારી રક્ષા કરશે.
કિઆરા,આ ગણપતિબાપાની મુર્તિ મારા પપ્પાએ મને આપી હતી.તે હંમેશાં તારા તમામ વિધ્નો હરશે.જાનકી,મારા ઘરમાં જીસસની પ્રેયર થાય છે તો બીજી તરફ ગણપતિબાપા અને સરસ્વતીદેવીની આરાધના પણ થાય છે.પ્રેમ અને સમજદારી લગ્નજીવનમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે.બરાબરને રામ?" શાંતિપ્રિયાબેને રામનો હાથ પકડતા કહ્યું.

"વાહ પ્રિયા,ખરેખર સુંદર વિચારો.એલ્વિસ,હું જાનકીદેવી તરફથી માફી માંગુ છું.મને આશા છે કે જલ્દી જ તેઓ પણ આ સંબંધ ખુશીથી સ્વિકારી લેશે."શ્રીરામ શેખાવતે કહ્યું.

"અમ્મ દાદુ,મે આવતા શનિવારે મારા ઘરે એક મોટી પાર્ટી રાખી છે.મારા અને કિઆરાના સંબંધની ખુશીમાં મે મારા ઇન્ડસ્ટ્રીના મિત્રોને આમંત્રણ આપ્યું છે.તમને પણ આમંત્રણ છે.હા ઇન્વીટેશન કાર્ડ તમને પછીથી જરૂર આપીશ.તમારે બધાંએ તે પાર્ટીમાં આવવાનું છે.દાદી તમે પણ અને નાની તમે પણ જરૂર આવજો."એલ્વિસ આટલું કહીને જતો રહ્યો.

એક અઠવાડિયા પછી......

આજે શનિવાર હતો.કિઆરા ખૂબજ ખુશ હતી.સવારથી જ તેનો ઉત્સાહ અનેરો હતો.એલ્વિસ અને વિન્સેન્ટ જાતે આવીને જાનકીવીલામાં તમામ સભ્યોને આમંત્રણ કાર્ડ અને સ્વિટ સાથે શનિવારે પાર્ટીમાં હાજરી આપવા પ્રેમથી આમંત્રિત કરીને ગયાં.

અહીં શિનાને પણ એલ્વિસે આમંત્રણ આપ્યું પણ તે આવી શકે એમ નહતી.એક અઠવાડિયા પહેલા જે બન્યું હતું તે વાતની શિનાને ખૂબજ ચિંતા હતી.શ્રીરામ શેખાવત અને શિનાએ કઇંક વિચાર્યું હતું,એક નિર્ણય લીધો હતો પણ તેમાં જાનકીદેવી અને લવ શેખાવતની સહમતી લેવી આવશ્યક હતી.

શિનાએ તો હજીસુધી લવ શેખાવતને એલ્વિસ વિશે નહતું જણાવ્યું.આજે આ પાર્ટી પહેલા તે લવને આ બધું જ જણાવવા માંગતી હતી.તેણે તેના પગલાં લવ શેખાવત તરફ વધાર્યા

અહીં જાનકીવીલા પાસે એક શાનદાર ગાડી આવીને ઊભી રહી.કિઆરા સવારની પૂજા,જીમ અને બ્રેકફાસ્ટ પતાવીને બ્યુટીપાર્લરમાં જવા બહાર નીકળી અને તે શાનદાર ગાડીમાંથી એક વ્યક્તિ ઊતરીને બહાર આવી.કિઆરા અને તે વ્યક્તિ સામસામે આવીને ઊભી રહી.કિઆરા ખૂબજ આશ્ચર્ય પામી.

શું જાનકીદેવી આ પાર્ટીમાં આવશે?
શાંતિપ્રિયાબેન આ સંબંધને આટલી સરળતાથી સ્વિકારી લેશે?
શું શિના લવને એલ્વિસ અને કિઆરા વિશે જણાવી શકશે?
શું થશે આ પાર્ટીમાં?કોણ મળ્યું હશે કિઆરાને?
જાણવા વાંચતા રહો.