કાવ્ય 01
એ કાપ્યો છે.....
ચીકી લાવજે, બોર ને શેરડી લાવજે
ઊંધિયું ને પુરી મંગાવી રાખજે ધાબે
હું નહિ ઉતરું આજે ધાબે થી નીચે..
નર નારીઓ ને બાળકો થી ધાબા શોભશે
જામ્યો છે પતંગ નો માહોલ મકરસક્રાંતે
નોખા નોખા પતંગો ચડાવીશ ઘણા બધા આજે
આજે યૌવન હિલોળા લેશે વગર પવને ધાબે
નૈન ટકરાશે ને પ્રેમ ના પેચ લાગશે ફરી આજે
પતંગ જોડે પ્રેમી પંખીડા ને પણ મોજ પડશે ધાબે
રંગબેરંગી પતંગો થી આકાશ લાગે રંગીન
એ લપેટ.. કાપ્યો છે નીબૂમો સંભળાઈ છે
કાન ફાડી નાંખે એવી પીપુડીઓના અવાજ સાથે
ગોથા ખાતો ટીચકા લેતો દોરી ની ઢીલ લઇ
ચડયો ઊંચા આકાશે મારો લાલ ચીલ ચાંદો
ડોલે આમ ને તેમ મારો પ્યારો પતંગ આકાશે
લાલ, લીલી, પીળી, કાળી ને ધોળી
ઢાલ, મોટી ઢાલ, ચીલ, ચાદેદાર, લબુકીયો
બીજા પતંગો વચ્ચે ફસાયો મારો લાલ ચાંદો
બે ત્રણ પતંગો પડ્યા મારી પતંગ પાછળ
દે... દે... ઢીલ... દે..જલ્દી.. ઢીલ દે..
કાપી નાખુ બીજા પતંગ ખેંચીને હું આજે ..
એ કાપ્યો છે.... લપેટ....લપેટ...
ઉડી ... ઉડી...ફરી.. ઉડી...પતંગ મારી
રાજા બની ચડ્યો એકલો આકાશ ની સફરે
રાત્રી માટે મંગાવી રાખ્યા છે કલરફુલ ગબારા
ચમકાવીશું આકાશ ને તારલા જોડે રાત્રે
ઉતરીશ નહિ ધાબે થી હું આજે....
કાવ્ય 02
ફરી આવ્યો જીદી વિષાણુ...
જિદ્દી છે આ નાનકડો વિષાણુ
જાણે દુનિયા હોય એના મામા નું ઘર
નામ નથી લેતો દુનિયા માથી જવાનુ
નવા નવા નામ ને સ્વરૂપે
દેખા દે દર બે ત્રણ મહિને
રૂપ રંગ બદલે બહુરૂપીયા જેમ
દુનિયા ભર મા ફરે વગર વિઝા એ
દરેક ઘર મા ઘૂસે વગર આમંત્રણે
ડેરા ડાળે બાર પંદર દિ વગર કારણે
થાક્યા હતા હાથ ઘસી ઘસી ,
નાસ ના મશીન મુક્યા હતા માળીયે
કઢા ને ઉકાળા થયાં તા માંડ ગાયબ
ફરતા થયાં હતા બે ફિકરા બની
સ્કૂલ, કોલેજ ને કામ ધંધા, થીએટર
ધમધમતા થયાં હતા લાંબા સમયે
ત્યાં લાગ્યું આપણા વિષાણુ ભાઈ ને ખોટું
ઓમિક્રોન નામે નવું સ્વરૂપ ધારણ કર્યું
સાચવજો બધા પાછા બે ત્રણ મહિના હમણાં
વેક્સીન છે અકસીર ઉપાય કોરોનાને ભગાડવા નો
અપાવજો વેક્સીન 15 થી 18 વર્ષ ના ભૂલકા ને
ના લીધી હોય તમે વેક્સીન તો લઇ લેજો
વેક્સીન ડર્યા વગર તમે પણ જોડે જોડે
કાવ્ય 03
બનવું બહુ ગમે.....
ભણવું ને ભણાવું બહુ ગમે
બાળકો નું ભવિષ્ય સવારવું ગમે
મને શિક્ષક બનવું બહુ ગમે...
મને નકશા, બહુમાળી મકાન,
પુલ બનાવવા અને મશીનો ની શોધ કરવી ગમે
મને એન્જીનીર બનવું બહુ ગમે...
મને લોકો ને તંદુરસ્ત જોવા બહુ ગમે
બીમારીઓને ભગાડી ચહેરા હસતા બહુ ગમે
મને ડૉક્ટર બનવું બહુ ગમે...
માનવોપયોગી નવા પ્રયોગો કરી
માનવ સવર્ધન માટે નવા શંશોધન કરવા બહુ ગમે
મને વૈજ્ઞાનિક બનવું બહુ ગમે
મને લોકો ની મદદ કરવી બહુ ગમે
દેશ ને ઊંચી ઉડાને લઇ જવો બહુ ગમે
મને એક સાચો નીડર દેશ નેતા બનવું બહુ ગમે
દુશ્મન ની આંખ ફોડી નાખું
જો જોવે મારા દેશ સામે ખોટી નઝરે
મને દેશ નો બહાદુર સૈનિક બનવું બહુ ગમે
દુનિયા મા દરેક સરહદો હટી જવી જોઈએ
આખી દુનિયા મા મૈત્રી ભાઈ ચારો હોઈ બહુ ગમે
મને શાંતિ દૂત બનવું બહુ ગમે
કાવ્ય 04
"હૃદય-શૈલી"
લખે કોઈ કવિતા, લખે કોઈ મુક્તક
લખે ગદ્ય, પદ્ય, હાઈકુ ગઝલ ને શાયરી
ગુજરાતી ભાષા નો ઉચ્ચ છે સંસ્કાર વારસો
ગુજરાતી કવિ, લેખકો કે સાહિત્યકારો નો
લેખન પ્રવૃત્તિ મા મળે નહિ કોઈ જોટો
દરેક ની છે એક અનોખી લેખન શૈલી
મેઘાણી, બોટાદકાર, ખલિલ, પેટલીકર
નર્મદ, ચંદ્રકાન્ત, અશ્વિની, નરસિંહ મેહતા
થઈ ગયા ગુજરાતી ભાષા ના મોટા કવિ લેખક
સાહિત્ય કળા વડે પીરસ્યુ ઉત્તમ જ્ઞાન
પહોંચાડી ગુજરાતી ભાષા ને ટોચ ઉપર
ગુજરાત ની અસ્મિતા ના કરાવ્યા દુનિયા ને દર્શન
પૂછે મને લેખન મા તમારી શૈલી કઈ??
શું કહું તમને નથી અલંકાર, સમાસ,
ઉપમા,પ્રાસ કે વ્યાકરણ ના જ્ઞાન મને..
બસ કલમ ઉપાડું ને લખુ હૃદય મા આવે તેં
મિત્રે સુજાવ્યું તમે તમારી લેખન પ્રવૃત્તિ ને
"હૃદય-શૈલી" આપો એવુ નવું નામ.... 🙏🙏🙏
હિરેન વોરા