લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - ૧ પ્રેમમાં ભગવાન - ભાગ -૨
યું એમ માર્ટીનને રાત્રે કોઈએ કહ્યું કે મારી રાહ જોજે હું આવીશ હવે આગળ
બારી નીચે બેસીને તે વારંવાર રસ્તા ઉપર જોવા લાગ્યો તે કોઈના આવવાની રાહ જોતો હતો. અજાણ્યા જૂતા જોઇને તે ચમકી જતો હતો. એક વ્યક્તિ નવા જૂતા પહેનીને નીકળ્યો, ત્યાર બાદ બીજો વ્યક્તિ ગયો. આટલામાં એક વૃધ્દ સિપાઈ જેને રાજા નાં રાજ માં કામ કર્યું હતો તે ત્યાં આવી પહોંચ્યો, તેના હાથમાં પાવડો હતો. જુતાથી માર્ટીન તેને ઓળખી ગયો. તેનો નામ સ્ટેપાન હતો. એક પાડોશીના ત્યાં તે રહેતો હતો. અને તેનો કામ આફ સાફી વાળું હતું. દયાભાવથી તેને ત્યાં રાખ્યો હતો. તે જ સ્ટેપાન શેરીમાં આવી બરફ હટાવવા લાગ્યો. રાત્રે બરફ પડી હતી અને ભેગી થઇ હતી. થોડીવાર સુધી માર્ટીન તેને જોતો રહ્યો અને ફરી નીચે માથું નાખી પોતાના કામમાં લાગી ગયો.
માર્ટીન મનોમન હસી ગયો. હું પણ ઉમરની સાથે વૃદ્ધ થઇ ગયો. હું પણ કેવી ગાંડા જેવી વાતો વિચારવા લાગ્યો. આવ્યો હતો સ્ટેપાન ગલી સાફ કરવા અને મને લાગ્યું કે ઈસા મસીહ આવી ગયા. હજુ એને થોડાક દોરા ભર્યા હશે અને પાછુ બારી બહાર જોયું. તેને જોયું કે એક ભીત નાં આશ્રય લઇ સ્ટેપાન ઉભો છે. કદાચ તે ગરમી લેવા માટે આ રીતે ઉભો હશે. સ્ટેપાનની ઉમર પણ બહુ છે. તે કેડથી વળી ગયો છે. અને તેના દેહ માં પણ કઈ નથી. બરફ હટાવવા લાયક પણ તે નથી. સ્ટેપાન જોરજોર થી શ્વાસ લેતો હતો. માર્ટીને વિચાર્યું કે તેને બોલાવીને ચા પીવા માટે પૂછું. પણ પૂછું કેવી રીતે ચા તો મેં બનાવી જ નથી.
તે સોઈ ને જુતામાં જ મૂકી ઝડપથી ઉભો થયો અને ચા બનાવવા તીયારી કરી દીધી. પછી બારી પાસે આવીને સ્ટેપાન ને ઇશારા થી બોલાવ્યો. સ્ટેપાન તેના ઇશારાને જોઈ ને બારી પાસે આવ્યો. માર્ટીને તેને અંદર બોલાવ્યો અને પોતે દરવાજો ઉધાડવા માટે ગયો. અંદર આવો ! માર્ટીને સ્ટેપાન ને બોલાવતા કહ્યું. તને ઠંડી લાગી રહી છે. થોડુક ગરમાવો મળશે. સ્ટેપાને કહ્યું ભગવાન તમારું ભલું કે. હા મારા શરીરમાં ઠંડી પ્રવેસી ગઈ છે. અને શરીર પણ દુખાય છે. આટલું કહેતા સ્ટેપાન ઘરમાં આવ્યો. તે પોતાના ઉપર લાગેલ બરફ સાફ કરવા લાગ્યો. એના શરીરને તકલીફ પડતી હોય એવું માર્ટીનને લાગ્યું. માર્ટીને કહ્યું રહેવા દે ભાઈ એ તો સાફ થઇ જશે. કઈ વાંધો નહિ, આવીજા અંદર.
બે ગ્લાસ ભરીને માર્ટીને સ્ટેપાનને ચા આપી. અને બીજો ગ્લાસ લઇને પોતે ચા પીવા લાગ્યો. સ્ટેપાને પોતાનો ગ્લાસ પૂરો કર્યો. અને બાજુ ઉપર મુક્યો. તે ચા માટે ખુબ જ આભાર વ્યક્ત કરવા માંગતો હતો. પરતું તેની ઈચ્છા હજુ વધારે ચા મળે તેવી હતી. માર્ટીને બીજો ગ્લાસ ભરતા કહ્યું એક ગ્લાસ બીજું લઇ લે. અને પોતાના માટે પણ ગ્લાસ ભર્યો. તે વારંવાર બારી બહાર જોતો હતો. સ્ટેપાને પૂછ્યું કેમ ભાઈ ? કોઈ ની રાહ જુએ છે ? રાહ ? ભાઈ શું કહું તને સાચું કહું તો કોઈની રાહ નથી જોતો પણ રાત્રે એક અવાજ આવી હતી જે મારા દિમાગ માંથી દુર નથી થતો. તે સાચેજ કઈ અવાજ હતી કે પછી મેં સ્વપ્ન જોયો એ કહી ન શકાય. કાલે રાત્રે ઇન્ઝીલ વાંચતો હતો. તેમાં પ્રભુ ઈસાનો વર્ણન હતો. તેમને કેવી રીતે દુખો ઉઠાવ્યા અને પછી ધરતી કેવી રીતે પ્રેમ અને ભક્તિથી રહ્યા . આ બધું તો તે પણ વાંચ્યું જ હશે. સ્ટેપાને કહ્યું હું તો અભણ વ્યક્તિ છું અને આ બધું પણ ઓછું સમજ આવે છે.
તો સાભળ ભાઈ એમના જીવનની એક વાત હું વાંચતો હતો. વાંચતા વાંચતા મારી આંખ લાગી ગઈ. અને અચાનક કોઈ મને બોલાવતો હોય એવું લાગ્યું. આંખ ઉધાડી તો કોઈ મને કહેતું હોય કે કાલે હું આવીશ આવું બે થયું. સાચું કહું તો હવે આ વાત મારા દિમાગ માંથી જતી નથી. મન માં એવું થાય છે કે ભગવાન કઈ મારા ઘરે આવી ન જાય. ? સ્ટેપાન સાભળીને ચુપ રહ્યો તેને માથું હલાવ્યું પછી ગ્લાસ ની ચા પૂરી કરી અલગ રાખી દીધો પણ માર્ટીને એમાં ફરી ચા ભરી. લે ભાઈ હજુ પી. ! હાહુ વિચારતો હતો કે પૃથ્વી ઉપર મસીહ પ્રભુ કેવી રીતે રહેતા હશે. કોઈના થી ભેદભાવ રાખવું નહિ. અને નાનામાં નાના લોકો ને મળતા. તેમના દોસ્તો પણ સાદારણ જ હતા. અને તે પણ અધર્મ અને પાપી લોકોને શરણ આપતા. તેઓએ કહ્યું કે જે નામે તે જ ઉંચો આવશે. સ્ટેપાન સાભળતા સાભળતા ચા પીવાનું ભૂલી ગયો. વૃધ્દ વય્ક્તિ હતો તે તે જલ્દી આંખોમાં આંસુ આવી ગયા.તે સાભળત સાભળતા રડવા લાગ્યો. માર્ટીને તેને ચા યાદ અપાવી. પણ સ્ટેપાનને માફી માગી આભાર માન્યો અને ઉભો થઇ ચાલવા લાગ્યો. જતા જતા કહ્યું તારો મારા ઉપર ઉપકાર રહેશે. તે મારા તન અને મન ને આનદ પહોચાડ્યું છે. માર્ટીને કહ્યું કે મારા ઘરે તું ગમે તે સમયે મહેમાન બનીને આવી શકે છે. તું આજે આવ્યો મને આંનંદ થયું. સ્ટેપાન જતો રહ્યો ત્યારબાદ માર્ટીને વધારાની ચા પીધી અને તેનો સમાન આમ તેમ હતો તે બરોબર કરી તેના કામમાં લાગી ગયો. તે જૂતા બનાવતા બનાવતા પણ બારી બહાર જોઈ લેતો ઈશુની છબી તેના મન ઉપર હતી તેમની જ વાતો યાદ આવ્યા કરતી હતી.
આટલામાં બે સિપાહી ત્યાંથી નીકળ્યા એકે સરકારી જૂતા પહેન્યા હતા, બીજાએ સાદા જૂતા પહેન્યા હતા. પછી પાડોશીનાં એક મકાન માલિક નીકળ્યા. આમ અનેક લોકો આવીને ગયા ત્યાં પછી એક સ્ત્રી આવી જેના પગમાં દેહાતી જૂતા હતા. તે બારી પાસે નીકળી જતી રહી. પરતું આગળ જઇને તે ઉભી રહી ગઈ. માર્ટીને તેને બારી માંથી જોઈ તે અહિયાં અણજાણી જણાતી હતી. કપડા સીધા સાદા હતા અને એક બાળક ને કેડ માં ઉપાડ્યું હતું. તે ભીત સામે મોઢું રાખી ઉભી થઇ ગઈ બાળકને હવાથી બચવવા તે પોતાની પાસે રહેલું કપડું તેની ઉપર નાખતી હતી. પરતું કાપડ અને જગ્યાએથી ફાટી ગયેલ હોવાથી તે નહિ હોવા બરાબર જ હતી. સર્દીની ઋતુ માં પણ તેને ગરમી નાં કપડા પહેન્યા હતા. અને તે કપડા પણ અનેક જગ્યાએ થી ફાટી ગયેલ હતા. બારી માંથી માર્ટીને બાળકનાં રડવાની અવાજ સાંભળી. સ્ત્રી તેને શાંત રાખવા પ્રયત્ન કરતી હતી પરતું બાળક શાંત રહેતો ન હતો માર્ટીન ઉભો થયો અને બાહર નીકળી તેને બોલાવી . સ્ત્રી એ બાજુ જોઈ. ત્યાં આટલી ઠંડીમાં બાળકને લઇ ને કેમ ઉભી છે. ? માર્ટીને કહ્યું. અંદર આવ બાળકને સારી રીતે ઢાંકી પણ દે. એક વૃદ્ધ વય્ક્તિ નાક ઉપર ચશ્માં પહેનેલ તેને બોલાવી રહ્યો છે એ જોઈ એ સ્ત્રીને અચરજ થયું...