આજની સવાર કંઇક અલગ જ પેગામ લઈને આવી હતી...
સૂરજ ની કિરણો રૂમમાં પ્રવેશતા જ ક્રિશય ની આંખ ખુલી...
અત્યાર સુધી ના દિવસોમાં એવું ક્યારેય બન્યું ન હતું કે ક્રિશય એના સમય કરતા વહેલા ઉઠ્યો હોય...
પરંતુ આજે એ વહેલા જાગીને તૈયાર થઈને નીચે આવ્યો...
એને જોઇને ક્રિષ્ના ને થોડી નવાઈ થઈ...ક્રિષ્ના એ તો તરત જ મનમાં ધારી લીધું કે આ બધું અયાના ના કારણે જ થાય છે...
નાસ્તો કરીને ક્રિશય હોસ્પિટલ માટે નીકળી રહ્યો હતો તે જ સમયે પોતાની એક્ટિવા ઉપર અયાના ત્યાંથી નીકળી...
"હેય...મોર્નિંગ...." ક્રિશયે થોડી બુમ પાડીને કહ્યું...
એના અવાજ ઉપર થી લાગતું હતું કે એ કેટલો ખુશ છે....
પોતાની ઈચ્છા વિરુદ્ધ પરાણે બ્રેક મારીને પાછળ નજર કરી અને સ્માઇલ કરીને ' મોર્નિંગ ' બોલી...
" હોસ્પિટલ માં મળીયે...." બંને વચ્ચે વધારે વાતચીત થાય એ પહેલા જ અયાના ત્યાંથી બોલતા બોલતા નીકળી ગઈ...
દેવ્યાની નું ઘર આવતા જ અયાના પોતાની એક્ટિવા ને થોભે એ પહેલા જ દેવ્યાની દોડીને આવી અને અયાનાને ગળે વળગી ગઈ...
" સગાઈ પંદર દિવસ પછી રાખવામાં આવી છે...."
"વ્હોટ....વાઉ.... આઇ એમ સો હેપ્પી ફોર યુ...." ખુશ થઈને બંને વારંવાર એકબીજાને ભેટી રહ્યા હતા.....
" જો બંને સાયકો..." ક્રિશય વિશ્વમ ને લઈને ત્યાંથી નીકળ્યો ત્યારે પેલી બંનેને જોઇને એ બોલ્યો અને બંને હસવા લાગ્યા...
" રૂદ્ર સાથે વાત બની ગઈ હશે....?" સિરિયસ થઈને વિશ્વમે પૂછ્યું ...
"એની સાથે વાત બનતી બનતી રહી ગઈ હોય એવું પણ બને...." ક્રિશયે વિશ્વમ ને સાંત્વના આપવા માટે કહ્યું...
પાર્કિંગ ની બહાર નીકળતી સમીરા ને જોઇને ક્રિશયે ત્યાં જ ગાડી થોભાવી દીધી અને ઉતાવળ માં ગાડી માંથી નીચે ઉતરીને ફટાફટ સમીરા પાસે પહોંચ્યો...
'પહેલા પ્રેમ નો પ્રવાહ....' બોલીને વિશ્વમે હસતા હસતા ગાડી ચાલુ કરી અને પાર્કિંગ ની અંદર લઇ ગયો...
સમીરા અને ક્રિશય બંને વાતુ કરતા કરતા હોસ્પિટલમાં આવ્યા.....
વિશ્વમ પાર્કિંગ માં ગાડી પાર્ક કરતો હતો ત્યારે જ અયાના અને દેવ્યાની ની એક્ટિવા ત્યાં આવી....
દેવ્યાની ને જોઇને વિશ્વમ ત્યાં ઊભો રહી ગયો....
વિશ્વમ ને નજરઅંદાજ કરીને દેવ્યાની અયાના સાથે ત્યાંથી નીકળી ગઈ...
વિશ્વમ ઉપર આવ્યો ત્યારે સમીરા અને દેવ્યાની બંને ભેટી રહ્યા હતા...
ક્રિશય એની બાજુમાં પૂતળાં ની જેમ ઉભો હતો...
ક્રિશય ને આ રીતે જોઇને વિશ્વમ ત્યાં જ થંભી ગયો... ક્રિશય દોડીને એની પાસે આવ્યો...
ક્રિશય જાણતો હતો હવે ખોટી સાંત્વના આપવાથી કોઈ ફાયદો ન હતો એટલે એણે આવીને સીધુ જ કહી દીધું....
"પંદર દિવસ પછી સગાઈ છે ..."
આ સાંભળીને વિશ્વમને એ પણ ન પૂછવું પડ્યું કે સગાઈ કોની છે એ તરત જ સમજી ગયો હતો...
પાછળ ફરીને વિશ્વમે આંખો બંધ કરીને દૂર દૂર સુધી આવેલા આંસુ ને ત્યાંથી જ પાછળ ધકેલી દીધા ... પછી ક્રિશય તરફ ફરીને બોલ્યો...
" સો વ્હોટ..."
ક્રિશય ને સમજાયું નહિ કે વિશ્વમ ના મગજમાં શું ચાલી રહ્યું છે....
" ચાલ...."
ક્રિશય નો હાથ પકડીને વિશ્વમ એને લઈ ગયો...
દેવ્યાની પાસે આવીને એને શુભેચ્છા પાઠવીને એ ત્યાંથી લિફ્ટ તરફ આગળ વધ્યો ... દેવ્યાની એને જોતી રહી.... ક્રિશય એની પાછળ પાછળ આવ્યો....
"તું ખુશ તો છે ને...." અયાના એ કહ્યુ...
દેવ્યાની એ સ્માઇલ કરીને હા માં ડોક હલાવી... અને ત્યાંથી ચાલી ગઇ...
"તે કેમ એવું પૂછ્યું....?" સમીરા એ અયાના ને પૂછ્યું...
"ચાલ હું તને એની પ્રેમ કહાની સંભળાવું...." અયાના એ સમીરા નો હાથ પકડ્યો અને એને રૂમ તરફ લઈ ગઈ...
ક્રિશય અને વિશ્વમ બંને પોતાની રૂમ નંબર 56 માં આવ્યા...
વિશ્વમ ને જોઇને ક્રિશય કંઇક કહેવા જાય એ પહેલા જ વિશ્વમ બોલી ઉઠ્યો ...
"તારા મનના સવાલ મુજબ તને જવાબ આપી દઉં કે હું ખુશ છું મને કોઈ પ્રોબ્લેમ નથી...હજી તો પંદર દિવસ છે ને ત્યાં સુધી માં કંઇક ને કંઇક તો કરી જ લેશું...."
" યાર તું તો ગ્રેટ છે ..." ક્રિશય એની નજીક આવ્યો અને ભેટી પડ્યો...
" બસ એક આ દેવ્યાની ને સમજવાની જરૂર છે ....એ જ હાર માનીને બેસી ગઈ છે તો પછી આ જંગ કેમ જીતાશે...." ક્રિશયે કહ્યુ...
"હા.... દેવ્યાની ના પરિવારને સમજાવ્યા પહેલા દેવ્યાની એ જ સમજવું પડશે ...બાકી તો કંઈ મેળ પડે એમ નથી ..."
"ડોન્ટ વરી બધુ થઈ જશે....જેમ મારું થઈ ગયું...."
"હા એલા આ તારું અને અયાના વચ્ચે શું હતું...."
"શું હતું...." સાવ અજાણ્યા બનીને ક્રિશયે પૂછ્યું...
"એ નથી ખબર પણ કંઈ હતુ કે નહતું...."
" શું બોલે છે તું ...."
"કંઈ નહિ એ બધું છોડ અને અયાના ને જ અહીં બોલાવી ને વાત પતાવ....દૂધ કા દૂધ પાની કા પાની...."
"હા હા કેમ નહિ ...." એટલું બોલતા ક્રિશય ને કાલે સાંજે અયાના ને ગાલ ઉપર કરેલું ચુંબન યાદ આવ્યું...
"ના ના એવું કંઈ નથી કરવું....તને મારી ઉપર ભરોસો નથી....તને મારી વાત શું ખોટી લાગે છે...."
' મારી કરતા પણ વધારે મને તારી ઉપર ભરોસો છે ...' વિશ્વમ હમણાં આવું કહેશે એની રાહ જોતા ક્રિશયે કંઇક અલગ જ સાંભળ્યુ...
"ના મને તારી ઉપર સહેજ પણ ભરોસો નથી....એટલે આ વાત તો તારે અયાના પાસે જ બોલાવી પડશે..."
બોલતા બોલતા વિશ્વમ ક્રિશય ની મજાક ઉડાવતો હોય એ રીતે હસી રહ્યો હતો....
ક્રિશય ને અંદરથી બેચેની અનુભવવા લાગી...બસમાં ડાન્સ કરતી અયાના ની આંખો અને કાલે સાંજે કરેલું ચુંબન યાદ આવતા જ ક્રિશય બાજુની ખુરશી ઉપર બેસી ગયો...એનું હ્રદય વધારે સ્પીડ માં ધબકવા લાગ્યુ....
"શું થયું ...." ક્રિશય ને આ રીતે જોઇને વિશ્વમ એની પાસે આવ્યો અને બોલ્યો ...
" સાચું યાર કંઇક તો છે....હમણાંથી આ અયાના નો ખ્યાલ નીકળતો જ નથી મગજમાંથી....એની એ આંખોની કંઇક ફરિયાદ અને પેલી અજાણતા થયેલ કિસ...."
"વ્હોટ.............કિસ.............." જાણે કોઈ જટકો લાગ્યો હોય એમ ઊભા થઈને જોરથી બરાડ્યું...
"એટલે કિસ નહતી એ ....એ તો....એ તો બસ ખુશી બતાવા માટે...."
"આવી ખુશી મને તો ક્યારેય બતાવી નથી.... અયાના ને જ કેમ...." વિશ્વમે મશ્કરી કરતા કહ્યું...
"એ જે હોય તે પણ જેવું તું વિચારે છે એવું કંઈ નથી.... મે કાલે સાંજે જ પૂછી લીધું ..."
"શું પૂછી લીધું....?"
વિશ્વમે પૂછ્યું ત્યારબાદ કોઈ પણ સંકોચ વગર ક્રિશયે કેમ્પ થી પાછા ફરતી વખતે થી લઈને કાલ સાંજ સુધીની કહાની બે મિનિટમાં સંભળાવી દીધી....
"ડોબા આમ કોણ પૂછે ....તારે સીધુ જ પૂછવાનું હતું...એ શું દુઃખ છે કે નહિ ...એને દુઃખ ન હોય તો ના જ પાડે ને....તારે તો પ્રેમ વિશે જાણવાનું હતું..."
"પણ પ્રેમ બ્રેમ કંઈ છે જ નહિ...." ઊભા થઈને ક્રિશયે કહ્યું....
"તને ભલે ન લાગે પરંતુ તારે એક વાર અયાના સાથે વાત કરવી જોઈએ...."
" હું તો સમીરા ને...."
"બસ એમાં ફરક એટલો જ છે કે તું જેને પ્રેમ કરે છે એ પણ તને કરે છે....એટલે તને આ વાત સિરિયસ નથી લાગતી....પણ અયાના નું શું...એના વિશે તે ક્યારેય વિચાર્યું છે...."
વિશ્વમ ની વાત ઉપર સિરિયસ થઈને ક્રિશયે એના તરફ નજર કરી....
" એ તારા પ્રેમના સાગરમાં વચ્ચે પહોંચે એ પહેલા જ એને કિનારો બતાવી દે .... નહીંતર મારી જેમ વચ્ચે જ રહી જાશે...." હળવા આવી ગયેલા આંસુ સાફ કરીને વિશ્વમે કહ્યુ...
એની વાત સાંભળીને ક્રિશય ને પણ અયાના વિશે ચિંતા થઈ આવી... વિશ્વમ ના ખભે હાથ મૂકીને એણે હળવી સ્માઇલ કરી...
વિશ્વમે અયાના સાથે વાત કરવા ફોન આપ્યો પરંતુ ફોન ટેબલ ઉપર મૂકીને ક્રિશય બોલ્યો....
"હવે ફોન નહીં સીધા જ જઈને પૂછી લેવું છે...."
ક્રિશય લિફ્ટ તરફ આવ્યો અને વિચારવા લાગ્યો....એના વિચાર મુજબ એ જાણતો હતો કે અયાના એને પ્રેમ નહિ કરતી હોય નાનપણ થી અત્યાર સુધી સાથે રહેતા હતા....અને અત્યાર સુધી મને એની સાથે પ્રેમ નથી થયો તો એને કંઈ રીતે થાય...અને થયો પણ હોય તો એ મને જણાવ્યા વગર રહે જ નહિ...
લિફ્ટ માંથી બહાર નીકળતા એણે દેવ્યાની ને જોઈ....એને પૂછીને એ સમીરા અને અયાના જે રૂમમાં બેઠી હતી એ તરફ પગલા ઉપાડ્યા....
"હા હું ક્રિશય ને પ્રેમ કરું છું ....એ પણ આજકાલથી જ નહિ નાનપણ માં અમે સાથે સ્કૂલે જતા ત્યારથી હું એને પ્રેમ કરું છું...." રૂમના અડધા બંધ દરવાજા ને ખોલે એ પહેલા દરવાજાની ખુલેલી તિરાડ માંથી અયાના એ બોલેલા શબ્દો આવતા સાંભળીને ક્રિશય નો હાથ ત્યાં જ થંભી ગયો....અને કંઈ સૂઝ્યું નહિ એટલે પાછા ફરવા માટે પગ ઉપાડ્યા...
" અને આજે...." સમીરા ના આ શબ્દો સાંભળીને ત્યાંથી પાછળ ફરેલ ક્રિશય ફરી પાછો ત્યાં ઊભો રહી ગયો...
" આજે શું ....હું એને કાલે પણ પ્રેમ કરતી હતી આજે પણ કરું છું અને હમેંશા કરતી રહીશ..."
અયાના એ બોલેલા શબ્દો સાંભળીને ક્રિશય ની આંખો બંધ થઈ ગઈ....અત્યાર સુધી આ વાતનો અસ્વીકાર કરતો ક્રિશય ત્યાં જ થંભી ગયો.... રૂમની અંદર જવું કે નહિ એ એને સૂઝ્યું નહિ ...એટલે મોટા મોટા પગલે ચાલીને એ લિફ્ટ તરફ આવતો હતો ત્યાં જ ડો.પટેલે એને રોકી લીધો અને એની સાથે લઈને જતા રહ્યા ...
(ક્રમશઃ)