મુંબઈ
ધ્વનિ : વેલકમ હોમ.
તે ઘરનો દરવાજો ખોલતા કહે છે.
બંને અંદર આવે છે અને ધ્વનિ દરવાજો બંધ કરે છે.
ધ્વનિ : કોફી??
ધારા : થોડી વાર બેસીએ.
બંને સોફા પર બેસે છે.
ધારા તરત બાજુમાં બેઠી ધ્વનિ ના ખોળામાં માથું મૂકી દે છે.
ધ્વનિ તેના માથા પર કિસ કરે છે.
ધારા : જ્યારથી અહીંયા આવી છું....
છેલ્લા 10 દિવસથી....
અજીબ લાગણી અનુભવી રહી છું.
એક તરફ ભરોસો હોવાની સાથે મને ડર પણ એટલો જ લાગવા લાગ્યો છે.
માસા માસીને જોઈને, યશ ને જોઈને, પાયલ ને બધુ કરતી જોઈને....
એ જતી રહેશે તો અહીં એના ઘરે....
હું તને કહી નથી શકતી કે....
બોલતા બોલતા ધારાની આંખોમાં આંસુ આવી જાય છે.
ધ્વનિ તેનો ચહેરો પોતાની તરફ કરે છે.
ધ્વનિ : રડ નહી યાર.
ધારા : માસા માસી અને પાયલ ને જોઈને મને મારા મમ્મી પપ્પાની એટલી યાદ આવે છે.
ધ્વનિ : હું સમજી શકું છું ધરું.
ધારા ફરી ધ્વનિ ને વળગી પડે છે.
ધ્વનિ : આ સમય પણ પસાર થઈ જશે.
ધારા : ક્યારે??
ધ્વનિ : તું હિંમત હારશે તો....
ધારા : એટલે મારે....
ધ્વનિ : એમ નહી.
ધારા : તો કેમ??
તે અકળાય જાય છે.
ધારા : હું સમજી શકું છું પણ ત્યાંથી મમ્મી પપ્પા અને સ્મિત મને કહે કે તું ગમે તે થાય મક્કમ રહેજે.
તારે બધાને હિંમત આપવાની છે,
સંભાળવાના છે.
કોયલ ઘરે બેઠી બેઠી રોજ મને ફોન કરે છે.
એની ભાવનાઓની મને કદર છે પણ મે અને યશ એ નક્કી કર્યું છે કે જ્યાં સુધી કોયલ પૂરી સારી નહી થઈ જાય ત્યાં સુધી એને કઈ વધારે કહેવાનું નથી.
કારણ કે તે ખૂબ જ સેન્સિટિવ છે અંદરથી.
હા, આમ તે બધી પરિસ્થિતિઓ સંભાળી જ લે છે પણ અત્યારે નહી.
પરંપરા કોયલ માટે એના ઘરેથી આ ઘરે આવી તો એના સાસુને બહુ ગમ્યું નથી એની વાતો.
શગુનનું કામ.
મોટા ભાગનું કામ તો પરંપરા, સ્મિત અને કોયલ જ કરે છે પણ એ બધા મારા પ્રતિભાવ અને મારી હા કે ના ની પણ રાહ જુએ.
ખાલી તું આટલું કરી દે.
તને તો અહીંયા શું શું થાય છે તે ખબર છે પણ ત્યાં પરંપરા અને કોયલ સિવાય કોઈ મારું પૂછતા જ નથી.
જો કે એનો પણ મને વાંધો નથી પણ બધી હિંમત મારે જ રાખવાની??
ધ્વનિ : એવું નથી ધરું.
બધા જ હિંમત રાખી રહ્યા છે.
ધારા : કઈ પણ હોય એટલે ધારા ને ફોન કરીને કહી દેવાનું.
હું પણ માણસ છું યાર.
મારા માટે જ બધા સાથે પાયલ ને આમ જોવું કેટલું મુશ્કેલ બની રહ્યુ છે.
અઠવાડિયાથી મને પણ ઉંઘ નથી આવતી.
તો પણ આટલું મેનેજ કરી રહી છું તો ત્યાં બેઠા બધા શાંતિ રાખો ને.
અને નહી રખાતી હોય તો અહીંયા શિફ્ટ થઈ જાઓ થોડા દિવસ માટે.
ધ્વનિ ધારા ના આંસુ લૂછે છે.
ધારા ફરી વાર તેને વળગી પડે છે.
ધ્વનિ : ઈટસ ઓકે.
* * * *
પરંપરા : મમ્મી હજી નારાજ છે??
સ્મિત : એ તો થઈ જશે બરાબર.
પરંપરા : કહે ને....
સ્મિત : તું એની ફિકર છોડ.
આપણે આવતીકાલની ઇવેન્ટમાં....
પરંપરા : તું મને અહીંથી લેતો જઈશ??
સ્મિત : સારું.
મુંબઈ વાત થઈ તારી આજે??
પરંપરા : ટ્રીટમેન્ટ બરાબર ચાલી રહી છે.
સ્મિત : હંમ.
પરંપરા : કાલે વાત કરીએ.
તને ઘણી ઉંઘ આવી રહી છે.
સ્મિત : હા.
ગુડ નાઈટ.
પરંપરા : ગુડ નાઈટ.
બંને ફોન મૂકી દે છે.
* * * *
પાયલ : રાહત....!!!!
દરવાજો ખોલતાં ની સાથે એકબીજા સામે જોતા બંને ને આંચકો લાગે છે.
પાયલ નું શરીર પહેલા કરતા થોડું ઉતરી ગયુ હોય છે.
તેણે વાળ કપાવી નાના કરાવી દીધા હોય છે.
આંખો નીચે ડાર્ક સર્કલ્સ વધી ગયા હોય છે.
પાયલ : તું અહીંયા??
રાહત : તે તારું ઘર ક્યાં છે કહ્યુ હતુ ને મને.
પરમ દિવસે જ આવ્યો કામથી મુંબઈ.
પાયલ : અચ્છા.
રાહત : અંદર નહી બોલાવીશ??
પાયલ : આવ આવ.
યશ ડાઇનિંગ ટેબલ પર બેસીને ઓફિસ નું કામ કરી રહ્યો હોય છે અને માસી રસોડામાં હોય છે.
પાયલ રાહત માટે પાણી લઈ આવે છે.
રાહત : થેન્કયુ.
તે પાણી પીએ છે.
યશ પણ તેમની પાસે આવે છે.
પાયલ : આ યશ....
રાહત : તારો ભાઈ....
હેલ્લો....
યશ : હેલ્લો....
બંને હેન્ડશેક કરે છે.
પાયલ : અમારી દોસ્તી મોડલિંગ દરમ્યાન થયેલી.
તે યશ ને કહે છે.
યશ : તમે મુંબઈ ના છો કે....
રાહત : હું સુરતી છું.
યશ : અચ્છા.
ધારા ઉપરથી નીચે આવે છે અને રસોડામાં જવા લાગે છે.
પાયલ : ધારા....
તે ધારા ને રોકે છે.
ધારા : હા....??
પાયલ : આમ આવ.
રાહત ને મળ.
ધારા : ઓહ હાય....
રાહત : હાય ધારા.
તે મુસ્કાય છે.
ધારા : પાયલ એ તમારા વિશે ઘણી વાતો કરી છે.
રાહત : આઈ હોપ....
ગુડ થીંગ્ઝ....
તે હસતાં હસતાં મજાક ના સૂરમાં કહે છે.
ધારા : યા યા.
તે પણ મુસ્કાય છે.
રાહત : પાયલ આખો દિવસ મારી સાથે તમારા બધાની વાતો કરતી હતી એટલે મને અત્યારે એવું લાગી જ નથી રહ્યુ કે હું તમને પહેલી વાર મળી રહ્યો છું.
બધા મુસ્કાય છે.
પાયલ : કેટલા દિવસ માટે આવ્યો છે??
રાહત : હું પૂરા 1 મહિના માટે.
પાયલ : ઓહ!!
માસી બધા માટે ચા લઈ બહાર આવે છે.
પાયલ : મારા મમ્મી.
તે ઓળખાણ કરાવે છે.
રાહત : નમસ્તે.
માસી : નમસ્તે બેટા.
ચા લેજો.
રાહત : જી.
ચા પીધા પછી રાહત બધાને આવજો કહી જવા માટે ઉભો થાય છે.
પાયલ તેને દરવાજા સુધી મૂકવા આવે છે તો રાહત તેને વાત કરવા ઘરની બહાર બોલાવે છે.
રાહત : આ બધુ શું છે??
તારી હાલત તો જો....
પાયલ : મને કેન્સર છે.
એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.
હવે રાહત ને બીજો આંચકો લાગે છે.
રાહત : એના માટે તું મુંબઈ આવી છે??
પાયલ : હા.
બીજું સ્ટેજ છે.
રાહત : પહેલા કહ્યુ કેમ નહી??
આ સવાલ નો પાયલ પાસે કોઈ જવાબ નથી હોતો.
રાહત : ફરી મળી શકીશું??
પાયલ : ખબર નહી.
રાહત : પાછા જતા પહેલા આવીશ ખરો.
ટેક કેર બાય.
પાયલ : બાય.
* * * *
યશ : તમને રાહત વિશે ખબર હતી??
ધારા : પાયલ એ અમને ના કહેલી કે....
યશ : અને તમે લોકો માની ગયા??
ધારા : એનો પોઈન્ટ પણ બરાબર હતો કે....
યશ : કે હું પાયલ નું એ બાબતે પણ વધારે ટેન્શન લઈ લઉં છું??
ધારા : એને ફરી એક આશા નહોતી બંધાવી.
યશ : પણ કેમ??
તે જોયું નહી, બંને એકબીજાને કઈ રીતે જોઈ રહ્યા હતા.
અત્યારે બંને એકલા વાત પણ કરી રહ્યા છે.
વાંધો ક્યાં છે??
પાયલ : મારામાં એવી હિંમત નથી હવે.
ક્યારની તેમની વાતો બહારથી સાંભળી રહેલી પાયલ રૂમમાં આવતા કહે છે.
યશ : પાયલ....
કોઈની સાથે જોડાવવાથી, બધુ શેર કરવાથી હિંમત વધશે.
અને ચોખ્ખું રાહત ની આંખોમાં પણ દેખાય જ રહ્યુ હતુ.
પાયલ કોઈ જવાબ નથી આપતી.
યશ : કઈ બોલ....
આવું ચોખ્ખું હું પૂછી રહ્યો છું.
બીજું કોઈ નહી પૂછશે.
જે હોય એ કહી દે પાયલ.
ધારા : બોલ....
પાયલ : હા, હું તેને પ્રેમ કરું છું પણ હવે ક્યાં....
ધારા : હવે નવી શરૂઆત નો સમય છે.
જીવન પણ વધુ સરસ રીતે જીવવાનું છે અને....
પાયલ : એનું કરિયર અત્યારે સારું ચાલી રહ્યુ છે અને મારે લીધે એણે....
ધારા : તું એક વાર તેની સાથે વાત તો કર.
પાયલ : નહી.
યશ : સારો છોકરો છે.
ધારા : પ્લીઝ??
પાયલ : નહી એટલે નહી.
કહી પાયલ રૂમમાંથી જતી રહે છે અને ધારા યશ એકબીજા સામે જુએ છે.
* * * *
~ By Writer Shuchi
☺
.