6 દિવસ બાદ
પરંપરા : વેલકમ બેક.
તે ધારા ના 6 દિવસ પછી ઓફિસ આવતા તેને પાછળથી ભેટતા કહે છે.
ધારા : હાય.
પરંપરા : કેમ મૂડ નથી આજે??
ધારા : બસ, એમજ.
પરંપરા : યાદ આવી રહી છે??
ધારા : મારે આવવું જ નહોતું પાછું.
પરંપરા : તો રહી જતે ત્યાં....
ધારા : પછી....
પરંપરા : મારી નાનકી ને ફિકર થઈ ગઈ....
કોયલ : હાય.....
તે પણ ધારા ને ભેટી પડે છે.
કોયલ : ઓલ....
ધારા : બધુ સેટ કરીને આવી ત્યાં.
કોયલ : તારા વગર કામ કરવાની મજા નહોતી આવતી.
ધારા હલકું મુસ્કાય છે.
ધારા : સ્મિત....
પરંપરા : હોટલ પર છે.
ત્રણેય કેબિનમાં આવે છે.
કોયલ : બેસો, તમારી ખુરશી પર.
ધારા બેસે છે.
ધારા : આઈ મીસ ધીસ પ્લેસ ઓલ્સો.
તે ખુરશી પર માથું ટેકવી દે છે.
* * * *
પાયલ : કેવી લાગુ છું??
રાહત : સરસ લાગે છે.
તે તૈયાર થયેલી પાયલ તરફ જોતા કહે છે.
પાયલ મુસ્કાય છે.
રાહત : હું કેવો લાગી રહ્યો છું??
પાયલ : હેન્ડસમ.
રાહત : તારી સાથે ઉભો હોઉં તો લાગુ જ ને.
કહેતા તે ખુશ થાય છે.
પાયલ : શું તું પણ.
રાહત : લે....!!
પાયલ : શું લે....??
રાહત : તું હસે છે ત્યારે વધારે સુંદર લાગે છે.
પાયલ : હવે ફોટોશૂટ પતાવીએ??
રાહત : હું તો તારી રાહ જોતો હતો.
પાયલ : તો હું આવી ગઈ.
ચાલો હવે.
રાહત : લેડીઝ ફર્સ્ટ.
કહી તે પાયલ ને પહેલા જવાનો ઈશારો કરે છે.
* * * *
રાતે
યશ : યાર કોયલ....
કોયલ : બોલને....
યશ : આમ સરખી વાત કરને.
કોયલ : કરી તો રહ્યા છીએ.
યશ : તારું અડધું ધ્યાન તો તારા કામમાં છે.
કોયલ : જરૂરી કામ છે.
યશ : 5 મિનિટ એને મૂકી દે ને.
કોયલ : તું કહે ને તારે શું કહેવું છે??
યશ : તું પહેલા....
કોયલ : એક સેકંડ....
યશ : જો....જો તો ખરી મારી તરફ.
કોયલ : યશ, રાયત ફેશન દિવસે ને દિવસે વધારે આગળ વધી રહ્યુ છે.
લોકોને એના ડિઝાઈન્સ ખૂબ પસંદ આવી રહ્યા છે.
આ જો મને હમણાં....
યશ : હું ફોન મૂકું છું.
યશ અકળાય ને ફોન મૂકી દે છે.
કોયલ : અરે....યશ....સાંભળ....
મૂકી દીધો ફોન....!!
હું કહેતી હતી કે મને બીજા સ્ટોર્સમાંથી પણ ઓફર્ઝ આવી રહી છે.
આઈ મીસ યુ.
તે મોબાઈલમાં યશ ના ફોટા ને ટચ કરતા કહે છે.
મમ્મી કોયલ ના રૂમમાં આવે છે.
મમ્મી : કોયલ બેટા....
કોયલ : હા, માસી....
તે સરખી બેસે છે.
મમ્મી : ચાલ, જમવા બેટા.
પાયલ પણ આવી ગઈ.
કોયલ : હા, આવી માસી.
મમ્મી પાછા નીચે જતા રહે છે.
જમ્યા પછી
ધારા અને પાયલ, કોયલ સાથે બેઠા હોય છે.
કોયલ : કેવું રહ્યુ આજનું ફોટોશૂટ??
પાયલ : સરસ રહ્યુ.
ધારા : એક વાત સમજાવ જરા પાયલ....
માત્ર 6 દિવસમાં તે....
પાયલ ને શરમ આવી જાય છે.
કોયલ : કોઈ તો શરમાય રહ્યુ છે.
પાયલ : એ અલગ છે.
ધારા : એ તો એવું લાગે.
પાયલ : નહી.
એ ખરેખર અલગ છે.
એણે મારા લુક પર....
કોયલ : તમારા ફોટોઝ તો બતાવ.
ધારા : હા, બતાવ.
પાયલ તેના મોબાઈલમાંથી બંને ના ફોટોઝ બતાવે છે.
ધારા : મસ્ત છે યાર.
કોયલ : ફોટોઝ છે કોના.
પાયલ ને હસવું આવી જાય છે.
ધારા ના ફોન ની વાગે છે.
પાયલ : જીજી.
તે ધ્વનિ નું નામ વાંચતા કહે છે.
ધારા ફોન ઉપાડી સ્પીકર પર રાખે છે.
ધ્વનિ : હાય,શું કરે છે??
પાયલ : હાય જીજી....!!
ધ્વનિ : પાયલ યાર....!!
કોયલ : કેવું છે મુંબઈ??
ધ્વનિ : સૂનું સૂનું લાગે છે.
પાયલ : અહીંયા પણ એવું જ છે.
તે ધારા સામે જોતા કહે છે.
ધ્વનિ : શું કરી રહ્યા છો તમે લોકો??
ધારા : રાહત ભરી વાતો.
હવે તે પાયલ સામે જોતા કહે છે.
અને એ બંને તરફ જોતા કોયલ ને હસવું આવી જાય છે.
ધ્વનિ : રિલેક્સ કરી રહ્યા છો એમ ને.
આ સાંભળી કોયલ ને વધારે હસવું આવવા લાગે છે.
પાયલ : શેનું આટલું હસે છે??
કોયલ : સોરી.
તે માંડ માંડ હસતાં હસતાં બોલે છે.
ધ્વનિ : શું થયું??
ધારા : કોઈ ને ફરી એક વાર....
પાયલ : ધરું....!!
તેનાથી જોરમાં બોલાય જાય છે.
ધ્વનિ : ફરી એક વાર શું??
પાયલ : તું શું કરી રહી છે??
તે વાત બદલવાની કોશિશ કરે છે.
ધ્વનિ : હું....બસ બેઠી છું.
મારા ભાડાના ફ્લેટમાં.
ધારા : આજે ખબર છે શું થયું??
ધ્વનિ : શું થયું??
પાયલ : ધરું, નહી યાર.
કોયલ : ધ્વનિ જ છે.
ધારા : હા.
ધ્વનિ : શું વાત ચાલી રહી છે??
પાયલ : કઈ નહી.
ધ્વનિ : હવે તો મારે પણ જાણવી છે.
ધારા પાયલ સામે જુએ છે.
પાયલ : આ વાત એને પણ નથી ખબર.
ધ્વનિ : કોને??
કોયલ : અમે મદદ કરીશું ને કહેવામાં.
ધારા : હા વળી.
ધ્વનિ : કોઈ મને કહેશે કોના વિશે એક્ઝેટલી શું વાત ચાલી રહી છે??
કોયલ : પાયલડી હવે મોડેલ પાયલ બની ગઈ છે.
ધ્વનિ : શું વાત કરો કરે છે??
ધ્વનિ ને થોડી નવાઈ લાગે છે.
કોયલ : હા.
ધ્વનિ : આ ચમત્કાર કઈ રીતે થયો??
ધારા : બસ, થઈ ગયો.
ધ્વનિ : એમ નહી.
સરખું કહો ને હવે.
ધારા : એ તો પાયલ કહેશે.
હજી અમને પણ પૂરી નથી ખબર.
ધ્વનિ : તો ઉભા રહો.
હું વિડિયો કોલ કરું.
ધારા : હા કર.
ધ્વનિ તરત વિડિયો કોલ કરે છે.
ધ્વનિ : હવે વિસ્તારથી કહો.
પાયલ મુસ્કાય છે.
પાયલ : એનું નામ રાહત છે.
કોયલ : અને એ ખરેખર બધા કરતા અલગ છે.
ધ્વનિ : ઓહ!!
પાયલ : જે દિવસે તમે મુંબઈ જવા રવાના થયા એ દિવસે રાતે એનો મને મેસેજ આવ્યો જેને મે ઈગ્નોર કર્યો.
પછી પણ મેસેજ આવતા રહ્યા અલગ અલગ રીતે બે દિવસ સુધી.
જે મે જોયા તો ખબર પડી કે એને કોઈક રીતે મારા મોડલિંગ ના ફોટા જોવા મળ્યા અને તે મારી સાથે કામ કરવા માંગે છે.
એટલે પહેલા તો મે રાહત ને ના કહી.
પણ પછી તેણે મને મનાવી લીધી.
ધારા : તને મનાવી લીધી!!??
કોયલ : કેવી રીતે??
પાયલ : વાતો કરતા કરતા બસ....
ધ્વનિ : ઓહ....!!!!
તે મુસ્કાય છે.
પાયલ : પછી હું પરમ દિવસે એને મળી.
અમે થોડી ઘણી વાતો કરી અને સાથે મોડલિંગ નો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો.
રાહત એ એક પણ વખત મને હું એનાથી કે બધાથી અલગ છું કે હું આવી દેખાવું છું ને તેવી દેખાવું છું એવું ફીલ નથી કરાવ્યું.
તે હસમુખો છે, હેન્ડસમ છે, સારો છે.
કહેતા પાયલ ફરી મુસ્કાય છે.
ધારા : તે કેટલો સારો છે??
પાયલ ધારા ને લુક આપે છે.
ધારા ને હસવું આવી જાય છે.
ધ્વનિ : કોન્ટ્રેક્ટ ક્યાં સુધીનો છે??
પાયલ : 10 દિવસનો છે.
જેનો આજે બીજો દિવસ હતો.
કોયલ : તો....
પાયલ : હું એને નથી કહેવાની.
હવે અત્યારે મારામાં એનું રિએક્શન ખમવાની હિંમત નથી.
અને મને શું ખબર એ મારા માટે છે કે નહી??
ધારા : બરાબર.
પાયલ : આ તો મારાથી રહેવાયુ નહી એટલે....
મે પછી....
કોયલ : અમે સમજી શકીએ છીએ.
ધ્વનિ : તું કેટલી ક્યુટ છે પાયલ.
ધારા : બહુ ક્યુટ છે.
અને એટલી જ અંદરથી પ્યોર પણ છે.
કોયલ : યસ.
પાયલ : તમે ત્રણેય કોઈને કહેતા નહી.
કોયલ : હું તો કહી દઈશ.
પાયલ કોયલ તરફ જુએ છે.
કોયલ : મજાક કરું છું હવે.
આ વાત આપણા વચ્ચે જ રહેશે.
ધ્વનિ : બિલકુલ.
પાયલ : થેન્કયુ.
ધારા : ચાલ હવે.
ધ્વનિ : પાયલ, તે તારા મમ્મી પપ્પા સાથે વાત કરી??
પાયલ : હવે કરીશ.
અને તેમને ફોટા પણ મોકલીશ.
પણ પહેલા મારે યશ સાથે વાત કરવી પડશે એના વિશે.
ધારા : તારો દિવસ સારો રહ્યો??
તે ધ્વનિ ને પૂછે છે.
ધ્વનિ : હા.
ધીમે ધીમે દોસ્તી થઈ રહી છે બધા સાથે.
ધારા : હંમ.
ધ્વનિ : ઓકે.
હવે મને ઉંઘ આવી જશે.
હું આરામથી સૂઇ શકીશ.
ધારા : હવેથી રોજ આવી જશે.
કોયલ : અને નહી આવે તો બસ ફોન કરી લેજે.
ધ્વનિ : હા.
તે હલકું મુસ્કાય છે.
ધ્વનિ : બાય ગર્લ્સ.
પાયલ : બાય.
ધારા : બાય.
સ્લીપ વેલ.
ધ્વનિ : યા.
કહી તે ફોન મૂકી દે છે અને આ ત્રણેય પણ સૂઇ જાય છે.
* * * *
પાયલ : સોરી, આવતા થોડી વાર લાગી ગઈ.
તે આવતા જ કહે છે.
રાહત : જલ્દી તૈયાર થઈ જા.
તારી જ રાહ જોવાય રહી છે.
પાયલ : હા.
શૂટ પત્યા પછી
રાહત : કોફી??
પાયલ : સાથે કઈ ખાવું પણ છે.
બહુ ભૂખ લાગી છે યાર.
રાહત : ક્યાં જઈએ??
માય ટ્રીટ.
પાયલ : જ્યાં જલ્દી ખાવાનું મળી જાય.
રાહત : તો પણ ક્યાં??
તારે શું ખાવાની ઈચ્છા છે??
પાયલ : એક મિનિટ....
તે મોબાઈલમાં સમય જુએ છે.
પાયલ : 7:30 થઈ ગયા મારે ઘરે જવું જોઈએ.
રાહત : એક કોફી??
પાયલ : કાલે પીએ.
રાહત : અડધો કલાક જ થશે.
તે પાયલ ને કોફી પીવા મનાવે છે.
પાયલ : આજે નહી.
રાહત : પછી કાલે પાક્કું??
પાયલ : હા.
રાહત : ઓકે.
બાય.
પાયલ : બાય.
* * * *
પરંપરા : તારે મમ્મી સાથે શાંતિથી વાત કરવાની હતી.
તે રૂમમાં પલંગ ની ચાદર સરખી કરતા કહે છે.
સ્મિત : પછી એ....
પરંપરા : તેમની આશાઓ....
સ્મિત : હજી 1 વર્ષ પછી વિચારીશું બાળકનું.
એમજ કહ્યુ.
પરંપરા : શાંતિથી પણ કહી શક્યો હોત.
સ્મિત : હવે તું કેટલું મને સમજાવીશ??
સ્મિત ચીડાય છે તો પરંપરા ચૂપ થઈ જાય છે.
સ્મિત પલંગ પર આવી સૂઇ જાય છે અને પરંપરા બૂક વાંચવા લાગે છે.
* * * *
2:45a.m.
ધારા દોડતી દોડતી કોયલ ના રૂમમાં આવે છે.
ધારા : કોયલ....કોયલ....
તે કોયલ ને ઉઠાડે છે.
કોયલ ઝબકી ને ઉઠી જાય છે.
કોયલ : ધરું....
તે ઉંઘમાં તેની તરફ જુએ છે.
ધારા : બેઠી થા.
કોયલ : શું થયું??
તે બેઠી થાય છે અને સરખું ધારા સામે જુએ છે.
ધારા : આ જો.
તે સાથે લાવેલી ફાઈલ કોયલ ને બતાવવા કહે છે.
કોયલ : શું છે આ??
ધારા : હોસ્પિટલની ફાઈલ.
હોસ્પિટલ સાંભળી કોયલ વધારે સતર્ક થઈ જાય છે અને જરા ધ્યાનથી ફાઈલ જોવા લાગે છે.
કોયલ : ફાઈલ પર પાયલનું નામ??
ધારા : હોસ્પિટલનું નામ વાંચ.
કોયલ : સ્મૃતિ કેન્સર કેર હોસ્પિટલ.
વાંચી કોયલનું હ્રદય ધબકારા ચૂકી જાય છે.
તેની આંખો સામે પાયલ નો ચહેરો આવી જાય છે અને સાથે જાત જાતના વિચારો ની રેલગાડી સુપર ફાસ્ટ સ્પીડમાં તેના મનના પાટા પર દોડવા લાગે છે.
ધારા : એક પેનડ્રાઈવ શોધવા પાયલનું કબાટ ખોલ્યું તો આ ફાઈલ મળી.
તે ધીમેથી કહે છે.
કોયલ : તે ખોલી ને....
ધારા : સેકન્ડ સ્ટેજ બ્રેસ્ટ કેન્સર.
કોયલ ની આંખોમાં આંસુ આવી જાય છે.
કોયલ : એણે કહ્યુ કેમ નહી કોઈને??
ધારા : ફાઈલમાં છેલ્લી તારીખ પરમ દિવસ ની લખેલી છે એટલે એ હોસ્પિટલ જઈને આવી.
કોયલ : ફાઈલમાં પહેલી તારીખ ક્યારની છે??
ધારા : 16 ફેબ્રુઆરી.
કોયલ : એને એક મહિનાથી ખબર છે!!
યશ આવીને ગયો તેણે તેની સાથે પણ વાત નહી કરી??
ધારા : હવે સવારે આપણે તેની સાથે વાત કરવી પડશે.
પણ અહીંયા નહી શગુન પર.
કોયલ ફાઈલ ખોલી વાંચવા લાગે છે.
કોયલ : કિમોથેરાપી....
ધારા : નથી લઈ રહી.
કોયલ : તેને શું....
કોયલ ને ગુસ્સો આવે છે.
ધારા : રિલેક્સ.
આપણે તેની સાથે શાંતિથી વાત કરવાની છે.
કોયલ : કઈ રીતે રાખું શાંતિ??
ધારા : રાખવી પડશે.
કોયલ : એની સાથે કેમ બધુ આવું થાય છે??
કોયલ થી રડી પડાય છે.
* * * *
~ By Writer Shuchi
☺
.