My Loveable Partner - 44 in Gujarati Love Stories by Writer Shuchi books and stories PDF | મને ગમતો સાથી - 44 - તારો સાથ....

Featured Books
Categories
Share

મને ગમતો સાથી - 44 - તારો સાથ....

પરંપરા કોયલ અને ધારા ની કેબિનમાં આવે છે.
પરંપરા : ધારા, 12 વાગી ગયા.
તારા જવાનો સમય થઈ ગયો.
ધારા : હા.
કોયલ : હું ધરું સાથે જાઉં છું.
પછી તેને સ્ટેશન મૂકીને આવી જઈશ.
પરંપરા : ઓકે.

* * * *

મમ્મી : બધુ બરાબર લઈ લીધું ને બેટા??
ધારા : હા, મમ્મી.
મમ્મી : સારું.
ખૂબ મજા કરજો બંને.
ધારા ઘરની બહાર નીકળતા પહેલા મમ્મી ના આશીર્વાદ લઈ તેમને ભેટે છે.
મમ્મી : ધ્વનિ ને મારી યાદ આપજે.
ધારા : વાત કરાવીશ ને હું તમારી.
મમ્મી : સારું.
જા....જા દોઢ વાગી ગયો.
ધ્વનિ ત્યાં પહોંચે એ પહેલા પહોંચવાનું છે ને.
ધારા : બાય.
તારું ધ્યાન રાખજે.
મમ્મી : બાય.
કોયલ : હું પાયલ સાથે પાછી સાંજે આવીશ માસી.
મમ્મી : હા બેટા.
કોયલ : કઈ લાવવાનું હોય તો ફોન કરજો.
બાય.
કોયલ અને ધારા બંને ગાડીમાં સ્ટેશન જવા નીકળી જાય છે.

સ્ટેશન

ધારા : હાશ....!!
ધ્વનિ ના આવતા પહેલા આપણે પહોંચી ગયા.
કોયલ : અને પ્લેટફોર્મ પર બેસવાની જગ્યા પણ ખાલી મળી ગઈ.
આવ બેસીએ.
બંને તેમના પગ પાસે બે બેગ મૂકી બેસવાની જગ્યા પર બેસી જાય છે.
કોયલ : જો ધ્વનિ સાથે તેને મૂકવા તેના મમ્મી પપ્પા આવ્યા હશે તો??
ધારા : અમારી મુલાકાત થઈ જશે.
પણ જ્યાં સુધી ધ્વનિ ને હું જાણું છું તે એકલી જ આવશે.
કોયલ : હંમ.
જરા, મેસેજ કરીને પૂછ ને એને સ્ટેશન આવી કે નહી.
ધારા : ખબર પડી જશે યાર.
કોયલ : નહી પડે.
એમજ પૂછ ને ક્યાં છે??
તો આપણે ખબર પડે.
ધારા : હું સરપ્રાઈઝ એને સીધી ટ્રેનમાં આપીશ.
એનો અને મારો ડબ્બો જ અલગ છે.
એટલે....
કોયલ : ઓકે.
મને તો એનું રિએક્શન જોવાનું મન....

ટ્રેન આવી જાય છે.
ધારા ફટાફટ ટ્રેનમાં ચઢી જાય છે.
અને ધ્વનિ ને શોધવા લાગે છે.
પણ તે ધ્વનિ ને જુએ એ પહેલા ધ્વનિ તેને જોઈ લે છે.

ધ્વનિ : ધારા....!!
ધારા....
તે પોતાની સીટ પર બેઠા બેઠા તેને બોલાવે છે.
ધારા નું ધ્યાન જતા તે ધ્વનિ સામે જુએ છે.
ધ્વનિ ના ચહેરા પર ખુશી ભર્યું આશ્ચર્ય અને ધારા ના ચહેરા પર મોટી મુસ્કાન હોય છે.
ધારા : સરપ્રાઈઝ....!!
ધ્વનિ ઉભી થાય છે અને ધારા તેને ભેટી પડે છે.
ધ્વનિ : એટલે તું....
તું મારી સાથે મુંબઈ આવી રહી છે??
તે મનોમન ખુશ થતા પૂછે છે.
ધારા : નહી.
મને ટ્રેનમાં આંટો મારવાનું બહુ ગમે છે એટલે હું....
ધ્વનિ : અચ્છા....!!
તને એ પણ ગમે છે??
તે અદપ વળતા પૂછે છે.
ધારા : હા.
તે પોતાની સ્ટાઇલમાં કહે છે.
બધા ધ્વનિ અને ધારા ને વચ્ચેથી ખસવાનું કહે છે એટલે તેમને જવાની જગ્યા મળે.
બંને હસતાં હસતાં ખસી જાય છે.
ધ્વનિ : તારી સીટ કઈ છે??
ધારા : એ તો બે ડબ્બા છોડીને છે.
હવે તારી સામે જે બેસવાનું હોય એમને મનાવવા ના છે કે મારી જગ્યાએ જઈને બેસી જાઓ.
ધ્વનિ : એ શકય નથી.
ધારા : કેમ??
ધ્વનિ : મારી સામેની સીટ પર સરખું જો.
દાદાજી આવી ને બેઠા છે અને તેમના દીકરા તેમનો સામાન પણ સીટ નીચે ગોઠવી ગયા છે.
ધારા : અરે....હવે??
એમને તો આપણે ઉભા નથી કરવા.
ધ્વનિ : મારી બાજુમાં હજી કોઈ નથી આવ્યું.
તે ઈશારો કરતા કહે છે.
ધારા : તો આપણે તેમને મનાવી લઈશું.
ધ્વનિ : યસ.
બંને બાજુ બાજુમાં બેસી જાય છે અને ધારા નો સામાન ગોઠવી દે છે.

* * * *

રાતે

પરંપરા : હેપ્પી 10th મંથ એનિવર્સરી.
સ્મિત : આઈ લવ યુ.
પરંપરા મુસ્કાય છે.
પરંપરા : હું વિચારી રહી હતી કે....
સ્મિત : શું વિચારી રહી હતી??
તે પરંપરા ના ખોળામાં માથું મૂકતા પૂછે છે.
પરંપરા : હવે મારો અનિદ્રા નો પ્રોબ્લેમ તો....
સ્મિત : તું કહેતી હોય તો આપણે નવા ડોક્ટર ને બતાવીને.
પરંપરા : બતાવવાનું જ છે એક નવા ખાસ ડોક્ટર ને.
સ્મિત : તો લઈ લે આવતીકાલની એપોઈન્ટમેન્ટ.
પરંપરા : એ ખાસ ડોક્ટર ને બતાવવામાં થોડી વાર છે.
એની પહેલા આપણે....
સ્મિત : આપણે શું??
પરંપરા : આપણે પ્લાનિંગ કરવાનું છે.
સ્મિત : શેનું પ્લાનિંગ??
પરંપરા : જેની બધા રાહ જોઈ રહ્યા છે.
સ્મિત : પરંપરા....
તે તેની સામે જોઈ છે.
પરંપરા : હવે....
સ્મિત : હજી....
પરંપરા : સાંભળ....
લગ્ન પહેલા આપણો સંબંધ આટલો લાંબો ચાલ્યો અને હવે 10 મહિના થઈ ગયા તો આશા હોય જ ને.
સ્મિત : પણ હજી થોડો સમય....
પરંપરા : મને પણ લેવો જ હતો પણ....
સ્મિત : પણ શું યાર??
પરંપરા : પણ ઈટસ ઓકે.
આપણે અત્યારે એના વિશે માત્ર વાત કરી રહ્યા છે.
ચર્ચા કરી રહ્યા છીએ.
પછી....
સ્મિત : મને નથી લાગતું કે....
પરંપરા : એટલે તો આપણે સરખી ચર્ચા કરવાની છે.
સ્મિત : તું તૈયાર છે??
પરંપરા : કરી રહી છું તૈયાર પોતાની જાતને.
સ્મિત : આઈ નો, આપણે નક્કી કરીશું પછી પણ એને આ દુનિયામાં આવતા સમય લાગશે.
પણ અત્યારે મને નથી લાગતું કે હું સંભાળી શકીશ.
પરંપરા : ડર તો મને પણ લાગે છે સ્મિત.
સ્મિત : તો કહેવા દે ને બધાને જે કહેવું હોય.
એને સંભાળવાનું તો આપણે છે ને.
આખો પરિવાર મદદ કરશે.
પણ તે જવાબદારી આપણી છે તો આપણે જેટલો જોઈએ એટલો સમય લઈ શકીએ છીએ.
પરંપરા : હંમ.
સ્મિત : બરાબર વાત છે ને મારી??
પરંપરા : હા.
સ્મિત : તને મમ્મી, ફોઈ કે કોઈ કઈ કહે તો મારું નામ આપી દેજે.
પરંપરા : પછી બધા તને સમજાવવા આવશે.
સ્મિત : તો હું વાત કરીશ ને તેમની સાથે.
પરંપરા : એના આવ્યા પછી પણ હું કામ કરતી રહીશ.
સ્મિત : હા, પરંપરા.
પરંપરા : મને ખરાબ નથી લાગ્યું પણ મમ્મી કહેતા હતા કે હવે ધીમે ધીમે કામ ઓછું કરવા લાગ તો પરિવાર આગળ વધારવા પર સરખું ધ્યાન અપાય.
સ્મિત : હંમ.

* * * *

રાહત : હાય.
માય નેમ ઈઝ રાહત.
પાયલ રૂમમાં એકલી સૂતી સૂતી ઈન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી રહી હોય છે ત્યાં તેને નવા મેસેજ નું નોટિફિકેશન દેખાય છે.
તે મેસેજ ઓપન કરે છે.
પાયલ : રાહત....
તે નામ વાંચે છે.
પાયલ : આણે મને કેમ મેસેજ કર્યો??
તે રાહત ની ડીલીટ કરી નાખે છે અને સહેજ વાર ફરી બધાની અલગ અલગ પોસ્ટ જોયા બાદ લાઈટ બંધ કરી સુઈ જાય છે.

* * * *


~ By Writer Shuchi



.