Tari Dhunma - 7 in Gujarati Love Stories by Writer Shuchi books and stories PDF | તારી ધૂનમાં.... - 7 - The Happy Heart

Featured Books
Categories
Share

તારી ધૂનમાં.... - 7 - The Happy Heart

સારંગ : હેલ્લો....
સારંગ ફોન ઉપાડે છે.
વિધિ : સોરી, આજે હું નહી આવી શકી ક્લાસમાં.
સારંગ : ક્યાં ગયેલી??
વિધિ : શોપિંગ કરવા.
નીતિ સાથે.
તે મારી સાથે B - Town Dance Class માં છે.
કાલે જ અમારી ઓળખાણ થઈ.
સારંગ : ડાન્સ ક્લાસ કેવા જાય છે??
વિધિ : સારા જાય છે.
હું નાની હતી ત્યારથી મને બોલીવુડ ડાન્સ શીખવો હતો.
વિધિ ખુશ થતા કહે છે.
વિધિ : નાનપણમાં બહુ જીદ કરી એટલે આપણી શેરીમાં છેલ્લું ઘર પેલા મધુ આન્ટી નું હતુ ને તેમની દીકરી પૂજા કથક શીખેલી હતી તો અઠવાડિયામાં 3 દિવસ તેમને ત્યાં મોકલતા મને.
સારંગ : હવે તો તું જ તારી બોસ છે.
એટલે " નો ટેન્શન."
વિધિ : શું કરે છે??
સારંગ : ઉષા બેન ભીંડાનું શાક અને રોટલી બનાવી ગયા છે તો શાક ગરમ કરી રહ્યો છું.
વિધિ : હું અને નીતિ આજે પાઉ - ભાજી ખાઈને આવ્યા.
સારંગ : આજે છોકરાઓ તને યાદ કરતા હતા.
અને મને આપણા વિશે પૂછી રહ્યા હતા.
વિધિ : તે શું કહ્યુ??
વિધિ હલકું હસતાં પૂછે છે.
સારંગ : તને શું લાગે છે??
વિધિ : સારંગ....
સારંગ : મે તારી શોર્ય ગાથા કહી.
વિધિ : અને હું જ નહી સાંભળી શકી.
સારંગ : નસીબ....
કહેતા તે હસે છે અને પોતાની થાળી પીરસી ડાઈનીંગ ટેબલ પર જમવા બેસે છે.
વિધિ : મારે કંઈક કરવું છે ગૃહિણીઓ માટે.
તેમની જીંદગી વધુ સુંદર અને વધુ આનંદમય બની શકે એવું કંઈક કરવું છે.
આજે હું અને નીતિ વાત કરી રહ્યા હતા ત્યારે તેણે કહ્યુ કે હવે જાણે જીંદગી નો ઉત્સાહ ઓછો થતો હોય એમ લાગી રહ્યુ છે.

નીતિ : મારા પતિ ડોક્ટર છે.
દીકરો બહાર ભણે છે.
દીકરી એની જોબ પરથી સીધી સવારે જાય ને રાતે ઘરે આવે છે.
મારે આખો દિવસ શું કરવું??
હવે કોની સાથે વાત કરવી??
પહેલા છોકરાઓ નાના હતા તેમની સાથે સમય નીકળી જતો.
સાથે ઘરમાં સાસુ સસરા પણ હતા.
હવે કોઈ નથી.
વિધિ : તો હવે તમે પોતાના માટે જીવો.
તમારા જુના - નવા શોખ પૂરા કરો.
તમારી પાસે સમય જ સમય છે.
નીતિ : એટલે જ તો મારી દીકરીએ આ ડાન્સ ક્લાસ માં મારું નામ લખાવ્યું.
વિધિ : સારું ને.
નીતિ : પણ આ ઉંમરે ડાન્સ શીખવો....
વિધિ : ઘણા બધા શીખે છે.
આપણા ક્લાસ માં જ કેટલા જણ છે આપણા જેવા.
નીતિ : હા.
પણ ડાન્સ શીખી ને હવે કરીશું શું??
વિધિ : સાચું કહું??
હવે આપણે આપણને ગમે એ રીતે જીંદગી ને માણીશું.
નીતિ : તમારા પતિ શું કરે છે??
વિધિ : મે લગ્ન નથી કર્યા.
તે હલકું મુસ્કાય ને કહે છે.
નીતિ : તો આટલા વર્ષ એકલા કઈ રીતે....??
વિધિ : હું ઈન્ડિયન આર્મીમાં હતી.
હમણાં જ 5 વર્ષ અર્લી રિટાયરમેન્ટ લઈ લીધું.
નીતિ : તમારું ફેમિલી??
વિધિ : એક જુનો દોસ્ત છે અને હવે નવા દોસ્તો બની રહ્યા છે.
નીતિ : તમને એકલું નથી લાગતું??
વિધિ : હવે નથી લાગતું.

વિધિ : તો નીતિ જેવા તો બીજા કેટલા હશે જેને હવે લાગતું હશે કે જીવનમાં કરવું શું??
50 થી 55 ની વચ્ચે ઉંમર હોય અને જીંદગી નું અધૂરાપણું અને ખાલીપો તેમને બેચેન કરી મૂકે છે.
કોઈ ને તેમની ગમતી પ્રવૃત્તિ મળી જાય છે તો કોઈ ને....
સારંગ : તો કેટલાક ને ખબર નથી હોતી તેમને શું ગમે છે.
શું કરવામાં ખરો આનંદ અને સંતોષ મળે છે.
વિધિ : નીતિ સાથે વાત કર્યા પછી મને શું વિચાર આવ્યો ખબર છે??
આ બધુ આપણને સ્કૂલ - કોલેજમાં શીખવાડવું જોઈએ.
પોતાની જાતને ઓળખો, પોતાની જાત માટે સમય ફાળવો, પોતાની જાતને ખરેખર સમજવાનો પ્રયત્ન કરો.
તમે કોણ છો??
તમે કેવા છો??
તમે આવા શા માટે છો??
તમને ખરેખર શું ગમે છે??
તમારું પેશન શું છે??
તમારો જીવનનો ધ્યેય શું છે??
સારંગ : સાચી વાત.
તમારા જીવનનો રસ્તો તમારે જાતે નક્કી કરવાનો છે.
બીજા બધા તમને સલાહ આપશે કે મદદ કરશે.
આપણા સમાજમાં મને તો એવું લાગે કે કોઈને પોતાની જાતને સરખું જાણવા - ઓળખવાનો મોકો જ નથી આપવામાં આવતો.
સ્કૂલ પૂરી થઈ અને સારા ટકા આવી ગયા હવે આ કોલેજનો આ કોર્સ કરી લો.
કારણ કે આ કોર્સ સારો છે, ભવિષ્યમાં આના લીધે સારું કામ મળશે.
લોકો સામે સારી ઇમેજ બનશે.
કોલેજ પૂરી થઈ હવે આ 4 કંપનીઓમાંથી દુનિયાની નજરોમાં સૌથી સારી આ કંપની છે.
તેમાં જોબ લઈ લે.
સરસ પૈસા કમાવી, નવું મોટું ઘર બનાવો, લગ્ન કરો, 1 - 2 વર્ષ થાય એટલે બાળક લાવો અને એના મગજમાં પણ આ કરો પછી આ, એના પછી આ ને એના પછી આમ ને પછી તેમ કરો નો સોફ્ટવેર ફીટ કરી દો.
વિધિ : અને રિટાયર થયા બાદ પોતાનો સપનાઓ પૂરા ના કરવાનો અફસોસ કરો.
સારંગ : સારું છે કે આપણે એવા નથી.
અને આપણા જેવા પણ ઘણા લોકો છે દુનિયામાં.
જે પોતાને ગમતી જીંદગી જીવે છે અને તેને માણે છે.
વિધિ : બિલકુલ છે.
પણ હજી આ મુદ્દે જાગૃતિ લાવવાની જરૂર છે.
સારંગ : એ તો છે જ.
વિધિ : હું લોકોમાં એ જાગૃતિ લાવવાનું કાર્ય કરવા ઈચ્છું છું.
તું મારો સાથ આપીશ??
સારંગ : તું પૂછી રહી છે એટલે નહી આપું.
વિધિ ને હસવું આવી જાય છે.
વિધિ : આ મારો હુકમ છે બસ.
કે આપણે આ કાર્ય સાથે કરીશું.
સારંગ : જરૂર.
વિધિ : કાલથી કરીએ શ્રી ગણેશ??
સારંગ : તું કહે તો અત્યારથી જ કરી દઈએ.
રાતના 10 વાગી રહ્યા છે.
વિધિ : કાલે તું સવારે ઘરે હશે??
સારંગ : હા.
કાલે મારે સીધું સવારે 11 વાગ્યે સ્ટુડિયો જવાનું છે.
વિધિ : સારું.
હું 8 વાગ્યે આવી જઈશ સવારે.
સારંગ : ઓકે.
મળીયે કાલે.
વિધિ : હા.

* * * *

સારંગ : the_happyheart.
આ પેજ તે બનાવ્યું??
વિધિ : હા.
ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર.
આપણુ પેજ.
જેના પર આપણે વિડિયોઝ બનાવીને મુકીશું.
લોકો સાથે વાતો કરીશું.
અને બધા કલાકારોના પણ ખાસ વિડિયોઝ મૂકીશું.
તેઓ ઓડિયન્સ ને ગાઈડ કરશે કે તમારે ધારો કે પેઇન્ટર બનવું છે, રાઈટર બનવું છે, ગૂંથણ કામ શીખવું છે કે પછી અવનવી વાનગીઓ બનાવતા શીખવું છે,ગાતા શીખવું છે....
સારંગ : અને વગેરે વગેરે....
વિધિ : હા.
પછી મંથલી મીટ ગોઠવીશું જેમાં આપણું ઓડિયન્સ આપણને મળી શકે તેમના ટીચર્સ ની સાથે રૂબરૂ મુલાકાત કરી શકે અને પોતાની કલાનું પ્રદર્શન કરી શકે સાથે નવી વસ્તુ શીખી શકે.
અને આપણે ઓનલાઈન પ્રતિયોગીતાઓ પણ આયોજીત કરી શકીએ.
જેથી બધા ને વધુ પ્રોત્સાહન મળે અને આ પેજ, આ ઈનીશ્યેટીવ બધાના માટે છે.
જેને આમાં જોડાવવું હોય જોડાય શકે છે.
કોઈ બંધન, કોઈ ફિઝ નહી.
સારંગ : તેમને શીખવાડવા વાળા ટીચર્સ ફિઝ માંગે તો??
વિધિ : તેમને આપણે આપીશું.
અને આ ઈનીશ્યેટીવ ચાલે અને સમય જતાં એવું લાગે તો આપણે ઓડિયન્સ પાસે થોડા પૈસા લઈશું અથવા ડોનેશન લેવાનું શરૂ કરીશું.
સારંગ : માત્ર ટીચર્સ ને તેમની ફિઝ આપવા??
વિધિ : હા.
કેવો લાગ્યો આઈડિયા તને??
સારંગ : વિચારવું પડશે.
તે વિધિ સાથે મસ્તી કરે છે.
વિધિ : બોલને....
સારંગ : પહેલા મને થેન્કયુ કહે....
વિધિ : કેમ??
સારંગ : તારા ના કહેવા છતાં નવો મોબાઈલ કોણે અપાવ્યો??
વિધિ : તારે ક્રેડિટ જોઈએ છે??
સારંગ : સીધું સીધું કહે નહિતો ફરિયાદ કરી દઈશ.
વિધિ : કોને કરીશ??
તેને ફરી હસવું આવી જાય છે.
સારંગ : છે એક જણ.
વિધિ : કોણ??
સારંગ : છે હવે.
વિધિ : ક્યાં છે??
સારંગ : હું બૂમ પાડીશ તો હમણાં આવી જશે.
વિધિ : બોલાવ.
બૂમ પાડ.
સારંગ : ખરેખર પાડી દઈશ.
વિધિ : પાડીને બતાવ.
અને સારંગ અને વિધિ ખડખડાટ હસી પડે છે.
સારંગ : પહેલા આ રીતે કેટલું ખીજવાતી તું મને.
વિધિ : તું પણ ક્યાં ઓછો હતો??
આપણા મમ્મી પપ્પા બંને આવી જાય પણ આપણે લડવાનું બંધ નહોતા કરતા.
સારંગ : કેવા દિવસો હતા ને એ!!
વિધિ : જ્યારે બધા સાથે હતા.
સારંગ : અને અત્યારે આપણે બંને સાથે છીએ.
વિધિ નો પોતાના હાથમાં લેતા સારંગ કહે છે.
વિધિ મુસ્કાય છે.
વિધિ : તું છે તો જ હું આ બધુ કરી શકું છું.
સારંગ : બહુ જ સરસ આઈડિયા છે.
મને ગમ્યો.
વિધિ : થેન્કયુ.
સારંગ : આઈ લવ યુ.
બંને ફરી મુસ્કાય છે.

* * * *


~ By Writer Shuchi



.