Officer Sheldon - 6 in Gujarati Detective stories by Ishan shah books and stories PDF | ઓફિસર શેલ્ડન - 6

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ઓફિસર શેલ્ડન - 6

( શેલ્ડન અને તેમની ટીમ ડાર્વિનના બેડરૂમમાં આગ કેવી રીતે લાગી અને બીજા શું પુરાવા ભેગા કરી શકાય તેની કવાયત કરે છે. ) હવે આગળ...

શેલ્ડન : હેનરી સેન્ચુરિયનથી શું માહિતી લાવ્યો તુ ?

હેનરી : સર મિસ્ટર વિલ્સન સ્ટોક્સ ત્યાં હીરાના મોટા વેપારી છે. એણે ત્યાં સારો વ્યાપાર જમાવ્યો છે. સાઉથ આફ્રિકાની બહાર એ હીરાની નિકાસ પણ કરે છે. જોકે હમણા ધંધો થોડો મંદ ચાલે છે. અને એવુ સાંભળવામાં આવ્યુ છે કે એણે આ વરસ ધંધામાં નુકસાન પણ ઘણુ થયુ હતુ. આર્થિક ઉધારમાં એ ડૂબેલો છે.

માર્ટીન : સર તમને એવુ નથી લાગી રહ્યુ કે આ મિસ્ટર વિલ્સન સ્ટોક્સનો ક્યાંક એમના ભાઈના મૃત્યુમાં કોઈ હાથ હોઇ શકે !!!! આમ અચાનક બેડરૂમમાં આગ લાગે ને આસપાસ ક્યાંય કશુ જ નુકસાન ન થાય એ તો પહેલાથી મારા માન્યામાં આવતુ નહોતુ. સાથે હવે તો ડોક્ટર ફ્રાન્સિસ પણ એ દિશામાં આંગળી ચીંધી રહ્યા છે કે ડાર્વિનનુ મોત આગ લાગતા પહેલા જ થયુ હોઇ શકે. અને પોલ પણ કહી રહ્યો હતો કે મિસ્ટર વિલ્સન અને ડાર્વિન વચ્ચે જમીન વેચવા મુદ્દે તકરાર પણ ભૂતકાળમાં થઈ હતી. અને હેનરીના મુજબ એ વિલ્સન પહેલાથી દેવામાં ડૂબેલો પણ છે. ડાર્વિનના મોતનો એણે સીધો ફાયદો થઈ શકે એમ છે.

હેનરી : સર માર્ટીન સાચુ કહી રહ્યો છે. મને પણ આવુ જ કઈ બન્યુ હોય એમ લાગે છે.


શેલ્ડન : આ પોલની ભૂમિકા હજુ મને સ્પષ્ટ થતી નથી. એને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન બોલાવો. સાથે જ અગ્નિશામક તંત્રના વડા પાસે આગ કેવી રીતે લાગી તેનો રિપોર્ટ તૈયાર થઈ ગયો હોય તો એ પણ મંગાવી લો. મિસ્ટર વિલ્સનને આપણે પૂછપરછ માટે બોલાવીશુ પણ કદાચ હજુ એનો સમય આવ્યો નથી. ત્યાં સુધી હું ડોકટર પાસે એક ફેરો મારી આવુ. જોઈએ એણે શું નવુ શોધ્યુ !!!

શેલ્ડન એમની ગાડી લઈને ફોરેન્સિક લેબ જવા નીકળે છે.

શેલ્ડન : ડોકટર લો અમે આવી ગયા પાછા. શું નવુ છે આજે તારી પાસે !!?

ફ્રાન્સિસ : એક પણ ગુનો તમે અમારી મદદ સિવાય ઉકેલી શકો એમ નથી.. ભાઇ મને થોડો સમય તો આપ .. અને બંને હસી પડે છે.

શેલ્ડન : તમારી માટે મહા-મહેનતથી અમે પુરાવા એકઠા નથી કરતા !!

ફ્રાન્સિસ : હા એ વાત તારી સાચી , હવે ઘ્યાનથી સાંભળ . ભારે જહેમત બાદ અમે આનુ બ્લડ સેમ્પલ લઈ શક્યા છે. અને તેમાં કાર્બન મોનોક્સાઈડનુ પ્રમાણ અમે તપાસી જોયુ. એલ શું રીપોર્ટ આવ્યો છે તે લઈ આવ જરા . ( એલ ડોકટર ફ્રાન્સિસ સાથે ફોરેન્સિક લેબમાં કામ કરતી હતી . અને વિવિધ ટેસ્ટ કરવામાં એમની મદદ કરતી હતી . )

ફ્રાન્સિસ : જો શેલ્ડન જ્યારે કોઈ વ્યક્તિ જીવિત હોય અને આગ લાગીને તેનુ મૃત્યુ થાય તો લગભગ મોટા ભાગના કિસ્સાઓમાં બ્લડ સેમ્પલમાંથી આપણને ૫૦ ટકા કાર્બન મોનોક્સાઈડનુ પ્રમાણ મળે છે. એનો અર્થ એમ થાય કે એ વ્યક્તિ આગ લાગી ત્યારે જીવિત હતી અને ધુમાડો અને રાખ જે આગમાંથી નીકળતી હતી તેને શ્વાસ દ્વારા અંદર લેવા સક્ષમ હતી.આ કેસમાં આ રીપોર્ટ જો. એ મુજબ આના બ્લડ સેમ્પલમાં અમને માત્ર ૧૦ ટકા જ કાર્બન મોનોક્સાઈડનુ પ્રમાણ મળ્યુ છે. તેથી એક વાત તો શેલ્ડન હુ દ્રઢપણે કહી શકુ છુ કે આ વ્યક્તિ ચોક્કસ આગ લાગતા પહેલા જ મૃત્યુ પામી હતી.અને આ આગ માત્ર ને માત્ર એ ગુનો દબાવવા માટે લગાડવામાં આવી હોય એમ લાગી રહ્યુ છે.


ફ્રાન્સિસ : બીજી એેક વાત. જે કપડા લાશ ઉપરથી મળ્યા છે તેની ઉપર જે ચળકતુ પ્રવાહી આપણને મળ્યુ હતુ એ ગેરેજમાં ઓઇલ વપરાય છે એજ છે. અને એના કારણે આગ લાગી હોય તેમ પણ બની શકે છે. બાકી અગ્નિશામક તંત્ર વાળા શું કહે છે એ તુ જોઇ લે.અત્યારે તો એમ લાગી રહયુ છે કે આ વ્યક્તિને પહેલા કોઈએ માર્યો હોવો જોઈએ અને પછી હત્યાને છૂપાવવા અને મોતને આકસ્મિક બતાવવા આ આગ લગાવી હોઇ શકે.છતા હજુ અમને શરીર ઉપર ઇજાના કોઈ નિશાન મળ્યા નથી. તેથી અમે હજુ ઘ્યાનથી તપાસી રહ્યા છે અને વધુ કઈ જરૂર પડશે તો એ પણ કરીશુ.


શેલ્ડન : ડીએનએ ટેસ્ટનુ શું થયુ ? કાલે માર્ટીનના હાથે ડાર્વિન દ્વારા વાપરવામાં આવેલી વસ્તુઓ મોકલી હતી મેં.

ફ્રાન્સિસ : ડીએનએ ટેસ્ટ કરવા માટે સેમ્પલ લેવામાં થોડી તકલીફ પડી રહી છે. અમે હવે કરોડરજ્જુમાંથી સેમ્પલ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે . થોડી વાર લાગશે પણ થઈ જશે . રીપોર્ટ આવે તો હું તને જાણ કરીશ.

શેલ્ડન : ઠીક છે. અમે અમારી તપાસ આગળ વધારીએ છીએ ત્યાં સુધી.

(ડાર્વિનની હત્યા પાછળ કોનો હાથ હશે ? આગ બેડરૂમમાં કોણે લગાવી હશે ? વધુ કયા તથ્યો સામે આવશે !!!
વધુ આવતા અંકે .... )