NAMRATA - 3 in Gujarati Horror Stories by Vijeta Maru books and stories PDF | નમ્રતા - 3

Featured Books
Categories
Share

નમ્રતા - 3

"હેલો.... ડો.શાહ...."

"સોરી મેમ, ડો. શાહ અત્યારે તેમના પેશન્ટ સાથે છે. એમના માટે કઈ મેસેજ હોય તો આપ મને કહી શકો છો.."

"હા એમને કહેજો કે મિસિસ સુલેખા શાહ નો ફોન હતો. થોડું અર્જન્ટ છે પ્લીઝ." સુલેખા થોડી ગભરાયેલી હતી. શેખર માટે તેને ખૂબ ચિંતા હતી.

ડૉ. શાહ રાજકોટના સુપ્રસિદ્ધ મનોચિકિત્સક હતાં. તેઓ ભારતના તમામ સુપ્રસિદ્ધ લોકો, અભિનેતાઓ, નેતાઓ, ધનાઢ્યો વગેરે લોકોને જાણતા હતા અને તેઓનાં ઘણા કેસ સોલ્વ કર્યા હતા. સંબંધમાં તેઓ શેખર ના પિતરાઈ ભાઈ હતાં. ઉંમરમાં પણ તે મોટા હતા. શેખર પ્રત્યે તેમને ખુબ લગાવ હતો. નાનપણથી તેઓ સાથે જ હતા.

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

"કેમ છો મિ. પરમાર?"

"અરે.. શેખર સરકાર... (બંને હસીને ભેટી પડે છે.) શું વાત છે દોસ્ત. દિવસે દિવસે તારી જુવાની નિખરતી જાય છે. જુવાન રહેવાની દવા લીધી છે કે પછી કોઈ નવી રોમેન્ટિક કવિતા કે લવસ્ટોરી લખે છે?"

"ના.. ના.. મિ. પરમાર... તમે તો જાણો છો કે પ્રેમ કથા મારુ કામ નહિ, હું તો બસ સસ્પેન્સ, થ્રિલર, ભૂત-પ્રેત, આ બધું લખું છું."

"હા... હા.. શેખર... મને ખબર જ છે.. અને તારી આ ભૂત-પ્રેત ની વાર્તાઓ જ તારી સફળતાની ચાવી છે એવું હવે મને લાગી રહ્યું છે."

"કેમ ?"

"અરે શેખર... આ ઇન્વિટેશન કાર્ડ... નોબેલ પ્રાઈઝના એવોર્ડ ફંક્શન નું છે.. અને ખુશી ની વાત તો એ છે કે આપણા જ પબ્લિકેશનમાં પબ્લિશ કરેલી તારી બેસ્ટ નવલકથા 'નમ્રતા' બેસ્ટ નોવેલ માટે નોમિનેટ થઇ છે."

શેખર એક બાજુ ખુબ જ ખુશ થાય છે. પણ બીજી બાજુ તેને આવેલા સપના અને સવારની બનેલી ઘટના વિષે વિચાર આવે છે.

"શેખર... શું થયું દોસ્ત? અરે ડિયર.. આ એવોર્ડ તને જ મળવાનો છે તું ચિંતા ન કર.."

"ચિંતા એવોર્ડની નથી મિ. પરમાર... મારે તમને એક વાત કરવી છે."

"હા બોલ શું વાત છે ?"

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

"સોરી સુલેખા... હું પેશન્ટ સાથે હતો એટલે કોઈ વાત ન થઇ શકી.. પણ મને મારી સેક્રેટરી એ કીધું કે મેડમ થોડા ટેંશનમાં લગતા હતા. શું વાત છે સુલેખા ?"

"ડોક્ટર.. આજ સવાર થી શેખર કંઈક અજીબ-અજીબ હરકતો કરે છે. આવું એમને ક્યારેય નથી કર્યું. મને ખુબ ડર લાગે છે ડોક્ટર..."

"સુલેખા.. તું જરાય ચિંતા ન કર, હું એક વાર શેખર સાથે મળી લઈશ. મારે થોડું સ્ટડી કરવું પડશે."

"શેખર નોર્મલ તો છે ને ડોક્ટર?"

"હોનેસ્ટલી કહું, તો અત્યારે કઈ જ કહી ન શકાય, એક વાર હું શેખર ને મળી લઈશ એટલે મને આઈડિયા આવી જશે કે શું પ્રોબ્લેમ હોઈ શકે."

"ઠીક છે ડોક્ટર, તો આવતી કાલે અમે તમારા ઘરે આવીશું. ત્યારે તમને કઈ પણ અજુગતું લાગે તો મને પછી જાણ કરજો પ્લીઝ..."

"હા સુલેખા, તું ચિંતા નઈ કર, હું તેનો ભાઈ છું.. એને કઈ નહિ થવા દઉં."

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

"યાર આજે સવારે મને એવું સપનું આવ્યું કે મને નમ્રતા માટે નોબેલ મળી રહ્યું છે..."

"જો... તને હવે સપનામાં પણ નોબેલ જ આવે છે... તારું નોબેલ પ્રાઈઝ તો પાક્કું છે બોસ..."

"એમ વાત નથી યાર... વહેલા પરોઢિયે મને નમ્રતા સપના માં આવી હતી...."

પરમાર આ વાત સાંભળીને ખડખડાટ હસવા માંડે છે.....

"બાપ રે.... શું વાત કરે છે.... (હસતા હસતા) નમ્રતા કેવી દેખાય છે એ તને, મને કે તારી નોવેલ વાંચનારને કોઈ ને નથી ખબર, તો તને કેમ એવું લાગે છે. કે તે નમ્રતા જ છે." પરમારનું હસવાનું ચાલુ જ રહે છે...

"તમને મજાક સુજે છે..?? હું કેટલો ટેન્શન માં છું ખબર છે? પણ યાર મેં નમ્રતાને ઓળખી કઈ રીતે..."

પરમાર માંડ માંડ હસવાનું રોકીને... "ઓકે.. ઓકે.. નાઉ બી સિરિયસ.... મારો એ જ સવાલ છે કે તે નમ્રતા ને ઓળખી કઈ રીતે... તે તો શું કોઈ એ એને નથી જોઈ..."

"હું એ જ વિચારું છું..."

"હવે આ બધા વિચારો મગજમાંથી કાઢ અને એવોર્ડમાં શું સ્પીચ આપીશ એ તૈયાર કર... અત્યારે ઘરે જઈ ને રિલેક્સ થા..."

"ઠીક છે મિ.પરમાર... હું અત્યારે જઉં છું.."

બંને હસ્તધૂનન કરીને છુટા પડે છે.......

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

બંને બાજુ ઘનઘોર જંગલને ચામડાની જેમ ચીરતા એક રસ્તા પાર શેખરની કાર દોડી રહી હતી... ગાડીમાં 90's ના ગીતોની મેહફીલ જામી હતી.. થોડે દૂર જતા ઝાંકળ વધવા લાગે છે જેથી શેખર ને કઈ દેખાતું નથી. તે વાઈપર ચાલુ કરે ને થોડું દૂર જોવાની કોશિશ કરે છે. કાર ની ઝડપ વધુ હોવાથી ગાડીના કાચ પરની ઝાકળ વધતી જાય છે. અચાનક તેની ગાડીની આગળ કોઈનું ઝાંખું પણ આંખ આંજે તેવું તેજસ્વી પ્રતિબિંબ દેખાય છે. શેખરને થોડી નવાઈ લાગે છે. થોડું સ્પષ્ટ થતા તેને ખ્યાલ આવે છે કે ગાડીની આગળ બીજું કોઈ નહિ.... નમ્રતા છે..... ઓળખવા જાય ત્યાં ખુબ મોડું થઈ ગયું હોય છે... શેખર તેની ગાડી પરનો કંટ્રોલ ગુમાવી બેસે છે અને નમ્રતાને ફૂટબોલની માફક ઉડાડી દે છે. શેખર ખુબ ગભરાઈ જાય છે... શિયાળામાં પરસેવો છૂટે છે. તે હવે થી ગાડીની બહાર નીકળે છે.. ગાડીની આગળ નમ્રતા શ્વેત કપડામાં લોહી લુહાણ પડી હોય છે. ખબર નહિ પણ દિલના કોઈ ખૂણે તેને નમ્રતા માટે ખુબ લાગણી જાગે છે અને તે નમ્રતાને પકડીને ખુબ રડે છે...

"શા... માટે તું મને છોડી ને જાય છે નમ્રતા... આંખો ઉઘાડ વ્હાલી... હું ખુબ પ્રેમ કરું છું તને મારી નમ્રતા... પ્લીઝ આંખો ખોલ...." શેખર આટલું માંડ બોલી શકે છે અને હૈયાફાટ રુદન કરે છે.

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

શું????? નહિ નહિ.... આ શું? શેખર નમ્રતાને ખુબ પ્રેમ કરે છે? અચાનક આ પરિસ્થિતિ કેમ સર્જાઈ? શું શેખરને ખબર હતી કે નમ્રતા મારી ગાડી આગળ અથડાવાની છે.... અને નમ્રતા તો કાલ્પનિક પાત્ર છે... તો શેખર અને નમ્રતાના પ્રેમનું રહસ્ય શું છે? અને શેખરને અગાઉથી ખબર હતી કે નમ્રતા તેની ગાડી સામે આવી જશે તો તેને બ્રેક કેમ ન લગાવી...

ખુબ રહસ્યો બંધાય છે... બધું જાણવા આગળ વાંચતા રહો...