જીવનસાથીની રાહમાં....... 10
આગળનાં ભાગમાં જોયું કે માધવનું એક્સિડન્ટ થઈ જાય છે અને તે ઘટના સ્થળે જ મૃત્યુ પામે છે. હવે આગળ
નવી આવી પડેલી દુઃખદ ધરાને પચાવી પાડવું વર્ષા માટે ધણું અધરું હતું. હજુ તો લગ્નને બે જ દિવસ થયાં હતાં આ રીતે આ ઘટના બની તેનો પરિવાર પણ એનો સામનો કરી શકે તેમ ન હતો. માસુમ અપૂર્વ તો પહેલેથી જ મમ્મી - પપ્પા અને હવે કાકાનાં છાયાથી છુટો પડી ગયો હતો. વર્ષા જયારે અપૂર્વ અને એમની સાસુ તારા બેનને જોતી ત્યારે પોતાનું દુઃખ એને ઓછું લાગતું. વર્ષા ઘરેથી એને લઈ જવા માટે પણ પંદર પછી આવેલાં હતાં પણ વર્ષા એ જ ના પાડી એને પોતે માધવને આપેલું વચન યાદ આવે છે કે તે અપૂર્વ નું ધ્યાન રાખશે. અને વચન ન પણ આપેલું હતું તો પણ વર્ષા માધવનું ઘર છોડીને જતી ન રહેતી કેમકે વર્ષા માધવનાં પરિવાર ને આમ આવી પડેલી સમસ્યામાં છોડીને જતી ન રહે. વર્ષાનાં એનાં મિત્ર મૈથલી અને હેમંત નો ધણો જ સપોર્ટ મળતો.
પચ્ચીસ દિવસ પછી માનવી અને હેમંત ઘરે હોય છે. માનવી એ પહેલેથી જ વિચારી લીધું હતું કે હું હેમંતનાં જીવનમાંથી જતી રહું અને હેમંત મૈથલી સાથે લગ્ન કરી લે આ વાત તે હેમંત ને કરવાની હતી.
" હેમંત હું તને છુટાછેડા આપી દેમ
અને તું મૈથલી સાથે લગ્ન કરી લે"
" હું સાચું જ બોલું છું કે તું એમ પણ મૈથલી ને પ્રેમ કરે જ છેને"
" મારી ચિંતા કરવાની જરૂર નથી
હું એકલી પણ મારાં જીવનમાં ધણી ખુશ છું "
" ના માનવી હું તને આમ અચાનક ના છોડું ભલે આપણા વચ્ચે પ્રેમ નથી પણ દોસ્તી તો છે
અને રહી વાત મૈથલી ની તો હવે એ કોઈ સાથે પણ લગ્ન ન કરે"
" તો વર્ષા" માનવી થોડી સંકોચ સાથે વર્ષા નું નામ બોલે છે.
પણ તું આવી વાત કેમ કરે છે"
હું એ તારી સાથે લગ્ન કરીને તારાં જીવનમાં જીવનસાથીની રાહ પણ તને છોડી દીધો છે"
" જીવનસાથીની રાહમાં હું એકલો નથી
વર્ષા જરૂર તારી સાથે લગ્ન કરતે જો એને માધવ સાથે લગ્ન ન કર્યા હતાં
એ મારી સાથે લગ્ન ન જ કરતે"
" કેમકે એને ખબર છે કે હું મૈથલી ને પ્રેમ કરું છું "
તમારા ત્રણની દોસ્તી તો કંઈ અલગ જ છે"
ત્રણ મહિના પછી મૈથલી રેસ્ટોરન્ટમાં મેનેજરની જોબ કરતી હતી જેની નવી શાખા ખોલી હતી એટલે તેનાં માલિકે તેને નવી શાખાનું બધું જ ઈન્ચાર્જ મૈથલી ને સોંપી દીધું હતું. મૈથલી પોતાનું કામ ખુબ જ મહેનતથી કરતી હતી. અને બાકીનો સમય અનાથ આશ્રમમાં આપતી. વર્ષા કોલેજમાં પ્રોફેસરની જોબ કરતી હતી સાથે ઘરનું પણ સંપૂર્ણ ધ્યાન રાખતી. સાસુ તારાબેન અને અપુર્વને કદી કોઈ વસ્તુ ની ખોટ ના પડવા દેતી. હેમંત પણ પપ્પાનાં કાપડનાં બિઝનેસમાં ધણો આગળ વધતો હતો. માનવી કે જે સ્કુલમાં ટીચર હતી અને સાથે લેખિકા પણ હતી. એની એક બુક પંદર દિવસ પહેલાં જ લોન્ચ થઈ હતી પણ આ બુક પંદર દિવસ ની અંદર જ લાખોની કમાણી આપી હતી. આ બુક લોકોનું ધ્યાન આકર્ષિત કરતું હતું. એટલે આજે માનવી ને એના આ બુક ના લીધે સન્માન માટે પ્રકાશક અને એક સાહિત્ય જગતની ટીમે તેનું સન્માન સમારોહ રાખ્યું હતું. સમારોહમાં મૈથલી અને વર્ષા પણ હાજર હતાં. માનવીને એવોર્ડ લેવા સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવ્યું. માનવી એ એવોર્ડ લઈને એને પુછવામાં આવ્યું આ સ્ટોરી લખવાની પ્રેરણા કયાંથી મળી?
હું પણ તમારી જેમ જ એક સામાન્ય વ્યકિત છું.
પણ આ બુક મારો પરિચય તમારી સાથે કરાવ્યો
બુક નું નામ " જીવનસાથીની રાહમાં....... "
આ બુક મારાં જીવન સાથેની બંનેલી ઘટના અને તેમાં ખાસ રહેલાં ત્રણ મિત્રો
હેમંત, મૈથલી અને વર્ષા ને સ્ટેચ પણ આવા માટે વિનંતી કરું છું "
ત્રણે જણ વિચાર કરે છે કે તે અમને શું કામ બોલાવે છે. પણ તાળીઓના અવાજ ને લઈને ના છુટકે તેમને જવું પડ્યું. એ લોકો ખબર જ ન હતી કે બુક એમનાં વિશે જ હતી. તે બુકમાં હેમંત, મૈથલી અને વર્ષા ની જ સ્ટોરી હતી. ત્રણેય જણાં સ્ટેચ પર આવે છે.
" મારી આ બુક આ ત્રણેયનાં જીવનમાં જીવનસાથીની રાહમાં વિશે છે.
એટલે જ બુકનું ધ્યાન જીવનસાથીની રાહમાં છે"
હેમંત, મૈથલી અને વર્ષા પર આશ્વર્ય નાં ભાવ
હતાં. માનવી અમારાં જીવન વિષે બુક લખી કેમ? અને બુક બધાને ગમી પણ? ત્રણેય જણાનાં ચેહરા સવાલ સાથે માનવી તરફ જોતાં હતાં.
" કોઈ જેને પ્રેમ કરે છે તે કોઈ દિવસ કોઈ ધટના કે વાત લઈને કોઈ ને કહી શકતો નથી કે તે એને પ્રેમ કરે છે
જે આપણી વચ્ચે ઉપસ્થિત હેમંત જે મૈથલી ને પ્રેમ કરે છે પણ કયારે પણ કહ્યું ન હતું "
મૈથલી હેમંત સામે જોય છે. હેમંત પોતાની આંખની નજર નીચે કરે છે.
" અને બીજી વ્યક્તિ એ કે જેને ખબર પડે છે કે જેને એ પ્રેમ કરે છે તે બીજાને પ્રેમ કરે છે એટલે પોતાની વાત કહી શકતી નથી.
જે અહીં ઉપસ્થિત વર્ષા જેને કયારે પણ હેમંત ને કહયું નથી કે હું તને પ્રેમ કરું છું "
વર્ષા મૈથલી સામે જોઈ છે કેમકે વર્ષા ને ખબર હતી કે મૈથલી ને જ આ વાત ખબર હતી પણ આ વાત તેણે બીજાને જણાવી દીધી. મૈથલી પોતાની આંખની નજર નીચે કરે છે.
" છતાં પણ ત્રણેય વચ્ચે એક વસ્તુ રહી અને તે દોસ્તી
બસ આ લોકોનાં જીવનમાં થયેલી ધટાને કલમ થકી કાગળ પર લખી અને આ બુક બની ગઈ
અને તમે એને આજે પ્રખ્યાત બુક બનાવી
હું આભારી છું તમારી કે કેમકે તમે આ બુક ને પ્રખ્યાત ન બનાવતાં તો સ્ટોરી બસ બુકની અંદર જ સમાયેલી રહતે
થાકયુ હેમંત, મૈથલી , વર્ષા
ત્રણેય જણાં એકબીજાને જોતાં સ્ટેજ પર હસી પડે છે. માનવી પણ તેમની સાથે હસી પડે છે. આ લોકો ને જોતાં ત્યાં ઉપસ્થિત પ્રક્ષેકો પણ હસી પડે છે.
પ્રિય વાંચક મિત્રો મારી આ નવલકથા " જીવનસાથીની રાહમાં....... " અહીં જ સમાપ્ત થાય છે. ત્રણેયનાં જીવનમાં જીવનસાથીની રાહ તો રહેવાની પણ એનાં લીધે એ લોકોની દોસ્તી હંમેશા બની જ રેહશે. મારી નવલકથા તમને ખુબ ગમી હશે એવી મારી અપેક્ષા છે. કૃપા કરી તમારો અમુલ્ય પ્રતિભાવ જરૂર લખજો. તમારો પ્રતિભાવ મને આગળ લખવા પ્રોત્સાહિત કરશે.
મારી નવલકથા વાંચવા માટે વાંચક મિત્રોનો ખુબ ખુબ આભાર.