મિત્રો આભાર મારા આ આર્ય ના પાત્ર અને એના કિસ્સાઓને તમારો પ્રેમ આપવા માટે.
જો તમે આર્ય ના આગળના પાર્ટ ના વાંચ્યા હોય તો જરૂર વાંચજો, એનાથી તમને મારી કહાની આર્ય ના પાત્ર ની રૂપરેખા મળશે.
***************************
મહોલ્લામાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ખૂબ સફળતાથી પાર પડ્યું અને ટુર્નામેન્ટ ખૂબ સરસ રીતે રમાઈ પણ ગઈ.
બધા બાળકો અને સાથે સાથે મોટેરાઓને પણ એમાં ખૂબ મજા પડી ગઈ. બે દિવસ માટે વિચારેલી ટુર્નામેન્ટ પૂરા દસ દિવસ ચાલી, અને સાથે બાળકોનું ઉનાળુ વેકેશન પણ ખતમ થઈ ગયું.
આજે વેકેશનનો છેલ્લો દિવસ છે, બધા બાળકો આજે રાહુલ ના ઘરે ભેગા થયા હતા. કાયમની જેમ આપડો હીરો આર્ય હજુ આવ્યો નહોતો. બધા બાળકો મસ્તી ની સાથે રમત રમી રહ્યા હતા, ત્યાંજ આર્ય પણ આવી જાય છે.
અરે દોસ્તો શું કરો છો, આજે તો વેકેશન નો લાસ્ટ દિવસ છે, ચાલો ટાઈમના બગાડો, આજેતો આખો દિવસ ફૂલ મસ્તી કરવાની, આર્ય એમ બોલી રાહુલ ને તાલી આપે છે.
રમી ને થાકતા બધા બાળકો થોડી વાર બ્રેક લે છે, ત્યાંજ રાહુલ ની મમ્મી બધા બાળકો માટે ગરમ ગરમ ભજીયા અને સમોસા લઈ આવે છે, સાથે ઠંડુ સરબત પણ. આખી ટોળકી જાણે વર્ષો થી ભૂખી હોય એમ નાસ્તા પર તુટી પડે છે. આખરે ખાઈ પી ને બધા પાછા વાતોએ વળગે છે.
રોજ કરતા આર્ય આજે વધુ ખુશ જાણતો હતો અને થોડો વિચારોમાં ખોવાયેલો પણ લાગતો હતો, એ જોઈ રોહિતની પૂછ્યા વિના નથી રહેવાતું, અરે આર્ય વેકેશન ખતમ થઈ ગયું અને ઉદાસ હોવાની જગ્યા એ તું વળી વધારે ખુશ જણાય છે, કેમ??
અરે કઈ ખાસ નઈ યાર, આર્ય એની ખુશી છુપાવતા બોલે છે.
બસ ને દોસ્ત તું અમને નઈ કે એમને, ચિન્ટુ બોલી ઉઠ્યો.
અરે એવું કશું નથી, એતો એક વિક પછી મારી બર્થ ડે છે માટે હું એના વિચારો માં હતો માટે ખુશ લાગતો હોઈશ.
તો એમ વાત છે ત્યારે એમ કહી બધા આર્યને ઘેરી વળ્યા અને એના પર સવાલો ની છડી વરસાવવા લાગ્યા, યાર અમને તારી પાર્ટી માં બોલાવીશ તો ખરો ને, શું શું પ્લાન બનાવ્યા છે તે, તને ગિફ્ટ માં શું મળવાનું?
પણ બીજી તરફ આર્ય નું મન કંઇક બીજું જ વિચારી રહ્યું હતું....
આર્ય આ વખતે બર્થ ડે માટે ખૂબ જ આનંદિત હતો. એ પુરા 10 વર્ષ નો થવાનો હતો. પણ એને મન માં કંઇક બેચેની લાગતી હતી, એને પોતાની બર્થ ડે હંમેશા સાદાઈથી જ મનાવતો પણ આ વખતે કંઇક અલગ ભાવનાઓએ એનું મન ઘેરી લીધું હતું.
છેલ્લા બે દિવસથી એના દિલ અને દિમાગમાં કઈ અલગ વાત ચાલી રહી હતી.અને આખરે એણે વિચારી લીધું કે એને શું કરવાનું છે, બસ હવે પપ્પા સાથે વાત કરવાની હતી, પણ પપ્પા ને કેમ કરી મનાવશે એમાટે આર્ય વિચારી રહ્યો.
ઉનાળાનું વેકેશન ખતમ થયું અને શાળાનું નવું સત્ર ચાલુ થઈ ગયું. આજે આર્ય ખૂબ વહેલા વહેલા તૈયાર થઈ ગયો, આખરે ઘણા દિવસો પછી એની સ્કૂલ ચાલુ થવાની હતી. નવી કક્ષા અને નવા વર્ગ શિક્ષક ને મળવા એ ખૂબ આતુર હતો, અને શાળાના એના દોસ્તો ને પણ મળવાનું હતું ને. સ્કૂલ જતા પહેલા એના માતા પિતાને વહાલ કરી આર્ય મહોલ્લામાં રહેતા એની સાથે એક જ સ્કૂલ માં ભણતા બાળકોને બોલવા નીકળી પડે છે, સ્કૂલ નજદીક હોવાથી બધા આનંદ મસ્તી કરતા કરતા નીકળી પડે છે.
સ્કૂલ માં પૂરો દિવસ ક્યાં વીતી ગયો આર્ય અને એની ટોળકીને ખબરજ ના પડી, સ્કૂલ થી છૂટી ઘરે આવતા જ આર્ય એની મમ્મી ને વળગી પડે છે. આર્ય ની મમ્મી વ્હાલથી એને જમાડે છે. સાંજે પપ્પા ઓફિસ થી આવતા આર્ય તરત પપ્પા ને વહાલથી ભેટી પડે છે.
અરે મારો આર્ય આજનો દિવસ કેવો રહ્યો સ્કૂલમાં, પપ્પાના પૂછતા જ આર્ય ખુશી ખુશી પુરા દિવસની ઘટના પપ્પાને કહી સંભળાવે છે.પપ્પાનો સારો મૂડ જોઈ આર્ય વિચારે છે કે પપ્પાને બર્થ ડે વાળી વાત કરી જ લઉં.
વાતની શરૂઆત કરતા આર્ય બોલ્યો પપ્પા આ સન્ડે મારો બર્થ ડે છે તો યાદ છે ને તમને.
અરે હા દિકરા તું પૂરા દસ વર્ષનો થઈ જઈશ, મને યાદજ હોય ને, દર વર્ષની જેમ આ વર્ષે પણ આપડે ખૂબ સરસ રીતે ઉજવીશું તારી બર્થ ડે પાર્ટી. અને આ વખતે તો તને ખૂબ સરસ ગિફ્ટ અપાવીશ, આર્ય ના પિતા બોલ્યા.
પપ્પા મારી બર્થ ડે છે તો મારી ઈચ્છા શું છે એ તો તમે પૂછ્યું જ નહિ, આર્ય મો ફુલાવીને બેસી ગયો.
અરે બેટા તું કેમ નારાજ થઈ ગયો, બોલ તો ખરા તારી શું ઈચ્છા છે, પપ્પા આર્યને મનાવવા લાગ્યા.
આર્ય ખુશી થી ઉછળી ઉઠ્યો અને બોલ્યો, તો પછી પપ્પા મારી બર્થ ડે પાર્ટી, હું કહું એમ જ ઉજવવી પડશે.
મારે એક મોટી રેસ્ટોરન્ટ માં પાર્ટી જોઈએ, મેનુ પણ હું જ પસંદ કરીશ, મારા બધા જ મિત્રો ને હું પોતે ઇન્વિટેશન આપીશ અને મારે જેટલા મિત્રો બોલાવવા હોય એટલાં ને બોલાવીશ.
અને હા તમે તમારા જેટલા પણ ગેસ્ટ ને બોલાવો એ બધા મારા માટે શું ગિફ્ટ લાવશે એ પણ હું કહીશ.
આર્ય ની વાત સાંભળતા જ એના પપ્પા આશ્ચર્યમાં પડી ગયા, ક્યારેય કોઈ મોટી મોટી ડિમાન્ડના કરવાવાળો અને પોતાની બર્થ ડે કાયમ સાદગીથી ઉજવવાવાળો આર્ય આજે આટલી મોટી પાર્ટી કેમ કરવાનું કહે છે?
******************************
કેમ આર્યને પોતાની બર્થ ડે પાર્ટી આટલી ધૂમ ધામ થી ઉજવવી હતી? આખરે શું ચાલી રહ્યું હતું આર્ય ના મનમાં?
કોણ વળી પાર્ટી માં ગેસ્ટ પાસે આમ સામે ચાલી ને ગિફ્ટ ની પસંદગી કહેતું હોય???
આખરે કેવી હશે આર્ય ની બર્થ ડે પાર્ટી? શું તમારે માણવી છે એક અનોખી બર્થ ડે પાર્ટી? તમારી બેસબરીનો અંત બસ જલ્દી પૂરો થશે.
બસ મને ફોલો કરતા રહો....