Cursed monster in Gujarati Children Stories by Arti Geriya books and stories PDF | શાપિત રાક્ષસ

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

શાપિત રાક્ષસ

ગંગાપુર નામે એક એક રાજ્ય હતું,રાજા ભીમસેન અને મહારાણી ઇન્દુમતી તેના પર રાજ્ય કરતા હતા,રાજા ખૂબ જ દયાળુ,અને પ્રજાવત્સલ હતો.રાણી પણ ખૂબ જ માયાળુ હતી.રાજા ને એક રાજકુમાર અને એક રાજકુમારી હતા,રાજકુમાર વિરાટ,અને રાજકુમારી સરિયું
બંને ભાઈ બહેન ખૂબ જ હોશિયાર ,અને આજ્ઞાકારી હતા, એક રાજપરિવાર ના બાળકો ની જેમ તેમને પણ દરેક જાત ની શિક્ષા આપવામાં આવી હતી..

રાજકુમાર વિરાટ ને તલવારબાજી અને ઘોડેસવારી નો ખુબ જ શોખ હતો,જ્યારે રાજકુમારી સરિયું ધનુષબાણ ચલવા માં હોશિયાર હતા,બંને ભાઈબહેન તેના માતા પિતા ની જેમ બીજા નો આદર કરતા,અને હમેશા બીજા ને માંન આપતા,કેમ કે રાજા નું કહેવું હતું,કે જે તમે બીજા ને વેહચો એ જ તમને પાછું મળે,બંને બાળકો વિવેકી અને આજ્ઞાકારી તથા બહાદુર અને નીડર હતા..

ગંગાપુર એક નાનું પણ સુંદર નગર હતું, તેની એક તરફ નદી ખળખળ વહેતી,જેમાંથી બારેમાસ નગરવાસીઓ ને પાણી પૂરું પડતું,રાજા એ પ્રજા પર કરવેરો પણ ઓછો નાખ્યો હતો,એટલે પ્રજા પોતાની કમાણી માંથી નિયત સમયે વેરો ભરી દેતી,રાજ્ય માં ખેતી કરતા ખેડૂતો હતા,તો ઘર બનાવતા કડીયા પણ હતા, લુહાર અને વેપારી પણ હતા અને રાજ્ય પ્રમાણે સારું એવું લશ્કર પણ હતું,,ટુક માં રાજ્ય દરેક રીતે સુખી અને સક્ષમ હતું..

હમેશા ખુશ રહેતા ગંગાપુર ને એકવાર કોઈ ની નજર લાગી,એક વખત નજીક માં આવેલ બીજા નગર માં જતા મુસાફરો અચાનક ગાયબ થઈ જવા લાગ્યા,કોઈ ને તેમની ભાળ ના મળી,અને પછી તો આવું અવારનવાર થવા લાગ્યું ઘણીવાર તો રાજ્ય માં રમતા નાના બાળકો પણ ગાયબ થવા લાગ્યા....

ધીમે ધીમે આ પ્રકોપ વધવા લાગ્યો,અને પ્રજા રાજા પાસે ફરિયાદ લઇ ને આવી,રાજા એ બધા ને સાંત્વના આપી કે એ ચોક્કસ કોઈક ઉપાય કરશે,રાજા એ મંત્રીમંડળ ની સાથે ચર્ચા કરી ,દરેક ના જવાબ અલગ અલગ હતા,કોઈ કેહતું,કે કોઈ ભૂત લાગે છે,કોઈ ખરાબ જગ્યા નો પ્રભાવ પણ કોઈ ચોક્કસ નિર્ણય પર આવી શકાતું નહતું,છેવટે રાજા પોતે જ પોતાના મંત્રી , સેના
અને સેનાપતિ ના કાફલા સાથે એ રસ્તે નીકળી ગયા,રાણી અને રાજગુરુ એ તેમની સફળતા માટે પૂજા કરાવી,અને બધા ના આશિષ લઇ રાજા નીકળી પડ્યો..

રાજા ની સાથે ખવાપીવા નો પૂરતો સમાન હતો,અને પુરા શસ્ત્રો પણ હતા,ધીમે ધીમે કાફલો નગર ની બહાર નીકળ્યો,અત્યાર સુધી આરામ થી ચાલતી સેના હવે સાબદી થઈ ગઈ,જંગલ ચાલુ થઈ ગયું હતું,સૌથી આગળ ઘોડા પર સેનાપતિ,પછી રાજા ,તેની બંને તરફ પણ થોડી સેના પગે ચાલતા હતી અને અંત માં પણ સેના હતી, જેમાં ઘોડેસવારો હતા ,થોડે જ દૂર પહોંચ્યા હશે કે અચાનક જ પાછળ થી સેના ના એક સાથે બે સૈનિકો ને કોઈ એ ઉપાડી લીધા,કોઈ કાઈ સમજે એ પેલા બીજા બે સૈનિકો ગાયબ થઈ ગયા,હવે બધા વધુ ડરી ગયા,કે આ શું ?અચાનક હવા માં કોઈ કેમ ગાયબ થઈ શકે!?

હવે સેનાપતિ અને સૈનિકો રાજા ની ચોતરફ ઉભા રહી ગયા,અને ..

"કોણ છે?! જે હોઈ તે સામે આવી પ્રહાર કરો,આમ છુપાઈ ને તો કાયર કરે,"સેનાપતિ એ રાડ પાડી

અને ત્યાં જ એક ઉંચો કદાવર મજબૂત બાંધા નો કદરૂપો રાક્ષસ ત્યાં હાજર થયો,તેની ઉંચાઈ સામાન્ય માણસો કરતા વધુ હતી,તેની આંખો લાલઘૂમ હતી,હાથ માં લાંબા અને ગંદા નખ હતા,અને તેના વધી ગયેલા અને મેલા વાળ તેના ચહેરા ને વધુ કદરૂપો બનાવતા હતા,એમા પણ એ જ્યારે હસે ત્યારે તેના મોઢા માં થી લાળ ટપકતી,અને આગળ ના પીળા પડી ગયેલા દાત બહાર દેખાતા,તેના શરીર માં થી ખૂબ જ દુર્ગંધ આવતી હતી,
રાજા અને તેનું સૈન્ય આ જોઈ ને ડરી ગયા,અને એક જ સેકન્ડ માં કોઈ કાઈ સમજે એ પેલા એને રાજા ને જ ઉપાડી લીધો, અને ગાયબ થઈ ગયો...

સેનાપતિ અને સેના તો વિચાર માં પડી ગયા કે આ શું થઈ ગયું,તેઓ એ રાજા ને શોધવાની ઘણી કોશિશ કરી, પણ તેઓ નિષ્ફળ ગયા ,અંતે તેઓ હારી ને પાછા પોતાના રાજ્ય માં ફર્યા...

રાજા વગર સેના આવેલી જોઈ,રાણી અને રાજકુમાર તથા રાજકુમારી ચિંતા માં પડી ગયા,હવે રાજકુમાર અને રાજકુમારી એ નક્કી કર્યું કે તેઓ પોતાના પિતા ને શોધવા જશે, અને એ પણ કોઈ જાત ની સેના વગર બધા એ ખૂબ સમજાવાની કોશિશ કરી પણ તેમને પોતાનો અડગ નિર્ણય જણાવી દીધો અને બધા ને મનાવી પણ લીધા, રાણી એ પણ ડર્યા વગર પોતાના બંને બાળકો ને આશીષ આપી મોકલ્યા..

રાજકુમાર વિરાટ અને રાજકુમારી સરિયું બંને પોતાના ઘોડા પર જરૂરી અસ્ત્ર અને શસ્ત્ર લઈ ને જંગલ તરફ રવાના થયા,સેનાપતિ એ કિધેલી જગ્યા નજીક આવતા જ બંને ખૂબ સાવધાની થી આગળ વધવા લાગ્યા,
ત્યાં થી થોડે વધુ આગળ ગયા હશે ત્યાં જ એક કૂવો આવ્યો,બંને ભાઈ બહેને ત્યાં થોડીવાર આરામ કરવા બેઠા
ત્યાં તેમને કુવા માંથી કોઈ નો અવાજ સાંભળ્યો

" અમને આ બંધન માં થી મુક્ત કરો"

વિરાટ અને સરિયું વિચાર માં પડી ગયા કે આ કોણ બોલ્યું?

ત્યાં જ જોયું તો બે દેડકા ત્યાં બેઠા હતા..

તેમને ડ્રા...ઉ ડ્રા...ઉ નો અવાજ કર્યો ને ફરી બોલ્યા ,તમે જેને ગોતો છો,એ અહીં થી પૂર્વ તરફ જતા રસ્તા પર આવેલી એક પહાડી પર રહે છે,તેને અમને પણ બંદી બનાવ્યા છે,અમે આ કુવા ની બહાર નીકળી શકતા નથી,
જો તમે એ રાક્ષસ ને મારસો તો અમે પણ આઝાદ થઈ જઈશું..

"હા પણ તમે અમને મદદ શુકામ કરો છો? આજ સુધી તો ઘણા લોકો અહીં આવ્યા હશે"વિરાટ બોલ્યો

"અમે ઘણા ને કહેવાની કોશિશ કરી,પણ અમને શ્રાપ હતો કે જે લોકો મન ના સાફ હશે એ જ અમારી વાત સાંભળી શકશે,જેના મન માં બીજા ને મદદ કરવાની સાચી ભાવના હશે તે જ અમને મુક્ત કરાવશે એટલે જ અમે અહીં આવતા જતા દરેક લોકો ને કહેવાની કોશિશ કરી પણ કોઈએ સાંભળ્યું નહિ"

ભાઈ બહેન બંને દેડકા એ ચીંધેલી રાહ પર ચાલવા માંડ્યું,બંને તે પહાડી ની નજીક પહોંચી ગયા,ત્યાં સુધી માં રાત પડી ગઈ હતી,બંને એ બીજા દિવસે સવારે જ ઉપર ચડવાનું નક્કી કરી,ત્યાં રાતવાસો કર્યો...

બીજા દિવસે સવારે વિરાટ અને સરિયું એ પહાડી ચડવાનું ચાલુ કર્યું,પહાડી ઉભી હતી,એટલે ચડવામાં ખૂબ જ તકલીફ થતી હતી,બને મહામુસીબતે ત્યાં ચડ્યા,જેમ જેમ ઉપર ચડતા હતા,તેમ તેમ એક અજીબ ગંધ આવતી હતી,ઉપર પહોંચતા સુધી માં ખૂબ જ દુર્ગંધ આવવા લાગી
તેમને જોયું કે ઉપર એક જૂનો કિલ્લો હતો,અને દુર્ગંધ ત્યાં થી જ આવતી હતી,જેવા તેઓ ઉપર પહોંચ્યા તો જોયું કે ત્યાં ઘણા કંકાલ પડેલા હતા,એવું લાગતું હતું કે રાક્ષસે ઘણા લોકો ને મારી નાખ્યા છે,ધીમે ધીમે રાજકુમાર આગળ ચાલતો હતો,ત્યાં મોટા મોટા પિંજરા હતા જેમાં હજી ઘણા લોકો ને કેદ કરી રાખ્યા હતા,બંને ની નજર તેમના પિતા ને ગોતતિ હતી,ત્યાં જ કોઈક નો કર્કશ અવાજ સંભળાયો

"અરે તું તારી જાત ને રાજા કહે છે,તને તો કોઈ શોધવા કે બચાવવા પણ ના આવ્યું"આટલું કહી ને તે રાક્ષસ જોરજોરથી હસવા લાગ્યો,રાજકુમાર વીરાટે જોયું કે તેના પિતા ને એક અજીબ દેખાતી ખુરશી સાથે બાંધવામાં આવ્યા હતા,સામે આવો ભયાનક રાક્ષસ હોવા છતાં તેના પિતા ની આંખ માં ડર કે આજીજી ના બદલે એક ખુમારી હતી,આ જોઈ વિરાટ માં વધુ હિંમત આવી,તે શાંતિ થી એક જગ્યા એ છુપાઈ ગયો,અને એક મોકા ની રાહ જોવા લાગ્યો,આ તરફ સરિયું એ કિલ્લા ની બીજી તરફ છુપાઈ ને બેઠી હતી..

થોડીવાર પછી રાક્ષસ કિલ્લા ની બહાર ગયો એ સાથે જ વિરાટ ક્ષણભર પણ વિલંબ કર્યા વગર રાજા પાસે પહોચી ગયો,અને તેને રાજા ને બંધનમુક્ત કર્યા,રાજા પોતાના પુત્ર ની બહાદુરી થી ખૂબ જ ખુશ થયા અને તેને ભેટી પડ્યા,ત્યાં જ અચાનક રાક્ષસ પાછો આવી ગયો, હવે! શુ કરવું ? પિતા પુત્ર એ વિચાર જ કરતા એક અંધારા ખૂણામાં છુપાઈ ગયા,રાક્ષસ જેવો ત્યાં આવ્યો,તેને રાજા ને જોયા નહિ,તે સમજી ગયો કિલ્લા માં કોઈ આવ્યું છે, તેને દરેક તરફ જોવા માંડ્યું,રાજા ના મળતાં તેને રાડો પાડવા માંડી,કે

"જો રાજા તું બહાર નહિ આવે તો અહીં રહેલા બંદીઓ ને હું મારી નાખીશ"

રાજા તરત જ બહાર આવ્યો,રાક્ષસ જેવો તેની નજીક આવવા લાગ્યો કે વિરાટે તેની તલવાર થી રાક્ષસ પર વાર કર્યો,અચાનક થયેલા વાર થી રાક્ષસ વધુ ગુસ્સે થયો,અને તેને એક જ ઝાટકે વિરાટ ની તલવાર ખેંચી લીધી,વિરાટે પોતાની પાસે રહેલા ભાલા થી તેની સાથે યુદ્ધ કરવા માંડ્યુ પણ રાક્ષસ જરા પણ મચક નહતો આપતો,આ તરફ સરિયું એ જ્યારે ઉપર થી આવતા અવાજો સાંભળ્યા,તે છુપાઈ ને કિલ્લા ની એ તરફ પહોંચી ગઈ જ્યાં થી તેને તેના ભાઈ અને રાક્ષસ વચ્ચે નું યુદ્ધ દેખાતું હતું,તેને પોતાની હિશિયારી થી એક તીર સિધું રાક્ષસ ના પેટ પર માર્યું,રાક્ષસ આ જોઈ ને વધુ ઉશ્કેરાયો,એ હજી કાઈ વિચારે,એ પહેલાં જ સરિયું એ એક સાથે બે તીર તેના હાથ પર માર્યા,અને રાક્ષસ તેની તરફ ફર્યો,એક તરફ વિરાટ અને બીજી તરફ સરિયું,રાક્ષસ નો ગુસ્સો વધતો જતો હતો,તે સરિયું તરફ જેવો ફર્યો કે સરિયું એ ફરી બે તીર તેની તરફ છોડ્યા,પણ રાક્ષસ બચી ગયો,તે આગળ વધતો રહ્યો,આ વખતે સરિયું એ કોઈ વધુ શક્તિશાળી તીર તેની તરફ છોડ્યા જે તેની છાતી માં વાગ્યા,અને એ સાથે જ એ રાક્ષસ જમીન પર ઢળી ગયો,અને તેના કદ, આકાર અને દેખાવ માં એક અજીબ ફેરફાર થઇ ગયો...

તે રાક્ષસ અચાનક જ એક સુંદર નવયુવાન બની ગયો,અને બે હાથ જોડી રાજા સમક્ષ ઉભો રહયો,રાજા રાજકુમાર અને રાજકુમારી આશ્ચર્ય પામ્યા કે આ શું થયું?
તેમની આવી દશા જોઈ તે યુવાન બોલ્યો;

" મહારાજ હું રમાપુર ના રાજા ભાનુસિંહ નો દીકરો શિખર છું, મારુ રૂપ અને સત્તા તથા મારા પિતા ની સંપત્તિ,અને તાકાત નું મને ખુબ જ અભિમાન હતું,હું ઘણીવાર હાલતા માણસો ને વગર કારણે હેરાન કરતો,સ્ત્રીઓ ની મજાક કરતો,એકવાર એક સાધુકન્યા જતી હતી અને મેં એને રોકી તેના રૂપ ની મજાક ઉડાવી અને તેને હેરાન કરવા લાગ્યો,મારી પજવણી થી તે કન્યા એ મને શ્રાપ આપ્યો કે હું એક રાક્ષસ માં બદલી જઈશ અને મને કોઈ પસંદ નહિ કરે,તેમ જ હું માણસો નું માંસ ખાઈ ને જ જીવી શકીશ તેમના શ્રાપ થી હું ડરી ગયો,અને મેં તેમની માફી માંગી અને આજ પછી કોઈપણ ને હેરાન નહિ કરું એવો વાયદો પણ કર્યો,મારા પિતાજી ને જાણ થતાં તેમને પણ માફી માંગી,ત્યારે તેમને કહ્યું કે એક સાફ મન વાળી,પરોપકારી અને દયાળુ રાજકુમારી જેનું નામ પવિત્ર નદી પર થી હશે એ જો મને છાતી પર તીર મારસે તો હું શ્રાપ મુક્ત થઈશ અને એટલે જ હું આપને બંદી બનાવી ને અહીં લાવ્યો હતો,જે થી રાજકુમારી સરિયું આપને છોડાવવા આવે ને મને આ શ્રાપ માં થી મુકત કરે"

આ સાંભળી રાજા ને પોતાની પુત્રી પર માન ઉપજ્યું તેમને રાજકુમાર શિખર ને પોતાની સાથે મહેલે આવવા આમંત્રણ આપ્યું,રાજકુમાર શિખર ને આજે ભાન થયું કે પોતે કેવા ભટકી ગયા હતા,સાચી મૂડી તમારું રૂપ કે સત્તા નહિ પણ તમારા સંસ્કાર છે,રાજકુમાર શિખર શ્રાપમુક્ત થતા ત્યાં રહેલા બધા બંદી પણ આઝાદ થઈ ગયા,સાથે એ દરેક જીવ જેને તેમને બાંધી રાખ્યા હતા...

ગંગાપુર ની પ્રજા રાજા ને પાછા આવેલા જોઈ ખૂબ હર્ષ પામી,અને રાજકુમાર વિરાટ અને રાજકુમારી સરિયું નો જયજયકાર કર્યો,ત્યારબાદ રાજા ભાનુસિંહ ને બોલાવી રાજકુમાર શિખર અને રાજકુમારી સરિયું ના લગ્ન કરાવ્યા....

આરતી ગેરીયા.....