Jivansathini Raahma - 9 in Gujarati Fiction Stories by Jigar Chaudhari books and stories PDF | જીવનસાથીની રાહમાં... - 9

Featured Books
Categories
Share

જીવનસાથીની રાહમાં... - 9

જીવનસાથીની રાહમાં....... 9
ભાગ :- 9

આગળનાં ભાગમાં જોયું કે વર્ષાનાં લગ્ન માધવ નામનાં છોકરા સાથે નક્કી થાય છે. મૈથલી ખબર ન હતી કે હેમંત તેને પ્રેમ કરે છે. અને હેમંત ને ખબર ન હતી કે વર્ષા તેને પ્રેમ કરે છે.
હવે આગળ.......

એક અઠવાડિયા પછી વર્ષા અને માધવનાં લગ્નનો દિવસ આવે છે. પણ આ દિવસે કોલેજના ફોટા શોધતી મૈથલી નાં હાથમાં એક કાગળ આવી જાય છે. આ એજ કાગળ હતું કે જેમાં વર્ષા એ પોતાનાં હ્રદયની વાત કહી હતી. કોલેજનાં ફોટો સાથે આ કાગળ વર્ષાથી કંઈ રીતે જતું રહ્યું તેને વર્ષા કે મૈથલી ને ખબર પણ ન પડી. મૈથલીએ કોઈ દિવસ આ ફોટા જોયાં ન હતાં. આજે એ આમાથી સારો એક ફોટો શોધીને ફ્રેમ બનાવી વર્ષા ને ગિફટ કરવાની હતી પણ એનાં હાથમાં આ કાગળ આવી ગયું. મૈથલી એ કાગળ વાંચે છે. કાગળ વાંચતા જ ખબર પડે છે કે વર્ષા તો હેમંત ને પ્રેમ કરે છે. પણ હેમંત તો મેરેજ પણ થઈ ગયાં અને આજે તો વર્ષાનાં પણ મેરેજ છે. મૈથલી વિચારે છે હું શું કરું? વાત કેમ પણ કોને કહું? મૈથલીનાં મનની અંદર વિચારો દોડી રહ્યા હતાં. આજ સુધી મને કેમ ની ખબર પડી આ વાત? હું હવે શું કરું? વર્ષાનાં લગ્ન ને હજુ પાંચેક કલાક વાર હતી. મૈથલી વિચાર કરતી હેમંતનાં ઘરે જાય છે. હેમંત પોતાના રુમમાં હોય છે માનવી સાથે વાત કરતાં વર્ષા ઉપરનાં રુમમાં જાય છે.

" હેમંત "

" મૈથલી તું અહીં? "મૈથલીને આમ અચાનક આવીને જોયને હેમંત વિચારે છે કે મૈથલી આમ અચાનક કેમ આવી?

" હેમંત આ લેટર"
પોતાના બેગમાંથી એ લેટર હેમંતને આપે છે.

" પણ શું થયું મૈથલી?
અને આ લેટર કોનો છે? "

" તું લેટર તો વાંચ"

હેમંત મોટેથી લેટર વાંચે છે. માનવી મૈથલી માટે ચા લઈને આવતી જ હોય છે આ બંને ની વાત સાંભળતા રુમની બહાર ઊભી રહે છે. હેમંતને લેટર વાંચતા ખબર પડે છે કે વર્ષા તેને પ્રેમ કરે છે. લેટર વાંચીને બે મિનિટ સુધી હેમંત અને મૈથલી એમ જ ઊભા રહી જાય છે. માનવી વિચારે છે આ લોકો પ્રેમ કંઈ અલગ છે હેમંત મૈથલી ને પ્રેમ કરે અને વર્ષા હેમંતને પણ આ વાત મને પહેલાં જ ખબર પડી હતી તો હું હેમંત સાથે લગ્ન જ ની કરતે. હેમંત ને મૌન જોઈ ને મૈથલી જ વાત શરુ કરે છે.

" હવે હેમંત? "

" મને તો કંઈ ખબર જ ન હતી"

" મને પણ આ લેટર આજે મળ્યો"

" હા હવે"

" કંઈ ની વર્ષાનાં ઘરે જઈએ હવે તો
એમ પણ હવે એનાં લગ્ન થવાનાં જ છે"

" હા પણ જવું કે નહીં"

" આ લે ચા મૈથલી "(માનવી) માનવી રુમની અંદર ચા લઈને આવે છે. થોડી વાતો કરી પછી ત્રણેય જણાં સાથે વર્ષાનાં મેરેજમાં જાય છે.

વર્ષાનાં મેરેજ માધવ સાથે થઈ જાય છે. ગિફટ આપવાનો સમય હોય છે ત્યારે મૈથલી તેને લેટર આપે છે. બધાંની હાજરી હોવાથી બંને બહેનપણીઓ આંખોથી વાત કરે છે. વર્ષા ને ખબર પડે છે કે મૈથલીએ આ લેટર વાંચ્યો પણ એ વિશે નહીં કે આનાં વિશે હેમંતને પણ ખબર છે.

પણ ભાગ્યમાં કંઈ અલગ જ બન્યું હતું લગ્નનાં બે દિવસ પછી માધવનું એક્સિડન્ટ થાય છે. અને માધવ ધટના સ્થળે જ મૃત્યુ પામે છે.

આગળ હવે શું થશે?

જાણવા માટે વાંચતા રહો જીવનસાથીની રાહમાં....... નો આગળનો ભાગ.......