Tari Dhunma - 1 in Gujarati Love Stories by Writer Shuchi books and stories PDF | તારી ધૂનમાં.... - 1 - મુલાકાત....

Featured Books
Categories
Share

તારી ધૂનમાં.... - 1 - મુલાકાત....

સારંગ : વિધિ....
દરવાજો ખોલતા ની સાથે સારંગ આશ્ચર્યચકિત થઈ જાય છે.
વિધિના હોઠો પર એ જ એની ખનકતી મુસ્કાન હોય છે.
જે જોઈને પણ સારંગ ને થોડી નવાઈ લાગે છે.
વિધિ : અંદર આવી શકું??
સારંગ : હા, આવને.
વિધિ અંદર આવે છે અને સારંગ ઘરનો દરવાજો બંધ કરે છે.
વિધિ સોફા પર બેસે છે અને સારંગ પણ તેની સામે બેસે છે.
વિધિ : મૂછો સારી લાગે છે તને.
સારંગ : હા....એ....
તું કઈ લેશે??
વિધિ : હું લેવા નહી.
આપવા આવી છું.
વિધિ આખા લિવિંગ રૂમમાં ધ્યાનથી નજર ફેરવવા લાગે છે.
ટીવી ની બાજુમાં આજે પણ સારંગ નો તાનપૂરો એમજ ઉભો રાખ્યો હોય છે જેવો 30 વર્ષ પહેલા હતો.

હા, 30 વર્ષ પહેલા.
ભરોસો નથી આવતો ને??
કે પ્રેમ આવો પણ હોય કે કોઈ કોઈની 30 વર્ષ સુધી રાહ જોઈ શકે??

અને જો તમે એવું વિચારતા હોવ કે વિધિ એ સારંગ ના એક કુશળ અને પ્રખ્યાત સંગીતકાર, ગીતકાર અને ગાયક બનવાની આટલી રાહ જોઈ છે તો....

અહીં જ વાર્તામાં એક ટ્વિસ્ટ છે....

વિધિ : કઈ બોલીશ પણ ખરો....??
કે પછી....
સારંગ : આ....હા.
આમ તો....
વિધિ : આમ તો મને મારા સવાલો ના જવાબ ઘરમાં આવતાની સાથે જ મળી ગયા છે.
તે ફરી મુસ્કાતા કહે છે.
અને આજે પણ સારંગ તેની આ અદ્ભુત મુસ્કાન જોતો રહી જાય છે.
વિધિ : સાડીમાં એટલી સારી લાગી રહી છું કે તું....
સારંગ : ના....ના....
વિધિ : નથી લાગી રહી??
સારંગ : સવાલો પૂછવાની તારી આદત....
વિધિ : તારા માટે જ પહેરી છે આજે.
તને ગમતા ઝાંખા નારંગી રંગની.
સારંગ : સરસ લાગી રહી છે.
તું કેમ છે??
બધુ....
વિધિ : હું રિટાયર થઈ ગઈ.
સારંગ : હજી તો....
વિધિ : બસ, હવે મારે જુદી જીંદગી જીવવી હતી.
સારંગ : હંમ.
વિધિ : તારા લખેલા અને સૂરબધ્ધ કરેલા ગીતો સાંભળું છું.
સારંગ મુસ્કાય છે.
વિધિ : મ્યુઝિક ક્લાસ હજી ચાલુ છે કે....
સારંગ : ચાલુ છે.
વિધિ : તો હું આવીશ શીખવા.
સારંગ : હા.
વિધિ : કાલે હશે ને??
સારંગ : હા.
ફર્સ્ટ યર ના ક્લાસ સાંજે 4 વાગ્યે થાય છે.
પછી સેકન્ડ યર ના 5 વાગ્યે.
થર્ડ યર ના 6 વાગ્યે અને ફોર્થ યર ના 7 વાગ્યે.
7 થી 8.
પછી....
વિધિ : એટલે આજે હું બરાબર સમયે આવી.
સારંગ : હા.
હું જમવાનું બનાવવા જ જતો હતો.
ચાલ, આજે સાથે બહાર ડિનર કરીએ.
વિધિ : ચાલો.
સારંગ : હું તૈયાર થઈ આવું.
તે ઉભા થાય છે.
સારંગ : ત્યાં સુધી તું....
વિધિ : હજી પણ તૈયાર થતા એટલો જ સમય લાગે છે??
તે હલકું હસતાં પૂછે છે.
સારંગ : શું કરીએ??
અમુક આદતો જીવનભરનો સાથ આપે છે.
બંને હલકું મુસ્કાય છે.
સારંગ : તું આ વાંચી શકે છે.
સારંગ વિધિ ને એક પુસ્તક આપતા કહે છે.
વિધિ : સારંગ ની સરગમ.
તે પુસ્તક નું નામ વાંચે છે.
વિધિ : આખરે મારી રાહ માં તમે કવિ પણ બની જ ગયા.
તે સારંગ સામે જોતા કહે છે.
સારંગ : બધુ તારા ખાતર જ છે.
કહી સારંગ તૈયાર થવા જતો રહે છે અને વિધિ તેની કવિતાઓ વંચાવા માં ખોવાઈ જાય છે.

* * * *

ડિનર કરી લીધા પછી

સારંગ : એક જગ્યાએ ચા બહુ સરસ મળે છે.
વિધિ : અત્યારે??
સારંગ : અડધી અડધી પીએ.
વિધિ : તું જરાય નથી બદલાયો લાગતો.
સારંગ : તારા માટે નથી બદલાયો.
જઈએ ને ચા પીવા??
વિધિ : હંમ.
સારંગ ગાડીના કાચ ખોલી દે છે અને ઠંડી હવા તેમની આ મુલાકાતની સાક્ષી બનતી જાય છે.

* * * *


First ધારાવાહિક Of 2022....!!

💃🏻YAYYYYYYYYYY💃🏻


~ By Writer Shuchi



.