Ek Bhool - 1 in Gujarati Drama by Bhanuben Prajapati books and stories PDF | એક ભૂલ - 1

Featured Books
  • నిరుపమ - 7

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 20

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 6

                         మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్...

  • నిరుపమ - 6

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 19

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

Categories
Share

એક ભૂલ - 1

શીર્ષક :એક ભૂલ

પાત્રો: ત્રણ
(ગંગા,બિંદુ મનોજ)

(પહેલું દૃશ્ય)

(ગંગા ભાગતી ,ભાગતી નદીકિનારે જાય છે અને બિંદુ તેને જોઈને બૂમ પાડે છે )

બિંદુ; અરે ...ગંગા .. તારી આંખોમાં આંસુનો દરિયો ભર્યો છે. શું થયું છે ? એ તો કહે! અરે ...ઉભી રે... ખરેખર ..ગંગા બહુ થયું ..હવે..

(ગંગા રોકાતી નથી.ગંગા નદીની અંદર પડવાની તૈયારી કરતી હતી તરત જ બિંદુએ હાથ ખેંચીને ગંગાને લાફો મારી દીધો .)

બિંદુએ કહ્યું; તને ખબર પડે છે તું પોતાનો જીવ લેવા જઈ રહી છે .આ મોંઘો મનુષ્ય અવતાર જીવનમાં એક જ વખત મળે છે. અને તુ શું કરી રહી છે.

ગંગા ; શું કરું એમ કરીને બિંદુને બાથે ભરીને રોવા લાગી હું શું કરું! કુંવારી છું અને મા બનવા જઈ રહી છું. મારે જીવવાનો કોઈ આરો નથી .મારાથી ભૂલ થઈ ગઈ જુવાનીના જોશમાં મેં કંઈ વિચાર્યું નહીં અને મેં મારા યુવાનને તેની હવાલે કરી દીધું.

બિંદુ કહે ," તે પ્રેમ કર્યો છે ,ભૂલ નથી કરી. તારાથી એક ભૂલ થઈ જીગરને ઓળખવાની પરંતુ તારી અંદર જે જન્મયું નથી એ બાળકનો શો દોષ છે! તારી સાથે એને પણ તું મારી નાખવા માંગે છે એ તો એક પ્રેમનું પ્રતીક છે અને તે જીગરને સમજવામાં ભૂલ કરી હતી પરંતુ આજે બીજી ભૂલ કરી રહી છે તું તારા આત્માને મારીને તારા અંદર રહેલા બાળકને મારીને કુદરતને શું જવાબ આપીશ.

ગંગાએ કહ્યું; બિંદુ મારું નામ ગંગા છે પરંતુ ગંગા જેવી પવિત્ર નથી . હું જીવવાને લાયક નથી મને હવે મરી જવા દે.

બિંદુએ કહ્યું ;ગંગા માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે . તારે હજુ દિવસોમાં ઘણી બધી વાર છે એ પહેલા તો મારું એક કામ કર. તું વહેલામાં વહેલી તકે લગ્ન કરી લે. જેથી આબરૂ સચવાઈ જાય.

ગંગા કહે ;અરે બિંદુ હું કોની સાથે લગ્ન કરું. હુ ઇજ્જત ખાતર લગ્ન કરું પણ મારી સાથે લગ્ન કરવા પણ તૈયાર કોણ થશે.

બિંદુ કહે ;એની ચિંતા ન કર તું .તું ઘેર જા.
પોતાના આંસુ લૂછતી ઘરે આવી ગઈ.

(બીજું દ્ર્શ્ય)

બિંદુએ પોતાના પ્રેમી મનોજને ફોન કર્યો અને કહ્યું ગમે તે રીતે મને મળવા માટે નદીકિનારે આવજે.
મનોજ તરત એને મળવા માટે નદી કિનારે આવી ગયો .

બિંદુએ કહ્યું; મનોજ મારી સખી ગંગા માટે તારે પ્રેમનું બલિદાન આપવાનું છે .અને ટૂંકમાં બધી વાત કરી

મનોજ કહે ; હું તને પ્રેમ કરું છું હું ગંગા ને કેવી રીતે અપનાવી શકું.

બિંદુએ કહ્યું ; તું મને પ્રેમ કરે છે એટલા માટે તો હું તને પ્રેમનું બલિદાન આપવા માટે કહું છું. મારી સખીને હું ગુમાવવા નથી માંગતી. જો તું એની સાથે લગ્ન નહીં કરે તે પોતે મોતને વહાલું કરી દેશે .અને જીવન એક જ વખત મળે છે મારી જિંદગી તું છે હું તને ખૂબ જ પ્રેમ કરું છું પરંતુ મારી સખી ગંગાને પણ ખૂબ પ્રેમ કરું છું એને હું મરવા માટે છોડવા નથી માગતી. મનોજ સાચો પ્રેમ હંમેશા ત્યાગ અને બલિદાન માંગે છે એટલા માટે કહું છું કે તું ગંગા સાથે લગ્ન કરી લે તો તારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું.

મનોજ: ગંગાની પાસે ગયો અને કહ્યું કે ; ગંગા હું તારી સાથે લગ્ન કરવા માગું છું.

ગંગા કહે ; હું જીગરને પ્રેમ કરતી હતી એનું બાળક મારા પેટમાં ઉછરે છે અને તું બિંદુનો પ્રેમી થઇને મારી સાથે લગ્ન કરવા માંગે છે જેથી મારી અને મારા માતા -પિતાની ઇજ્જત બચી જાય.પરંતુ મારા ભૂલની સજા મારી સખીને આપવા નથી માગતી.હું જાણું છું તે તને ખૂબ પ્રેમ કરે છે.

બિંદુ કહ્યું; અરે ગંગા હું કોઈને પ્રેમ કરતી નથી. હું ફક્ત તમને ખુશ જોવા માગું છું અને તારી ઈજ્જતને સલામત રાખવા માગું છું.

ગંગાએ કહ્યું ;બિંદુ તું તારા પ્રેમનું બલિદાન આપવા માંગે છે તો હું પણ તારા પ્રેમનું બલિદાન લેવા નથી માગતી મને ખબર છે પ્રેમની કિંમત શું છે .હું તને મારા જેવું દર્દ આપવા નથી માગતી. મનોજ તારો છે અને તારો જ રહેશે.

મનોજે કહ્યું; તમે બંને સખીઓ એક કામ કરો તમે બંને જણાને એક રસ્તો બતાવું.જો તમારે બંનેએ માનવું હોય તો તમે આમાંથી બહાર નીકળી શકશો.

બિંદુએ કહ્યું ;હું ગંગા માટે કંઈ પણ કરવા તૈયાર છું .

મનોજએ કહ્યું ; બિંદુ આપણે બંને લગ્ન કરી લઈએ ગંગાને આપણી સાથે નોકરીના બહાને એક વર્ષ સાથે રાખીએ અને તેના બાળકને આપણું નામ આપીએ.ઘણી સમજાવટ બાદ ગંગાએ વાત માની લીધી.

બિદુ જેવી સખી મળતા ગંગાનું જીવન સફળ થયું અને મનોજના વિચારને વધાવી લીધો.

(નક્કી કર્યા મુજબ મનોજ,બિંદુ ,ગંગાએ આયોજન કરી લીધું)

ક્મશ
પ્રજાપતિ ભાનુબેન બી "સરિતા"