‘મૌર્વિ.’ મૈથિલીશરણ તેને જોઈને હસી પડ્યો, પેલો ‘આહ! પેટ દુખે છે!’ એ વાડૂ સ્મિત નહીં, પણ ‘અચ્છા! આપણે તો ફરી મળ્યા!’ એ વાળું સ્મિત. મૈથિલીશરણ હતો તેથી પાતળો થઈ ગયો હતો, પણ તે હતો એવોને એવોજ રહ્યો હતો. ચાલવાની, બોલવાની, હસવાની, બેસવાની બધી રીતો સરખી જ હતી. બીજો કોઈ ફરક ન હતો.
‘મૈથિલીશરણ..’
મૌર્વિ ને કશુંજ ખબર નહતી. એને ફક્ત એટલી જાણ હતી કે અકશેયાસ્ત્રાના ઘરે એડલવુલફાએ ઘણા બાઉંસર જેવા લોકો મંગાવ્યા હતા. અને અત્યારે મૈથિલીશરણ તેની સામે બેસ્યો હતો. એજ સ્થિતિમાં જે સ્થિતિમાં પહેલા વિશ્વાનલ બેસ્યો હતો. દેજા વૂ.
‘મૈથિલીશરણ નહીં, ત્યૂશાન.’ એડલવુલ્ફા બોલી. સ્મિત સાથે. પણ આ સ્મિત ‘કરી દેખાડ્યુંને!’ વાળી કેટેગરીનું હતું.
‘હા એ તો મને ખબર છે પણ.. અહી કઈ રીતે -’
‘અકશેયાસ્ત્રા કયા છે?’ ત્યૂશાન/ મૈથિલીશરણ એ વાત કાપતા પૂછ્યું.
‘મરી ગઈ.’
‘મરી ગઈ?’ મૌર્વિએ એડલવુલ્ફાને પૂછ્યું.
‘કેવી રીતે મરઇ ગઈ?’
‘મારી નાખી. મે. મારા હાથે.’ એડલવુલ્ફાએ ત્યૂશાનને જવાબ આપ્યો.
‘પણ કેમ?’ મૌર્વિ જોરથી પૂછવા લાગી.
‘આને અહી લાવવા માટે.’
‘મને?’
‘તો એમાં એને કેમ મારી નાખી -’
‘કોઈને ખબર પણ નહીં પડે, મૌર્વિ. એ મૃત્યુ પામી છે. અને તેજ સત્ય છે.’ એડલવુલ્ફા હાથ ઊંચા કરી દીધા.
‘તો હવે મારે -’
‘ત્યૂશાન. તું અહીં રેકોર્ડ થઈ રહ્યો છે. સમજી વિચારીને બોલજે.’
ત્યૂશાનએ કશુંજ ન કીધું. આમ કેમ? મૌર્વિ એ વિચાર્યુ.
‘અહીં શું ચાલે છે?’
‘એજ ટ્રેડિશનલ ઘપલા ખોરી.’
‘શું? એડલવુલ્ફા મને સમજાઈ તેવું કશું બોલ.’
‘મૌર્વિ મે જે લોકોને બોલાવ્યા હતા, તેઓને આ મહિનાની રજા આપી છે. એ લોકોને એક આઇલેન્ડ પર મોકલ્યા છે. બધાજ જીવશે. પણ કોઈને એ યાદ નહીં રહે કે અકશેયાસ્ત્રા મરી ગઈ છે. એમના પરિવારને સંભાળવાની જિમ્મેદારી તારી.’
‘શું! એડલવુલ્ફા આ બધુ કરવાની શું જરૂર હતી?’
‘આને લાવવામાં માટે. મને એક્સપોસ કરવા નીકળ્યો હતો.’
‘એક્સપોસ?’
‘ચાર વર્ષ પહેલા મે એક છોકરીને મધ્ય રસ્તે સુર્ય નીચે મારી નાખી હતી. એ હત્યા મે કરી હતી, એ સાબિત કરતા પુરાવા ત્યૂશાન પાસે છે.’
‘રેકોર્ડીંગ ચાલુ છે, એડલવુલ્ફા.’ ત્યૂશાન બોલ્યો.
‘મારું છે, મને જેમ ફાવશે, એમ વાપરીશ.’
‘પણ એ પુરાવા આયા ક્યાંથી અને અકશેયાસ્ત્રાથી શું લેવા દેવા? શું થયું હતું.’
‘પહેલા તો પેલા લોકો આવ્યા, અને અકશેયાસ્ત્રા જેને મે બેભાન કરી હતી તે પછી જાગી ગઈ. ડરાઈ ઢમકાઈનેમે એના અને ત્યૂશાન વિષે વધુ જાણ્યું. એ મને ઓળખી ગઈ હતી. એની બહેન હતી એ છોકરી, તો ઓળખી જ જાઈને. પછી મે એને લાફો ઠોકી દીધો અને મારી ગન દેખાડી, આ ગન મને યુટીત્સ્યાનું હિસ્સો બતાવતી, એ મારા ક્રાયા (એટલે સમ્માન સમારંભ) વખતે મળી હતી. તે ડરી ગઈ. ત્યૂશાનનો ફોન લગાવ્યો, તો એ દોડી આવ્યો. ખબર પડી કે અકશેયાસ્ત્રા અને ત્યૂશાનએ મળીને પેલી હાથણના કારણે જે લોકો સાચ્ચે મરી ગયા એનો આંકડો છુપાવ્યો હતો. આ વાત ખબર પડી, તો ત્યૂશાનનું બધુ સત્ય અકશેયાસ્ત્રા સામે કઢાવ્યૂ. આને ઊંઘાડી દીધો. અને અકશેયાસ્ત્રાને મારી નાખી. એ ગનથી જ.’
‘..’ મૌર્વિ શાંત રહી. આવે આટલી ડોસી જેવી એડલવુલ્ફાને પણ કોણ પોહંચે?
‘પણ મારી જોડે હજુ પેલા પુરાવા છે. અને હું સાબિત કરી શકું છું કે -’
એડલવુલ્ફા એને એક હાથે ઘસડીને ૧૧ એ લખેલા દરવાજા સામે લઈ ગઈ. મૌર્વિ તો બસ ઊભી જ રહી ગઈ હતી. એ દરવાજો ખોલ્યો, સામે વિશ્વાનલ આવે એની પહેલા ત્યૂશાન અંદર હતો, અને દરવાજો લોક થઈ ગયો હતો.
થોડીક વાર દરવાજાઓ પર લાટો મારી, પણ જ્યારે કોઈએ દરવાજો ન ખોલ્યો..
‘એડલવુલ્ફા..’
‘હં?’
‘શું આપણે પકડાઈ તો નહીં જાઈએને?’
‘ના.’ આ એક શબ્દમાં મૌર્વિને તેના ઘણા ઉત્તર મળી ગયા હતા.
‘સમર્થ કયા છે?’