The Next Chapter Of Joker - Part - 32 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | The Next Chapter Of Joker - Part - 32

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

The Next Chapter Of Joker - Part - 32

The Next Chapter Of Joker

Part – 32

Written By Mer Mehul


સ્થળ – શેઠ બંગલોઝ (એસ. પી. રિંગ રોડ, અમદાવાદ)
સમય – 11 : 00 pm
‘રસરાજ પાર્ટી પ્લોટ’ થી થોડે આગળ ચાલતાં જમણી બાજુ તરફ ‘રાસલીલા પાર્ટી પ્લોટ’ નો રસ્તો પડતો હતો. પોલીસની એક સફેદ જીપ એ રસ્તા તરફ વળી. આગળ ત્રણેક કિલોમીટર જતાં ખેતરો શરૂ થઈ ગયા હતા. જીપ એક અવાવરું ફાર્મ પાસે આવીને ઊભી રહી. ફાર્મનાં ગેટ પર પહેરેદારી કરતાં માણસે જીપમાં રહેલા વ્યક્તિની ઓળખાણ કરી અને પછી તેણે ફાર્મહાઉસનો દરવાજો ખોલી દીધો. ફાર્મહાઉસમાં પ્રવેશીને જીપ એક બંગલાનાં પરસાળમાં આવીને બંધ થઈ ગઈ. બે માળનાં બંગલાની દીવાલ પર ‘શેઠ બંગલોઝ’ લખેલું હતું.
જીપ પરસાળમાં ઊભી રહી એટલે એક વ્યક્તિ દોડીને જીપ પાસે આવ્યો અને જીપમાંથી ઉતરેલાં વ્યક્તિ તરફ હાથ લંબાવ્યો. બંને વચ્ચે થોડી ચર્ચા થઈ, ત્યારબાદ જીપમાંથી ઉતરેલાં વ્યક્તિને એક મુખોટુ આપવામાં આવ્યું. એ વ્યક્તિએ મુખોટા વડે પોતાનો ચહેરો ઢાંકી દિધો અને બંગલામાં પ્રવેશી ગયો.
અંદર કંઈક જુદો જ નજારો હતો. એક પ્રાઇવેટ રૂમમાં પાંચેક લોકો જુદાં જુદાં સોફા પર બેઠાં હતાં. બધાએ પોતાનાં ચહેરાને મુખોટા વડે છુપાવીને રાખ્યો હતો. પોલીસની જીપમાંથી ઉતરેલો વ્યક્તિ એ રૂમમાં પ્રવેશ્યો એટલે બધા ઊભા થઈ ગયા.
“કામ થઈ ગયું ચંદ્રકાંત ?” એક વ્યક્તિએ આગળ ચાલીને કહ્યું.
પોલીસ ખાતામાંથી જે માહિતી હસમુખ સુધી પહોંચતી હતી એ ચંદ્રકાંત જ લીક કરતો હતો. વૈશાલીને આ કામમાં આવવા માટે દબાણ આપવાવાળો પણ ચંદ્રકાંત જ હતો અને અમદાવાદમાંથી મુંબઈ જતી બસોને કોઈ રોકે નહિ એની વ્યવસ્થા કરવાવાળો વ્યક્તિ પણ ચંદ્રકાંત જ હતો. હવે કહેવાની જરૂર નથી કે ચંદ્રકાંત પણ આ ગેંગનો હિસ્સો જ હતો.
ચંદ્રકાંત સામે અત્યારે હસમુખ ઊભો હતો. તેની બાજુમાં સોફા પર જે વ્યક્તિ બેઠો હતો એ કમલ હતો. કમલ ‘કમલનાથ ટ્રાવેલ્સ’ નો માલિક હતો. કમલની બસો મારફતે જ છોકરીઓને મુંબઈ લઈ જવામાં આવતી હતી.
કુલ નવ લોકો આ રેકેટ મુખ્ય હતાં. જેમાં ક્રમશઃ રમણીક શેઠ, જે.જે. રબારી, બલર, શાંતા, વાટલીયા, ચંદ્રકાંત, વૈશાલી/રાકેશ, કમલ અને હસમુખ હતો. આ નવ લોકોમાંથી રમણિક શેઠ, જે.જે. બલર, વટલીયા અને રાકેશ એમ મળીને કુલ ચાર લોકો સ્વધામ પહોંચી ગયા હતાં. જ્યારે જુવાનસિંહનાં શુભચિંતકનાં કહેવા મુજબ શાંતા અને મિસિસ બલર તેનાં કબ્જામાં હતાં. બાકી રહેલા લોકોમાં વૈશાલી પોલીસ તરફ થઇ ગઈ હતી અને ચંદ્રકાંત, કમલ તથા હસમુખ અત્યારે ડીલ કરી રહ્યાં હતાં.
“હવે કોની રાહ જોઈએ છીએ આપણે ?” કમલે સોફા પરથી ઊભા થઈને પૂછ્યું, “જલ્દી કામ પતાવીને નીકળી જઈએ”
“થોડી રાહ જો કમલ, આપણો નવો પાર્ટનર આવે છે” હસમુખે કહ્યું.
“કોણ છે નવો પાર્ટનર ?, મને પહેલા કેમ જાણ ન કરી ?” કમલે સહેજ અકળાઈને પૂછ્યું.
“તું એને ઓળખે છે કમલ, એ માત્ર સોનામાં જ ડીલ કરતો !” હસમુખે હિન્ટ આપતાં કહ્યું.
“ઓહ, આરવ !” કહેતા કમલ હળવું હસ્યો.
“હા, આરવ પણ આપણી ટીમમાં શામેલ થઈ ગયો છે”
“એ તો સારી વાત કહેવાય” કમલે કહ્યું, “આમ પણ હવે આપણે ત્રણ લોકો જ બચ્યા છીએ તો વધુ નવા પાર્ટનરની જરૂર પડશે જ”
“એકવાર આ જુવાનસિંહ જતાં રહે પછી બધું બરાબર થઈ જશે” હસમુખે કહ્યું.
“ચંદ્રકાંત !, તમે કેમ કાંઈ બોલતાં નથી ?” કમલે કહ્યું, “પહેલાં તો આવીને સીધી સારી છોકરી શોધીને ઉપરનાં રૂમમાં જ ચાલ્યાં જતાં, તમારામાં પણ જુવાનસિંહનાં નામનો ખૌફ પેસી ગયો છે કે શું ?”
સહસા દરવાજો ખુલ્યો એટલે બધાનું ધ્યાન દરવાજા તરફ ગયું. દરવાજા પર આરવ શેઠ ઊભો હતો.
“આવ આવ આરવ…અમારાં સામ્રાજ્યમાં તારું સ્વાગત છે” બે હાથ ફેલાવીને હસમુખે આરવનું સ્વાગત કર્યું.
“સ્વાગત પછી કરજો…અત્યારે કામ પતાવો…પોલીસને આપણાં ઠેકાણાંની ગંધ આવી ગઈ છે” આરવે કહ્યું.
જવાબમાં હસમુખ હળવું હસ્યો,
“પોલીસની ચિંતા ના કર આરવ, જેણે ચાલાકીથી આ કેસ પોતાનાં હાથમાં લઈ લીધો છે એ ઑફિસર જ આપણી સાથે મળેલો છે” કહેતાં હસમુખે ચંદ્રકાંત તરફ ઈશારો કર્યો.
“ઓહ..” આરવે રાહતનાં શ્વાસ લીધાં, “તો મારી ધરપકડ કરવા માટે કોણે ઓર્ડર આપ્યાં હતાં ?”
“મેં જ ચંદ્રકાંતને તારી ધરપકડ કરવા માટે કહ્યું હતું…તારી સાથે પેલો છોકરાની પણ ધરપકડ કરવાની હતી અને આ ડીલ થાય પછી ચંદ્રકાંત એ છોકરાને ગુન્હેગાર સાબિત કરી દેશે..એટલે આ કેસ પણ ક્લોઝ થઈ જશે અને આપણે જુવાનસિંહ નામની મુસીબતમાંથી પણ બચી જશું”
કમલે ઘડિયાળમાં નજર ફેરવી. સવા અગિયાર થયાં હતાં.
“બધી છોકરીને ડોઝ આપી દીધાં હોય તો હું બસ બોલાવી લઉં” કમલે પૂછયું.
“હા, તું ફોન કરીને એ વ્યવસ્થા કર અને ચંદ્રકાંત, ત્યાં સુધીમાં તમે છોકરીઓને ડોઝ અપાઈ ગયા કે નહીં એ જોઈ આવો અને તમારાં માટે મેં એક છોકરીને ડોઝ આપવાની ના પાડી હતી. બસ આવે ત્યાં સુધીમાં….” કહેતાં હસમુખ હળવું હસ્યો. ચંદ્રકાંત પણ હળવું હસ્યો અને બહાર નીકળી ગયો.
*
બાર વાગ્યા સુધીમાં બે બસ ‘શેઠ બંગલોઝ’ માંથી મુંબઈ તરફ રવાના થઈ ગઈ હતી. અત્યારે બંગલાનાં પરસાળમાં માત્ર હસમુખ, કમલ, આરવ અને ચંદ્રકાંત ઊભા હતાં.
સહસા ફાર્મનાં ગેટ પાસે એક વાહન આવીને ઊભું રહ્યું એટલે બધાનું ધ્યાન એ તરફ ગયું.
“અત્યારે કોણ હશે ?” કમલે શંકાયુક્ત સ્વરે કહ્યું.
“જુવાનસિંહ તો નથી પહોંચી ગયા ને ?”
“આરવ, તું જોઈ આવ તો જરા” હસમુખે આરવ તરફ ઈશારો કરીને કહ્યું.
આરવ ધીમે ધીમે ગેટ તરફ આગળ વધ્યો. જેમ જેમ એ ગેટની નજીક પહોંચી રહ્યો હતો એમ એમ તેની ધડકનો વધી રહી હતી. તેણે અધુકડો ગેટ ખોલ્યો અને બહાર નજર કરી. દરવાજા પર કોઈ નહોતું. ચોકીદાર પણ ગાયબ હતો.
સહસા ગેટ પર ફટકો લાગ્યો, આરવ બે ડગલાં પાછળ હટીને નીચે ફસડાયો. એક વ્યક્તિ જૉકરનાં લિબાસમાં ગેટમાં પ્રવેશ્યો.
“કોણ છે તું ?” આરવે પાછળ સરકતા સરકતા પૂછ્યું.
“જૈનીત…” જૈનીતે કહ્યું અને કમરેથી પિસ્તોલ કાઢી.
“ઓહહ, જૈનીત…” હસમુખે હસીને કહ્યું, “વિક્રમ દેસાઈ પછી મને પણ એક્સપોઝ કરવા તું અહીં પહોંચી ગયો, પણ અહીં આવીને તે ભૂલ કરી છે. તું એકલો છે અને અમે ચાર લોકો”
“હાહા…કોણે કહ્યું હું એકલો છું ?” જૈનીત પણ હસ્યો, “એકવાર પાછળ નજર ફેરવીને જોઈ લે”
હસમુખનાં ચહેરા પરનાં ભાવ સંકોચાય ગયાં. તેણે પાછળ નજર કરી તો ચંદ્રકાંત તેનાં તરફ પિસ્તોલનું તાંકીને ઊભો હતો.
“ચંદ્રકાંત !, આ શું કરે છે તું ?” હસમુખે ડરીને પૂછ્યું.
“ચંદ્રકાંત નહિ..” કહેતાં એ વ્યક્તિએ પોતનાં ચહેરા પરથી મુખોટુ હટાવ્યું, “જુવાનસિંહ બોલ”
“જુવાનસિંહ !!!” હસમુખ રીતસરનો ડરી ગયો.
“હા જુવાનસિંહ” જૈનીત બોલ્યો, “તમે લોકો હવે એક્સપોઝ થઈ ગયા છો અને આવતી કાલનાં ન્યૂઝપેપરની હેડલાઈન બનવા જઈ રહ્યાં છો”
“એ શક્ય નથી” હસમુખે કહ્યું, “પોલીસ અમારા સુધી પહોંચી જ ન શકે”
“ચૂપ…” જુવાનસિંહે કહ્યું અને જૈનિત તરફ ઊડતી નજર ફેરવી, “બધાને અંદર બોલાવી લો”
જૈનીતે ચાવડાને અવાજ આપ્યો એટલે પૂરો પોલીસ કાફલો પરસાળમાં પ્રવેશ્યો. બધા ગુન્હેગારને પકડીને લઈ જવામાં આવ્યા.
“હવે આગળ ?” જૈનીતે પુછ્યું.
“આપણે અત્યારે જ મુંબઈ જઈ રહ્યા છીએ” જુવાનસિંહે કહ્યું.
(ક્રમશઃ)