( દૌલનગર ના અંબાલાલ પાસે એના પૂર્વજોનો ખજાનો છે એવી એક લોકવાયકા છે અને એ લોકવાયકા સાંભળીને અત્યાર સુધીમાં ચાર ચોરોએ અંબાલાલની હવેલીમાં હાથ સાફ કરવા ની કોશિશ કરી. જેમાંથી ફક્ત કાળુ કોળી જ સહી સલામત છટકવા.મા કામયાબ થયો. પણ બીજા ત્રણ ક્યાં લાપતા થયા કોઈ નથી જાણતું. અને હવે એ ખજાનો મેળવવા આપણો જીગ્નેશ દૌલતનગર રવાના થાય છે..હવે આગળ.) દૌલતનગર મા બે માર્ગે દાખલ થવાય છે. એક અનંતનગર ના ગાઢ અને વિકરાળ જંગલ વટાવીને. અને બીજો માર્ગ ધર્મપુરી નો. ધર્મપુરીથી તમારે દાખલ થવું હોય તો ધર્મપુરી અને દૌલતનગર ની વચ્ચે એક પહોળી પાણીથી ભરેલી ખાડી ને તમારે હોડીમાં બેસીને પસાર કરવી પડે. પણ ત્યાંથી અજાણ્યાંઓને દૌલતનગર મા દાખલ થતા પહેલા ઘણા બધા સવાલોનો સામનો કરવો પડે. જો એ સવાલો ના જવાબો દૌલતનગર ના રખેવાળોના ગળા નીચે ઉતરે તોજ દૌલતનગર માં પ્રવેશ મળે. અન્યથા વળતી હોડીએ પાછા હાંકી કાઢવામાં આવે. જીગ્નેશે ધર્મપુરી વાળો રસ્તો પસંદ કર્યો. ધર્મપુરીના બંદરેથી હોડકામાં બેસી એ દૌલતનગર પોહચ્યો. એણે આજે એના ફેવરિટ અને વિચિત્ર કપડાં પહેર્યા હતા.લીલા રંગની ચોરણીની ઉપર એણે કેસરિયા રંગનું પહેરણ પહેર્યું હતું અને માથે સફેદ રંગ નો સાફો બાંધ્યો હતો. હતો તો એ ફક્ત વીસ વર્ષ નો. પણ ખડતલ અને કસરતી શરીરનો એ સ્વામી હતો. સોહામણો ચેહરો અને એ સોહામણા ચહેરા ઉપર તેજસ્વી આંખો એના વ્યક્તિત્વ માં અનેરો ઓપ આપતી હતી. અને એનું અણિયાળુ નાક એના એ ઓપ ને ઓર નિખારતું હતું. હોડકામાંથી ઠેકડો મારીને એ ઉતર્યો. એના ડાબા હાથમાં ભરવાડો રાખે એવી ડાંગ હતી. ટટ્ટાર ચાલે સિંહની જેમ એ ડગલાં ભરતો થોડાક જ કદમ એ ચાલ્યો હશે ત્યાં અંબાલાલનો મુખ્ય સેવક સુખદેવે એને આંતર્યો. " કોણ છે ભાઈ તું?." " માણસ છું." ચહેરા પર મધુરું સ્મિત ફરકાવતા જીગ્નેશ બોલ્યો. એના આવા અવળા જવાબથી સુખદેવ એને ઘડીક તો ડઘાઈને જોઈ રહ્યો.સુખદેવને પોતાની તરફ જોઈ રહેલો જોઈને ફરી શરારતી સ્વરે એણે પુછ્યુ. " કેમ. લાગુ તો છુને?." હવે સુખદેવનો પિત્તો ગ્યો. " વેવલાઈ કરતો બંધ થા.અને સીધેસીધો જવાબ દે. ક્યાંથી આવ્યો ને શુ કામ આવ્યો.?" જવાબમાં જીગ્નેશ કંઈ બોલે એ પહેલાં જ લાંબા લાંબા ડગલાં ભરતો સોમનાથ આવી પોહચ્યો. " અરે. સુખદેવ ભાઈ.આ મારો ભાઈબંધ છે.બે ચાર દિવસ મારે ત્યાં રોકવાનો છે." " તે એને ભસતા નથ આવડતું? સુખદેવ છાસીયું કરતા બોલ્યો. " એને પુછ્યુ કોણ છો? તો કે છે માણસ છું. તે અમે શુ આંધળા છીએ? સરખો જવાબ નથ અપાતો.?" " માફ કરી દયોને ભાઈ. એને જરાક મજાક કરવાની આદત છે." સુખદેવને માખણ ચોપડતા સોમનાથે કહ્યું. " ઠીક છે ભલે રોકાય. પણ સાંભળ આખો દાડો ભલે તારી સાથે રે. પણ સાંજે હું એને હવેલીએ તેડી જઈશ." સુખદેવની વાત સાંભળીને જીગ્નેશને ધ્રાસકો પડ્યો. એને પોતાની આખી યોજના ઉંધી પડતી લાગી. છતાં આદત પ્રમાણે એનાથી બોલ્યા વિના ના રહેવાણું. " એવી પરોણાગતિ કરવાની કાંઈ જરૂર નથી ભાઈ." " આ પરોણા ગતિ નથી હોલા. તારી ઉપર નજર રાખવાની વાત છે." સુખદેવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.એ સાંભળી ને ભોળા ભટાક થાતાં એણે પુછ્યું . " મારા પર નજર. શા માટે?." "અજાણ્યા લોકો પર અમને જરીયે વિશ્વાસ નથી. તમારી પેહલા પણ અમારા નગર ચાર અજાણ્યા ચોરો આવી ચુક્યા છે. સમજ્યો.?" સુખદેવ એને તતડાવતા બોલ્યો. મનોમન ધૂંધવાતા છતાં ચેહરા ઉપર માસુમિયત અને વાણીમાં મધ ટપકાવતા જીગ્નેશે પુછ્યુ. " દારોગા જી.. મારા સામુ તો જુવો. હું શું તમને ચોર લાગુ છું?" " અલ્યા ચુપ મર. બોવ થઈ ગ્યું." સુખદેવે પાછો એને ખખડાવ્યો " પેલી વાત તો એ કે હું કોઈ દારોગા નથી. અંબાલાલશેઠનો ચાકર છું. ને નગરમાં ફરવું હોય એટલું ફર. પણ રાતે તારો મુકામ અમારી હવેલી છે. પરવડતું હોય તો રોકા. નહીતો જો સામે હોડકા ઉભા." કહીને સુખદેવે પોતાની વાટ પકડી.......... ..... હવે જીગ્નેશ શુ કરશે.......રાહ જુવો....