Tha Kavya - 66 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૬૬

Featured Books
Categories
Share

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૬૬

કુંવર અને કન્યા બંને ઘણા સમય સુધી પાસે બેસીને વાતો કરવા રહ્યા. કાવ્યાને કઈ સમજ પડી રહી ન હતી કે મારે શું કરવું. બસ તેને નીરખી રહ્યા સિવાય કોઈ રસ્તો ન હતો. કાવ્યા પોતાની દિવ્ય દૃષ્ટિથી જાણી શકતી ન હતી એટલે તો બધું જાણી લેવા માટે આટલી રાહ જોઈને બેઠી હતી.

કાવ્યા વિચારતી રહી કે શું કરવું. ત્યાં તેની નજર દૂર એક છોકરો અને એક છોકરી પર પડી. બંને ખૂબ નજીકથી વાતો કરી રહ્યા હતા. કાવ્યા તેમની પાસે ગઈ. કાવ્યાને આવતી કોઈને બંને કપલ થીડા અલગ થઇ ગયા ને બંને ચૂપ થઈ ગયા.

કાવ્યા ત્યાં પહોંચી એટલે કાવ્યા એ તેમને એક પ્રશ્ન કર્યો.
"સમૃદ્ર કિનારે બેઠેલા બંને યુગલો કોણ છે.?"

સવાલ સાંભળીને બંને યુવાન કપલ કાવ્યા સામે જોઈ રહ્યા. અને પછી બંને માંથી એક છોકરો બોલ્યો.
શું તમે એમને ઓળખતા નથી.!! તે કુંવર વિરેન્દ્રસિંહ અને વસ્ત્રાપુરના ખુબ પૈસાદાર શેઠ ભગવાનદાસ ની પુત્રી માયા છે.

કાવ્યાને આ યુવકે કહેલો જવાબમાં સમજ આવી ગઈ હતી કે વિરેન્દ્રસિંહ અને માયા બંને પ્રેમમાં હશે પણ એક તસલ્લી માટે ફરી તે યુવકને કાવ્યાએ પૂછ્યું.

અત્યારે હું તેમની પાસે બેસીને જોઈ રહી હતી. કે વિરેન્દ્રસિંહ પોતાના હાથની આંગળીમાં પહેરી રીંગ માયાને પહેરાવી તો આપ કહી શકશો તેમના બંને વચ્ચેનો સંબંધ.?

આ સવાલથી કપલ કાવ્યા સામે ટગર વગર જોઈ રહ્યાં. મનમાં તો એ કપલને એ વિચાર આવ્યો કે આ છોકરી કા પાગલ હોવી જોઇએ કા કુંવર વિરેન્દ્રસિંહના કોઈ દુશ્મનની દીકરી.

કપલ કાવ્યા સાથે વધુ વાત કરવા માંગતા ન હોય તેમ બંને ઉભા થયા અને જતા જતા કાવ્યાને કહેતા ગયા કે તે બંનેની હમણાં સગાઈ થવાની છે. એટલે કુંવર વિરેન્દ્રસિંહ તેમના પ્રેમની યાદી માટે માયાને રીંગ પહેરાવી છે.

યુવાનની વાત સાંભળીને કાવ્યા સામે આખું ચિત્રનો ખ્યાલ આવી ગયો હતો.હવે વિરેન્દ્રસિંહે પોતાની રીંગ પણ માયાને પહેરાવી દીધી હતી એટલે વિરેન્દ્રસિંહ પાસેથી રીંગ મળી શકે તેમ ન હતી. પણ મહેક પરીએ વિરેન્દ્રસિંહના હાથમાં પહેરેલી રીંગની માંગણી ની તેને ખબર ન પડી. કાવ્યા ને લાગ્યું હવે વિરેન્દ્રસિંહ પાસે થી હું રીંગ લેવામાં સફળ થઈશ નહિ એટલે તે ખાલી હાથે પરીઓના દેશ જવા નીકળી ગઈ.

કાવ્યા ને આવતી જોઈને મહેક પરી ઉભી થઇ તેના ચહેરા પર ખુશી છવાઈ ગઈ તેને લાગ્યું કાવ્યા એ મારું કામ કરી આપ્યું છે. મહેક દોડતી દોડતી કાવ્યા પાસે આવી અને હાથ લંબાવી ને બોલી.
કાવ્યા.. જલ્દી આપ મને તે રીંગ. આ રીંગને જોવા બેચેન બની રહી છું.

કાવ્યા મહેક પરીને એક બાજુ લઈ ગઈ અને તેણે જે જોયું હતું તે આખું વર્ણન કર્યું. કાવ્યાની વાત સાંભળતા જ મહેક પરીની આંખ માંથી આશુ વહેવા લાગ્યા. કાવ્યા હજુ સમજી શકી ન હતી જે મહેક પરી એક રીંગ માટે આટલી કેમ તડપડી રહી છે.

મહેક પરીના આશુ લૂછતી કાવ્યા બોલી. મહેક તું આવી રીતે બેચેન અને રડતી હું તને જોઈ શકતી નથી. કા તું આ દુઃખ નું કારણ જણાવ અથવા રીંગ નું રહસ્ય.

મહેક આ બંને સવાલના જવાબ માટે હજુ તૈયાર હતી નહિ. કાવ્યાનું ઘણું કહેવા છતાં તે રાજ ખોલવા માંગતી ન હતી. કાવ્યા આશ્વાસન આપતી બોલી.
મહેક કઈક તો બોલ... રીંગ લાવી આપવાનો કોઈ રસ્તો હોય તો જણાવ.? હું ગમે તે ભોગે તારા માટે રીંગ લાવી આપીશ.

આશ્વાસન ભર્યા શબ્દો સાંભળીને મહેક પરીના ચહેરા પર થોડીક ખુશી આવી. કાવ્યાનો હાથ પકડીને બોલી.
કાવ્યા તું સાચે મારું કામ કરીશ ને..! તું ગમે તે ભોગે રીંગ લાવી આપીશ ને.?

પહેલા ઉપાય તો બતાવ મને. કાવ્યા બેચેન બનીને મહેક સામે જોઈ રહી.

તો સાંભળ. વિરેન્દ્રસિંહ અને માયાની સગાઈ આવતા મહિને થવાની છે. આ સગાઈ તારે કોઈ પણ ભોગે તોડવાની છે. આ સગાઈ તૂટશે એટલે વિરેન્દ્રસિંહ પાસેથી રીંગ મેળવવાનો રસ્તો મોકળો બની જશે.

આશ્ચર્ય સાથે કાવ્યા બોલી.
વિરેન્દ્રસિંહ અને માયાની સગાઈ મારાથી તૂટશે નહિ આતો પાપ કહેવાય. આ પાપ મારાથી નહિ થાય..

વિરેન્દ્રસિંહની જીંદગીમાં કોઈ બીજું છે તું કેમ કાવ્યા સમજતી નથી. મારું આટલું કામ નહિ કરે. આટલું કહીને મહેક ફરી રડવા લાગી.

કાવ્યા તેને વચન આપે છે. હું વિરેન્દ્રસિંહ અને માયાની સગાઈ થવા નહિ દવ અને હવે પાછી ફરીશ તો રીંગ લઈને પાછી ફરીશ.

વિરેન્દ્રસિંહ અને માયાની સગાઈ કાવ્યા થવા નહિ દે કે પોતે પણ કોઈ મુસીબત માં ફસાઈ જશે.? જોઈશું આગળના ભાગમાં..

ક્રમશ...