માછીમારના મૃત્યુથી કાવ્યાને મોતી મળવાનો રસ્તો મોકળો થઈ ગયો હતો. કાવ્યાએ જીનને સમુદ્ર કિનારે રાખીને તે એકલી સુવર્ણ મોટી માછલી પાસે ગઈ.
પહેલે થી બધી સુવર્ણ માછલીઓ કાવ્યાની રાહ જોઈ રહી હતી. કાવ્યાએ જ્યારે માછીમાર ને મોત ને ઘાટ ઉતાર્યો ત્યારે મોટી માછલી તેની દિવ્ય દૃષ્ટિથી આ બધું જોઈ રહી હતી અને આ આખી ઘણા ત્યાં રહેલી બધી માછલી ને કહી રહી હતી. માછીમારના મોતના સમાચાર સાંભળીને બધી માછલીઓ ખુશ થઈને કાવ્યાનો આભાર વ્યક્ત કરવા તેની રાહ જોઈ રહી હતી.
કાવ્યા જયારે મોટી માછલી પાસે આવે છે ત્યારે મોટી માછલી તેનું સ્વાગત કરે અને બધી માછલીઓ પણ કાવ્યાની ફરતે ચક્કર લગાવી સમુદ્રમાં ઉગી નીકળતા અમુક પ્રકારના ફૂલ વડે સ્વાગત કરે છે.
મોટી માછલી કાવ્યાને પ્રણામ કરીને તેમને આસન આપે છે ને આભાર વ્યક્ત કરે છે.
કાવ્યાએ માછીમારના મૃત્યુના સમાચાર મોટી માછલીને આપી ને મોટી માછલી આગળ મોતી ની માંગણી મૂકે છે. કે તમારી માંગણી પૂરી કરી છે આપ પણ મને મોતી આપીને તમારું બોલ પાળો.
મોટી માછલી તેનું વચન નિભાવવા પોતાના પેટમાં રહેલ મોતી બહાર કાઢીને કાવ્યાના હાથમાં આપતી કહે છે.
"કાવ્યા આ મોતી કોઈ સામાન્ય મોતી નથી. આ મોતી માં મોટી શક્તિ રહેલી છે. આ મોતી નું તું ધ્યાન રાખજે."
હાથમાં મોતી લઈને કાવ્યાએ મોટી માછલી નો આભાર વ્યક્ત કર્યો અને બધી માછલીઓ ની રજા લઈ ને સમુદ્ર કિનારે આવી. જયાં જીન તેની પહેલેથી રાહ જોઈ રહ્યો હતો.
કાવ્યા પોતાના હાથમાં રહેલ મોતી જીનને બતાવતા કહે છે.
હે.. જીન આ દિવ્ય મોતી મારે અત્યારે જ હિમાલયમાં આવેલ હેત પર્વત પાસે પહોંચી ને પરીઓના ગુરુમાં ને આ મોતી આપવાનું છું.
જીન મોતીને જોઈને ખુશ થાય છે અને કાવ્યા ને કહે છે. હું અત્યારે જ તને હેત પર્વત પાસે પહોંચાડી આપુ છું. ચાલ...
કાવ્યા જીનને કહે છે. સાંભળ જીન....
હું એકલી ત્યાં જતી રહીશ. તું હવે તારે જયા જવું હોય ત્યાં જઈ શકે છે.
જીન કહે છે. આટલી મહેનત પછી તને આ દિવ્ય મોતી મળ્યું છે. અને જો તું એકલી જતી વખતે તને કઈ થઈ ગયું અથવા કોઈ તારી પર હુમલો કરી પણ શકે છે એટલે હેત પર્વત સુધી હું તારી સાથે જ ચાલીશ.
જીનની વાત સાંભળીને કાવ્યા જીન સાથે હિમાલયમાં આવેલ હેત પર્વત પાસે પહોંચે છે.
હિમાલય ના હેત પર્વત પાસે આવીને જુએ છે તો ત્યાં પરીઓ ના ગુરુમાં નથી હોતા. ત્યાં તો બસ મહેક પરી ધ્યાન કરી રહી હતી. અને પહેલી વખત જ્યારે આવી હતી ત્યારે જે હતું તે બધું અત્યારે એમ નમ હતું. કાવ્યા ને એમ હતું કે મહેક પરીની તપસ્યાથી ગુરુમાં પ્રગટ થઈને તેમને તેમના દેશ લઈ ગયા હશે પણ મહેક પરીને જોઈને કાવ્યા સમજી ગઈ કે હજુ મહેક પરીની તપસ્યાથી ગુરુમાં ખુશ થયા નથી.
મહેક પરી પાસે આવીને કાવ્યા ગુરુમાં વિશે પૂછે છે. ધ્યાન માં બેઠેલી મહેક પરી જાગીને જુએ છે તો કાવ્યાની સાથે જીન નજરે ચડે છે. ને કાવ્યાના હાથમાં રહેલ દિવ્ય મોતી પણ જોઈને ખુશ થાય છે ને કાવ્યાની હિંમત ના વખાણ કરીને કાવ્યાને તેની પાસે બેસવા કહે છે. સાથે જીન ને પણ પ્રણામ કરીને આસન ગ્રહણ કરવા કહે છે.
મહેક પરી કાવ્યા ને સમજાવે છે. કે ગુરુમાં નું જો ધ્યાન કરવામાં આવે તો જ ગુરુમાં અહી પ્રગટ થશે. ભલે તે ગુરુમાં એ કહ્યું હતું તે કરી બતાવ્યું પણ ગુરુમાંના દર્શન માટે તારે તેનું ધ્યાન કરવું જ રહ્યું.
કાવ્યા વધુ સમય બગાડવા માંગતી ન હતી એટલે જીન ને કહ્યું.
હે જીન હું ગુરુમાં ના ધ્યાનમાં બેસવા જઈ રહી છું. અને તારે મારો અને આ મોતી નો પુરે પૂરો ખ્યાલ રાખવો પડશે. બાજુમાં મહેક પરી હતી તો પણ કાવ્યા ને તેના પર વિશ્વાસ મૂકી શકતી ન હતી કેમકે તે જે સજા ભોગવી રહી છે તેનું કારણ તેના કોઈ પાપ નું કારણ જ હોય શકે. એટલે કાવ્યાએ જીનને ભલામણ કરી ને તે ગુરુમાં નું ધ્યાન કરવા લાગી. જીન કાવ્યા સામે બેસીને તેનું રક્ષણ કરવા લાગ્યો.
શું કાવ્યા સામે ગુરુમાં પ્રગટ થાશે.? શું કાવ્યા ને ગુરુમાં પોતાના પરીઓના દેશમાં લઈ જશે.? તે જોઈશું આગળના ભાગમાં..
ક્રમશ...