Tha Kavya - 59 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫૯

Featured Books
Categories
Share

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫૯

જીન અને કાવ્યા સફેદ કલરના પહાડો પાસે આવે છે. અને દરિયા કિનારે આવીને પહેલા બંને વિચાર કરે છે. આ માછીમાર ને બહાર લાવીને કેવી રીતે તેની જાળ તેના પર નાખવી.

ઘણો સમય વિચાર કર્યા પછી કાવ્યા ને મનમાં એક યુક્તિ સૂઝી તે યુક્તિ જીન ને કહે છે. જીન યુક્તિ ને સમજીને તે યુક્તિ પર બંને કામે લાગી જાય છે. અને માછીમાર ના બહાર આવવાની રાહ જોવા લાગે છે.

માછીમાર નો પગરવ નો અવાજ જીનના કાન પર પડતાં જીન દોડીને સમુદ્રમાં જઈને એક મોટી વહેલ નું સ્વરૂપ લઇ લીધું. કાવ્યાના સપના માટે જીન આજે મોતના મુખમાં જવા માટે તૈયાર થઈ ગયો હતો. કેમકે જીનને પણ એક ઈચ્છા હતી કે કાવ્યા પરી બને અને હંમેશા મારી સાથે રહે.

કાવ્યા છૂપી રીતે માછીમાર ના બહાર આવવાની રાહ જોઈ રહી હતી. તેમણે માછીમાર ને મારવાની બધી તૈયારી કરી ચૂકી હતી. માછીમાર ધીરે ધીરે સમુદ્ર કિનારે આવવા લાગ્યો. સમુદ્રમાં રહેલી સુવર્ણ માછલીઓ ઘણા દિવસો થી કાઠે આવી ન હતી એટલે માછીમાર એક પણ માછલીનો શિકાર કરી શક્યો ન હતો એટલે માછીમાર ભૂખ્યો હતો. અને ભૂખ નો માર્યો તેને થોડી અશક્તિ પણ આવી ગઈ હતી. ભૂખ થી તેની યાદશક્તિ પણ ઓછી થઈ ગઈ હતી.

માછીમાર ધીરે ધીરે સમુદ્ર કિનારે આવવા લાગ્યો. રોજ સમુદ્ર કિનારે માછલીઓ નજર ન આવતા તે પાછો ફરતો પણ આજે જ્યારે તેણે સમુદ્ર પર નજર કરી તો તેને એક મોટી વહેલ માછલી નજરે ચડી. વહેલ માછલીને જોઈને માછીમારની ખુશી નો કોઈ પાર રહ્યો નહિ. તેને એ વિચાર ન આવ્યો કે આટલા વર્ષોથી હું અહી રહું છું ને આ સમુદ્રમાં ક્યારેય વહેલ માછલી જોવા મળી નથી તો આજે કેમ અહી વહેલ માછલી દેખાઈ રહી છે. તે એમ જ સમજ્યો કે વહેલ માછલી ભૂલી પડી હશે એટલે અહી આવી ચડી હશે.

સમુદ્ર કિનારે આવીને માછીમારે જાળ સમુદ્ર માં ફેકી. થોડો સમય તો જીન વિચારતો રહ્યો કે જો હું વહેલ માછલી તો બન્યો છું પણ યોગ્ય સમયે કાવ્યા કંઈ કરશે નહિ તો આ માછીમાર મને હંમેશા માટે જમીનમાં દફનાવી દેશે આ ડર થી તે થોડો સમય વિચારતો રહ્યો પછી કાવ્યા ની હિમ્મત જોઈને તે યુક્તિ પ્રમાણે જીન વહેલ માછલીના રૂપમાં જાળમાં ફસાઈ ગયો.

જાળમાં વહેલ માછલી આવતા માછીમાર ની ખુશીનો પાર ન રહ્યો તેને એમ થયું કે થોડા દિવસ સુધી કોઈ માછલીનો શિકાર પણ કરવી નહિ પડે એટલું ભોજન મળી ગયું.

જાળમાં માછલી આવી જતા માછીમાર જાળ ને સમુદ્ર માંથી બહાર લાવવા કોશિશ કરે છે પણ જાળ થીડી પણ સમુદ્ર માંથી બહાર આવતી નથી. માછીમાર થોડી વધુ શક્તિ જાળને બહાર લાવવાની કોશિશ કરે છે. તો પણ જાળ થોડી પણ બહાર આવતી નથી.

માછીમાર જેટલી તાકાતથી જાળ બહાર લાવવાની કોશિશ કરી રહ્યો હતો તેટલી શક્તિ થી જીન તે જાળ ને પકડી રોકી રાખતો હતો. કેમ કે જીનને કાવ્યાએ કહ્યું હતું બે વખત તારે આ જાળને સમુદ્રની બહાર લાવવા દેવાની નથી.

માછીમાર હવે જાળને બહાર લાવવા પૂરી તાકાત લગાવી છે. કાવ્યા ના કહેવા પ્રમાણે જીન આ વખતે જાળ ને પકડી રાખવાનો ન હતો. માછીમારે જ્યારે જાળ ને બહાર લાવવા પૂરી તાકાત લગાવી ત્યારે જીને જાળ અચાનક મૂકી દીધી. માછીમારે એટલી તાકાત લગાવી કે જાળ સાથે વહેલ માછલી જોરથી સમુદ્ર કાઢે આવવા લાગી.

જ્યારે માછીમાર સમુદ્ર માંથી જાળ બહાર કાઢવા કોશિશ કરી રહ્યો હતો ત્યારે કાવ્યા એ માછીમાર ની પાછળ તેની શક્તિ નો પ્રયોગ કરી ને મોટો ખાડો ખોદી કાઢ્યો હતો.

માછીમાર જેવો જાળને ખેંચીને સમુદ્ર કાઠે લાવે છે ત્યારે તે થોડો પાછળ ચાલે છે તેને તે પણ ખબર હતી નહિ કે પાછળ એક મોટો ખાડો છે. પાછળ પાછળ ચાલતી વખતે માછીમાર ખાડા માં પડી જાય છે. તેજ વખતે જીન જાળ માંથી બહાર નીકળી જાય છે અને જીન ને કાવ્યા સાથે મળીને તે જાળ ને પકડી ને તે માછીમાર પર ફેકે છે. માછીમાર ઉપર પોતાની જાળ આવતા અને સાધુના શ્રાપના કારણે માછીમાર મૃત્યુ પામે છે. માછીમાર મૃત્યુ પામતા જીન એક ફૂક મારીને તે ખાડા ને રેતી થી ઢાંકી દે છે.

માછીમાર ને મારીને કાવ્યાએ સુવર્ણ માછલી નું વચન પાળી બતાવ્યું તો શું સુવર્ણ માછલી મોતી આપીને પોતાનુ વચન પૂરું કરશે. ? તે જોઈશું આગળના ભાગમાં..

ક્રમશ...