Tha Kavya - 56 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫૬

Featured Books
Categories
Share

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫૬

માછીમાર અર્ધપરી ને લલકારવા લાગ્યો હતો. અર્ધ પરીને શું કરવું તે ખબર પડતી ન હતી. અર્ધ પરી માછીમારની શક્તિ વિશે થોડો પણ ખ્યાલ હતો નહિ. છતાં પણ અર્ધ પરી માછીમાર સામે લડવા તૈયાર થઈ.

અર્ધપરી પોતાની પાસે રહેલ શક્તિ વડે મુખ માંથી એક અગ્નિ ની જ્વાળા ઉત્પન્ન કરીને માછીમાર તરફ ફેકે છે. માછીમાર તેનો બચાવ કરવા તેની આગળ પોતાની પાસે રહેલી જાળ રાખી દે છે અને પોતે પોતાનો બચાવ કરી લે છે. આમ જાળ આગળ આવતા અર્ધપરી દ્વારા ફેંકવામાં આવેલી અગ્નિ ની જ્વાળા વ્યર્થ જાય છે. હવે અર્ધ પરી ફરી વાર અગ્નિ ની જ્વાળા ફેંકવાનો પ્રયાસ કરે તે પહેલા માછીમાર અર્ધપરી પર પોતાની પાસે રહેલ જાળ તેના પર ફેકે છે અને અર્ધપરી જાળમાં ફસાઈ જાય છે.

અર્ધપરી જાળમાં ફસાઈ ગયા પછી ઘણી મહેનત કરે છે પણ બહાર નીકળી શકતી નથી. આખરે તેની પાસે રહેલી દિવ્ય શક્તિનો પ્રયોગ કરીને તે જાળ માંથી બહાર નીકળી જાય છે. અર્ધપરી એક પરી હતી નહિ કે માછલી. એટલે જાળ ની તેની પર ખાસ અસર થઈ નહિ. અર્ધપરી ત્યાંથી નીકળીને તે સરોવર ના તળીયે પોતાના સાથને આવે છે.

હારનો સામનો કર્યા પછી અર્ધપરી નિરાશ થઈ જાય છે. આગળ શું કરવું તેને કંઈ સૂઝતું નથી. તેને એવું લાગી રહ્યું હતું. કે માછીમાર થી આપણે બચી નહિ શકીએ.

વિચારતી અર્ધપરી ને વિચાર આવ્યો હું હજુ ભલે શ્રાપ થી મુક્ત ન થાવ પણ આ માછીમાર ના ભય થી જરૂર મુક્ત થઈશ. તે માટે હું ગુરુમાં ની આરાધના કરીશ અને તેની પાસેથી કોઈ રસ્તો મેળવીશ.

પછી અર્ધપરી ધ્યાન માં બેસીને પરીઓના ગુરુમાં ની આરાધના કરવા લાગી. સમય વીતતો ગયો તેમ તેમ માછીમાર સરોવરમાં માછલીનો શિકાર કરતો રહ્યો. અને ધીરે ધીરે સરોવર માંથી માછલીઓ ઓછી થવા લાગી.

આખરે એક દિવસ આવી ગયો જ્યારે અર્ધપરી ની તપસ્યા ફળે છે. તેની તપસ્યા થી પ્રસન્ન થઈને પરીઓ ની ગુરુમાં તેની સામે પ્રગટ થાય છે અને વચન માંગવા કહે છે.

અર્ધપરી જે માટે ગુરુમાં ની તપસ્યા કરી રહી હતી. તે આજે ગુરુમાં ને જોઈને તેને પ્રણામ કરી આશીર્વાદ માં માછીમાર ને મારવા માટે નું હથિયાર માંગે છે.

અર્ધપરી નું આ વરદાન સાંભળી ને ગુરુમાં અર્ધપરી ને સમજાવે છે.
હે અર્ધપરી માછીમાર ને મારી શકાય તેવી મારી પાસે શક્તિ નથી પણ તું કહીશ તો મારી શક્તિ થી માછીમાર ને અહીથી દૂર મોકલી દઈશ.

અર્ધપરી નો મુખ્ય હેતુ હતો કે માછીમાર ને મારી જ નાખવામાં આવે જેથી અહી નહિ તો બીજે પણ તે માછલીઓ નો શિકાર કરી શકે નહિ. એટલે અર્ધપરી હાથ જોડીને ગુરુમાં ને વિનંતી કરે છે.

હે.. ગુરુમાં અમે બધી માછલીઓ એકઠી થઈને તેની સામે લડીને અથવા એક પણ માછલી સરોવર ઉપર ન આવે તો તે આપો આપ હારીને અહી થી માછીમાર દુર જઈ શકે તેમ છે. અથવા ભાગી જાય, પણ અમારે માછીમાર ને ખતમ કરી નાખવો છે. આપ કોઈ રસ્તો બતાવો.

ગુરુમાં અર્ધપરી ને કહે છે .
હે અર્ધપરી તારી તપસ્યા થી હું ખુશ થઈ છું. એટલે તને આજે મારા શ્રાપ થી મુક્ત કરું છું. તું પહેલા જેવી પરી બની જઈશ. રહી વાત તારી ઈચ્છા ની તો માછીમાર ને તું કે હું મારી નહિ શકીએ કેમકે તેના ગુરુ પાસેથી તેનું વરદાન હતું કે તને તેજ મારી શકશે જે તારી સૌથી નજીક હશે. એટલે માછીમાર તેની નજીક આવનાર ને ખતમ કરી નાખે છે. પણ તારી પાસે રહેલી બુદ્ધિ અને શક્તિ થી તું કઈક એવું કર જેનાથી તેના મોત નું કારણ બની શકે. તે પહેલાં તારી શક્તિ થી આ માછીમાર ને આ સરોવર થી દુર ભગાડી દે.

ગુરુમાં ની વાત હવે પરી ને યોગ્ય લાગી. તેણે તેની સાથે રહેલી બધી માછલીઓ ને આશ્વાસન આપે છે હું જલ્દી આ માછીમાર ને અહી થી ભગાડી મૂકું છું. આપ પછી શાંતિ થી રહેજો. સાથે ગુરુમાં ને પ્રણામ કરીને તે સરોવર કાઠે આવે છે.

સરોવર ના કાઠે હજુ માછીમાર પોતાની પાસે જ જાળ રાખીને ઊભો હતો. માછીમાર આ પરીને જોઈને તેને પામવા અને જાળમાં ફસાવવા જાળ ફેંકવા જાય તે પહેલાં પરી કિનારે આવીને માછીમાર પર શક્તિ નો પ્રહાર કરે છે. આટલી મોટી શક્તિનો પ્રહાર સહન ન થતાં તેને મોતનો ડર લાગતા માછીમાર ત્યાંથી ભાગી જાય છે.

માછીમાર આખરે આ સરોવર છોડી ને ક્યાં જશે. અને તેમનું મોત નું કારણ કોણ બનશે તે જોઈશું આગળના ભાગમાં..

ક્રમશ...