વિચારતી કાવ્યા ને હવે જીન યાદ આવે છે. ટાપુ થી ઘણી દૂર હતી એટલે કાવ્યા ને લાગ્યું જો જીન નું હું સ્મરણ કરીશ તો કદાચ જીન અહી મારી મદદે આવી શકે છે. આ વિચારથી કાવ્યા જીન નું આહવાન કરવા લાગી. થોડીક ક્ષણોમાં જીન કાવ્યા સામે પ્રગટ થાય છે.
જીન કાવ્યા ને પ્રણામ કરી ટાપુ પર ન આવી શક્યો એ માટે માફી માંગે છે. અને જીન ને હુકમ કરવાનું કહે છે.
કાવ્યા જીન ને ટાપુ ની વાત કરે અને માછીમાર ને મારવા માટે તેની પાસે થી મદદ માંગે છે. જીન ને કાવ્યા કહે છે.. જીન તું તારી શક્તિ વડે માછીમાર ને મારી નાખ. પણ જીન કાવ્યા ને સમજાવતા કહે છે.
હે પરી.. હું પહેલી વાર તે ટાપુ પર એક વાર આવી શૂક્યો હતો. તે સમયે હું કોઈનો ગુલામ હતો. મારા માલિકે મને આ ટાપુ પર સુવર્ણ માછલીમાં રહેલ મોતી લાવવામાં માટે મને આજ્ઞા કરી હતી. આજ્ઞા મળતા હું તે ટાપુ પર પહોચ્યો. અને સુવર્ણ માછલી ને શોધવા લાગ્યો ત્યાં પાછળ થી એક માછીમારે મારા પર જાળ નાખી અને હું જાળ માં ફસાઈ ગયો. ઘણી મહેનત અને શક્તિ લગાવી પણ તે જાળ માંથી હું મુક્ત થઈ શક્યો નહિ આખરે મારી પર માછીમારે દયા કરી ને મને મુક્ત કરી દીધો. તે દિવસ પછી હું તે ટાપુ પર ક્યારેય ગયો નહિ અને મારી હિમ્મત પણ ચાલી નથી.
જીન આગળ વાત કરતા કહે છે. તે માછીમાર એક રાક્ષસ છે એ તું જાણે છે પણ આજે હું તને માછીમાર પાસે રહેલ જાળ નું રહસ્ય કહું છું.
આ ટાપુ પર તપસ્યા પૂરી કરી તે સંત પોતાના આશ્રમ તરફ રવાના થયા. સંત તે સમયે વૃદ્ધ થઈ શુકયા હતા એટલે માણસ ની પારખવાની શક્તિ ખતમ થઈ ગઈ હતી. બસ બધા પર વિશ્વાસ મૂકી દેતા. સંત ને આશ્રમ તરફ જતી વખતે તેને પાણી ની તરસ લાગે છે. તેમની પાસે રહેલ શક્તિ થી તે પાણી મેળવી શકતા હતા પણ તેણે એવું ન કર્યું અને પાણી ની શોધ કરવા લાગ્યા. ચાલતા ચાલતા તેને એક સરોવર નજરે ચડે છે. સરોવર પાસે જઈને જુએ છે તો એક માછીમાર સરોવર માં માછલીઓ પકડી રહ્યો હતો.
સંત સરોવર પાસે જઈને સરોવર નું પાણી પીવા જાય છે ત્યાં પેલો માછલી પકડી રહેલ માછીમાર સંત ને પાણી પીવા માટે રોકે છે અને કહે છે. આ સરોવર નું પાણી આપ પિસો નહિ..
આ સાંભળી ને સંત પાછા ફરવા જાય છે ત્યાં માછીમાર સંત સામે એક પાણી નો ઘડો આપે છે. અને માફી માંગતા કહે છે. ક્ષમા કરશો મહાત્મા... મારો કહેવાનો મતલબ હતો કે આપ માછલી વાળું પાણી પીશો નહિ. અહી ઘણી ઝેરી માછલીઓ પણ રહે છે.
સંત પાણી પી ને માછીમાર ને કઈક માંગવા કહે છે. ત્યારે માછીમાર સંત ને જોઈને લાલચ જાગે છે કે જો હું આ સંત નો શિષ્ય થઈશ તો મને તેમની બધી શક્તિ મળી જશે. એટલે સંત પાસે શિષ્ય બનવાનું આશીર્વાદ મેળવે છે. સંત આશીર્વાદ આપી માછીમાર ને સાથે પોતાના આશ્રમ લઈ જાય છે. ત્યાં માછીમાર સંત ની ખુબ જ સેવા કરે છે. જ્યારે જ્યારે માછીમાર સંત ની સેવા કરતો હતો ત્યારે સંત સામે એક જ વાત કર્યો. હે ગુરુ તમારા ગયા પછી હું તમારી સેવા તો ગુમાવી બેસીશ પછી તો મારી પાસે એક જ રસ્તો રહેશે ફરી માછલી પકડી ને રોજી રોટી કમાવી ને ખાવાનો. તે માટે મારે એક મોટી જાળ બનાવવી પડશે.
અવાર નવાર જાળ ની વાત માછીમાર ના મુખે થી સાંભળી ને સંતે મરતા પહેતા તેમની પાસે રહેલી બધી શક્તિ તેને અર્પણ કરી અને એક શક્તિશાળી જાળ આપતા કહ્યું કે આ જાળ થી કોઈ પણ પકડી શકીશ. માછીમાર સંત પાસે થી એક એવી શક્તિ પણ મેળવી લે છે એ શક્તિ થી તેને કોઈ મારી પણ ન શકે. ત્યાર પછી તે માછીમાર અહી ટાપુ પર મોતી મેળવવા આવી ચડે છે.
જીન આગળ વાત કરતા કહે છે. આ માછીમાર નું મોત કરી રીતે લખ્યું છે તે હું જાણતો નથી પણ એટલું જરૂર થી કહીશ કે તે એક રાક્ષસ છે અને તેની પાસે સંત ની એક શક્તિ છે એટલે તેને સામાન્ય શક્તિ મારી નહિ જ શકે. તે માટે કોઈ મોટી શક્તિ ની જરૂર પડશે.
શું કાવ્યા માછીમાર ને મારવા કામયાબ થશે કે નહીં શું જીન કાવ્યા ની કોઈ મદદ કરશે કે નહિ તે જોઈશું આગળના ભાગમાં...
ક્રમશ...