સક્ષસ એક માણસ ના રૂપ સાથે સમુદ્ર તરફ આગળ વધ્યો. અને સમુદ્ર પર નજર કરીને અમને શોધતો રહ્યો. અમે તેનાથી ઘણી દૂર હતા એટલે તેની કોઈ શક્તિ અમારી પર અસર કરે તેમ હતી નહિ. તે સમુદ્ર ની અંદર આવી ને તેમણે તેની શક્તિ નો પ્રયોગ તો કર્યો પણ તે નિષ્ફળ રહ્યો. તે બધી સુવર્ણ માછલીઓ ને પોતાના વશમાં કરવા માંગતો હતો.
તે સમુદ્ર માંથી પાછો ફર્યો અને તેણે માછીમાર નું રૂપ ધારણ કરી ને એક નાવડી તૈયાર કરી અને જાળ પણ તૈયાર કરી. હાથમાં જાળ લીધી અને નાવડીમાં બેસીને સમુદ્રમાં થોડે અંદર આવ્યો જ્યાં અમે બધી માછલીઓ રહેતી હતી.
એમને જોઇને તે માછીમાર બહુ જ ખુશ થઈ ગયો. તેને લાગ્યું હવે જો બધી માછલીઓ ને મારી જાળ માં લઇ લઈશ તો મને મોતી અવશ્ય મળી જશે. તે વિચાર થી તેણે પાણીમાં જાળ નાખી. બધી માછલીઓ તે જાળમાં આવી તો ગઈ પણ અમને મળેલું વરદાન થી કોઈ માછલી તે જાળ માં રહી શકી નહિ. તે જાળ તોડી ને બધી માછલી બહાર આવી ગઈ. થોડી વાર તો માછીમાર જોઈ રહ્યો કે આ શું થયું. આ સામાન્ય માછલીમાં આટલી તાકાત ક્યાંથી આવી કે એક પળમાં તેણે મારી જાળી તોડી નાખી.
માછીમાર ગુસ્સે ભરાયો અને ગુસ્સામાં ને ગુસ્સા માં તેણે પાણીમાં હાથ નાખ્યો જેમાં એક બે માછલી તેના હાથમાં આવી અને તે બંને માછલીઓ ને પહેલા ફાડી ને જોઈ લીધું કે અંદર મોતી તો નથી ને.. મોતી ન મળતા તે બંને માછલીને ખાઈ ગયો અને કિનારા તરફ પાછો ફર્યો. તે દિવસ પછી તે માછીમાર રોજ પોતાની નાવડી લઈને સમુદ્રમાં આવે છે. હાથ વડે જે કોઈ માછલી હાથમાં આવે તેને ફાડીને ખાઈ જાય છે.
તે મોટી માછલી કાવ્યા ને આખી ઘટના સંભળાવી દીધી. કાવ્યા મોતી અને માછલીઓ સાથે માછીમાર નું રહસ્ય પણ જાણી ચૂકી હતી.
કાવ્યા જે કામ થી અહી આવી હતી તે મોટી માછલી આગળ માંગણી કરી. કે આપ મને તમારી પાસે રહેલ દિવ્ય મોતી મને આપશો..?
મોટી માછલી ને ખબર જ હતી કે અહી સુધી ફરી કોઈ તો મોતી મેળવવા આવવાનું જ છે. કાવ્યા ને મોટી માછલી એ કહ્યું. હે કાવ્યા તારી પહેલા પણ કોઈ એક પરી આ મોતી મેળવવા અહી સુધી આવી હતી. પણ તેને વગર મોતી એ પાછું ફરવું પડ્યું કેમકે તેને ઝૂંટવી ને મોતી જોઈતું હતું તેતો અમે કોઈ કાળે આપવા માંગતા ન હતા. અમારી વચ્ચે લડાઈ થઈ અને તે પરી ને હારીને ખાલી હાથે જવું પડ્યું હતું.
આગળ વાત કરતા તે મોતી માછલી કહે છે. હે કાવ્યા તે સામેથી તારો પરિચય અને સ્વભાવ અમારી આગળ કહ્યો એટલે મે તારી પર વિશ્વાસ કરી આખી ઘટના તને કહી. હવે જો તું મોતી મેળવવા માંગતી હોય તો તારે મારું એક કામ કરવું પડશે.
જિજ્ઞાસા વશ થઈ કાવ્યા બોલી.
બોલો તમે કહેશો તે હું કરવા તૈયાર છું. અત્યારે સુધી કંઈ ને કઈ મેળવવા માટે કંઈ પણ કરી ચૂકી છું તો એક નવું કામ પણ કરી લવ. આ વિચાર થી કાવ્યા એ મોટી માછલી ને કહ્યુ આપ જલ્દી કહો. હું તમે જે કહેશો તે બને એટલી વહેલી તકે કરીને મોતી મેળવવા માંગુ છું.
મોટી માછલી કહે છે. કાવ્યા આટલી ઉતાવળ સારી નહિ. ક્યારેક ઉતાવળ માં ભાન ભૂલી ને મોટી મુસીબત નો સામનો પણ કરવો પડે છે. એટલે હે કાવ્યા હું તને જે કામ સોંપવા જઈ રહી છું તે કામ તારે ધીરજ થી કરવું પડશે. પહેલી વાર ઉતાવળ કરીને અહી આવી પણ જાળ માં ફસાઈ અને માંડ માંડ તું અમારા કારણે નીકળી શકી. એટલે આ વખતે તું નિરાતે કામ કરજે.
તમારી વાત હું સમજુ છું. માણસ ને જ્યારે ઠોકર લાગે ત્યારે બુદ્ધિ આવે છે. એ હું સારી રીતે સમજી ગઈ છું. પણ મને આપે ઘણું માર્ગદર્શન આપ્યું હવે જે કામ તમે મને મોતી માટે સોંપવા માંગો છો તે આપ મને જલ્દી કહો . કાવ્યા એ વિનંતી કરી ને કહ્યું.
તો સાંભળ કાવ્યા આ મોતી હું તને એક શરતે આપી શકીશ. શરત એટલે કે તારે પેલા માછીમાર ને મારીને અમારી સામે લાવવો પડશે. કેમકે અમારો એ મોટામાં મોટો દુશ્મન બની શુકયો છે.
શું કાવ્યા માછીમાર ને મારવા સફળતા મળશે. કેમકે કાવ્યા કરતા માછીમાર વધુ તાકાત વાળો છે. આ બધું જોઈશું આગળના ભાગમાં...
ક્રમશ...