The Next Chapter Of Joker - Part - 24 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | The Next Chapter Of Joker - Part - 24

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

The Next Chapter Of Joker - Part - 24

The Next Chapter Of Joker

Part – 24

Written By Mer Mehul

રાતનાં અગિયાર વાગ્યાં હતાં. છેલ્લી બે કલાકથી જુવાનસિંહ, ફજલ અને પોતાનાં કાફલા સાથે વડોદરા હાઇવે નજીક એક સુમસાન જગ્યા પર બંધ જીપમાં બેઠા હતા. ચાવડાએ તેનાં ખબરીઓને એક્ટિવ કરી દીધાં હતાં. ત્રણ ખબરીઓ જ્યાં મુંબઈ જતી બસો ઉભી રહેતી ત્યાં ધ્યાન રાખીને બેઠાં હતાં. હજી સુધી કોઈ હરકત નોંધવામાં નહોતી આવી. અડધી કલાક ફજલ પર ઇકબાલનો કૉલ આવ્યો હતો અને તેણે અડધી કલાક પછી હાઇવે પર આવવા કહ્યું હતું. સહસા ફજલનો ફોન રણક્યો. જુવાનસિંહે તેને ફોન સ્પીકર પર રાખીને વાત કરવા કહ્યું.
“અસલ્લામુ અલઈકુમ ભાઈજાન”
“વાલેકુમ અસ્લામ” ફજલે કહ્યું.
“ક્યાં પહોંચ્યા ?”
“પાંચ મિનિટમાં પહોંચ્યો…તમે ક્યાં છો ?”
“અબ્દુલચાચાની ચાની લારી પર આવી જાઓ…” ઇકબાલે કહ્યું.
“ઑકે…” કહેતાં ફજલે ઉતાવળથી ફોન કાપી નાંખ્યો. જુવાનસિંહે ચાવડા સામે જોયું. ચાવડાએ તેનાં ખબરીને ફોન કર્યો. ખબરીએ ખાતરી કરી એટલે ચાવડાએ જુવાનસિંહને અંગૂઠો બતાવ્યો.
“સાગર…” જુવાનસિંહે સાગર તરફ જોઈને કહ્યું.
“યસ સર…હું તૈયાર છું…” સાગરે કહ્યું.
“બેસ્ટ ઓફ લક..” કહેતાં જુવાનસિંહે દરવાજો ખોલ્યો. બધા પણ જીપમાંથી બહાર આવ્યાં.
“કોન્ફરન્સમાં કનેક્ટ કરું છું” જુવાનસિંહે કહ્યું. બધાએ કૉલ ચૅક કર્યો પછી અંગૂઠા બતાવીને બધાં પોતાનાં રસ્તે નીકળી ગયાં. સાગર અને ફજલ હાઇવે રોડ તરફ ચાલવા લાગ્યાં. જુવાનસિંહ અને રમીલા ડાબી તરફનાં રસ્તા તરફ અગ્રેસર થયા, હિંમત અને ચાવડા જમણી તરફનાં રસ્તે આગળ વધ્યાં. ઇકબાલને બધી બાજુથી ઘેરીને બાનમાં લેવાની વ્યૂહરચના ઘડવામાં આવી હતી. બધાને પોતાનું કામ પહેલેથી જ સમજાવી દેવામાં આવ્યું હતું. સાગર, ફજલથી થોડું અંતર જાળવીને ચાલતો હતો. ફજલનાં હાથમાં એક કપડાંની થેલી આપવામાં આવી હતી, જેમાં બે જોડી કપડાં હતાં. ફજલ આગળ વધતો હતો, તેની પાછળ સાગર હતો. સહસા સામેથી આવતો એક વ્યક્તિ ફજલ સાથે અથડાયો, જેને કારણે ફજલનાં હાથમાં રહેલી થેલી પડી ગઈ અને એક શર્ટ બહાર આવી ગયો.
“સૉરી ભાઈ…ફોનમાં ધ્યાન હતું…” અથડાયેલાં વ્યક્તિએ પોતાની ભૂલ કબુલતા કહ્યું અને નીચે ઝુકીને શર્ટને થેલીમાં રાખી, થેલી ફજલનાં હાથમાં આપી.
“ઇટ્સ ઑકે..” કહેતાં ફજલ ચાલવા લાગ્યો. સાગરે આ ઘટનાં જોઈ હતી. અથડાયેલો વ્યક્તિ સાગર તરફ ચાલીને આવતો હતો. સાગર અને એ વ્યક્તિની નજર એક થઈ એટલે તેણે રસ્તો બદલ્યો. સાગરને શંકા ગઈ. પેલો વ્યક્તિ સાગરથી નજર ચુરાવીને બાજુમાં પડતાં રસ્તા તરફ આગળ વધ્યો. સાગર તેને ઓળખતો હતો. એ વ્યક્તિ મામૂલી ચોર હતો, જે ઘણીવાર પોલીસ સ્ટેશનમાં કેદ થયેલો.
સાગરે તેને સાઈડમાં રાખીને ફજલ પર ધ્યાન આપ્યું. ફજલ આગળ નીકળી ગયો હતો. સાગર ઉતાવળા પગે તેની પાછળ ચાલવા લાગ્યો.
“અમે પહોંચવામાં છીએ…અપડેટ આપો…” જુવાનસિંહે કોન્ફરન્સમાં કહ્યું.
“અમે પણ…” હિંમતે કહ્યું.
“સાગર…” જુવાનસિંહે કહ્યું.
“હું ફજલથી દસ મીટરની દૂર છું…ફજલ ચાની લારીએ પહોંચ્યો છે. તેની સામે ઇકબાલ ઉભો છે..” સાગરે કહ્યું, “શું કરવાનું છે સર ?”
સહસા એક ધડાકો થયો. બધાનું ધ્યાન જે તરફથી અવાજ આવ્યો હતો એ તરફ ગયું. એ અવાજ ચાની લારી તરફથી આવ્યો હતો. ચાની લારી પાસે ઇકબાલ જમીનદોસ્ત થઈને પડ્યો હતો. તેની સામે ફજલ ઉભો હતો. તેનાં હાથમાં પિસ્તોલ હતી, જેનું નાળચુ ઇકબાલ તરફ હતું. ફજલે બીજી ગોળી ચલાવી. એ જ સમયે જુવાનસિંહે ફાયરિંગનો ઓર્ડર આપ્યો. સાગરે પોતાની કમરે રહેલી પિસ્તોલ હાથમાં લીધી અને ફજલ તરફ નાળચુ ફેરવ્યું. સાગર નજર ઊંચી કરીને નિશાન તાંકે એ પહેલાં એક ગોળી તેનાં ગુદામાં પેસી ગઈ. સાગરનાં મોઢામાંથી ચીસ નીકળી ગઈ.
ફજલે સ્ફૂર્તિ બતાવી હતી. ઇકબાલને બે ગોળી મારી પછી એ સાગર તરફ ફર્યો હતો અને ગોળી ચલાવી હતી. જુવાનસિંહ અને હિંમતની દોડી, એ લોકો પહોંચે એ પહેલાં એક સફેદ સ્વીફ્ટ લારી પાસે આવીને ઉભી રહી. ફજલ ઉતાવળથી એમાં બેસી ગયો એટલે સ્વીફ્ટ વડોદરાનાં હાઇવે તરફ નીકળી ગઈ. એકબાજુ ઇકબાલ જમીનદોસ્ત થઈને પડ્યો હતો અને બીજીબાજુ સાગર પણ પેટ પર હાથ રાખીને ઘૂંટણભેર બેસી ગયો હતો.
“હિંમત…તમે ઇકબાલને જુઓ…”જુવાનસિંહે દોડતાં દોડતાં જ કહ્યું અને પોતે સાગર તરફ આગળ વધ્યાં. સાગરને રોડ પર જ સુવરાવી જુવાનસિંહે તેનો ઝખમ તપાસ્યો. સાગરનાં પેટમાં ગોળી ખૂંચી ગઈ હતી.
“હેલ્લો…ctm હાઇવે પાસે ફાયરિંગ થયું છે...કૉન્સ્ટબલ સાગર ઘાયલ થયા છે…એમ્બ્યુલન્સ મોકલો…” રમીલાએ કોલમાં કહ્યું.
“રૂમાલ આપો…” રમીલા તરફ જોઈને જુવાનસિંહે કહ્યું. રમીલાએ પોકેટમાંથી હાથરૂમાલ કાઢીને આપ્યો. જુવાનસિંહે જ્યાંથી લોહી નીકળતું હતું ત્યાં રૂમાલ રાખી દીધો.
“આંખો ખુલ્લી રાખો સાગર…” જુવાનસિંહે કહ્યું. સાગરની આંખો ઘેરાતી હતી. જુવાનસિંહ તેનાં ગાલ પર થપ્પી મારીને તેને હોશમાં રાખવાની કોશિશ કરતાં હતાં.
બીજી તરફ હિંમત દોડીને ઇકબાલ પાસે પહોંચ્યો હતો. ગોળીઓનાં અવાજને કારણે ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. લોકો છુપાવાની જગ્યા શોધતાં આમતેમ દોડી રહ્યાં હતાં. હિંમતે, ઇકબાલનો હાથ પોતાનાં હાથમાં લઈને નાડી તપાસી. ઇકબાલ મૃત્યુ પામ્યો હતો. તેનાં પર બે રાઉન્ડ ફાયર થયા હતા, જેમાંથી એક ગોળી તેનાં કપાળમાં લાગી હતી. તેનાં કપાળમાં મોટા ચાંલ્લા જેવું નિશાન થઈ ગયું હતું. બીજી ગોળી તેની ડાબી છાતી પર ચલાવવામાં આવી હતી. બંને ઘાવ જોઈને ઇકબાલ મૃત્યુ પામ્યા હતો એ વાતમાં શંકાને કોઈ સ્થાન નહોતું.
થોડીવાર સાયરન વગાડતી એમ્બ્યુલન્સ આવી. એ એમ્બ્યુલન્સમાં સાગર સાથે રમીલાને હોસ્પિટલ તરફ રવાના કરી દેવામાં આવ્યાં. ત્યારબાદ જુવાનસિંહ હિંમત તરફ આગળ વધ્યા.
“ધાર્યું એનાંથી ઊંધું થયું સાહેબ…” હિંમતે હતાશ ભાવે કહ્યું, “ફજલને સમજવામાં આપણે થાપ ખાય ગયા”
“વાત તો તમારી સાચી છે હિંમત…ફજલની વાતો પરથી એ શરીફ લાગતો હતો. ખેર, બોડીને લઈ જવાની વ્યવસ્થા કરો અને આ ફજલની જન્મકુંડળી શોધો હવે…”
“ઈકબાલ પાસેથી કંઈ મળ્યું છે ?” જુવાનસિંહે પૂછ્યું.
“ના સર…મોબાઈલ પણ ફજલ સાથે જ લઇ ગયો છે…” હિંમતે કહ્યું.
“સારું…” જુવાનસિંહ પણ ઢીલાં પડ્યા.
“તમે લોકો જાઓ…આપણે સવારે મળીએ…” જુવાનસિંહે કહ્યું.
“પણ તમે….”
“હું મારી રીતે પહોંચી જઈશ….” જુવાનસિંહે પૂર્વવત નિરાશા સાથે કહ્યું.
હિંમતે ફરી એક એમ્બ્યુલન્સ બોલાવી. ઈકબાલને એમાં નાંખીને પોસ્ટમોર્ટમ માટે એમ્બ્યુલન્સ રવાના થઈ ગઈ. એમ્બ્યુલન્સ પાછળ જીપ પણ રવાના થઈ. હવે માત્ર જુવાનસિંહ જ બચ્યાં હતાં. હાલ તેઓનો ચહેરો કરમાય ગયેલા ફુલથી પણ વધુ કરમાયેલો હતો. તેઓનાં ખભા ઝુકેલા હતાં, શરીરમાંથી જાણે બધી જ તાકાત અચાનક ગાયબ થઈ ગઈ હોય એવી રીતે નિશ્ચેતન થઈને તેઓ ચાલવા લાગ્યાં. જુવાનસિંહ કંઈ દિશામાં જતાં એ પોતે જ નહોતાં જાણતાં. આગળ જતાં એક ખાલી બેન્ચ જોઈને તેઓ ત્યાં બેસી ગયાં અને આજે જે ઘટનાં બની એનાં વિશે વિચારવા લાગ્યા.
‘ફજલને ગિરફ્તમાં લીધો એ પછી તેને કોઈ મળ્યું નહોતું, ઉપરાંત તેની પાસે કોઈ પિસ્તોલ પણ નહોતી. તો આ બધું થયું કેવી રીતે ?’ જુવાનસિંહ પોતાની સાથે વાતો કરતાં હતાં.
‘સ્ટાફમાંથી તો કોઈ આ વાત બહાર ફેલાવે નહિ તો શું ખબરીઓ ?, ના…એ લોકો પણ આવું ના કરે….તો વાત ફજલ પાસે પિસ્તોલ આવવી, ગોળી મારીને કારમાં ફરાર થવું એ બધું કેવી રીતે શક્ય બન્યું ?, કાર પાછળ નંબર પ્લેટ પણ નહોતી મતલબ ઇકબાલને મારવા માટે પહેલેથી જ પ્લાન બનાવવામાં આવ્યો હતો…’
જુવાનસિંહ વિચારમગ્ન અવસ્થામાં બેઠા હતાં ત્યાં એક કાર પાસે આવીને ઉભી રહી.
“હેલ્લો સર…કોઈ તકલીફ છે ?” કારનો કાચ નીચે કરીને એક યુવતીએ પૂછ્યું.
“ના…બધું જ બરાબર છે…” જુવાનસિંહે ચહેરા પર સ્મિત ફરકાવીને આભાર વ્યક્ત કરતાં કહ્યું, “થેંક્યું…!”
“તમારી આંખો તો જુદું બોલે છે સર….” એ યુવતીએ પણ સ્મિત વેર્યું, “સુમસાન રસ્તા પર એક ઓફિસર આવી રીતે બેસે એ અમે ના જોઈ શકીએ…તમે અમારા માટે આટલું બધું કરો છો તો તમને સહકાર આપવાની અમારી પણ ફરજ બને છે…હું કોઈ મદદ કરી શકું ?”
જુવાનસિંહ ફરી વિચારે ચડ્યા. થોડું વિચારીને તેઓએ ઘડિયાળમાં સમય જોયો. પછી યુવતી તરફ જોઈને પૂછ્યું, “તમે કંઈ બાજુ જાઓ છો ?”
“તમારે ક્યાં જવું એ કહો સર…હું તમને ડ્રોપ કરી જઈશ…” યુવતીએ કહ્યું.
જુવાનસિંહ ઉભા થયાં. યુવતીએ ડ્રાઇવિંગ સીટની બાજુની સીટ માટે દરવાજો ખોલ્યો એટલે જુવાનસિંહ કારમાં બેસી ગયાં.
“બોલો સર....કંઈ બાજુ જવું છે ?”
“બાપુનગર પોલીસ સ્ટેશન…” જુવાનસિંહે કહ્યું.
“ગ્રેટ…હું કૃષ્ણનગર જ જઉં છું” કહેતાં યુવતીએ કાર ચલાવી. થોડીવાર કારમાં શાંતિ પથરાઇ ગઇ.
“મારું નામ કૃતિકા છે અને હું XYZ ન્યૂઝ ચેનલમાં એન્કર છું” કૃતિકાએ કહ્યું.
“ઓહ…” જુવાનસિંહને કોઈએ ઊંઘમાંથી ઉઠાડ્યા હોય એવી રીતે તેઓએ રિએક્શન આપ્યું, “હું જુવાનસિંહ જાડેજા…થોડા દિવસ પહેલા બાપુનગર પોલીસ સ્ટેશનમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે મારી નિમણૂક થઈ છે…”
“તમે કોઈ વાતને લઈને ચિંતિત હોય એવું જણાય છે…” કૃતિકાએ જુવાનસિંહનો ચહેરો વાંચીને કહ્યું, “બધું બરાબર છે ને ?”
“હા આમ તો બધું બરાબર જ છે…પણ એક કેસમાં પ્રોગ્રેસ નથી થતી એટલે….” કહેતાં જુવાનસિંહ અટકી ગયા.
“ઓહ…” કૃતિકાએ કહ્યું, “કેસની વિગત જણાવશો મને..”
જુવાનસિંહે કૃતિકા સામે એવી રીતે જોયું જાણે એ પોતાનાં ઉપરી અધિકારી સામે ઊભા હોય.
“ગલત ના સમજશો…મેં કહ્યુંને હું એન્કર છું..એટલે તમારી સર્વિસથી હું વાકેફ છું”
જુવાનસિંહે સામેની તરફથી આવતાં વાહનો પર ઊડતી નજર ફેરવી. ત્યારબાદ ઊંડો શ્વાસ ભરીને છોડ્યો અને વાત શરૂ કરી…
“વાત થોડાં દિવસ પહેલાની છે….” કહેતાં જુવાનસિંહે શરૂઆતથી માંડીને અત્યાર સુધીમાં બનેલી બધી જ ઘટનાં ટૂંકમાં કહી સંભળાવી.
“તમે કહો છો એ પરથી કેસ તો વધુ પેચીદો જણાય છે…” કૃતિકાએ ઠક્કરનગર એપ્રોચથી ડાબી બાજુ વળાંક લેતાં કહ્યું.
“બસ અહીં રાખી દો…” જુવાનસિંહે કહ્યું, “તમારો રસ્તો પેલી બાજુ છે ને…”
“મેં કહ્યુંને સર…હું તમને છેક સુધી છોડી જઈશ..” કૃતિકાએ કહ્યું, “અને આમ પણ મને તમારી વાતોમાં રસ પડે છે તો જ્યાં સુધી વાત પૂરી નહિ થાય ત્યાં સુધી હું જવાની નથી”
જુવાનસિંહ હળવું હસ્યાં.
“તમે હમણાં કહ્યું કે ઇકબાલને ફજલે માર્યો અને ફજલ વડોદરા તરફ જતી કારમાં બેસીને નાસી ગયો….બરાબર ને…” કૃતિકાએ કહ્યું.
“હા… અમે રોડની સામેની સાઈડ પર હતાં અને બીજી ટિમ થોડે દુર હતી…જો અમે સમયસર પહોંચી ગયા હોત તો આજે ફજલનો પણ છેલ્લો દિવસ જ હતો” જુવાનસિંહે દાંત ભીંસીને કહ્યું.
“તો હવે તમે જે પેલી ‘મિસ્ટ્રી ગર્લ’વિશે કહ્યું હતું….એનાં સુધી પહોંચવાનો રસ્તો એકમાત્ર શાંતા જ છે…બરાબર ને..?”
“હા…” જુવાનસિંહે કહ્યું, “અને હાલ એ ક્યાં છે એ કોઈને નથી ખબર”
“તો તો કેસમાં પ્રોગ્રેસ થવી મુશ્કેલ છે…” કૃતિકાએ પણ થોડાં નિરાશ ભાવે કહ્યું.
“એટલે જ હું ત્યાં બેસીને આગળ શું કરવું એ વિચારતો હતો….એટલામાં તમે મને ઉઠાવીને અહીં લઈ આવ્યા..”
કૃતિકા હળવું હસી.
“જે થયું એ સારા માટે થયું…આમ પણ તમે ત્યાં એકલા બેસીને કેટલું વિચારવાનાં હતાં…તમે એકવાર મારી સામે કેસની બધી વિગતો રાખી દીધી છે એટલે ફરી એકવાર તમે નવેસરથી વિચારી શકશો…” કૃતિકાએ કારની બ્રેક મારીને કહ્યું. બાપુનગર પોલીસ સ્ટેશન આવી ગયું હતું.
“થેંક્યું ફોર લિફ્ટ…” કહેતાં જુવાનસિંહે કારનો દરવાજો ખોલ્યો.
“કેસ માટે બેસ્ટ ઓફ લક સર…” કૃતિકાએ કહ્યું. જુવાનસિંહે બહાર આવીને દરવાજો બંધ કર્યો.
“સાચવીને જજો....” જુવાનસિંહે કહ્યું.
“સ્યોર સર…” કહેતાં કૃતિકા કાર વાળીને મંજિલ તરફ અગ્રેસર થઈ ગઈ.
જુવાનસિંહ પોતાનાં ક્વાર્ટર તરફ ચાલ્યાં. કાલનાં દિવસનું તેઓની પાસે કોઈ પ્લાનિંગ નહોતું. નિસ્તેજ થતાં થાકેલાં ચહેરે જુવાનસિંહ પોતાનાં રૂમમાં પ્રવેશ્યાં. પાણીની બોટલમાંથી બે ઘૂંટ પાણી પીને તેઓ પલંગમાં આડા પડ્યા. ઊંઘ તો આજે આવવાથી રહી હતી એટલે આગળ શું કરવું તેનાં વિશે તેઓ વિચારતાં હતાં. તેઓએ બધા જ પોસીબલ વૅ વિશે વિચાર્યું પણ પરિણામ શૂન્ય જ મળતું હતું. મોડી રાત્રે વિચારવામાં જ તેઓની આંખ લાગી ગઈ.
જુવાનસિંહે આંખો ખોલી ત્યારે રૂમમાં પહેલાં કરતા વધુ શાંતિ હતી. ઠંડીનું પ્રમાણ પણ થોડું વધી ગયું હતું. જુવાનસિંહે લાઈટો શરૂ કરી અને ઘડિયાળ તરફ નજર ફેરવી. રાતનાં ત્રણ વાગ્યાં હતાં. જુવાનસિંહની આંખો ખુલવાનું કારણ બાજુમાં રહેલો મોબાઈલ હતો. મોબાઈલ વારંવાર રણકતો હતો. જુવાનસિંહે મોબાઈલ હાથમાં લઈને ડિસ્પ્લે પર નજર કરી. એ અજાણ્યો નંબર હતો. આટલી રાત્રે કોણ ફોન કરી શકે ?, એવા વિચારોમાં જ જુવાનસિંહે ફોન રિસીવ કર્યો.
“હેલ્લો…” જુવાનસિંહે કહ્યું.
“હેલ્લો મી. જુવાનસિંહ….” કોઈ પુરુષનો ઘેરો અને દબાયેલો અવાજ જુવાનસિંહનાં કાને પડ્યો, અલબત્ત કોઈ રૂમાલ દ્વારા પોતાનો અવાજ બદલવાની કોશિશ કરતું હતું એ જુવાનસિંહ સમજી ગયા હતાં.
“કોણ ?” જુવાનસિંહે પૂછ્યું અને ક્વાર્ટરની બહાર નીકળવા પગ ઉપાડ્યા.
“તમારો શુભચિંતક…” એ જ અવાજ ફરી જુવાનસિંહનાં કાને પડ્યો.
“હું પોતાનો શુભચિંતક છું…મારી ચિંતા કરવાની હજી સુધી કોઈને જરૂર નથી પડી..” જુવાનસિંહે કહ્યું.
“કોઈ નિ:સ્વાર્થ ભાવે ચિંતા કરતાં હોય તો બે મિનિટ તેની વાત સાંભળી લેવામાં તમને નુકસાન નથી…” અજાણ્યા શખ્સે કહ્યું, “ખેર, મેં તો તમારા લાભ માટે ફોન કર્યો હતો પણ તમારે વાત નથી કરવી તો….”
જુવાનસિંહ પોતાની ઓફીસ તરફ આગળ વધતાં હતાં. બની શકે એટલી વાત લંબાવી, ઓફિસમાંથી કંટ્રોલ રૂમની ચાવી લઈને નંબર ટ્રેક કરવાનો જુવાનસિંહનો ઈરાદો હતો.
“કોનાં મર્ડર વિશે જણાવવા ઈચ્છો છો ?” જુવાનસિંહે પૂછ્યું.
“ઓહ..તો હું એ કેસ વિશે માહિતી આપવાનો છું એ તમને ખબર છે ?” સામેવાળો શખ્સ હળવું હસ્યો.
“રાતનાં ત્રણ વાગ્યે, મોબાઈલ કે રીસીવર પર રૂમાલ રાખી, પોતાનો અવાજ બદલાવીને તમે લગ્ન માટે આમંત્રણ તો નથી આપવાનાં…” જુવાનસિંહ કહ્યું.
“હાહા…સાચી વાત છે” અજાણ્યો શખ્સ હસ્યો, “તો સાંભળો…બંને મર્ડર વચ્ચેની લિંક મેળવવી હોય તો નરોડામાં આવેલી ‘નચીકેતન હાઈસ્કૂલ’ નાં પ્રિન્સિપાલની ધરપકડ કરો…”
જુવાનસિંહ ઓફિસમાં પહોંચી ગયા હતા અને કંટ્રોલ રૂમની ચાવી લઈને એ રૂમ તરફ આગળ વધ્યાં.
“તમારી વાતમાં સચ્ચાઈ છે એની ખાતરી શું ?” જુવાનસિંહે પૂછ્યું.
“અને તમે કૉલ ટ્રેક કરીને મારી સુધી પહોંચી જશો તેની તમને ખાતરી છે ?” સામેવાળા શખ્સે કહ્યું. જુવાનસિંહ ઉભા રહી ગયા.
“કેમ અટકી ગયા ?, કંટ્રોલ રૂમમાં જઈને નંબર ટ્રેક કરવા નથી ઇચ્છતાં…!!, તમારે ટ્રેક કરવાની જરૂર નથી, હું જ તમને લોકેશન આપી દઉં. આ નંબર બિહારમાં રહેતાં ‘લાલુ બિહારી’નાં નામે રજીસ્ટર છે અને કૉલનું લોકેશન વાપી છે. પણ અમદાવાદમાં છું….ખેર, મને શોધવામાં તમારે સમય બરબાદ કરવો હોય તો એ પણ ઠીક છે…પણ તમે જો પ્રિન્સિપાલને ના મળ્યા તો તમને અફસોસ થશે…આમ પણ સમય આવશે ત્યારે હું સામેથી તમને મારી ઓળખાણ આપીશ..હાલ પૂરતું એટલું જ કહીશ કે જો પ્રિન્સિપાલની ધરપકડ કરવા ઈચ્છા હોય તો કાલે સવારે દસ વાગ્યે હું ફોન કરીને હું તમને ધરપકડ કરવાનું કારણ જણાવીશ” કહેતાં સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.
જુવાનસિંહે વિચારમાં પડી ગયા હતા. તેઓએ કંટ્રોલ રૂમની ચાવી પોતાની જગ્યાએ રાખી અને ફરી ક્વાર્ટરમાં આવી ગયા.
જુવાનસિંહ થોડીવાર પહેલા આવેલા કૉલ વિશે વિચારતાં હતાં. એ વ્યક્તિ જુવાનસિંહ વિશે તથા કેસ વિશે ઘણુંબધું જાણતો હતો એટલે જુવાનસિંહ તેને ઓછામાં આંકવાની ભૂલ નહોતાં કરવાના. આમ પણ કેસ પૂરો ફસાય ગયો હતો, આગળની કાર્યવાહી હાથ ધરવા માટે કોઈ સસ્પેક્ટ પણ નહોતો.
‘કાલે સવારે નચીકેતન હાઈસ્કૂલનાં પ્રિન્સિપાલને મળીને આગળ વધુ’ એમ વિચારીને જુવાનસિંહ સુઈ ગયા.
(ક્રમશઃ)