The Honesty in Gujarati Mythological Stories by મહેશ ઠાકર books and stories PDF | વફાદારી

Featured Books
Categories
Share

વફાદારી

ચેતકની મહારાણા પ્રત્યેની વફાદારી ?

એક ઘોડી કે ઘોડો પોતાની પીઠ પર કેટલાં કિલોનું વજન સહન કરી શકે ?
શું તમે આ જાણો છો ? કે ચેતક ઘોડો જે મહારાણા પ્રતાપને પ્રિય હતો. તે એમને ગુજરાતમાંથી ભેટ મળેલો હતો !!!!

આમેય સૌરાષ્ટ્રની નસલના ઘોડા-ઘોડી માટે જગ, મશહૂર છે !!! તમને એ ખબર છે ખરી કે આ ચેતક ઘોડો દુનિયાની એક માત્ર એવો ઘોડો હતો કે જે ૩૧૮ કિલોનું વજન ઉઠાવનાર મહાપરાક્રમી ઘોડો હતો. બહુજ તેજ દોડનારી અન્ય ઘોડાની જાતો કરતાં !!!! અને ઉંચી અને લાંબી છલાંગ મારનાર ઘોડો હતો મહારાણા પ્રતાપનો !!!!

? એમ કહેવાય છે કે એક આરબ વેપારી ત્રણ ઘોડા લઈને મહારાણા પ્રતાપ સમક્ષ ઉપસ્થિત થયો. જેમનાં નામ ચેતક, ત્રાટક અને અટક હતાં …… રાણા પ્રતાપે એ ત્રણેય ઘોડાનું પરીક્ષણ કર્યું. જેમાં ચેતક સૌથી વધારે બુદ્ધિમાન અને સ્ફુર્તીલો નીકળ્યો. પ્રતાપે ચેતક પોતાની પાસે રાખ્યો અને ત્રાટકને પોતાનાં નાનાભાઈ શક્તિસિંહ ને આપ્યો …… !!!!

ચેતક મહારાણા પ્રતાપના અશ્વવર્ણી ઘોડાનું નામ હતું. ચેતક કાઠીયાવાડી નસલનો અશ્વ હતો. ચેતકનું મુળ ગામ ચોટીલા પાસેનુ ભીમોરા (જે હાલમાં પણ અશ્વ માટે વખણાય છે) માનવામાં આવે છે. હળવદ પાસેના ખોડગામના દંતી શાખાના ચારણે ચેતક અને નેતક બન્ને અશ્વને ભીમોરાના કોઇ કાઠી દરબાર પાસેથી લઇ મારવાડ પહોંચાડ્યા હતા, મહારાણા પ્રતાપે આ બન્ને અશ્વની પરીક્ષા કરેલ તેમા નેતક મૃત્યુ પામેલો અને ચેતકને પોતાના અશ્વ તરીકે સ્વીકાર્યો. એટલે કદાચ આરબ વ્યાપારી વાળી વાત ખોટી હોઈ શકે !!! પણ
એ સિદ્ધ થઇ ગયું જ છે કે એ એમને સૌરાષ્ટ્રમાંથી મળી ગયો છે. હું એ ક્યાંથી મળ્યો તેની વાત નથી કરવાં માંગતો. હું તો આ ચેતક સાથે જોડાયેલો એક પ્રસંગ છે. તેની વાત કરવાં માંગું છું !!!! આ રહ્યો એ પ્રસંગ

ચેતક સાથે જોફાયેલો એક પ્રસંગ

હલ્દીઘાટીના યુદ્ધમાં કોઇ પણ સૈનિક વગર રાણા તેમના શકિતશાળી ચેતક પર, તે પર્વત તરફ ચાલ્યા ગયા. બે મુઘલ સૈનિકો તેમની પાછળ પડેલાં હતા, પણ ચેતકે પોતાનું પરાક્રમ બતાવતાં રસ્તામા એક પહાડ અને બીજા પહાડ વચ્ચે બીજા ઘોડા કયારેય ના કુદી શકે
એવી ઊંડી ખાઈ હતી
તે કુદી ગયો !!!!
એક વાત તો નિશ્ચિત છે કે એ બે પહાડ વચ્ચે કેટલું અંતર હતું તે ત્યાના રહીશોને પણ ખબર નથી. આ જગ્યા શ્રીનાથજીથી હલદીઘાટી જતાં રસ્તામાં આવે છે. એ દૂરથી જ જોઈ શકાય છે કારણકે ત્યાં પહોંચવું દુર્ગમ છે. પણ ચેતક કુદયો હતો એ તો સાચું જ છે !!!! ઈતિહાસ પ્રસિદ્ધ અને સાબિત થયેલી ઘટના છે !!!

પણ ચેતકે કૂદી જઈને અને પોતાનું પરાક્રમ બતાવતાં પ્રતાપનો જીવ બચાવ્યો. ચેતક તો કુદયો પણ મોગલ સૈનિકોના ઘોડા તે ના કૂદી શક્યાં !!! ચેતકે એ ઊંડી ખાઈ ને તો કુદી લીધી અને બીજા પર્વત પર પહોંચી પણ ગયો!!!! પણ એની ગતિ ધીરે ધીરે ઓછી થતી જતી હતી. પાછળ મુગલ સૈનિકોના ઘોડા નો અવાજ સંભળાતો હતો. ત્યાં જ તેને એટલેકે રાણા પ્રતાપને
પોતાની માતૃભાષામાં એક અબાજ સંભળાયો.

” નીલા ઘોડા રા અસવાર ” પ્રતાપે પાછળ ફરીને જોયું તો
એને એક આશ્વરોહી દેખાયો અને એ હતો એનો જ સગો ભાઈ શક્તિસિંહ !!!! પ્રતાપ સાથે વ્યક્તિગત મતભેદ થતાં એ દેશદ્રોહી બની જઈને અકબરનો આજ્ઞાંકિત સેવક બની ગયો હતો !!!! અને હલદીઘાટીના એ મહાયુધમાં એ મોગલો તરફથી લડતો હતો. જયારે તેણે જોયું કે નીલા ઘોડો વગર કોઈ સેવકે પહાડ તરફ ભાગતો જોયો તો એ પણ ચુપચાપ એની પાછળ ભાગ્યો. એ પણ કેવળ એ બંને મોગલ સૈનિકોને ઘાટ ઉતારવા માટે જ !!!! જીવનમાં પહેલી વાર, બંને ભાઈઓએ પ્રેમથી આલિંગન કર્યું. !!!!

એટલામાં જ ચેતક એક આંબલીના ઝાડ નીચે પડી ગયો. અહીંથી શક્તિસિંહે પ્રતાપને પોતાના ઘોડા પર બેસાડીને રવાના કર્યાં અને શક્તિ સિંહ પોતે ચેતક પાસે રોકાયો ચેતક લંગડો થઇ ગયો હતો. લંગડા માટે હિન્દીમાં ખોડા કહેવાય છે
અને એટલાંજ માટે એ આમલીના ઝાડને ત્યારથી “ખોડી ઈમલી” ફહેવાય છે !!!
કહેવાય છે કે એ ઝાડ સુકું થયેલું આજે પણ હલદીઘાટીમાં ઉપસ્થિત છે !!!

મહારાણા પ્રતાપના ઈતિહાસ અનુસાર એવું કૈંક ફલિત થાય છે કે મહારાણા પ્રતાપનો ભાલો ૮૧ કિલોનું વજન ધરાવતો હતો અને મહારાણાનું બખ્તર 52 કિલો વજન ધરાવતું હતું. એમનાં બખ્તર , ભાલો , અને બે તલવારોનું વજન કુલ મળીને ૨૦૮ કિલા હતું અને મહારાણા પ્રતાપનું ખુદનું વજન ૧૧૦ કિલો અને એમની ઊંચાઈ ૭ ફૂટ અને ૫ ઇંચ હતી !!!!

ચેતકના પરાક્રમની એક વધારે વાત

જયારે હલદીઘાટીનું મહાયુધ શરુ થયું તો ચેતકે અકબરના સેનાપતિ માનસિંહના હાથી પર પોતાના પગ મૂકી દીધાં હતાં
અને રાણા પ્રતાપે ભાલાથી માનસિહ પર સીધો વાર કર્યો હતો
પરંતુ ચેતકના મોઢાં અને એની વચ્ચે એ હાથીની સુંઢ આવી ગઈ અને માનસિહ બચી ગયો. આવુંજ શેહજાદા સલીમ સાથે પણ બન્યું હતું. પણ હાયરે કિસ્મત !!!! એ હાથી મર્યો પણ સાલો સલીમ બચી ગયો !!!!

અંતે પોતાનું કાર્ય કરતાં ૨૧ જૂન ૧૫૭૬ના દિવસે મૃત્યુને ભેટ્યો હતો.

ચેતકની પરાક્રમ ગાથાનાં ચિત્રો અને ચેતકની સમાધિ આજે પણ હલ્દીઘાટીમાં છે. ચેતક અને મહારાણા પ્રતાપની પરાક્રમની ગાથાઓ ગાતા આજે પણ ત્યાના સમગ્ર પ્રજાજનો થાકતાં નથી

શત શત નમન ચેતકના આ પરાક્રમને !!!!