Untold Story - 1 in Gujarati Fiction Stories by Vipul Chauhan books and stories PDF | Untold Story - 1

Featured Books
Categories
Share

Untold Story - 1

મિડલ કલાસ શબ્દ જ એવો છે કે કલાસ નક્કી કરી દે છે. અને આવા જ એક પરિવારનો આઠ વર્ષનો છોકરો જેનું નામ અભય છે તેના પપ્પા સાથે મજૂરી કામ કરતા હતા અને તે ત્યાં બેઠો હતો અને સવાલ પૂછે છે કે સુ મારે પણ આમ કામ જ કરવું પડશે...?

ત્યારે એના પપ્પા જેનું નામ રમેશભાઈ છે કહે છે કે ના બેટા ભણવું જરૂરી છે જો તું ભણીશ તો તારે આ કામ નહીં કરવું પડે.

ત્યારે આ જવાબ સાંભળી અભયએ નક્કી કરી લીધું કે ભણવું જરૂરી છે પણ એ આઠ વર્ષના બાળકને એ ખબર નહોતી કે ભણવા માટે પણ કામ કરવું જરૂરી છે.

છતાં તે ફરી સવાલ કરી લે છે કે મોહન કાકા તો કોલેજ કરી છે તો એ તમારી જેમ મજૂરી કેમ કરે છે..?

રમેશ ભાઈ. અરે એતો નસીબની વાત છે બેટા કોઈની થાળી માં પેંડા તો કોઈની થાળીમાં ગોળ એટલે કે જેમ ઉપર વાળો કરે એ ઠીક એમ કહીને વાતને વાળવા કરે છે.

ત્યાં જ અભય ફરી સવાલ પૂછી લે છે એ સુ વળી કે ગોળ ને પેંડા બધા ને પેંડા જ અપાય ને પપ્પા પેંડા બધા ને ભાવે.(બિલકુલ ના સમજ છોકરાની જેમ એના પપ્પા ને કહે)

રમેશ ભાઈ.. ફરી વાત વાળવા માટે અભયને કહે છે,

બેટા પહેલા મને પાણી પીવડાવીશ..?

( ત્યાં જ અભય ઉભો થઈને બાજુ રહેલ ગોળામાંથી પાણીનો ગ્લાસ ભરી ને રમેશ ભાઈને આપે છે અને સાથ કહે છે હવે કહો એવું કેમ )

ત્યાં પપ્પા પાણી પીતા પીતા વિચાર કરે છે કેમ સમજાવું આને..?

અને રમેશ ભાઈ બોલે છે..

જો બેટા પેંડા અને ગોળ બન્ને હોય તો મીઠા જ તો પછી એમાં ફરક સુ..?

હવે અભય થોડો મુંજાયો કે બને મીઠા જ છે તો પછી એવું કેમ કે ગોળ કોઈને ભાવે કોઈને ન ભાવે.

જ્યારે પેંડા દરેક ને ભાવે..?

આવા બધા વિચાર માં જ એ ફરી માટી સાથે રમવા લાગ્યો અને રમેશ ભાઈ પોતાનું મજૂરી કામ કરવા લાગ્યા.

સાંજ થઈ બને ઘરે ગયા..

રમેશભાઈના ઘરમાં ત્રણ વ્યક્તિ હતા, તેની પત્ની કમળા, તેનો પુત્ર અભય અને તે.

ગામડેથી ભાગીને પ્રેમ લગ્ન કરેલા અને એ પ્રેમની નિશાની એટલે અભય.

દિવસ આખો મજૂરી કામ કરી રમેશભાઈ થાકી જતા, જ્યારે કમળાના હાથની એક કપ ચા તેનો બધો થાક ઉતારી દેતી.

ઉપર થી એ અભયની કાલી ઘેલી વાતો જેમાં ખબર ન પડતી ક્યારે સમય વય જતો.

આમ તો રમેશ એ લગ્ન કર્યા એના 10 વર્ષ થઈ ચૂક્યા હતા છતાં કોઈને લાગે નહિ કે તેનો સબંધ 10 વર્ષ જૂનો હશે.

કેમ કે ગામડે પાંચ ચોપડી ભણ્યો ને ઘરની પરિસ્થિતિ જોઈને કામે લાગી ગયો પણ કામ કરતા જ ગામની એક ઉંચી જાતિની છોકરી એટલે કે કમળા સાથે પ્રેમ થઈ ગયો.

મોબાઈલ તો હતા નહિ એટલે ક્યારેક પનઘટ ઘાટે પહાડીઓ વચ્ચે મુલાકાત થઈ જતી,

ઘણો સમય આવું ચાલ્યું અને ઘણી વાર રમેશ અને કમળાના ઘરે આ પ્રેમ પ્રકરણ ની જાણ પણ થઈ છતાં આ સિલસિલો ચાલતો રહેતો,

રમેશ ને પપ્પાની માર પડતી તો કમળાને એના પપ્પાની માર પણ બંને મળવાનું ચૂકતા નહિ અને આ જ મુલાકાત વચ્ચે લગ્ન સુધીના સબંધ નો વિચાર કરે છે.

પરંતુ પહેલા તો ઊંચ નીચ ના ભેદભાવ અને ઉપરથી જાત પાત અને સમાજમાં લગ્ન કોઈ કાળે શક્ય નહોતા તેમ છતાં પણ લગ્ન માટે ઘણી વાર ઘરના લોકો ને મનવવા પ્રયત્ન કરેલ જેના બદલ ગાળો ને માર સિવાય કંઈ મળતું નહિ.

અંતે એ દિવસ આવ્યો કે આ પ્રેમી પંખીડાઓ એ ઉડવા નો નિર્ણય લઈ લીધો અને બંને ગામ છોડી દૂર ચાલ્યા ગયા અને મુંબઈ નજીકના એક નાનકડા ગામડામાં વસવા લાગ્યા.

થોડા રૂપિયા ને અઢળક પ્રેમ સાથે નીકળેલા આ પ્રેમી પંખીડા પાસે બીજું કંઈ જ હતું નહીં ત્યારે સુ કરવું ક્યાં જવું કઈ ખબર નહોતી બસ રમેશ આજ સુધી થોડું ખેતી કામ કરેલ અને એ જ અનુભવ સાથે ત્યાં ગામડા માં વસેલો.

આમ ત્યાં રમેશ મજૂરી કામ કરતો અને અભયને ભણાવતો હતો,

સમય પવન વેગે વીતતો અને અભય મોટો થવા લાગ્યો હતો,

અભય બાળપણથી જ હોશિયાર હતો તેથી એનો હંમેશા પહેલો નંબર આવતો.

ઘરની પરિસ્થિતિ અને આ મિડલ કલાસ શબ્દ વચ્ચે ક્યાંક અભય નક્કી કરી લીધું હતું કે બસ ભણવું છે,

અને એન્જીનીયરીંગ કરી મોટો એન્જીનીયર બનવું.

જ્યારે તે પાંચમા ધોરણમાં આવ્યો ત્યારે તેને સાહેબ એ પૂછ્યું કે તું સુ બનીશ મોટા થઈને ડૉકટર કે એન્જીનીયર..?

ત્યારે અભય કહ્યું એન્જીનીયર બનીશ અને મોટી બિલ્ડિંગો બનાવીશ.

આ એની જીદ હતી કે પછી જીંદગી ખબર નહિ પણ તેના સાહેબ આ વાત થી ખુશ થઈ ગયા હતા કેમ કે એ જાણતા હતા અભયને અને એના જ્ઞાનને.

દશ વર્ષ નો અભય ધોરણ પાંચમાં પ્રથમ નંબર પાસ થઈ ગયો હતો એમ જ ધોરણ છ અને સાત માં પણ પ્રથમ આવ્યો અને હવે વાત હતી ધોરણ આઠમાં અભ્યાસ કરવા માટે બીજી શાળામાં જવાની.

બાર વર્ષના એ અભય જેને ગામડાની પ્રાથમિક શાળામાં ધોરણ એક થી સાત પાસ કર્યું ને હંમેશા પહેલો નંબર લાવ્યો જેના લીધે બધા શિક્ષકોનો ખાસ હતો.

ધોરણ સાત પૂરું થયું અને પ્રાથમિક શાળામાંથી વિદાય લેવાનો સમય આવી ગયો હતો જેના માટે એક ખાસ આયોજન શાળામાં ગોઠવવા માં આવ્યું.

બધા પોટ પોતાની રીતે વાતો કરતા બહાર ભણવા જશું,

આ ભંગાર જેવી નિશાળમાંથી છુટકારો મળ્યો,

ઘણા છોકરા તો સાહેબ ને ગાળો આપતા હતા પણ અભય બસ વિચારમાં હતો,

કલાસરૂમમાં હંમેશા પહેલા બેસવા વાળો છોકરો આજે છેલ્લી બેન્ચ પર ખૂણો પકડી ને બેઠો હતો,

ખબર નહિ સુકામ પણ બસ એ આજે મૌન હતો,

સાહેબ આવ્યા બધાને આગળ ભણવાની અને જીવનમાં કઈ કરવાની વાતો કરતા હતા,

ત્યાં જ સાહેબની નજર એ ખૂણામાં બેઠેલા અભય પર ગઈ,

સાહેબ વાત કરતા કરતા છેલ્લી બેન્ચ પહોંચી ગયા,

અભય બેન્ચની પાટલી પર ઊંધું માથું કરી ને જ બેઠો હતો,

સાહેબ ત્યાં જઈને વાત બંધ કરી ને બોલ્યા અભય અને અભયના ખભ્ભા પર હાથ મુક્યો,

બસ આજ એક સેકન્ડમાં અભય ઉભો થઈને સાહેબના બાથ ભરી મોટે મોટેથી રડવા લાગ્યો.

સુ ખબર આ 14 વર્ષનો બાળક પોતાની અંદર સુ વિચારતો હતો.

સાહેબ તેનો છાનો રાખ્યો ને પાણી આપ્યું.

અભય શાંત થઈ ગયો હતો બધા છોકરા તેની સામે જોતા હતા,

આખું વર્ષ બધા ને ડરાવતો અને હંમેશા પોતાની જીદ સાથે જીવતો છોકરો આજે રડતો હતો,

સર પૂછ્યું સુ થયું અભય કેમ રડે છે,

અભય બસ ચૂપ હતો એ કઈ પણ બોલી નહોતો શકતો,

સુ ખબર એને કઈ વાતનો ડર હતો કે પછી આ શાળા છોડવાનું દુઃખ કઈ સમજાતું નહોતું.

પણ આજે એનું મૌન કઈ દર્શાવતું હતું.

વિદાયની વેળા પુરી થઈ ગઈ બધાને પરિણામ પત્ર તેમજ લિવિંગ સર્ટીફિકેટ આપી ઘરે મોકલ્યા,

અભય ઘરે આવ્યો કમળા અને રમેશ ખુશ હતા અને સાથે ચિંતામાં પણ હતા,

એને ખબર હતી કે અભય પહેલો નંબર લાવ્યો છે પણ ચિંતા એ હતી હવે અભય આગળ ભણવા માંગે છે કે સુ કરવા માંગે..?

સાંજે કમળા, રમેશ અને અભય ત્રણ જમવા બેસે છે.

ત્યારે અભય ના પપ્પા પુછે છે.

રમેશ, સુ કરવું છે આગળ બેટા..?

અભય, અરે પપ્પા ભણવાનું જ હોય ને મારે થોડી કઈ તમારી જેમ મજૂરી કરવી છે.

રમેશ, હા હો બેટા મજૂરી તારે કરવાની પણ નથી

પણ ક્યાં ભણવું છે, સુ ભણવું છે..?

અભય, પપ્પા કરણ જે નિશાળમાં જવાનો છે ત્યાં જવું

રમેશ, પણ બેટા પ્રાઈવેટ નિશાળ છે ખબર છે ને

અભય, હા તો મારે આ કામ નથી કરવાનું આખી જીંદગી હું એન્જિનિયર બનીશ અને મોટી બીલડીગો બનાવીશ.

રમેશ, આ સાંભળીને થોડું હસે છે અને કહે છે સારું તને પ્રાઇવેટમાં ભણવા મોકલીશ અત્યારે જમી લે.

(આ સાંભળીને કમળા રમેશને ખિજાતી હોય એમ જુવે છે)

રમેશ, ચલો મારુ પતિ ગયું હો, આ અભય શાક આપ એમ કહીને રમેશ જમીને ઉભો થઈ ફળિયામાં રાખેલ ઢોલિયા પર બેસવા જાય છે.

અભય, ચલો મેં જમી લીધું હું આવું છું તમારી સાથે.

(બધા જમીને ઉભા થાય છે, અભય ને રમેશ બંને ઢોલિયા પર બેસે છે અને કમળા વાસણો ભેગા કરે છે)

અભય, (ઢોલિયા પર લાંબો થઈને માથું રમેશના ખોળામાં મૂકીને બોલે છે) પપ્પા હું આ આકાશ જુવો તો કેટલું મસ્તીનું લાગે છે.

રમેશ, (અંદરની ચિંતામાં ખોવાયેલ હોય છે એને ખબર નહોતી કે અભય કઈક બોલે છે)

ત્યાં ફરી એકવાર અભય બોલે છે. પપ્પા શુ વિચારો છો..?

રમેશ, અરે કઈ નહિ બેટા એતો એમજ વિચારતો હતો કે હવે તું પ્રાઇવેટ નિશાળે વય જઈશ પછી મજા નહિ આવે.

અભય, પણ પાપા મારે એન્જિનિયર બનવું છે એટલે ભણવું તો પડશે ને.

રમેશ, હા બેટા ભણવાનું જ છે તારે.

અભય, પાપા આ પ્રાઇવેટ નિશાળ વાળા કેમ પૈસા વધારે લેતા હોય છે, મફતમાં ભણાવે તો એને શુ વાંધો હું જ્યારે એન્જિનિયર બનીશ ને ત્યારે એને પૈસા આપી દઈશ.

(રમેશ અંદર ને અંદર મૂંઝવણ માં બોલે છે)

એવું ન હોય બેટા જેમ હું મજૂરી કરું છું એમ એ એનું કામ કરે છે એને પૈસાની જરૂર તો હોય જ એટલે.

(કમળા વાસણ ધોઈને આવે છે અને બોલે છે)

અભય તું પ્રાઇવેટમાં ભણવા ન જાય ને સરકારી નિશાળમાં જ ભણે તો સુ વાંધો છે તને..?

(અભય રોતો હોય એવી રીતે બોલે છે)

પણ કરણ જે નિશાળમાં ભણવા જાય ત્યાં જ જવું છે મારે.

રમેશ, હા બેટા તારે ત્યાં જ ભણવા જવાનું છે

(ફરી કમળા ગુસ્સામાં રમેશ સામે જુવે છે અને રમેશ ફક્ત આંખોના ઈશારે કમળા ને શાંત રહેવા સૂચન કરે છે)

અભય, પાપા મને ભણવું છે હો અને એન્જિનિયર બનવું છે પછી હું મસ્તીનું મકાન બનાવીશ જેમાં તમારો મમી નો અને મારો બધાનો અલગ અલગ રૂમ હશે.

કમળા, હા હવે તું સુઈ જા હાલ.

(એ ઉનાળાની ગરમીમાં ખુલ્લું આકાશ જેમાં અસંખ્ય તારલાઓ અને અડધા ચાંદાનો ટીમ ટીમ પ્રકાશમા ફૂંકાતા ઠંડા પવનો જાણે એસી નો અહેસાસ કરાવતા હોય જ્યારે ફળિયામાં જ ઢોલિયો ને ખાટલો રાખી ને ત્રણે સુઈ જાય છે)