( આપણે અત્યાર સુધી જોયુ કે ડાર્વિનના બેડરૂમમાં આગ લાગી હતી અને તેમા કદાચ તેનુ મોત થયુ હતુ. ઓફિસર શેલ્ડન અને તેમની ટીમ વધુ તપાસ કરી રહી છે ) હવે આગળ...
માર્ટીન : સર ડોક્ટર ફ્રાન્સિસ અહીં જાતે આવી રહ્યા છે. તેઓ સ્થળનું અવલોકન કરવા ઈચ્છે છે ત્યારબાદ બોડીને ફોરેન્સિક લેબ લઈ જશે.
શેલ્ડન : ઠીક છે ડૉક્ટર આવે એટલે મને જાણ કર ત્યાં સુધી હું ડાર્વિનના ભાઈ સાથે વાત કરુ છુ. હેનરી નોકરને બોલાવ ...
( હેનરી નોકરને લઈ આવે છે .)
શેલ્ડન : તું અહીં સૌથી પહેલા કેટલા વાગે આવ્યો હતો ? અને કયા સ્ટોરમાંથી ખરીદી કરવા ગયો હતો ? છેલ્લા થોડા દિવસમાં માલિકનો કોઈની સાથે ઝઘડો થયો હોય એવું કંઈ?
પોલ : હું લગભગ દસ વાગ્યા પહેલા આવી ગયો હોઈશ. પરંતુ ચોક્કસ સમય મને યાદ નથી. હું નજીકના જ સુપર માર્કેટમાં ખરીદી કરવા ગયો હતો .હમણાં આ દિવસોમાં માલિકનો કોઈની સાથે ઝઘડો કે એવું કંઈ જ થયું નથી.એમનો સ્વભાવ ઘણો હતો શાંત હતો.
શેલ્ડન: ડાર્વિનનો નાનો ભાઈ , શું કીધું તે એનું નામ ?
પોલ : મિસ્ટર વિલ્સન સ્ટોક્સ
શેલ્ડન : બન્ને ભાઇઓ સાથે રહે છે ?
પોલ : ના સર, મિસ્ટર વિલ્સન તો સેંચુંરિયનમાં રહે છે . કદીમદી અહીં એમના ભાઈને મળવા આવે છે.
( એટલામાં ડૉક્ટર ફ્રાન્સિસ આવી જાય છે અને શેલ્ડનની વાત પૂરી થઈ શકી નહી. )
શેલ્ડન : અરે વાહ ડૉક્ટર આજે તમે જાતે આવ્યા ? ક્રાઇમ સીન જોવા માટે !!! પધારો સાહેબ.
ફ્રાન્સિસ : હું નજીકમાંથી જ પસાર થઇ રહયો હતો શેલ્ડન.. અને તું જાણે જ છે આ જુનિયર ઓફિસરો પુરાવા લેવા કરતા તો એને બગાડે છે વધારે . પાછળથી અમારે મહેનત વધી જાય છે .
ઓફીસર શેલ્ડન હસી પડે છે : ફ્રાન્સિસ તુ અમારા જુનિયર ઓફીસર ઉપર પૂરો વિશ્વાસ કરી શકે છે . એમનુ કામ એ ચોક્કસાઈથી કરે છે. સાચુ કીધુ ને માર્ટીન ?
( માર્ટીન હકારમાં માથુ ધુનાવે છે. )
ફ્રાન્સિસ : ચાલો જોઈએ એમણે અત્યાર સુધી શું કર્યું !!
( ત્રણેય જણા બેડરૂમમાં હવે પ્રવેશે છે . ડૉક્ટર ફ્રાન્સિસ ડેડબોડીનું ધ્યાનથી અવલોકન કરે છે . આસપાસ પણ એ નજર ફેરવી રહ્યા હતા. )
ફ્રાન્સિસ: શેલ્ડન તારુ અનુમાન સાચુ છે. કંઈક તો જ્વલનશીલ પ્રવાહી આના કપડા ઉપર દેખાઈ રહ્યું છે. જોકે ચોક્કસપણે હું લેબોરેટરીમાં ગયા પછી કંઈક કહી શકીશ. માર્ટીન ડેડ-બોડી જે અવસ્થામાં મળી છે એ અને તેની આસપાસના બધા જ દ્રશ્ય મને ફોટોગ્રાફમાં જોઈશે. ધ્યાન રાખીને લઈ લેજો. આસપાસ ક્યાંય પણ ડાર્વિનના વાળ અથવા એણે વપરાશમાં લીધેલી હોય એવી કોઈપણ વસ્તુઓ હોય તો તેને સાથે લઈ લે. ડીએને ( DNA ) મેચ કરતી વખતે એ કામમાં લાગશે.શેલ્ડન તમે તમારી તપાસ આગળ ધપાવો , વધુ કંઈ જાણકરી મળે એટલે હું તને કોલ કરુ.
શેલ્ડન : ઠીક છે ડૉક્ટર. માર્ટીન એમણે જે માંગ્યુ છે એ બધુ બરાબર કરીને આપજે.
શેલ્ડન હવે વિલ્સન સ્ટોક્સ પાસે જાય છે.
શેલ્ડન : મિસ્ટર વિલ્સન , તમે આજે અહીં તમારા ભાઈને મળવા આવ્યા હતા? કારણકે નોકર કહે છે કે તમે ક્યારેક ક્યારેક એમને મળવા આવો છો.
વિલ્સન : હા ઓફિસર. હું મારા ભાઈને આજે મળવા માટે આવ્યો હતો. આ બધું અચાનક થઇ જશે એવું મને સપનામાં પણ ખ્યાલ ન હતો. કાલે જ મારી ફોન પર વાત થઈ હતી અને ભાઈ ખુશ મિજાજમાં હતો. આમ અચાનક આગ લાગશે એવું તો અમે વિચાર્યું જ ન હતું.. અને એ ફરી રડવા લાગે છે..
ઓફીસર શેલ્ડન એમની સિગારેટ સળગાવે છે અને કસ લેતા લેતા કહે છે : મિસ્ટર વિલ્સન સ્ટોક્સ તમે ચિંતા ન કરશો .. જો કોઈ નવા તથ્યો આવશે સામે તો અમે ચોક્કસ એના મૂળ સુધી જઈશું !!!
વિલ્સન : તમારા મતે આ ઘટના માત્ર આગની ન હોતા બીજુ પણ કંઇક છે ?
શેલ્ડન : વેલ હમણા તો હું કંઈ કહી શકુ એમ નથી . ફોરેન્સિક શું રિપોર્ટ આવે છે પછી નક્કી કરીએ. જલ્દી આપણી ફરી મુલાકાત થશે !!!
વિલ્સન ઓફિસર શેલ્ડનને એકી નજરે જોવે છે....
( ડૉક્ટર ફ્રાન્સિસ શું નવા તથ્યો બહાર લાવશે !! આ કેસ નવા કયા વળાંક લેશે !!? ) વધુ આવતા અંકે.....