પટેલ મુખી નો વટ આખાય ગામ માં અજાયબીય.. ગામ માં નીકળે ત્યારે હારા’ હારા’ ના હાજા ગગડી જાય. છોકરાઓ ડરી ડરી ને મા ની સોડય માં સંતાઈ જાય. પાદર પાણી ભરવા આવેલી બાયું ના ઘૂમટા છેક છાતી સુધી ચાલ્યા જાય. ગામ ના મરદ ના ફાડ્યા પણ પટેલ મુખી થી ડરે. અને પટેલ મુખી ની બાવલી ઘોડી આખાય પંથક માં વખણાય.. અને પાછી રેવાળ ચાલ એટલે આખુંય ગામ વખાણ કરી કરી ને થાકતું.
એમના ઘરે દેવું બા ખૂબ ભોળા દેવ સમાન ગણી શકાય. હાથ માં ખારી-શિંગ ની મોરલા વાળી થેલી લઈને ગામ માં નીકળે ત્યારે બધાય છોકરા ગોળ ને માખીયું ચોંટે તેમ ચોંટી જાય.દેવું બા બધાય ને સરખા ભાગે આપી દે. વહુ ઓ પાદરે પાણી ભરવા આવે ત્યારે અલક મલક ની વાતો કરતા દેવું બેન હસી પડે.. બધીય બાયું ને પોતાનું પિયર ભૂલી જાય એટલું હળી ભળી જાય. અને માં જેમ રે.. આખાય ગામ ને દેવું બા ખૂબ વહાલાં.. અને દેવું બા પણ દેવ જેમ દયાળુ અને માયાળુ..
ગામ માં શેઠ ને 500 વીઘા ના ખાતેદાર . દર વર્ષે ધરતી માં પોતાની લીલી સાડી ઓઢે એમ આખાય વાડી માં લીલો મોલ લેહરતો હોય. ઓણ મુખી પટેલ ને તલ વાવવા નો વિચાર આવ્યો. એટલે તરત જ અમલ લીધું.પણ ગઢપણ નો ભાર એટલે એણે વિચાર્યું કે ,"આ વખત કોઈ ભગિયો કરી લવ" અને ગોતવા સોળેક પાદર બાવળી દોવડવી અને સોળવદર નામે એક ગામ આવ્યું. ગામ માં સગા સંબંધી એટલે એને ખુલી ને વાત કરી.અને અંતે એને એક ભગીયો મળ્યો તો ખરો. ભાગ્યો જાણે હાથી જેવો અને સામ પણ હાથી’ ( સાથી) .વાત ચીત ના અંતે નક્કી થયા પ્રમાણે હાથી મુખી પટેલ ની વાડીએ સહ પરિવાર પધાર્યો.
અને તલ વાવવા લાગી ગયો.પૂરાં 500 વીઘા માં તલ થયા.ગામ તો વાતું મંડાણી કે," વાહ મુખી પટેલ તમારો વટ ભાઈ !ભાઈ! સારો ભાગ્યો ભેટ્યો હો તમને ! " અને મુખી પટેલ પણ વટ માં અને એની ઘોડી પણ..
એક દિવસ થયું કે ચાલ વાડીએ જોઈ ને આવું કેવો મોલ થયો હશે? અને પોતાની બાવળ ઘોડી વેટી મૂકી. તબડક તબાડક... કરતી ઘોડી મુખી પટેલ નિ વાડીએ ઊભી રહી.અને જુવે તો મોટો મોટો મોલ થઈ ગયો હતો.મુખી પટેલ ને ખુશી નો પાર ન હતો.મુખી પટેલ ને તો મોજ ના તોરા છૂટી ગયા. તે વખાણ કરતા,"વાહ હાથી.. વાહ " ખેતર માં આંટો ફેરો મારે છે. પણ ખેતર માં નીંદણ નાતું થયું.એટલે પટેલે કીધું," બીજી બધું તો ઠીક છે પણ સમય સર આ બધું નિંદી નાખજો " વળતો પ્રશ્ન હાથી કરે છે ," આ નીદવા નું શું છે ?" મુખી પટેલ ને એમ લાગ્યું કે આને થોડાક આંટા ઓછા છે પણ કામ નો પાકો છે એટલે હળવે થી કીધું કે ," આ બધું નાનુ નાનુ છે એ બધું કાપી નાખજે અને મોટું છે એ રાખજે હો." વતળ તો ઉત્તર આવ્યો ," હા બાપા " બધુંય કાઢી નાખીશું. એમ વાત ચિત પછી મુખી પટેલ નીકળી ગયો.
મુખી પટેલ ના આદેશ ને સર આંખો પર રાખી ને હાથી એ બધુંય નિદી નાખ્યું ; મોલ સહિત. ખાલી એક છોડવો ખેતર વચ્ચે ખાલી ઊભો હતો.આખુંય ગામ રોજ જુવે કે આમ કેમ કર્યું આ ભાગ્યા એ.. રોજ જુવે પણ મુખી પટેલ ને કહેવા કોણ જાય ? સિંહ ને કોણ કે તારું મોઢું ગંધાય.એક દી’ બધા ગામના છોરે બેઠા હતા.અને એક ના મોઢે થી નીકળી ગયું કે આમ આમ મુખી પટેલ ની વાડીએ બન્યું છે એ જાણ થતાં જ મુખી પટેલ લાલ પીળો થઈ ને વાડી તરફ વળ્યા અને ઉતાવળે વાડીએ પોહચાયા.ત્યા જુવે તો એક છોડ સિવાય બીજું કંઈ નતું.. એ જોઈ ને પગ તળિયે થી જમીન ચસકી ગઈ અને હાથી પાસે જઈ ને કીધું કે મારે બધું જ પાછું જોઈએ છે અને નય મળે તો હું તને અહીંથી નઈ જવા દવ... એમ કહીને એક લફોય જીકી દીધો.અને સામે હાથી ચૂપ ચાપ જોયા કરે.
પછી તો હાથી એ એના પરિવાર ને એના ઘરે સોલવદર પાછો મૂકીને આવ્યો. અને રોજ કુવા માંથી એક ડોલ પાણી ની લઈ ને વધેલા એક છોડ ને પાણી પાઈ.રોજ નિ આજ ક્રિયા કરે. ન જાણે ભગવાન ની એના પર કૃપા થઈ હોય એમ તલ નો છોડ એ ઝાડ માં તબદીલ થઇ ગયો.300 વીઘા માં ઘટા ટોપ વડ ની જેમ મોટુ તલ નું ઝાડ થઈ ગયું. ગામ ના બધાય લોકો ની આંખ ખુલી ને ખુલી રહી ગઈ.
થોડા દિવસો બાદ ફરી ચોરે બેઠેલા લોકો વાત કરતાં હતાં. " ભાગિયો હોય તો મુખી પટેલ જેવો" આડા કાન ઢાંકી ને દેવું બેન ફટાફટ મુખી પટેલ ને કીધું કે ચોરે આવી વાત થાય છે.એટલે મુખી પટેલ ને થયું કે લાવ વાડીએ આંટો ફેરો મારું. તે પોતાની ઘોડી લઈ ને જઈ ને જુવો તો ," આહાહા!" મુખી પટેલ નો બધોય ગુસ્સો હેઠો પડી ગયો અને જઈ ને હાથી ની પીઠ થપ થપાવી . મુખી પટેલ ગામના ચોરે જઈ ને હાથી ના વખાણ કરતો થાકતો નતો.
દેવું બેન જબરજસ્ત તૈયારી કરી હાથી માટે.1 મોટું તપેલું ડાળ,ભાત,શાક અને રોટલી બનાવી ને ગાડા માં ભરી ને વાડી તરફ નિકળી પડ્યા. વચ્ચે રસ્તામાં બે મલ યોધ્ધા પોતાનું કુસ્તી નું જોર એક બીજા પર લગાવતા હતા. દેવું બેન ને થયું લાવ ઘડી ભર જોઈ લવ . અને થયું કે આતો જમવાનું ટાઢું થઈ જશે અને પેલા હાથી ને પણ ભૂખ્યો છે એટલે ગાડા ને હકાવા લાગ્યા.ત્યાં બેય મલ ની નઝર ફટકી એટલે કીધું ," એ ડોશી તારા બધાય ઘરેણાં કાઢ " અને દેવું બેન ની આંખ લાલ થઇ. બેવ મલ ના દેવું બેને કાખલા થોભ્યા અને આકાશ માં ફેરવવા લાગી ને પછી તો બેવ ને ઘા કરી દીધા પાછા ગાડા માં બેસી ને ગાડા ને હકવ્યું.
વાડીએ પોહચી ને હાથી બધું પીરસ્યું.અને હાથી એ ભર પેટ જમ્યો.અને પછી તો ચાર ગામના દાડિયા ને બોલાવી ને તલ ના લુમખે લુમખા ઉતર્યા અને તૈયારી હવે કોસ હકાવાની હતી ગામના બધાય બળદ ને બોલાવી ને એક પછી એક કોસ મંડાણો. આ બધુ એક ગોવાળીયો જુવે અને કોસ બાજુ આવ્યો.મુખી પટેલ ઢોલિયે હોકલી પિતા હતા.અને પાસે આવીને ગોવાળિયા એ કીધું," પટેલ સીતારામ !" વળતો ઉત્તર આપ્યો ," હા બાપા બોલો" પાછો ગોવાળીયો બોલ્યો ," આ તેલ બધું ય મારા એક વેંત ની પાની પીય જાય બોલો! " અને મુખી પટેલ નો મગજ ગયો અને કીધું ," શું કેછો તને કંઈ ભાન છે !?" " તો લગાવો શરત ! "
મુખી પટેલ : લગાવ પાની હાલ
પગની જોડાન પાની લગવતાં જ બધું તેલ ચૂસાઈ ગયું.અને બધા ની આંખો ફાટી રહી. પછી પાછો બોલ્યો," આતો કંઈ ના કેવાય , મારો ભાઈ 100 ગાડા પોતાની નડિયે બાંધી ને આવે બોલો!" હવે આ બધું ત્યાં બેઠેલા લોકો ને કેમ ગળે ઉતરે !
ગોવાળ : હજી સાચું નથી માનતા જો પેલી ધાર પર જો આવે !
બધાય ની નઝર ધાર પર ગઈ; સાચેજ એક વ્યક્તિ 100 ગાડા બાંધીને આવતો હતો.અને બધાય ની હેઠે થી જમીન ખસી ગઈ. બધાય ના મોઢા ફાટ્યા રહ્યા.એવામાં એક વાવાઝોડું આવ્યું અને મુખી પટેલ ,બળદ, દેવું બેન , ગોવળ્યો ,ગામ ના લોકો,100 ગાડા અને હાથી બધાય વાવાઝોડા માં ફરાવા લાગ્યા.
એ વાવાઝોડું રાણી ના નાક માં ચડ્યું.એને છીંક આવવી આવવી થાય ત્યાં બંધ પડી જાય એટલે એની સાસુ ને બઝર નું બંધાણ થોડી બઝર ને લઈ ને નાક માં ચડાવી એટલે છીક આવી ને બધુંય નીકળી ગયું..
હવે ક્યો છોકરાવ આમાં મોટું કોણ ! ?¿?
દાદા આ બધી દાદા કરતા હતા અને છોકરાવ સાંભળતાં હતા બધાય વિચાર માં પડી ગયા કે આમાં મોટું કોણ