Najayaj Jayaj - 3 in Gujarati Fiction Stories by AD RASIKKUMAR books and stories PDF | નાજાયજ જાયજ - 3

Featured Books
Categories
Share

નાજાયજ જાયજ - 3

પ્રેમજીભાઈને શારૂ થઈ ગયું.તેઓ હવે હરવા ફરવા લાગ્યાં.પ્રેમજીભાઈ ઘર આગળ બનાવેલ બગીચામાં આરામ કરી રહ્યાં.અંબીકા દેવી તેમનાં માટે ખાંડ વગરની ચાં બનાવી લાવે છે.પ્રેમજીભાઈ બોલ્યા"પ્રહાર અમદાવાદ જવા કહે છે કે નહી.મે હજી તેને પુછ્યું નથી એ જાગશે એટલે પુછી લઈશ.પ્રેમજીભાઈ બોલ્યા"આઠ વાગી ગયા તોયે મહારાજ ઊંઘે છે કેટલા વાગ્યે જાગશે."તમને તો ખબર છે કે એ નવ વાગ્યા પછી જાગે છે છતાં પણ પુછો છો.અંબીકા દેવીએ જવાબ આપ્યો."સારૂ જાગી જાય એટલે પુછી લેજે."હા ! કહીને અંબીકા દેવી ચાલ્યા ગયા.


અંબીકા દેવી દસ દસ નોકરો હોવા છતાં પતિ માટે જાતે જ ચાં નાસ્તો અને જમવાનું બનાવતા.ક્યારેક તેમની તબીયત ખરાબ હોય તો તે નોકરોને સુચના ઉપર સુચના આપતા જેના કારણે તેમના પતિ પચ્ચાવને પહોચવા છતા હજી ગીત ગાય છે"હમ તો અભી જવાન હૈ "રસોડામાં નાસ્તો બનાવતા બનાવતા અંબીકા દેવી પ્રાણ પ્રિય પતિને યાંદ કરી રહી.


હજી અંબીકા દેવી નાસ્તો બનાવતી જ હતી ત્યા કોઈએ તેને પાછળથી પકડી લીધી.અચાનક આમ પકડવાથી અંબીકા દેવીએ ઓ...ઈ.... માઁ બૂમ પાડી બગીચામાં બેઠેલ પતિ પ્રેમજીભાઈએ આ બૂમ સાંભળી તે ઓ ઊભા થઈ ઘર તરફ ચાલ્યા.બુમ પાડ્યાં પછી અંબીકા દેવીએ પાછળ જોયું તો પ્રહાર.અંબીકા દેવી બોલ્યા"કેમ બેટા વહેલો જાગી ગયો અને આમ મને કેમ ડરાવે છે ?શું વાત છે આજે ખુશ લાગે છે."


માઁ તને તો ખબર જ છે કે જ્યારે હું ખુશ થાઉં છું ત્યારે તારી પાસે જ આવું છું.અંબીકાદેવી "હા ! મને ખબર છે પણ કે તો ખરો કઈ વાતની ખુશી છે તને."પ્રહાર "માઁ મે નિર્ણય કરી લીધો છે કે હું કોલેજ કરવા અમદાવાદ જઈશ કે નહી.ઝટ બોલ બેટા શું નિર્ણય કર્યો છે ? તારા પિતાજી સવારે પુછતા હતા.નાસ્તો બનાવી હું તને પુછવાની જ હતી.

પ્રહારને અચાનક માઁ સાથે મજાક કરવાનું વિચાર્યુ તે બોલ્યો " માઁ મે નિર્ણય કર્યો છે કે હું અમદાવાદ કોલેજ કરવા જઈશ નહી"
દિકરા તારા આ નિર્ણયથી તારા પિતાને દુ:ખ થશે શું આ તારો આખરી નિર્ણય છે ? "અંબીકા દેવીએ પ્રહારને પુછ્યું."હા ! આ મારો આખરી નિર્ણય છે "પ્રહારે જવાબ આપ્યો.
અંબીકાદેવી"દિકરા તારે તારા નિર્ણય વિશે ફરી વિચાર કરવો જોઈએ"
પ્રહાર "માઁ વિચાર શું કરવાનો હું કોલેજ કરવા અમદાવાદ જઈશ એમા"
અંબીકા દેવી " શું કહે છે તું એ મને સમજા તું નથી તું અમદાવાદ જવા હા કહે છે કે ના"
પ્રહાર "હા ! માઁ હું અમદાવાદ જઈશ.તું પિતાજીને જણાવી દે.
અંબીકા દેવી અને પ્રહાર હસી હસીને વાતો કરવા લાગે છે ત્યાં પ્રેમજીભાઈ આવી પુછે છે."કેમ શું થયું કેમ બૂમ પાડી હતી ?
અંબીકા દેવી "કાઈ નહી કોક્રોચ આવી ગયો હતો એટલે હું જરા ડરી ગઈ હતી"પ્રેમજીભાઈ "કોક્રોચથી તે કાંઈ ડરાતું હોય."
અંબીકા દેવી "તમે ડાયનીગ ટેબલ પર બેસો હુૃ નાસ્તો લઈ આવુ છું"
પ્રેમજીભાઈ જાય છે જતા જતા "પ્રહાર તું પણ ચાલ તારી જોડે વાત કરવી છે"
પ્રહાર "પિતાજી હું સ્નાન કરી લઉં તમે નાસ્તો કરી લો.
પ્રેમજીભાઈ "સારૂ'

પ્રેમજીભાઈ અને પ્રહારની વાત અંબીકા દેવી સાંભળે છે પણ તેઓ કશું બોલતા નથી.પ્રેમજીભાઈને અંબીકા દેવી જાતે નાસ્તો આપે છે.પ્રેમજીભાઈ વિચારમાં પડે છે કે કઈક વાત છે નહીતર નોકરો હોવા છતાં પત્નિ નાસ્તો પીરશે નહી.

પ્રેમજીભાઈ જમતા જમતા બોલ્યા "શું વાત છે આજે તો તારા મુખ પરની આ ખુશી રેલાય રેલાય તને વધુ સુંદર બનાવી રહી છે.તારી ખુશીમાં મને સામેલ નથી કરવો."

અંબીકા દેવી " તમને શરમ નથી આવતી આવું કહેતા.
પ્રેમજીભાઈ "ખરેખર આજે તારા મુખડાની લાલીમાં ઉગતા સુરજને માત આપે એવી છે"
અંબીકા દેવી "બસબસ વધારે મસકા ન મારો"
પ્રેમજીભાઈ "મસકા નથી મારતો ખરેખર તું ખુબ સુંદર લાગે છે"કહેતા પત્નિનો હાથ પકડી પોતાની પાસે બેસાડે છે.પોતાના હાથે કોળીયો પત્નિને ખવડાવે છે"

પ્રેમજીભાઈ કોળીયો ખવડાવતા ખવડાવતા બોલ આ મુખડાની લાલીમાંનું શું રાઝ છે.
અંબીકા દેવી " તમે ખુશ થઈ જાઓ એવી વાત છે "
પ્રેમજીભાઈ "મારી ખુશીની વાતને તું સંતાડી રાખે એવું નહી ચાલે ચાલ ઝટઝટ બોલ શું ખુશીની વાત છે"
અંબીકા દેવી "આપડો પ્રહાર અમદાવાદ જવા માની ગયો છે.હું પુછુ એના પહેલા જ એ જાતે આવ્યો અને મને કહે કે મે નિર્ણય કર્યો છે કે હું અમદાવાદ નથી જવાનો.

પ્રેમજીભાઈ " તો પછી તે એને કેવી રીતે અમદાવાદ જવા માટે મનાવ્યો."
અંબીકા દેવી "મે નથી મનાવ્યો."
પ્રેમજીભાઈ "તો પછી પ્રહારને કોણે મનાવ્યો."
અંબીકા દેવી "મારી પુરી વાત તો સાંભળો
પ્રેમજીભાઈ "બોલ."
અંબીકા દેવી "તેના આ નિર્ણયની વાત સાંભળી હું તો ડરી જ ગઈ મે તેને ફરી વજીર કરવા કહ્યું ત્યારે કહે એમા શું વિચાર કરવાનો હું કોલેજ કરવા અમદાવાદ જઈશ."
પ્રેમજીભાઈ "ઓહ !એમ વાત છે.મારા દિકરાએ જાતે જ અમદાવાદ જવાનો નિર્ણય કર્યો છે."
અંબીકા દેવી "હા "
પ્રેમજીભાઈ "એ અમદાવાદમાં ક્યાં રહેવા માંગે છે ?મારા મિત્રનાં ઘરે કે પછી હોસ્ટેલમાં.
અંબીકા દેવી "મે હજી તેને પુછ્યું નથી કે તે ક્યાં રોકાવા માંગે છે"
પ્રેમજીભાઈ " પ્રહાર આવે એટલે એને નાસ્તો આપે તે વખતે પુછી લેજે.જો એને યોગ્ય લાગે તો હું એને મારા મિત્રના ઘરે રહેવાની વ્યવસ્થા કરી આપુ.નહી તો એને જેમ યોગ્ય લાગે તેમ તે હોસ્ટેલમાં કે રૂમ રાખીને પણ રહી શકે છે તેની બધી વ્યવસ્થા થઈ જશે.

અંબીકા દેવી " સારુ હું પ્રહારને વાત કરી દઈશ."
પ્રેમજીભાઈ નાસ્તો કરીને ટહેલવા જાય છે.પ્રહાર સ્નાન કરી તૈયાર થઈ આવે છે.માઁ ઘડીયાલમાં જુએ છે નવ વાગી ગયા.નવ વાગ્યે જાગતો પ્રહાર નવ વાગ્યે તૈયાર હતો.માઁએ તેને નાસ્તો પીરસ્યો નોકરો જમવાનું બનાવવા ચાલ્યાં ગયા.

અંબીકા દેવી "દિકરા તું અમદાવાદ જાય છે તો ક્યાં રોકાવાનો છે ?
પ્રહાર " માઁ હમણાં તો હું હોસ્ટેલમાં રોકાઈશ પછીનું ત્યા જઈ વિચારીશ.
અંબીકા દેવી "તારા પિતાનાં મિત્રને ત્યાં પણ રહેવાની વ્યવસ્થા થઈ જાય એમ છે.તારા પિતાએ વાત કરી છે.જો તું કહે તો હોય તો એ વાત કરે.બધુ તારા પર છોડ્યું છે.
પ્રહાર " ના માઁ હું હમણા હોસ્ટલમાં જ રહીશ."
બે દિવસ પછી હું નિકળીશ મારુ પેકીંગ કરી દેજે.
અંબીકા દેવી "સારુ બેટા"


( પ્રહાર શું હોસ્ટેલમાં ટકી શકશે ? પ્રેમજીભાઈનાં અમદાવાદમાં મિત્ર કોણ છે ? પ્રાચી તેના માતા પિતાને તેમના દુઃખનું કારણ ક્યારે પુછશે ? જાણવા માટે વાચતા રહો મારી નવી નવલકથા "નાજાયજ જાયજ" મને તમારા અભિપ્રાય દ્વારા પ્રોત્સાહન આપતા રહો એવી આશા રાખુ છું )