નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે મંજૂરીના મળતા બાળકોનું ટોળું નિરુત્સાહી થતું ઘરે જવા રવાના થઈ ગયું, હવેતો આર્ય જ આખરી રામબાણ હતું એમના માટે, એટલે આર્ય બહારગામ થી પાછો આવી જાય એની રાહ જોયા સિવાય કોઈ છૂટકો જ નહોતો.
બીજા દિવસે વહેલી સવારે સૌ તૈયાર થઈ રોહિતને ઘરે એકઠા થઈ આર્ય ના આવવાની કાગડોળે રાહ જોઈ રહ્યા.
થોડીજ વારમાં આર્ય કૂદતો કૂદતો રોહિતના ઘરે બધી ઘટનાઓ થી અજાણ આવી રહ્યો.
આર્ય ને જોતાજ બાળટોળી માં ઉત્સાહનું અનેરું મોજુ ફરી વળ્યુ, અને આર્યને સૌ ઘેરી વળ્યા.
અરે દોસ્તો કેમ છો તમે બધા કેમ આજે આમ મને ઘેરી ઉઠ્યા છો, આર્ય આશ્ચર્યના ભાવ સાથે બોલી ઉઠ્યો.
પહેલા એ બોલ તું અમને મળ્યા કે બોલ્યા વગર કેમ જતો રહ્યો હતો યાર, આમ થોડી ચાલતું હશે, રાહુલ અને ચિન્ટુ એકીસાથે બોલી પડ્યાં.
અરે મારા મામા અચાનક જ આવી ગયા અને મારે એમની સાથે જવાનું નક્કી થયું, તમને લોકોને મળી કહેવાનો ટાઈમ જ ના રહ્યો, પણ તમે લોકો આમ આટલા ગંભીર અને વિચાર માં કેમ છો શું થઈ ગયું એક જ દિવસ માં, આર્ય પરિસ્થિતિ ની ગંભીરતા સમજી ગયો.
હું તને કહું છું આર્ય અહી બેસ મારી જોડે, કહેતો રોહિત આર્ય ને પાસે બેસાડી અત થી ઇતિ સુધી ગઇકાલ ની બધી ઘટનાઓ જણાવે છે.
તો એમ વાત છે, તમે લોકો તો જાણો જ છો ને એ ચંદુ ચોપાટ ને, એને આપડા ક્રિકેટ સામે રમવામાં કેટલો વાંધો છે, એ ચોપાટ આપડી આ વિચારણાને ક્યારેય નઈ મંજૂરી આપે, પાછો એતો મેદાન આગળ જ રાત ના ડેરો નાખી સૂઈ જાય છે, આપડી આ યોજનાને એ ક્યારેય સીધી રીતે મંજૂરી નઈ આપે, આર્ય વિચારી ને બોલ્યો.
સાચી વાત પણ આપડે ક્યાં સુધી આમ ઘરમાં રમ્યા કરીશું, યાર કંઇક ઉપાય તો લગાડવો પડશે, રોહિત કંટાળી ઉઠ્યો.
હા સાચી વાત રોહિત, ચાલો આપડે આજે જ કંઇક વિચારી લઇએ, જરૂર કોઈ ઉપાય મળી જશે. જ્યાં સુધી આ આર્ય છે ત્યાં સુધી મારા દોસ્તોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મને સાંજ સુધીનો સમય આપો, હું જરૂર કંઇક આઈડિયા વિચારી લઈશ, આર્ય બોલ્યો.
હા તારા પર અમને બધા ને પૂરો ભરોસો છે, એટલેજ તો તારી રાહ જોઈ રહ્યા હતા, એક બાળક બોલ્યો.
સારું ચાલો હવે સાંજે મળીએ બધા પાછા, એક મસ્ત વિચારણા સાથે, બોલતા બધા છુટા પડ્યા.
આર્ય આ વખતે શું દિમાગ લડાવશે એ વિચાર માં જ કોઈ ને પણ બપોર ની ઊંઘ ના આવી, જ્યારે બીજી બાજુ આર્ય આખી બપોર ઘર માં આમથી તેમ આંટા લગાવતો રહ્યો, આખરે છેલ્લે આર્યને એક સરસ આઈડિયા મળી જ ગયો, અને આર્ય મલકાઈ ઉઠ્યો.
સાંજ પડતાં જ બધા રોહિતના ઘરે પહોંચી ને આર્ય નીં રાહ જોઈ રહ્યા, આ આર્ય કેમ નથી આવ્યો હજુ, ચિન્ટુ ઘર માં આમથી તેમ આંટા મારી રહ્યો, બધા બાળકો ખૂબ અધીરાઈ થી ક્યારે આર્ય આવે એની વાટ જોઈ રહ્યા ત્યાંજ આર્ય આવી ગયો. આર્ય ના ચહેરાની મુસ્કાન જોઇને જ બધા સમજી ગયા કે આર્યને કોઈ ઉપાય જરૂર મળી ગયો છે.
અરે આર્ય જલ્દી જલ્દી બતાવ હવે બઉ રાહ ના જોવડાય, રોહિત અધીરાઈ થી બોલી ઉઠ્યો.
દોસ્તો મને જરા શ્વાસ તો લેવાદો, આજે તો મસ્ત આઈડિયા મળી ગયો છે, પહેલા મને પોરો ખાવાદો પછી કહું જરા.
બધા બાળકો આર્યને વીંટળાઈ વળ્યા.
આર્ય બોલ્યો જરા બધા નજીક આવો અને ધ્યાન થી સાંભળો મારી વાત, કોઈ વચ્ચે ના બોલતા.
અને આર્ય પોતાનો આઈડિયા બધાને સંભળાવા લાગે છે.
બધા આર્ય ની વાત સાંભળી ઉછળી પડે છે, અને બોલે છે હવે જોઈએ પેલી ચંદુ ચોપાટ કેવીરીતે મંજૂરી નથી આપતો, શું ધાંસુ ઉપાય બતાવ્યો છે તે આર્ય.
હા આપડે આજે રાત્રે જ એનો અમલ કરવાનો છે, માટે બધા તૈયાર રહેજો અને મે કહ્યું એમ જ કરવાનું છે, કોઈ ભૂલના થવી જોઈએ, આર્ય બોલ્યો.
હા હા આજે તો થઈ જાય, ખરી મજા પડશે આજેતો.
અને બધા રાત્રે પાછા ફરી મળવાનું નક્કી કરી છુટા પડ્યા.
*******************
તો શું લાગે છે તમને લોકો ને, આર્ય નો ધાંસુ ઉપાય શું હશે, અને આર્ય અને એની ટુકડી ને સફળતા મળશે?
અને હા ચંદુ ચોપાટ ના શું હાલ થશે? એ રાઝ મારા નેક્સ્ટ પાર્ટ માં જરૂર થી જાણવા મળશે, બસ થોડી રાહ જુઓ.
*********************
તો મિત્રો, કેવા લાગી રહ્યા છે મારી આ આર્ય ના અલગ અલગ કિસ્સાઓ,તમારા પ્રતિભાવ જરૂર આપશો.