Jivansathini Raahma - 8 in Gujarati Fiction Stories by Jigar Chaudhari books and stories PDF | જીવનસાથીની રાહમાં... - 8

Featured Books
Categories
Share

જીવનસાથીની રાહમાં... - 8

જીવનસાથીની રાહમાં....... 8
ભાગ :- 8

આગળનાં ભાગમાં જોયું કે હેમંત અને માનવીનાં લગ્ન થાય છે. વર્ષા અને મૈથલી પણ લગ્નમાં આવે છે. માનવીને ખબર હોય છે કે હેમંત મૈથલીને પ્રેમ કરે છે પણ એને આ વાત ની ખબર ન હતી કે મૈથલી અને ફાલ્ગુનનાં લગ્ન નથી થયાં કેમકે બધું ફટાફટ અને અચાનક બની ગયું હતું. માનવી ને ખબર પડતે આ વાતની તો માનવી જ લગ્ન માટે ના પાડતે. હવે આગળ

લગ્નનાં બે દિવસ પછી મૈથલી અને વર્ષા હેમંતને મળવા ઘરે જાય છે. પણ ઘરે રેણુકા આન્ટી અને માનવી જ હોય છે. વાત વાત માનવીને ખબર પડે છે કે મૈથલીનાં લગ્ન નથી થયાં ફાલ્ગુન સાથે અને હવે પછી તે લગ્ન પણ નથી કરવાની એ એની વાત પરથી ખબર પડતું હતું. મૈથલી એક રેસ્ટોરન્ટમાં મેનેજરની જોબ મળે છે અને પપ્પાનાં અનાથ આશ્રમ સાથે જોડાય છે. એનો હવે બધો સમય કામ અને બાકીનો અનાથ આશ્રમમાં જતો. મૈથલીનાં જીવનમાં હવે લગ્ન માટે કોઈ સ્થાન ન હતું. વર્ષાને એક કૉલેજમાં પ્રોફેસરની જોબ મળી હતી. એનાં ઘરે એનાં લગ્નની વાત ચાલતી પણ વર્ષા ના પાડી દેતી ઘણી વાર તો નકકી પણ થઈ જતું પણ છેલ્લે કંઈ બનતું કે વર્ષા ઘરવાળા ના પાડી દેતાં એટલે એનાં ઘરવાળા વર્ષા માટે જલ્દીથી છોકરો શોધવા માગ્તા હતાં કે કેમકે મૈથલી નું જે રીતે લગ્ન માટે મન ઉઠી ગયું તેમ વર્ષા સાથે ની થાય એની વર્ષાનાં ઘરવાળા ને ચિંતા હતી. હેમંત પપ્પાનો કાપડનાં બિઝનેસ સાથે જોડાય છે. માનવી એક સ્કુલમાં ટીચર તરીકે જોબ કરતી હતી અને પોતે લેખિકા પણ હતી.

હેમંત સાંજે જયારે ઘરે આવે છે ત્યારે માનવી એને કહે છે.

" હેમંત
મારી સાથે જે બન્યું તે કિસ્મતની વાત
પણ મને જો ખબર પડતે કે મૈથલીનાં લગ્ન ટુટી ગયાં છે તો હું તારી સાથે લગ્ન માટે હા ની પાડતે
પણ તું યે મને કીધું કેમ ની? " (માનવી)

" બધું અચાનક બની ગયું કે મારાથી તને ની કહેવાયું
અને મૈથલી મને પ્રેમ પણ" ( હેમંત)

" તું એને કહતે
હું તને પ્રેમ કરું છું તો મૈથલી કંઈ વિચારતે
જવાબ તો આપતે"

" પણ મને ખબર છે કે મૈથલી મને પ્રેમ નથી કરતી તો હું શું કામ કેમ
અને અમારી દોસ્તી પણ ટુટી જતે"

" શું તમારી દોસ્તી આટલી કાચી છે કે
મૈથલી ને વાત કરતે
અને મને તો વાત કરતે કે મૈથલી નાં લગ્ન ટુટી ગયાં છે"

" અમારી દોસ્તી કાચી નથી
પણ હું પરિસ્થિતિ આગળ શું કરી શકું
સૉરિ"

" ઑકે "

બે દિવસ પછી વર્ષાનાં ઘરે માધવ નામનો છોકરાનો રિશ્તો આવે છે. માધવ એક શાંત છોકરો હતો અને સારો દેખાતો હતો. તે પોતે એક ડોકટર હતો. એનાં ઘરે એની મમ્મી તારા બેન હતી અને એનાં ભાઈ ભાભીનો છોકરો અપૂર્વ જ હતો. એનાં ભાઈ ભાભી એક પ્લેન દુર્ધટનામાં મૃત્યુ પામ્યા હતા. અપૂર્વ આઠમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો. વર્ષાનાં ઘરવાળાને માધવ ગમી જાય છે. વર્ષા અને માધવ ઘરનાં લોકોનાં આગ્રહથી એકલા વાત કરે છે.

" વર્ષા મારે માટે આ લગ્ન એટલે દોસ્તી કેમકે હું જેને પ્રેમ કરતો એ આ દુનિયા છોડીને જતી રહી છે"

" મારું પણ આવું જ છે
ફરક એટલો છે જેને હું પ્રેમ કરું છું તેનાં બીજા કોઈ સાથે લગ્ન "

" હું સમજી શકું છું
આપણે એક જ નૌકાનાં યાત્રિ છે
પણ તારે મને એક વચન આપવું પડશે"

" શું? "

" મારાં ભાઈ ભાભીનો છોકરો અપુર્વનું તું ધ્યાન રાખશે
હું લગ્ન પણ અપુર્વ માટે જ કરું છું "

" હું હંમેશા અપુર્વનું ધ્યાન રાખીશ"

" આભાર "

" એમાં આભાર શું? "

બંને જણા થોડી વાતો કરી પછી આગળનાં રુમમાં આવે છે. બંનેના પરિવારવાળા લગ્નની આવતા અઠવાડિયની તારીખ નક્કી કરે છે.

આગળ શું થશે?
જાણવા માટે વાંચતા રહો જીવનસાથીની રાહમાં....... નો આગળનો ભાગ.......