badlo - 2 in Gujarati Thriller by Arti Geriya books and stories PDF | બદલો - 2

Featured Books
Categories
Share

બદલો - 2

" અરે સાહેબ તમે મારી વાત કેમ નથી માનતા,મેં સુમિ ને જોઈ એ જીવે છે." વાસુ કોર્ટ માં જજ સામે કરગરતો હતો.

સર આ મારો અને તમારો બંને નો સમય બગાડે છે,સુમિને મારી ને, હવે આવા બહાના કરે છે.રિમી એ જજ સામે પોતાની દલીલ રજૂ કરી.

"ના જજ સાહેબ મને જ્યારે પહેલીવાર પોલીસ સ્ટેશન લઈ ગયા,ત્યારે મેં એને જોયેલી,અને હજી બે દિવસ પહેલાં જ અમારા એક કોમન ફ્રેન્ડે પણ સુમિ ને જોઈ,તમે મારો વિશ્વાસ કરો."વાસુ એ હાથ જોડી ને કહ્યું

રિમી હવે વાસુ પાસે આવી ને બોલી " ઠીક છે જો તે સુમિ ને જોઈ છે,તો આટલા દિવસથી તે ઘરે સુકામ નથી આવી,અને તો એને કોઈનો કોન્ટેક્ટ કરવાની કોશિશ પણ કેમ ના કરી,અરે હું તો એની બહેન છું,મને ક્યાંક તો દેખાવી જોઈને."રિમી એ તેને હવે બરાબર સકંજામાં લીધો

" તું એમ કહે છે,કે તે રાતે તે સુમિ ને તેની સોસાયટી ના દરવાજે છોડી હતી,પણ સુમિ ની સાથે ભણતી અને તેના ઘર ની નજીક રહેતી બે છોકરીઓ જે તે દિવસે ત્યાં પાર્ટી માં પણ હતી,તેમનું કહેવું છે કે એ લોકો એ તને સુમિ ને મુકવા આવતા જોયો નથી.તો તું ક્યાં લઇ ગયો હતો સુમિ ને??"રિમી તેના પર વરસી પડી.

"હું સુમિ ને ક્યાંય નહતો લઈ ગયો,અમે પાર્ટી માંથી સીધા ઘરે જ ગયા હતા.તમે મારા મિત્રો ને પૂછી શકો છો".વાસુ એ પોતાના બચાવ માં કહ્યું.

જજે ઈશારાથી હકારમાં માથું ધુણાવ્યું,અને વાસુ ના વકીલે કોઈ ને બોલાવવા નું કહ્યું.

થોડીવારમાં જ વાસુ ની ઉમર ના બે છોકરા ને કોર્ટ માં હાજર કરવામાં આવ્યા .રિમી તેમને ઓળખતી હતી,કેમ કે તે સુમિ ના કલાસ માં જ ભણતા હતા.

"હા તો તમારું નામ શું છે"?રિમી એ પૂછ્યું

"જી મારુ નામ જીત અને હું વાસુ અને સુમિ ના કલાસ માં જ છું."જીતે કહ્યું

"તો જીત તે દિવસે પાર્ટી માંથી તમે વાસુ અને સુમિ ની સાથે જ નિકળા હતા?"

"હા હું અને મારો મિત્ર (જીતે પોતાની બાજુ માં ઉભેલા બીજા છોકરા સામે ઈશારો કરતા કહ્યું)અમે બંને મારી બાઇક પર અને વાસુ અને સુમિ વાસુની બાઇક પર સાથે જ ત્યાંથી નીકળ્યા હતા."જીતે કહ્યું.

"તો સુમિ ને જ્યારે સોસાયટી ના દરવાજે વાસુ મુકવા આવ્યો ત્યાં સુધી તમે સાથે હતા?"રિમી એ કરડાકી થી પૂછ્યું.

"ના..ના..અમે તો વચ્ચે થી જ જુદા થઈ ગયા."જીત જરા ડરી ગયો.

રિમી એ ફરી ને વાસુ સામે જોયું,અને બોલી તો "વાસુ તું અને સુમિ અલગ કેમ થઈ ગયા".

"એ... તો સુમિ ને થોડું એ લોકો નું સાથે આવવું ગમતું નહતું,એટલે અમે અલગ થઈ ગયા."વાસુ થોથવાઈ ગયો.

સુમિ ને કે તમને?હવે રિમી નો આવાજ વધુ ઉંચો થઈ ગયો.

અને ત્યાંજ કોર્ટ નો સમય પૂરો થઈ ગયો,અને કેસ ને પાંચ દિવસ પછી ની તારીખ આપવામાં આવી અને ત્યાં સુધી માં બંને પક્ષ ને પૂરતા સાક્ષી અને પ્રમાણ ના કાગળ હાજર કરવાનું કહ્યું,અને ત્યાં સુધી વાસુ ને જેલ માં રાખવામાં આવ્યો..

રિમી જે વકીલની સાથે કામ કરતી હતી,તેની ઓફીસ માં બેઠી બેઠી બધા પેપર્સ ચેક કરતી હતી.ત્યાંજ એક ઉંચો , લગભગ ચાલીસ પિસ્તાલીસ વર્ષ ની વય નો આધેડ,જેને સફેદ ઝભ્ભો લેંઘો પહેર્યા હતા,અને તેની સાથે બીજા બે ચાર જણા હતા,તેના ચેહરા પર કરડાકી હતી, તે પોતાની મોટી મૂછો પર હાથ ફેરવતો ફેરવતો રિમી ની સામે ઉભો રહ્યો,રિમી એ તેમની સામે જોયું,તે હજી કંઈ બોલે એ પહેલા જ પેલો માણસ તેની સામે ની ખુરશી માં બેસી ગયો.

"જોવો બેન હું છું બટુક,બટુક પટેલ તમારા આ મોટા શહેર ની બાજુ માં એક નાનું ગામ છે,ત્યાં નો સરપંચ અને વાસુ નો પિતા.આમ તો બૈરાં ની સાથે વાત કરતો નથી, પણ તમે મારા દીકરા ની વિરોધ માં કેસ લડો છો,એટલે નાછૂટકે મારે તમારી સાથે વાત કરવી પડે છે".તમને જોઈએ એટલા પૈસા લઈ ને આ કેસ પડતો મુકો,અને મારા દીકરા ને છોડો...

રિમી એ તેના આવાઝ માં પૈસા નું અભિમાન અનુભવ્યું, તેને ખૂબ ગુસ્સો આવતો હતો,પણ તે કશું બોલી નહિ,અને શાંતિથી કહ્યું."જોવો વડીલ મને પણ આ કેસ જલ્દી પૂરો થાય તેમા જ રસ છે,બસ તમારા દીકરા ને કયો કે એ પોતાનો ગુન્હો કબુલ કરી લે એટલે એ છુટ્ટો".

આ સાંભળી ને બટુક પટેલ વધુ ઉશ્કેરાયા,અને ગુસ્સા માં બોલ્યા,"એ છોકરી તું મને ઓળખતી નથી એટલે આવી વાત કરે છે,તને પણ ક્યાંક ગાયબ કરી દઈશ ને તો કોઈ ગોતી નહિ શકે".

" હું પણ તમને વડીલ સમજી ને જ અત્યાર સુધી કાંઈ નથી બોલી માટે મહેરબાની કરી ને હવે અહીંથી નીકળી જાવ" રિમી એ ગુસ્સાથી ત્રાડ પાડી.

બટુક પટેલ ત્યાંથી જતા રહ્યા,અને રિમી એકલી પડી. તેને પ્યુન ને કહી એક કપ કોફી મંગાવી,અને ફરી પેપર્સ માં નજર પરોવી.થોડીવાર માં તેની કોફી આવી ગઈ,તે કોફી લઈ બાલ્કની માં ચાલી ગઈ.આ તેની કાયમી આદત હતી, જ્યારે પણ તે કોઈ મૂંઝવણ માં હોઈ ત્યારે આ રીતે કોફી ની સાથે સમય પસાર કરતી.

હજી ન્યાય મેળવવા ખબર નહિ કેટલો સમય લાગશે, પણ વાસુ ના વિરોધ માં બને તેટલા વધુ સાક્ષી ભેગા કરવા પડશે,અને એના માટે આ પાંચ જ દિવસ છે,અને રિમી એ એક ઊંડો શ્વાસ ભર્યો.રોડ પર કેટલાય યુવાન છોકરા છોકરી ઓ હાથ માં હાથ નાખી જતા હતા,કેમકે એની ઓફીસ એક કોલેજની નજીક હતી,એટલે આવો નજારો કાયમ જોવા મળતો.ત્યાં એક દંપતી નજીક માં જ આવેલી રેસ્ટોરન્ટ માંથી બહાર આવ્યા તેમની સાથે તેમનો આઠ- દસ વર્ષનો દીકરો હતો,જેની સાથે બંને જણા આનંદ થી ચાલતા હતા,તેમને જોઈ ને રિમી ને કોઈ મીશ્રીત લાગણી નો અનુભવ થયો,અને તે ફરી પોતાની કેબીન માં આવી ને બેસી ગઈ.

સર આજે હવે એ દિવસ આવી ગયો છે,જ્યા મારા વકીલમિત્ર રિમીજી એ મારા કલાઈએન્ટ પર લગાવેલા આરોપો ખોટા છે,અને વાસુ આ કેસ માં નિર્દોષ છે ,તે ચુકાદો આપી દેવો જોઈ.

માફ કરજો મિત્રપણ હજી એ સાબિત થયું નથી.
કેમકે મારી પાસે એવા સાક્ષી છે,જેમની જુબાની પરથી એ સાબિત થશે કે,વાસુ એ જ સુમિ ને ગાયબ કરી છે.તો સર હવે હું એ સાક્ષી ઓ ને બોલાવવાની રજા માંગુ છું.

જજે હા પડતા જ બે છોકરી ઓ ત્યાં હાજર થઈ.વાસુ તેમને ઓળખતો હતો,કેમકે તે બધા સાથે જ ભણતા હતા અને વાસુ એ આપેલી પાર્ટી માં પણ હાજર હતા.

"હા તો તમારું નામ કેહેશો"રિમી એ પૂછ્યું

" જી મારુ નામ રિયા અને આ મારી ફ્રેન્ડ મોના છે"

"તો જે દિવસે વાસુ એ પાર્ટી આપી હતી તમે ત્યાં ગયા હતા"
" હા મેમ"

"તો તમને ત્યાં વાસુ કે સુમિ નું વર્તન કેવું લાગ્યું હતું,તેમની વચ્ચે કોઈ વાતચીત તમે સાંભળી હોઈ કે કઈ બીજું?"
રિમી એ પોતાની આગવી અદાથી પૂછ્યું.

"આમ તો વાસુ અને સુમિ ની મિત્રતા આખા કોલેજ માં પ્રખ્યાત જ છે,અને બંને લગભગ દરેક જગ્યા એ સાથે જ જોવા મળતા,ક્યારેય કોઈ અનબન કે ઝગડો થયો નથી એટલું જ નહીં તેઓ બીજાને પણ મદદ કરતા"...

"પ..ણ તે દિવસે પાર્ટી માં એક વાત જોવા મળી",રિયા ની વાત ને વચ્ચે જ કાપી મોના બોલી

"કઈ વાત?"રિમી એ ઉત્સાહ થી પૂછ્યું.

"તે દિવસે પાર્ટી માં વાસુ એ પરાણે સુમિ ને બિયર પીવડાવાની કોશિશ કરી હતી,કેમકે વાસુ ના અમુક મિત્રો તેને આ બાબતે ઉકસાવતા હતા,કે આ સુમિ કોઈ નું માને એવી નથી,અને વાસુ કહેતો હતો કે મારી વાત એ ટાળે નહિ."

"પછી શું થયું મોના "

"સુમિ એ પેલા તો શાંતિથી ના પાડી પણ વાસુ નો એક જ ખરાબ પોઇન્ટ છે,એ પોતાની હાર સ્વીકારી ના શકે એટલે તેને પરાણે સુમિ ને થોડી બિયર ચખાડી,અને સુમિ ગુસ્સે થઈ ને ત્યાંથી દૂર ખસી ગઈ."..મોના એ યાદ કરી ને કહ્યું...

રિમી એ વેધક નજરે વાસુ સામે જોયું અને કહ્યું

"આભાર જો મારા વકીલમિત્ર ને હવે કાઈ પૂછવાનું બાકી હોઈ તો તે પૂછી શકે છે,એમ કહી રિમી પોતાની જગ્યા એ બેઠી"..

તે સાથે જ વાસુ નો વકીલ ઉભો થયો,અને તેને મોના ને પૂછ્યું,"તે એ બંને ને ઝગડતા જોયા,પણ શું તે એવું જોયું કે વાસુ સુમિ ને ક્યાંય લઈ ને એકલો ગયો?"

" ના એવું તો નહતું જોયું,પણ હા અમે રસ્તા માં એકવાર સાથે થઈ ગયા હતા,પણ પછી વાસુ એ બાઇક સ્પીડ માં ચલાવી ને તે અમારાથી આગળ નીકળી ગયા."

"જોયું સર હું કહેતી જ હતી ને?આ વાસુ જ ગુન્હેગાર છે."રિમી એકદમ ભડકી.

જજે બંનેને બેસવાનું કહ્યું.અને વાસુ ના વકીલે જજ પાસે પોતાનો એક સાક્ષી બોલાવવા ની વિનંતી કરી.

જજ ની મંજૂરી મળતા જ એક બીજો યુવાન કોર્ટ માં આવ્યો..

આરતી ગેરીયા...