માર્ટીન ફોન મૂકે છે..
માર્ટીન : સર લિંક રોડ સ્ટ્રીટ, હાઉસ નંબર 12 માંથી ફોન આવ્યો હતો. પોલ નામના વ્યક્તિએ જે કદાચ ઘરનો નોકર હતો તેને ફોન કર્યો હતો. એના મુજબ એનો માલિક ડાર્વિન સ્ટોક્સ મૃત્યુ પામ્યો છે.જે બેડરૂમમા એ રહેતો હતો ત્યાં આગ લાગી હતી અને બધું બળીને ખાખ થઇ ગયું હતુ.અગ્નિશામક કેન્દ્રને ફોન કર્યો હતો તેઓ અત્યારે આગ શાંત કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. પરંતુ કારણકે કોઇકનું અકસ્માતે મૃત્યુ થયું હોવાથી તેમણે પોલીસને જાણ કરવાનું જણાવ્યુ.
શેલ્ડન : ચાલો આપણે તપાસ કરીએ કે શું ઘટના થઈ છે.
ત્રણેય ઓફિસર પોલીસવાનમાં લિંક રોડ સ્ટ્રીટ પર જવા નીકળ્યા. તેઓ ઝડપથી ત્યાં પહોંચે છે.
ઘણા બધા લોકોનું ટોળુ ત્યાં ભેગુ થઈ ગયું હતું. બધાને દૂર ઉભા રાખી ઓફિસર શેલ્ડન સૌથી પહેલા આખા ઘરને કોર્ડન કરવા માટે હેનરીને કહે છે. ઘરના નોકર પોલને સૌથી પહેલા બોલાવવામાં આવ્યો. એના ચેહરા પર ડર સ્પષ્ટ જોઈ શકાતો હતો.
શેલ્ડન : તે ક્યારે આ ઘટનાને સૌથી પહેલા જોઈ ? આગ લાગી ત્યારે તુ કયાં હતો ?
પોલ : સર હું ઘરવપરાશની વસ્તુઓ લેવા માટે બહાર નીકળ્યો હતો.એકાદ કલાક બાદ આવ્યા પછી જોયુ તો આગની લપટો સરના બેડરૂમમાંથી નીકળી રહી હતી. અંદર આવીને જોયુ તો આખો રૂમ સળગી રહ્યો હતો. મેં આસપાસ બૂમો પાડીને પાડોશીઓને ભેગા કર્યા તથા તાત્કાલિક અગ્નિશામક કેન્દ્રને જાણ કરી.
શેલ્ડન : ઠીક છે . માર્ટીન અગ્નિશામક દળના કોઈ જવાન સાથે વાતચીત કર અને એમણે અહીં બોલાવ.
દરમ્યાન શેલ્ડન આસપાસ નજર ફેરવે છે.હેનરીએ આસપાસની જગ્યાને કોર્ડન કરી રાખી છે. ઘણા બધા વ્યક્તિઓ ત્યાં ભેગા થઇ ગયા હતા. પરંતુ એક ઠીંગણો માણસ ત્યાં ખૂબ જ રડી રહ્યો હતો. માથે હાથ દઈ એ શોકાતુર જણાઈ રહ્યો હતો. ચામડાનું સ્વેટર અને માથે કાળા રંગની હેટ તેણે પહેરી રાખી હતી. શેલ્ડને પોલને બોલાવીને એ વ્યક્તિ વિશે પૂછયું.
પોલ : એ મિસ્ટર વિલ્સન સ્ટોક્સ છે . ડાર્વિન સાહેબના નાના ભાઈ છે એ.
એટલામાં માર્ટીન અગ્નિશામક દળના એકાદ જવાનને ત્યાં લઈ આવે છે . આ અમારા સિનિયર ઇન્સ્પેક્ટર શેલ્ડન જેકોબ છે. સર આ તમને ઘટનાની જાણકારી આપશે.
શેલ્ડન : ગુડ મર્નિંગ ઓફીસર.. શું અવલોકન છે આપણું પહેલી નજરે અંદાજિત !!?
ઓફીસર : સર અમને અંદાજિત ૧૦ વાગ્યાની આસપાસ એક ઈમરજન્સી કોલ આવ્યો હતો અહીંથી. તે મુજબ ઘરના બેડરૂમમાં આગ લાગી હતી અને અંદર ઘરનો માલિક સળગી રહ્યો હતો. નોકર દ્વારા અમને જાણ થઇ હતી . અમે ૧૦ વાગેને ૧૫ મિનિટે અહીં પહોંચ્યા. આગ ઘણી ભયંકર હતી. પાડોશીઓ આગ શાંત કરવાનો એમના તરફથી પ્રયાસ કરી રહ્યા હતા.અમે પાણીથી અને ફોમથી આગ શાંત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કારણ કે આગ વધારે તેજ હતી અમને લગભગ અડધો કલાક જેવુ આગ શાંત કરતા થયુ. આ દરમ્યાન ઘરના માલિકને અમે બચાવી શક્યા નથી અને એનુ ' સિવિયર બર્નસ ઇન્જરી ' ના કારણે મોત થયેલ છે.
શેલ્ડન : ઠીક છે. આગનું પ્રાથમિક કારણ આપણા મતે શું લાગે છે ?
ઓફીસર : પ્રાથમિક તારણ પરથી તો આ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય એમ લાગે છે . પણ અચાનક આટલી આગ કેમ પકડી એ હજુ જાણી શકાયુ નથી . વધુ તપાસ પછી અમે કારણ કહી શકીશુ.
શેલ્ડન અને માર્ટીન એ બેડરૂમમાં પ્રવેશે છે. અંદર બધુ સળગીને ખાખ થઇ ગયુ હતુ . ચારેતરફ ફક્ત કાળી રાખનો ઢગલો હતો . બંને ઓફીસર ડેડબોડીને તપાસે છે. બોડી સાવ ખરાબ હાલતમાં હતી. લગભગ આખી જ સળગી ગઈ હતી અને તેણી ઓળખાણ કરવી પણ અશક્ય હતી. ચેહરો પણ ઓળખી શકાય એમ ન હતો. આ પરથી આગ કેટલી હદે ખરાબ હશે એ સમજી શકાતુ હતુ. જોકે ડેડબોડી ઉપર શેલ્ડનને કશુક ચળકતા પ્રવાહી જેવુ દેખાયુ. તેણે ફટાફટ ગ્લવ્સ પહેર્યા અને એણે તપાસવાનો પ્રયાસ કર્યો જોકે એ સમજી શક્યા નહી કે એ શું હતુ !!! બાકી આસપાસ બીજુ કંઈ દેખાયુ નહી. એણે માર્ટીનને બોડીને ફોરેન્સિક લેબમાં મોકલાઈ દેવા કહ્યુ. ફ્રાન્સિસને કહેજે બોડીને ધ્યાનથી તપાસે. નાનામાં નાની જાણકરી પર ઘ્યાન આપે. ફેસ રિકન્સ્ટ્રકશન થઇ શકે એમ હોય તો પ્રયત્ન કરી જોવે .. જોકે લાગતુ નથી કે એમ કઈ થાય. બોડીએ પહેરેલા કપડાનું ખાસ અવલોકન કરે એમ કેહજે.( ડોક્ટર ફ્રાન્સિસ એ ફોરેન્સિક લેબના વડા હતા.જ્યારે ઓફીસર શેલ્ડન ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટમાં હતા ત્યારે એમણે ડોક્ટર ફ્રાન્સિસ સાથે ઘણા કેસ ઉકેલ્યા હતા. બંને સારા મિત્રો હતા )
( ડાર્વિનના બેડરૂમમાં આગ કેવી રીતે લાગી હશે !! શું આ માત્ર આગ લાગીને મૃત્યુ પામવાનો કેસ હતો કે નવા કોઇ સત્યો બહાર આવશે !!!? ) વધુ આવતા અંકે....