The Author वात्सल्य Follow Current Read ચોટીલા ચામુંડા માતા..... By वात्सल्य Gujarati Spiritual Stories Share Facebook Twitter Whatsapp Featured Books શ્રીમદ્ ભગવદ્ ગીતા - સંપૂર્ણ ૐ ઊંધ્ટ્ટ થ્ૠધ્ધ્અૠધ્ઌશ્વ ઌૠધ્ઃ ગરુડ પુરાણ અનુક્રમણિકા ૧. પ્રથમ અધ્યાય निलावंती ग्रंथ - एक श्रापित ग्रंथ... - 1 निलावंती एक श्रापित ग्रंथ की पूरी कहानी।निलावंती ग्रंथ આજનો ભારતીય યુવાન ... આજનો ભારતીય યુવાન ..... ("શિક્ષિત પણ બેરોજગાર,બેજવાબદાર અને... બંધારણ દિવસ બંધારણ દિવસ (સંવિધાન દિવસ ) ... તારી લીલા અપરંપાર..... આજે આપણે ઉચ્ચ ટેકનોલોજી અને વિજ્ઞાનના વિકાસ યુગમાં જીવી રહ્ય... તલાશ 3 - ભાગ 8 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે... પ્રેમ થાય કે કરાય? ભાગ - 22 મુલાકાતમાનવી મોલમાં તેની સહેલીઓ સાથે શોપિંગ કરી રહી છે. તે શ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share ચોટીલા ચામુંડા માતા..... (24) 7.3k 12.1k 1 ચોટીલા ડુંગર પર બિરાજમાન ચામુંડામાં🌺🌺🌺🙏🏿🌺🌺🌺આજે માતા ચામુંડાની વાત કરવી છે. જે મારાં કુળદેવી પણ છે.મારું પરિવાર આજે પણ ગામડે નાનું મંદિર બનાવી પૂજા કરે છે.અને દરેક પરિવારમાં "ઘર મંદિર" બનાવી પૂજા કરે છે. ચામુંડા એ મા દુર્ગાનું સ્વરૂપ છે.ચોટીલા એ સૌરાષ્ટ્રના રાજકોટ શહેરની બાજુમાં આવેલું એક ધાર્મિક સ્થળ છે.ભારતમા સૌરાષ્ટ્રના રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નંબર 8 પર આવેલું છે.જો તમારે અમદાવાદથી ચોટીલા જવા માટે બસ કે પોતાના પ્રાઇવેટ વિહિકલ માં જઈ શકો છો અમદાવાદથી 190 કિલોમીટર જેટલું થાય છે.અને રાજકોટ થી આશરે 50 કિલોમીટર જેટલું અંતર થાય છે.ચોટીલા એ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.ચોટીલામાં જગપ્રસિદ્ધ માં ચામુંડાનુ મંદિર પર્વત ઉપર આવેલું છે.આ મંદિર ખૂબ જ પ્રાચીન મંદિર છે.દૂર દૂરથી લોકો ચોટીલા માં ચામુંડા માતાજીના દર્શન માટે આવે છે.માઁ ના દર્શન માટે હંમેશા ભક્તોની ભીડ ઉમડી રહે છેચોટીલા એ ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ ગણાય છે.ચોટીલા પર્વતની ઉંચાઈ આશરે1173 ફીટ જેટલી છે.ચામુંડા માતાજીના દર્શન કરવા માટે આશરે 650 જેટલા પગથિયાં ચડવા પડે છે. ચોટીલા એ ધાર્મિક સ્થળ છે.મા દુર્ગાના ચોસઠ જોગણીમાના અવતારમાં એક ચામુંડા માતાજીનો અવતાર છે.ચોટીલાનો ઇતિહાસ:ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખવામાં આવતો હતો.ચોટીલાનો ચામુંડા માતાજીનો પર્વત હજારો વર્ષો જૂનો હોવાનું માનવામાં આવે છે.તેનો ઉલ્લેખ 'થાન પુરાણ" નામની બુકમાં જોવા મળે છે.અને દેવી ભાગવતના પ્રમાણે હજારો વર્ષ પહેલા અહીં ચંડ-મુંડ નામના રાક્ષસોનો ખૂબ જ ત્રાસ હતો.અત્યારે ચોટીલામાં ચામુંડા માતાનું ભવ્ય મંદિર છે.150 વર્ષો પહેલા આ મંદિરની જગ્યાએ એક નાનો રુમ હતો તે સમય દરમ્યાન પર્વત પર ચડવા માટે પગથિયા પણ ન હતા તો પણ લોકો દૂર-દૂરથી ત્યાં દર્શન કરવા માટે આવતા હતા.એમ કહેવાય છે કે ચામુંડા માતાજી દિવસમાં ત્રણ વાર પોતાનું સ્વરૂપ બદલે છે.1.બાલિકા સ્વરૂપ,2. વૃદ્ધા સ્વરૂપ ,3. કોપાયમાન સ્વરૂપ.પ્રાચીન સમયમાં ચોટીલા એ તોડ ગઢ નામથી પ્રખ્યાત હતું.એ સમયે સોઢા પરમારોનું શાસન ત્યાં હતું.પરંતુ જગસીયો પરમારના શાસન સમય દરમ્યાન એ ખાચર કાઠીના હાથમાં આવ્યું હતું.મોટાભાગના આ ખાચર કાઠીઓનું વારસાગત કુટુંબ ચોટીલા છે.ચોટીલા એ ઇ.સ.1566 માં કાઠીઓએ કબજે કરી લીધું હતું.ચોટીલા એ એક નાનકડું ગામ છે.ચોટીલામાં આશરે 21,000 જેટલી લોકોની વસ્તી છે. ચામુંડા માતાજી એ ગોહિલવાડના ગોહિલ દરબારો,સોલંકી,પરમાર,ડોડીયા,સોની,ઠાકોર, દરજી,રબારી,પંચાલ,આહિર ,રાજપુતો એવા ઘણા બધા સમાજની કુળદેવી તરીકે માં ચામુંડા પૂજાય છ.ચામુંડા એ માઁ દુર્ગાનું સ્વરૂપ છે.ચોસઠ જોગણીઓ માનો એક અવતાર એ માં ચામુંડા નો છે.માતા ચામુંડા એ એક પાર્વતીનું સ્વરૂપ છે.કાલી અને ચડીનું પણ સ્વરૂપ માનવામાં આવે છે.જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા,અંબાજી માતા,કાલી માતાનો સમાવેશ થાય છે,હજારો વર્ષો પહેલા,પૃથ્વી પર ચંડ મુંડ નામના બે રાક્ષસો રહેતા હતા.ચંડ- મુંડ રાક્ષસ આજુબાજુના લોકોને અને ત્યાંના ઋષિમુનિઓને ખૂબ જ ત્રાસ આપતા હતા ત્યાંના લોકો ખૂબ જ પરેશાન થઇ ગયા હતા ચંડ અને મુંડ ના ત્રાસ થી બચવા માટે ત્યાંના લોકોએ અને ઋષિમુનિઓએ ભેગા થઈને આધ્યા શક્તિ ની આરાધ્યા કરવાનું શરૂ કર્યું.ઋષિ-મુનિઓએ યજ્ઞ કરીને માતાનું આહ્વાન કર્યું.હવન કુંડ માંથી એક તેજ પ્રગટ થયું. અને મા આદ્યશક્તિ હવન કુંડ માંથી પ્રગટ થયા.આ મહાશક્તિ એ ચંડ અને મુંડ નામના રાક્ષસ સાથે યુદ્ધ કર્યું.માં આદ્યશક્તિ ચંડ મુંડ નામના રાક્ષસનો વધ કર્યો.આ મહાશક્તિનું નામ "ચંડી ચામુંડા" તરીકે ઓળખાણ છે.માં ચામુંડા એ રણચંડી એટલે યુદ્ધ ની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે.માતા ચામુંડા દુર્ગામાઁ નુ સ્વરૂપ છે.માં ચામુંડાની છબી માં બે જોડિયા પ્રતિકૃતિ દેખાય છે.માતાની છબીમાં બે બહેનો છે એક ચંડી અને બીજી મંડી એટલે માતાજીનું નામ ચંડી ચામુંડા પડ્યું છે.માતા ચામુંડા ની મૂર્તિ માં મોટી આંખો તથા લાલ કે લીલા રંગના વસ્ત્રો અને ગળામાં ફુલોનો હાર જોવા મળે છે.ચામુંડા માતા નું વાહન સિંહ છે.બધા લોકોને માતાજી પર ખૂબ જ શ્રદ્ધા ભાવ છે. દૂર-દૂરથી લોકો માઁ ચામુંડા ના દર્શન કરવા માટે આવે છે માતા બધાની મનોકામના પૂર્ણ કરે છે.માતા ચામુંડા ખૂબ જ દયાળુ છે.માતા ચામુંડાના ઘણા બધા મંદિરો આવેલા છે.પરંતુ ચોટીલાનુ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ મંદિર માનવામાં આવે છે.માતા ચામુંડાની ક્યારેક પાર્વતી ચંડી અને કાળી નું સ્વરૂપ પણ માનવામાં આવે છે.હિંદુ ધર્મ અને જૈન ધર્મમાં ચામુંડા માતાનું બહુ જ મહત્વ છે.ચામુંડા માતા એ પાર્વતી માતાનું જ એક સ્વરૂપ છે.હજારો વર્ષ પહેલા પૃથ્વી પર શુંમ્ભ અને નિશુંભ નામના બે રાક્ષસો નો રાજ હતું આ બે રાક્ષસો સ્વર્ગ અને ધરતી પર ખુબજ અત્યાચાર કરતા હતા.બધા દેવી-દેવતાઓ તેની સામે હારી ગયા હતા.ત્યારે લોકોએ માતા દુર્ગાની આરાધના કરી ત્યારે દેવી દુર્ગા પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું કે તે પોતે બધા મનુષ્ય અને દેવોની રક્ષા કરશે.એ સમયે માતા દુર્ગાએ કોશીકા નામથી અવતાર લીધો અને શુંમ્ભ અને નિશુંભ નામે બે દૂતો લે છે.ત્યારે તે બે દૂતો શુંભ અને નિશુંભની પાસે જાય છે અને કહે છે મહારાજ તમે તો ત્રણે લોકના રાજા છો.તમારી પાસે તો ઈન્દ્ર ભગવાન નો હાથી છે.અને બધા જ પ્રકારના તમારી પાસે અમૂલ્ય રત્નો છે.પરંતુ તમારી પાસે એવી દિવ્ય અને આકર્ષિત નારી નથી તમારી પાસે એવી એક નારી હોવી જોઈએ એ ત્રણે લોકમાં સર્વ સુંદર હોય.શુંમ્ભ અને નિશુંભ એ દૂતને કોશિકા પાસે મોકલે છે,ત્યાં જઈને તેઓ કોશિકને કહે છે કે શુંમ્ભ અને નિશુંભ ત્રણે લોકના રાજા છે.અને તે તમને પોતાની રાણી બનાવવા માંગે છે.ત્યારે કોશીકાએ કહ્યું કે શુંમ્ભ અને નિશુંભને કહો કે તે બળશાળી અને મહાન છે,પરંતુ મેં એક પ્રણ લીધું છે કે જે વ્યક્તિ મારી સાથે યુદ્ધ કરશે અને મારી સામે તે યુદ્ધ જીતશે તેની સાથે હું વિવાહ કરીશ. ત્યારે બંને રાક્ષસો કોશિકાની આ વાત સાંભળીને ક્રોધિત થઈ જાય છે.કે એક નારીનું આટલું મોટું દુસ્સાહસ કેમ? મને યુદ્ધ માટે લલકાર્યા છે?ત્યારે શુંમ્ભ અને નિશુંભ,ચંડ અને મુંડ નામના બે રાક્ષસોને ત્યાં મોકલે છે.કે તે નારીના માથાના વાળ પકડીને મારી સમક્ષ હાજર કરો.ત્યારે ચંડ અને મુંડ માતા કોશિકાની પાસે જાય છે અને તેમને પોતાની સાથે ચાલવાનું કહે છે.પરંતુ માતા તેમની સાથે જવાની ના પાડે છે.અને માતા એ પોતાનું દુર્ગા સ્વરૃપ ધારણ કર્યું અને ચંડ અને મુંડ માતા સાથે યુદ્ધ કરે છે.અને ચંડ મુંડ નામના રાક્ષસ નો વધ કર્યો ત્યારથી તેમને માં ચામુંડા કહેવાય છે.ચોટીલા,ચામુંડા માતાજીના મંદિરમાં કેમ કોઈ રાત રોકાતુ નથી?ચામુંડા માતા એ હિન્દુઓની કુળદેવી છે.ચોટીલા માં માતા ચામુંડા પર્વતની ટોચ ઉપર બીરાજમાન છે.માતા ચામુંડા અનેક પરચાઓ ત્યાં આપેલા છે.ચોટીલા માતાજીના મંદિરે ડુંગર ઉપર દરરોજ હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે.પરંતુ ત્યાં કોઈ પણ રાત રોકાતુ નથી.સાંજ પડતાં જ આરતી કરીને ત્યાંથી બધા જ લોકો ડુંગરની નીચે ઉતરી જાય છે.ત્યાંના પૂજારી સાંજની આરતી કરીને પર્વત પર થી નીચે આવી જાય છે.એમ કહેવાય છે કે રાતના સમયે માતાની મૂર્તિ સિવાય રાતે ડુંગર પર કોઈ રોકી શકતું નથી.માતાની રક્ષા કરવા માટે ત્યાં કાલભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકીદારી કરે છે.નવરાત્રીના સમયે પૂજારી અને તેની સાથે પાંચ લોકોને ડુંગર પર રહેવાની મંજૂરી માતાજી એ આપેલી છે.એમ કહેવાય છે કે ચોટીલા ડુંગર પર રાત્રે સિંહ સાક્ષાત ફરતો હોય છે.માતા ચામુંડા નો નિવાસ મોટાભાગે વડના વૃક્ષ પર મનાય છે.ચામુંડા માતાના હાથમાં ત્રિશૂલ અને તલવાર જેવા શસ્ત્રો છે.ચોટીલા ચામુંડા માતાની એવી માન્યતા છે કે જે સ્ત્રીના વાળ ખૂબ જ ખરતા હોય તો માતાજીને ખોટો ચોટલો ચઢાવવાથી અને માની માનતા માનવાથી વાળ લાંબા અને ઘટાદાર બની જાય છે.ચોટીલામાં યાત્રાળુઓ દૂર દુરથી દર્શન કરવા માટે આવે છે.ચામુંડા માતાજી એ બધાની મનોકામના પૂર્ણ કરે છે.ઘણા લોકો તો દૂરથી પગપાળા માતાજીના દર્શન કરવા માટે આવે છે.નવરાત્રિમાં ચોટીલામાં ખૂબ જ ભીડ હોય છે. ગુજરાતમાં યાત્રાધામો પૈકી એક પૌરાણિક યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર છે. ચામુંડામાતાજી એ ઘણા બધા પરચા આપ્યા છે. એવું પણ કહેવાય છે કે ચામુંડા માતા એ તાંત્રિક ની દેવી છે.ચામુંડા ટ્રસ્ટ દ્વારા મંદિરમાં જમવા માટેની સગવડ કરવામાં આવી છે.ત્યાં ભોજનાલયમાં દરરોજ બધા ભક્તોને દાળ, ભાત,શાક,લાપસીનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે.ચોટીલા પર્વતની નીચે રાત્રિ રોકાણ માટે પણ ખૂબ સારી વ્યવસ્થા કરેલી છે.જય માતા ચામુંડાજી.....(આ લેખ નાં ઘણા અંશ ગુગલ આધારે છે )- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય) Download Our App